એક પંજાબી છોકરી - 24 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 17

    એક રાત્રે અચાનક જ વિભા જે હમણાં હમણાં જેના અંદર આવી હતી તેને...

  • ફરે તે ફરફરે - 14

    ફરે તે ફરફરે - ૧૪ મન પાંચમના મેળામા સહુ ભુખ લઇને આવ્યા હતા ....

  • ખજાનો - 23

    " પણ તેને આવું કેમ થયું ? તેને ભાન આવ્યું, તે મારી પાસે આવ્ય...

  • નાયિકાદેવી - ભાગ 21

    ૨૧ વિદાય આપી બીજે દિવસે મધરાતે રાજમહાલયના એક ખંડમાં ચાર જણાં...

  • ભાગવત રહસ્ય - 55

    ભાગવત રહસ્ય-૫૫   વ્યાસજી –એ –સમાજ સુધારક સંત છે. જે સંતને સમ...

શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 24

સોહમ પ્રિન્સિપલ સરની ઓફિસમાં હતો અને સર તેને પૂછતાં હતા કે કાલે શું થયું હતું પણ સોનાલીની બદનામી થશે એવું સોહમને લાગતું હતું તેથી સોહમ સરને કંઈ જ ન જવાબ આપતો નથી.સર વારંવાર પૂછે છે એટલે અંતે સોહમ કહે છે સર મેં પેલા સાથે એમનેમ જ લડાઈ કરી હતી.તે મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે વાતો કરતો હતો.તે મને જરા પણ ન ગમ્યું તેથી મેં પેલા સાથે લડાઈ કરી બધી ભૂલ મારી હતી. સોનાલી બહાર ઊભી રહી આ બધું સાંભળતી હતી. ત્યાં સોહમના મમ્મીએ પણ બધું સાંભળી લીધું તેને સોહમ પર ગર્વ થયો કે સોહમ સોનાલીને કેટલો પ્રેમ કરે છે.તેના ઉપર કંઈ કલંક ના લાગે તેથી બધો દોષ ખુદ પર લઈ લીધો.સોનાલીને ખૂબ જ દુઃખ થયું કે સોહમ મારી બદનામી ના થાય તેથી બધું ખુદ પર લઈ લે છે.સર સોહમને કહે છે તને હું કૉલેજમાંથી છ મહિના માટે સસ્પેન્ડ કરું છું,આ સજા સાંભળતા સોનાલીમાં હિંમત આવી ગઈ ને તે સર પાસે ગઈ અને સરને બધી સત્ય હકીકત જણાવી દીધી.

સોહમ સોનાલીને રોકવાનો પ્રયત્ન કરે છે પણ સોનાલી તેની કોઈ વાત સાંભળતી નથી.આ જોઈ સોનાલીના મમ્મી ખુશ થઈ જાય છે કે સોનાલી પણ સોહમની ખૂબ ચિંતા કરે છે.સોનાલી સરને બધું સાચું કહી દે છે પણ સર કહે છે મારે કોની વાત સાચી માનવી? સોનાલી તું અલગ કહે છે,સોહમ કહે છે બધો દોષ એનો છે અને મયંક કહે છે સોહમ તેની સાથે લડાઈ કરે છે. પેલા નવા આવેલા છોકરાનું નામ મયંક હતું.તેને સરને એવું પણ કહ્યું હતું સોહમની દોસ્ત હોવાથી સોનાલી પણ ખોટું જ બોલશે એટલે સર સમજી નથી શકતા કે તેઓ કોનો વિશ્વાસ કરે?

સોહમના મમ્મી કહે છે સર સોનાલી એકદમ સાચું કહે છે તમે તેનો વિશ્વાસ કરો. પછી પોતાનો પરિચય આપે છે કે હું સોહમની મમ્મી છું અને સરને મયંક એ કરેલી કબૂલાતનું પોતે કરેલું રેકોર્ડિંગ સંભળાવે છે.તેમાં મયંક એ બધી વાતો કરેલી છે જેનાથી પોતે ગુનેગાર સાબિત થાય છે અને સોહમ નિર્દોષ છે તેવું પણ સાબિત થાય છે.આ રેકોર્ડિંગ સાંભળી સર સોનાલી અને સોહમના મમ્મીની વાત માને છે ને સોહમ તેની બેસ્ટ ફ્રેન્ડ સોનાલીને બચાવવા માટે બધું પોતાના ઉપર લેતો હતો. તે વાત પણ સમજાય જાય છે.સોહમના મમ્મી સરને વિનંતી કરતા કહે છે કે મયંકને સસ્પેન્ડ કરવાના બદલે બીજી કોઈ સજા કરો જેથી તેનું સ્ટડી ન બગડે.સર પણ આ વાત માની લે છે પછી મયંકને બોલાવે છે સોહમના મમ્મીને તે સલવાર શૂટ માં જોઈ ડરી જાય છે અને પોતે કહેલી વાતો યાદ આવી જાય છે. પ્રિન્સિપલ સર મયંકને જણાવે છે કે આ સોહમના મમ્મી છે જેને તે બધી વાતો કહી હતી.તેમાં તું ગુનેગાર છો તેવું સાબિત થાય છે.મયંક સોહમ અને તેના મમ્મી પાસે માફી માંગે છે ને કહે છે કે તેને સોહમને બદનામ એટલા માટે કર્યો કે સોહમ તેમના મમ્મી પપ્પા અને આખી કૉલેજ વચ્ચે ખરાબ છોકરો સાબિત થઈ જાય અને પોતે સારો બની જાય.તે બહુ સારી રીતે જાણતો હતો કે સોહમ કૉલેજમાં સૌનો ફેવરિટ છે ને સોનાલીનો ખૂબ સારો ફ્રેન્ડ પણ છે સોનાલી સોહમ સિવાય બીજા કોઈ બોયઝને પોતાના ફ્રેન્ડ માનતી નથી કે નથી કામ સિવાય કોઈ સાથે વાત કરતી.

પ્રિન્સિપલ સર તેને કહે છે તે આવતાની સાથે જ તે કૉલેજનું નામ બદનામ કરવાની કોશિશ કરી છે.તમારા જેવા સ્ટુડન્ટ્સના લીધે આ કૉલેજનું નામ ખરાબ થાય છે.તેને ઘણું બધું ખીજાય છે અને અંતે તેને દરરોજ ઓફિસમાં કચરા પોતા કરવાની અને બેલ વગાડવાની સજા આપે છે.મયંક દરરોજ આ કામ કરી કરીને કંટાળી જાય છે.તે એક અમીર ફેમિલીમાંથી આવતો હોવાથી તેને પાણીનો ગ્લાસ પણ ખુદ ભર્યો ન હતો.

એક વખત સોનાલીની તબિયત સારી ન હોવાથી તે ઘરે જલ્દી જવા નીકળે છે.સોનાલી પાર્કિંગમાંથી પોતાનું સ્કૂટી બહાર કાઢે છે અને કૉલેજના ગેટની બહાર જાય છે. આજે ચોકીદાર રજા ઉપર હતા.તેથી ગેટ સોનાલીએ જાતે ખોલી બહાર નીકળી જેવી બહાર નીકળી તે એકદમ જ ડરી ગઈ અને તેને જોરથી ચીસ પાડી.


સોનાલીને એવું શું થયું હશે કે તેને એકાએક ચીસ પાડી?
શું સોનાલી ઉપર કોઈ મુસીબત આવી હશે?


જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.