તારી યાદો Suthar Jvalant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મથુરા, વૃંદાવન

    મથુરા, વૃંદાવનમથુરા શ્રીકૃષ્ણ જન્મસ્થાન, વૃંદાવન કસી ઘાટ, પ્...

  • સરપ્રાઈઝ

    *સરપ્રાઈઝ* પ્રેક્ષાનો શ્વાસ રુંધાવા લાગ્યો. એ બેડ પર હાથ પછા...

  • ખજાનો - 35

    ( આપણે જોયું કે લિઝા,જોની, સુશ્રુત અને હર્ષિત માઈકલને બચાવવા...

  • હમસફર - 25

    રુચી : હું ખુશ છું કે તને તારી ભૂલ સમજાણી અને પ્લીઝ આવું ક્ય...

  • ભીતરમન - 37

    મેં માએ કહ્યા મુજબ બંગલામાં વાસ્તુ પૂજા કરાવી હતી, ત્યારબાદ...

શ્રેણી
શેયર કરો

તારી યાદો

સ્ટોરી છે મીજાપુરમાં રહેનારા કાર્તિક અને ધ્રુવીની. કાર્તિકે એક શાંત સ્વભાવનો છોકરો હતો, તે ખૂબ હસી-મજાકમાં રહેતો અને દેખાવમાં સુંદર હતો. બીજી બાજુ ધ્રુવી પણ ખૂબ જ સુંદર હતી, હસી-મજાકમાં રહેતી અને કોઈપણ સાથે ભળી જવામાં સંકોચ નહોતી કરતી.

આ બન્નેના પ્રેમની શરૂઆત ખૂબ જ સરળતાથી થઈ હતી, પણ ખબર નહોતી કે અંત આવી રીતે આવશે. તો, કહાનીની શરૂઆત એમના સુખદ પલોથી કરીએ.

કાર્તિક અને ધ્રુવીની સૌપ્રથમ મુલાકાત કોલેજના પ્રથમ દિવસે થઈ હતી. જ્યારે ધ્રુવી ક્લાસમાં પ્રવેશી ત્યારે કાર્તિકની નજર એની પર પડી, અને જેમ કહીએ તેમ 'ફર્સ્ટ સાઇટ લવ' થઇ ગયો. એક જ નજરમાં કાર્તિકને ધ્રુવીને જોઈને કંઈક થવા માંડ્યું. એ મૂંઝવણમાં હતો કે જ્યારે પણ એ કોલેજથી છૂટીને ઘરે જતો, ત્યારે એને બેચેની અનુભવાતી.

કોલેજ જતા, એ ધ્રુવીને જોતો, ક્લાસમાં એણે ધ્રુવી સામે જોઈને આખો દિવસ પસાર કરી નાખ્યો. આખા વર્ગખંડને ખબર પડી ગઈ હતી કે કાર્તિક ધ્રુવીને લાઈક કરે છે. ધ્રુવી પણ જાણતી હતી કે કાર્તિક એને વધારે પડતું ધ્યાન આપે છે, પણ તેણે કદી એ વાતને અટકાવી નહોતી. બન્નેના આંખોમાંથી ઇશારા ચાલતા રહેતા.

ક્યારેક કાર્તિકે ધ્રુવીની હેન્ડરાઇટિંગના વખાણ સાંભળ્યા હતા. એક વાર એણે ધ્રુવીની નોટબુક એક્સચેન્જ કરવા માંગી, અને ધ્રુવી એ સહમત થઈ. આ રીતે નોટબુક એક્સચેન્જ કરીને, કાર્તિકે ધ્રુવી સાથે વાત કરવાનો બહાનો શોધી કાઢ્યો.

આવું લગભગ એક મહિના સુધી ચાલ્યું. આખરે એક દિવસ, કાર્તિકે ખૂબ હિંમત કરીને નક્કી કર્યું કે એ ધ્રુવીને આજે એમના લાગણીઓ કહેશે. તે દિવસે ટ્રેડિશનલ ડે હતો, અને ધ્રુવી સાડી પહેરીને આવી હતી.

ધ્રુવીને સાડીમાં જોઈને, કાર્તિક ઢળી પડ્યો. ધ્રુવીના વાળ વારંવાર એની કાનની બાજુમાં આવતા હતા. કાર્તિકે ધ્રુવીની નજીક જઈને એ વાળને એની કાનની પાછળ સર્કાઈ દીધા. આખો ક્લાસ એ જોઈને ચૂપ થઈ ગયો. કાર્તિક ઘૂંટણ પર બેસી ગયો અને ધ્રુવીનો હાથ પકડીને કીધું, "ધ્રુવી, આઈ રીયલી લવ યુ."

ધ્રુવી બોલી, "આઈ નીડ સમટાઇમ ફોર થિન્ક અબાઉટ ઇટ," એમ કહીને ક્લાસ છોડી ગઈ.

કાર્તિક એકદમ ઉદાસ થઈ ગયો, વિચારે છે કે ધ્રુવીને મારી વાત ગમી કે નહીં. બીજા દિવસે સવારે, એ મંદિરે ગયો અને ભગવાન સમક્ષ કીધું, "હે પ્રભુ, જો મારાથી ધ્રુવીનું દિલ દુખાયું હોય તો હું એનો ક્ષમાપ્રાર્થી છું. હું તો બસ એટલું ઇચ્છું છું કે એનો જવાબ ભલે હા હોય કે ના, હું એને પ્રેમ કરતો રહીશ."

આટલું કહીને જ્યારે એણે આંખ ખોલી, તો જોયું કે બાજુમાં ધ્રુવી ઊભી છે, પણ એ કશું બોલી નથી. ત્યારબાદ, કાર્તિક ક્લાસમાં પાછો આવ્યો. જ્યારે ક્લાસ ખતમ થયો, ત્યારે બધાએ બહાર જવા માંડ્યું. ધ્રુવી ક્લાસની અંદર જ બેઠી રહી. કાર્તિકએ એની પાસે આવીને કીધું, "કશુંક થયું? તને મારી વાતનો ખોટું લાગ્યું હોય તો સોરી."

ધ્રુવી કાર્તિકનો હાથ પકડી બોલી, "ના, મને કશું ખોટું નથી લાગ્યું. બસ એ જ વિચારમાં છું કે તને મારી સાથે આટલો પ્રેમ થયો કેવી રીતે?"

કાર્તિક બોલ્યો, "ખબર નથી કેવી રીતે, પણ તને જોઉં છું ત્યારે તારી યાદો આવે છે, સપનામાં પણ તું જ દેખાય છે. હું તને મારા લાગણીઓ જણાવી દેવી હતી."

ધ્રુવી બોલી, "મારી પણ હા જ છે. આઈ રીયલી લવ યુ."

આટલું સાંભળી, કાર્તિક ધ્રુવીને કિસ કરી લે છે. બન્ને એકબીજાને કિસ કરતા રહે છે, મદહોશ થઈને પ્રેમમાં જીવવા માંડે છે.

કોલેજના ત્રણ વર્ષ એમણે પ્રેમમાં પસાર કર્યા. છેલ્લા વર્ષમાં, કાર્તિકે ધ્રુવીને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને ધ્રુવીએ હા પાડી.

કાર્તિકે પોતાના ઘરમાં ધ્રુવી વિશે વાત કરી, અને બધાએ એને એક્સેપ્ટ કરી લીધી. પણ જ્યારે કાર્તિકે ધ્રુવીને પૂછ્યું કે એણે ઘરમાં આપણા વિશે જાણ કરી છે કે નહીં, તો એ વાતને ફેરવવાનો પ્રયત્ન કરતી.

કોલેજ પુરી થયા પછી, કાર્તિકે ધ્રુવીને ફરી પૂછ્યું, "આપણે લગ્ન માટે એક ડેટ નક્કી કરી લેયે."

ધ્રુવી બોલી, "હાલમાં તારી કોઈ જોબ નથી, એટલે હું ઘરમાં બધાને કેવી રીતે કન્વીન્સ કરું?"

કાર્તિકે કીધું, "કોઈ વાંધો નથી, હું જોબ ચાલુ કરી દઉં છું, પછી કન્વિન્સ કરવું સરળ રહેશે."

કેટલાક દિવસો પછી, કાર્તિકને જોબ મળી ગઈ. એણે ધ્રુવીને જાણ કરી, પણ એની ચહેરે ઉલ્લાસ નહોતો.

કેટલાક દિવસ પછી, કાર્તિકનો મિત્ર રોહિત મળ્યો. તેણે કાર્તિકને પૂછ્યું, "તારા અને ધ્રુવી વચ્ચે બધું બરાબર છે?"

કાર્તિકે કહ્યું, "હા, કેમ?"

રોહિતે કહ્યું, "મારા ઘરે ધ્રુવીના લગ્નની કંકોત્રી આવી છે."

આ સાંભળી, કાર્તિક તાકીદે ધ્રુવીના ઘરે પહોંચી ગયો. એ સમયે ધ્રુવીના પપ્પા ઘરે નહોતા, ફક્ત ધ્રુવી અને એની મમ્મી જ હતા.

કાર્તિકે ધ્રુવીનો હાથ પકડી અગાસી પર લઈ ગયો અને પૂછ્યું, "શું તું લગ્ન કરી રહી છે?"

ધ્રુવી બોલી નહિ.

કાર્તિકે જોરથી પૂછ્યું, "શું તું લગ્ન કરી રહી છે?"

ધ્રુવી બોલી, "હા, કરી રહી છું. મારે એ છોકરો પસંદ છે, એટલે મેં હા પાડી છે."

કાર્તિકે પૂછ્યું, "જો એવું જ હતું તો તું મને જોબ માટે શા માટે કીધું?"

ધ્રુવી બોલી, "એ જ તો પ્રોબ્લેમ છે તારો, તને કહીએ ત્યારે તને સમજ પડે છે કે જોબ શોધવી જોઈએ. તારામાં કોઈ આવડત નથી. તું મારી પાછળ ફરી ખાતો હતો અને હમણાં પણ ફરી ખાય છે. તારામાં કોઈ ખાસ વાત નથી."

આટલું સાંભળી, કાર્તિક સ્તબ્ધ થઈ ગયો.

ધ્રુવીની મમ્મી બાજુમાં આવી અને ધ્રુવીને ટોકી, "તને કેવું કહી રહી છે? તને તો કાર્તિક પસંદ હતો ને?"

ધ્રુવી બોલી, "મમ્મી, હમણાં તો અમારી વચ્ચે કશુંક ન બોલીશ."

કાર્તિક ત્યાંથી ચાલ્યો ગયો.

ઘરે જઈને, એને ધ્રુવીની યાદો ઘણી સતાવી. એક દિવસ, કાર્તિક ધ્રુવીના લગ્નમાં પહોંચ્યો. ધ્રુવીને લગ્ન કરતા જોઈ, એને થયું કે કંઈક કરું અને આ લગ્ન રોકાવું. પણ, એણે વિચાર્યું, "ધ્રુવી મને પસંદ નથી, તો હું આવું કેમ કરું?"

અડધા લગ્નથી કાર્તિક બહાર નીકળી ગયો.

બહાર નીકળી, કાર્તિક ઉદાસ થઈ ગયો. ધ્રુવીની યાદો એને ખૂબ સતાવતી.

એક દિવસ, એણે દારૂ પીવાનું શરૂ કર્યું. રાતના બે વાગ્યા સુધી દારૂ પીને, આખરે એણે આકાશમાં ધ્રુવીનું નામ લઇ કહ્યું, "ધ્રુવી, તું મારી જોડે આવું શા માટે કર્યું?"

આવી જ દર્દભરી રાત પછી, સવાર પડે છે.

આશ્ચર્ય સાથે, કાર્તિક કંઈક જુએ છે.

એ શું જુવે છે એના માટે નેકસટ પાર્ટ ઇસ કમિંગ સુન.....
....જ્વલંત સુથાર