prem aek mrugtrushna - part 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ એક મૃગતૃષ્ણા - ભાગ ૧

પ્રેમ એક મૃગતૃષ્ણા
રાજ એક સિમ્પલ છોકરો હતો...જે મારી સાથે જેવું કરશે તેવું હું એની સાથે કરીશ એવો સિમ્પલ ફંડા એના લાઈફનો પાર્ટ હતો...
આજે તેજસ્વી મેડમ મારા પર થોડા ગુસ્સામાં હતા. આમ તો હું ભણવામાં બવ હોશિયાર ન હતો પણ પાસ થઈ જવ એટલા માર્ક્સ તો લાવી દેતો હતો, મારી શોર્ટ ટર્મ મેમરી હતી, હું પરીક્ષામાં આગલા દિવસે જો આળસ ના ચડે તો વાંચી લવ તો સારા માર્ક્સ લાવી શકવા સક્ષમ હતો. પણ મેડમ ક્યાં મારી વાત માનવાના હતા....કોઈ એક વિષયમાં તું આટલાં બધા માર્ક્સ લાવું કઈ રીતે. ચોક્કસ તે ચોરી કરી છે...મેડમના આવા શબ્દો એ મારી એ વિષય તરફની દ્રડતા છિન્ન ભિન્ન કરી નાખી...અને પછી તો શું ફરીની પરીક્ષામાં મેં એમજ કર્યું. ચોરી કરી બધા વિષયમાં સારા માર્ક્સ લાવ્યો. અને આમ મેં ૬ થી ૯ ધોરણ તો કાઢી નાખ્યા. પણ મને શું ખબર હતી કે હવે મારા સ્થિર રહેલ નસીબને કોઈની નજર લાગી જશે.
આવતા વર્ષે મારા પપ્પાએ મારી સ્કુલ જ બદલી નાખી. અરે શું વાત કવ તમને મારા ચોરી માં ટેવાયેલા શરીર ને પરીક્ષામાં સીધું બેસવા માં બવ તકલીફ પડી,અને મારા ગાલ તો મેડમ – સર નો તમાચો ખાવા ટેવાઈ ગયા.કઈ નઈ બસ પાંચ મિનીટ થોડું ચચરતું અને પછી એ ફરીથી માર ખાવા તૈયાર થઇ જતા.આમ ને કઈ સુધી ચાલશે. હાશ તો ત્યારે થઇ જયારે બે વાર ટ્રાયલ આપ્યા પછી હું દસમાં ધોરણમાં પુરા અડતાલીશ પોઈન્ટ ત્રાણું અંકે ૪૮.૯૩% એ પાસ થઇ ગયો. પછી શું?મારા ગાલ અને આ વખતે તો પીઠ પણ પપ્પાનો માર ખાવા રાહ જોઈ રહ્યા.
હવે હું કોલેજ માં આવી ગયો ....મારા જીવનમાં મારા ખૂંખાર દોસ્તની એન્ટ્રી થઇ.....અને પપ્પાએ હોસ્ટેલમાં મુકેલો એટલે જ કદાચ ટચ વારો મોબાઈલ લઇ આપ્યો. જેમ તેમ મારા ડીપ્લોમાના કોર્ષ સાથે દિવસો પસાર થઇ રહ્યા હતા...હું જાણતો હતો કે ત્રણ વર્ષનો કોર્ષ પૂરો કરતા મને ચાર વર્ષ લાગશે..આ વખતે મારો એક ખાસ નવો દોસ્તાર બની ગયેલો. દિવ્યરાજ. એ રાજકોટ નો હતો ને હું બરોડા....એ મને પ્રેમથી રાજુ કેતો. સાચું કવ તો ફિર હેરા ફેરી ના અક્ષય કુમાર જેવી ફીલિંગ આવતી અને હું તેને દેવ-ઉર્ફ દેવો એને ખબર નઈ પણ મને એનામાં ધડકન નો સુનીલ શેટ્ટી દેખાતો. મેં એને કહેલું તો નઈ પણ એના જોડે એવું જ બનતું એટલે....હું આજે મારા ફોનથી નારાજ હતો દેવાનું હોટસ્પોટ વાપરીને હું કંટાળી ગયેલો....બવ આનાકાની કર્યા પછી પપ્પાએ ત્રણ મહિનાનું રીચાર્જ કરાવી આપ્યુ. કેટલાય દિવસ પહેલા એક છોકરીને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલેલી પણ એનો રીપ્લાઈ નતો આવતો. મારો દોસ્તાર બિચારો, આ બાબતમાં સાવ ભોળો. એટલે જ એની સાથે દર-વખતે બધી છોકરીયો રમત રમી જતી હતી. પછી એ મારી પાસે આવીને ખુબ બબડતો અને એના ખારા હોય કે પરસેવા સાથે મિક્ષ થઇને એ એવા બનેલા આંશુ મારો ખભો ભીંજવતા. હવે તો હું એને શાંત પાડવામાં માહિર થઇ ગયેલો.મને એના પર દયા આવતી.પછી હું એને સમજાવતો. બધા પર મારા પર કરે એવો ભરોષો કરીશ નઈ. પણ એ ક્યા માનવાનો હતો. હું એની સાથે રહીને ઘણું શીખેલો.પણ કરીયે ય શું બોયસ હોસ્ટેલ માં રહેતા હતા તો ....?આમતો મને બવ બીક લાગતી દેવા સાથે જે થતું એ જોઇને. પણ મારે પણ કોઈનો સાથ જોઈતો હતો. વિચારેલું કે દેવાને કહેવાનો મોકો નઈ આપું કે તું મને સમજાવતો હતો ને તે શું કર્યું?
ઓહ ....આજે હું ખુશ હતો મોબાઈલ રીચાર્જ પૂરું થવામાં હજુ તો અઢી મહિનાની વાર હતી.... ભગવાનને કીધેલું કે રીચાર્જ પૂરું થાય એ પેલા મેળ પાડી દેજે નહીતો પપ્પા ફરી નઈ કરાવી આપે. અને એક છોકરી પ્રિયાનો મેસેજ આવ્યો.
વધુ આવતા અંકે...........

બીજા રસપ્રદ વિકલ્પો