પ્રેમ એક મૃગતૃષ્ણા - ભાગ 2 Harshika Suthar Harshi True Living દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ એક મૃગતૃષ્ણા - ભાગ 2

મેં આતુરતાથી પ્રિયાને રીપ્લાય આપ્યો. શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી. પછી મારા રીપ્લાય નો જવાબ આવતા બીજા દિવસ ની મોર્નિંગ થઈ ગઈ....હું થોડો દુખી હતો મેં ભગવાનને યાદ કર્યા બે ત્રણ શબ્દો સંભળાવ્યા કેમ મારી જોડે જ આવું કરો છો ..તમને ને તો ખબર જ છે કે મોબાઈલ નું રીચાર્જ .....’

આમ ને આમ બબડતો હું ઘાઢ નિદ્રા તરફ વર્યો ને કૈક રાતના બે વાગ્યે એનો મેસેજ આવેલો જે મેં સવારના મારા ઉઠીને તરત જ લેકચર ભરવા જવાના સમયે જોયો.હવે હું તૈયાર થાવ ચા-કોફી પીવ કે મેસેજ કરું ? સાચે આણે બવ ભોગ લીધો. મેં ધીરે ધીરે એની સાથે વાતની શરૂઆત કરી એક અઠવાડિયા સુધી આમજ ચાલ્યું પછી, મને એના વિષે વધુ જાણવાની ઈચ્છા થઈ. મેં મારી શરમ ને નેવે મૂકી મોબાઈલ નંબર માગ્યો તો એને મને બ્લોક કરી નાખ્યો. હવે......

મેં બવ ઉતાવાર કરી નાખી...યાર...પણ સાચે યાર આજે તો એની બવ યાદ આવી કદાચ ખાલી ઈન્ટરનેટ પર વાતો કર્યા કરી હોત, કોઈ મારી વાત સાંભળતું ન હતું દેવલો પણ નય , અને એને હું આ બધું કેવા ય નાતો માંગતો નહિ તો એ મારી બવ ઉડાવત....હવે જો એનો મેસેજ આવશે તો કહી દઈશ કે ‘તારી જોડે વાત કર્યા વગર નથી ચાલતું ક્યાય મન નથી લાગતું ખબર નય હું તારા લાયક છું કે નહિ પણ તારા લાયક બનવા સો ટકા પ્રયત્ન કરીશ, મને એક ચાન્સ તો આપ હું તને મળવા માંગું છું તારા વિષે જાણવા માંગું છું હું દરેક પરિસ્થિતિ માં તારો સાથ આપીશ તો મહેરબાની કરીને મને આ રીતે બ્લોક કરીને દુખી ના કર તારા મેસેજની બવ રાહ જોઈ છે મેં હવે મારી એક ભૂલ ના લીધે મને તરછોડીશ નહિ તને ના ગમતું કામ હવે થી નઈ કરું ખરેખર સાચા હૃદયથી તને ચાહું છું, તું ઈચ્છે તો મારો સ્વીકાર કર નહીતો, ખબર નહિ..... હું ક્યાં સુધી તારો ઇન્તજાર કર્યા કરીશ. પ્લીજ મેસેજ જોવે તો કમસે કમ હા કે ના તો કેજે.....’ બસ એટલો મેસેજ લખી ને મેં એને સેન્ડ કરી દીધો એ કદાચ મને અન બ્લોક કરશે તો એને મળશે....

પછી બીજા દિવસે સવારે મેસેજ ચેક કર્યા તો ખબર પડી એણે ફોન નંબર મોકલ્યો. અને સાથે એક મેસેજ પણ હતો.

" ડીઅર રાજ,
તને જ યાદ કરી રહી હતી.મને પણ તારી સાથે વાત કર્યા વિના ચાલતું નથી, તારી સાથે વાત કરતા કરતા લાગ્યું કે તું મારા પ્રત્યે સિરિયસ છે, મે પણ તારી જ સાથે જિંદગી વિતાવવા ના સપનાં જોઈ લીધાં છે, તને મળવા પણ માંગુ છું,પણ તે પહેલાં હું ઈચ્છું છુ કે તું પહેલાં તારું ભણતર પૂરું કરે, તારા માં બાપ ના સપના પુરા કરે, કંઈ બને હું હંમેશા તારી સાથે જ છું અને સાથે જ રહીશ, એના માટે તારે મને રોજ મેસેજ કરવાની કે કોલ કરવાની જરૂર નથી, મને ખોટી ના સમજતો રાજ ઘણું વિચાર્યા પાછી મે આ નિર્ણય લીધો છે, તારા અને મારા બંને માટે.

હું એમ નથી કહેતી કે તું મને ભૂલી જા પણ આ મારા ફોન નંબર પર ત્યારે સંપર્ક કરજે જ્યારે તું તારી કૉલેજ પુરી કરી લે, ને જીવન માં આગળ શું કરવું તેનો નિર્ણય લઈ લે.

મને ખાત્રી છે કે તું મારા નિર્ણય ને માન આપશે.
તારી પ્રિય

આ વાંચી રાજ ને લાગ્યું કે હા આ તેની કારકિર્દી બનાવવાનો સુવર્ણ સમય છે અને રાજે પ્રિયાની વાત માની લીધી.


- Harshika Suthar