એક પંજાબી છોકરી - 29 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 29

સોહમ અને સોનાલી કુશલના સવાલનો શો જવાબ આપે તે સમજી શકતા નથી તેથી સોહમ કહે છે કુશલ હું મયંકને કાલે જરૂરથી પૂછીશ કે તેને કોણીમાં શું થયું છે પછી તને જણાવીશ. આ વાતની અમને પણ કોઈ જાણ નથી.કુશલ કહે છે સારું દોસ્ત.આટલું કહી તે ચાલ્યો જાય છે સોનાલીને આજે મયંક માટે ખૂબ જ માન થાય છે કે સોનાલી પર આચ ન આવે તેથી આજે મયંકે પોતાનું દર્દ પોતાની મા થી પણ છૂપાવી લીધું.કુશલ ના ગયા પછી સોહમ અને સોનાલી પણ ઘરે જવા માટે નીકળે છે ત્યાં જ રસ્તામાં પ્રિન્સિપલ સરનો ફોન આવે છે સોહમના ફોન પર ને સર જણાવે છે કે પોલીસ ઇન્સ્પેકટરને પેલા ગુંડાઓ મળી ગયા છે પણ સોનાલી અને મયંક પાક્કું કરી કહે કે આ બધા તે જ ગુંડાઓ છે.સોહમ સરને કહે છે હા સર સોનાલી તો હાલ મારી સાથે જ છે પણ સોનાલીનું હાલ તો ઘરે પહોચવું જરૂરી છે નહીં તો એની ફેમિલી ચિંતા કરશે.સર કહે છે સારું સોહમ કંઇક વિચારી સાંજ સુધીમાં સોનાલી અને મયંકને પોલીસ સ્ટેશને લઈ આવજે હવે આ તારા ઉપર છે.સોહમ કહે છે ઓકે સર હું કંઇક વિચારું.

સરનો કૉલ આવ્યો એટલે સોહમે બાઇક સાઈડમાં રાખી વાત કરી અને તેની પાછળ સોનાલીએ પણ સ્કૂટી ઊભી રાખી. સોહમ સર સાથે વાત કરી પછી સોનાલીને બધી વાત જણાવે છે પછી બંને ઘરે ગયા.ઘરે જઈને સોહમ પોતાના રૂમમાં ગયો અને મયંકને કૉલ કરી બધી વાત કરી.મયંકે કહ્યું જો સોહમ સોનાલી ન આવે તો પણ ચાલશે.તું અને હું તો જઈશું.મેં બધા ગુંડાઓને જોયા છે હું આવું એટલે ચાલશે.સોહમ કહે છે સારું હું સોનાલીને આ વાત જણાવી દઉં.સોહમ સોનાલીના ફોન પર મેસેજ કરે છે કે હું અને મયંક જઈશું તારે આવવાની જરૂર નથી પણ સોનાલી માનતી નથી તે કહે છે ના હું પણ સાથે આવીશ. સોહમ કહે છે સારું હું વિચારું તારી ફેમિલીને શું કહેવું તે.

સોહમ થોડી વાર કંઇક વિચારી પછી સોનાલીના ઘરે જાય છે અને ત્યાં જઈને સોનાલીના મમ્મી ને દાદીને કહે છે મારે અને સોનાલીને ડાન્સ શીખવા માટે કૉલેજ જવાનું છે.સોનાલીના દાદી કહે છે સારું સોહમ બેટા તું સોનાલીને લઇ જા.સોનાલી તૈયાર થઈને જાય છે.સોહમ પોતાની કાર લઈને જાય છે અને રસ્તામાં મયંકને પણ સાથે લઈ લે છે.ત્રણેય અને પ્રિન્સિપલ સર બધા સાથે પોલીસ સ્ટેશને પહોંચે છે.પોલીસ ઇન્સ્પેકટર ગુંડાઓને બહાર લઈ આવવાનું જણાવે છે.તેમને જોતા જ સોનાલી એકદમ ડરી જાય છે અને પડવા જાય છે ત્યાં મયંક તેને પકડી લે છે.મયંક કહે છે હા સર આ બધા એ જ લોકો છે, જેમને સોનાલી પર વાર કર્યો હતો અને બચાવવા જતા મને પણ આ જ લોકોએ માર્યું હતું.સોનાલી પણ થોડી હિંમત ભેગી કરીને બોલે છે,હા સર આ લોકોએ જ મયંકને ચોટ આપી છે અને મારા પર વાર કર્યો છે.

સોહમ સોનાલીને કહે છે તું ડર નહીં ઇન્સ્પેકટર સર આ લોકોને એવી સજા આપશે કે બીજી વાર કોઈ સાથે આવું કરતા પહેલાં આ લોકો હજાર વાર વિચાર કરશે. પ્રિન્સિપલ સર અને પોલીસ ઇન્સ્પેકટર બંને કહે છે હા આવા લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ.પોલીસ ઇન્સ્પેકટર આ બધા ગુંડાઓને જેલમાં પૂરી દે છે અને પછી સોનાલીને કહે છે,"મૈને આપકો બોલા થા મૈ સબ ચંગા કર દુંગા દેખા કર દિયા ના અબ તો તુસી ખુશ હો ના." સોનાલી કહે છે હા સર હવે હું ખુશ છું. આજે મારા ગુનેગારોને સજા મળી છે.પોલીસ ઇન્સ્પેકટર અમુક જરૂરી કાગળિયામાં સોનાલી,મયંક,સોહમ અને પ્રિન્સિપલ સરની સહી લઈને તેમને જવા માટે કહે છે.બહાર નીકળી સોનાલી કહે છે મયંક ચલ આજે તને હોસ્પિટલ પર લઈ જવાનો છે,આજે તારો બતાવવાનો વારો છે.સોહમ કહે છે સોનાલી તું ચિંતા ન કર,મયંકને હું હોસ્પિટલે લઈને જાઉં છું તું અહીંથી રિક્ષા લઈને ઘરે જા.સોનાલી કહે છે ના સોહમ મયંકને એકલો છોડીને હું ક્યાંય નથી જવાની.સોનાલીનો મયંક માટેનો આવો ભાવ જોઈ સોહમને ખૂબ જ દુઃખ થાય છે. સોનાલીએ આજે પહેલી વખત સોહમની કોઈ જ વાત માની નહોંતી.

શું હશે સોનાલીના મનમાં મયંક માટે એવું?

જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.