Scarecrow - 3 Dipak Sosa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Scarecrow - 3




હેલો, ફ્રેન્ડસ,,
સૌપ્રથમ તો હું માફી માગું છું,હા વાર્તાનો આ ભાગ આવતા વધારે સમય લાગી ગયો, પરંતુ આ 5g યુગ માં જ્યાં કોઈ પાસે જ્ઞાનના પુસ્તકો વાંચવા માટે સમય નથી હોતો, ત્યાં કોઈને કાલ્પનિક વાર્તાઓ માં શું રસ હોય શકે, પણ છતાં હું ખુદને આ વાર્તા પુરી કરતા રોકી ના શક્યો,કારણ કે લેખન માટે હું હંમેશા તત્પર રહું,તો ચલો જાણીએ આગળ, એક સુંદર અને શાંત ગામમાં અચાનક એક ભયનો ઉદ્ભવ થયો.



સમય: સવારના ૮:૨૦, રતનપર ગામ

" એ શું કરો છવો,આ તોરણ હુકાઈ ગયા હે કોઈને ધાન સે કે નય"

" તમે ઈ બધું મેકો ને, પેલા રવજી દાદા ને બોલાયાવો અને તૈયાર થાવ છોકરીની પીઠી સેને તમે આમ જુના કપડે ફરો છવો, અને તોરણ મનન અને રાકેશ બનાવે સે ઈ લગાડી દેશે."
" ઠેક,હારુ લ્યો તો હું રવજી દાદા ને બોલાયાવુ. "
" હા,ઈ પેલા નાઈધોઈ નવા કપડાં પેરીને જાવ."
ભરતભાઈ નાહવા જતાં હતાં અને
( આ તોરણ ઘડીકમા કેમ હુકાઈ ગયા હશે?) પ્રભાબેન મનમાં વિચાર કરતા ઘરની અંદર જતા હતા , ત્યાં!
" ભરતભાઈ ભરતભાઈ," એક વ્યક્તિ આવે છે.
" એલા જીતુ હુ થ્યુ તે આમ હાંફતો હાંફતો આવે સે?" ભરતભાઈ એ આશ્ચર્ય થતાં પુછ્યું.

" એલા ભરતભાઈ તમને ખબર છે કે નય, પેલા જસાદાદા છે ઈ ઓફ થય ગ્યા."
" ક્યારે, હું થ્યુ ઘડીક માં, એને? " પર્ભા બેન ગંભીર સ્વરમાં પુછ્યું
" હા અસાનક હું થ્યુ કાલે તો ઓહોના ઘરે બેઠા થા તાજામાજા હતા"

" ગામમાં કે ય સે કે એનું ખુન થ્યુસે, તમે આવો સવો કે,"

" હાભળો હું હુ કવ સુ ઘરે પ્રસંગ સે તો ના ઝાવુ નથી."

" વાત તારી હાશી સે પણ ઝાવુ જરુરી સે ,હું વેલા વયાવી, અને આપણે પીઠી નુ રાતનુ રાખીએ"ભરતભાઈ,એમ કહી જીતુ સાથે નીકળી ગયા.

" હે માતાજી આ પ્રસંગ હેમખેમ પુરો થય ઝાય,એમ કરજે." પર્ભા બેન ભગવાન ને પ્રાર્થના કરતા કરતા, અંદર ચાલ્યા ગયા.

આ બાજુ ભરતભાઈ જીતુ સાથે જતા હતા ત્યાં એમને રમેશભાઇ મળ્યા,બંને એક જગ્યાએ જાતા હતા.

" તને ખબર પડી કે નય રમેશ"

" હા હું તમારી ઘરે જ આવતો થો,તા તમે મળી ગયા"
"હા મેં પણ તારી ભાભી ને કઈ દિધુ હવે રાતે રાખવું પછી એમ"
" તો એના ઘરેજ ઝાવાનું સે કે?" રમેશભાઇ જીતુ ને પુછ્યું

" નય બધા એની વાડી એ ઝાય સે હવે હાલો ઉતાવળે,ના પેમજી હતો એણે કાક ઝોયુ હતું, જસાદાદા ની વાડીએ, તારથી કાઈ બોલતો નથી અને બીકના લીધે ઈ આંખો કાઢી જસાદાદા ની વાડીએ બાજુ જોય ર્યો સે .'જીતુ ડરતા બોલ્યો.

બધા વધારે કઈ,વિચાર્યા વીન્યા ખેતર તરફ જવા લાગ્યા.ત્યા પણ ગામના લોકો પહેલેથીજ ભેગા થયા હતા.ભરતભાઈને બધા ત્યાં પહોંચ્યા ત્યાં તેમને હ્રદય થંભાવી દેય તેવુ વિભત્સ દ્ર્શ્ય જોયું.જે ઘરડા ખેડૂત ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા, તેમનું કોઈ આવુ દર્દનાક મોત કોણ આપી શકે.જ્યારે ભરતભાઈ ને બધા પહોંચ્યા એ પહેલાં જસાદાદા ના મ્રુત શરીર ને નીચે ઉતારી, તેમના ખેતરમાં રહેવાની જગ્યાએ રાખ્યું હતું, ઢાંકેલા એ મ્રુત શરીરને જોતા પણ એવુંજ લાગતું હતું કે કોઇએ બહુંજ ક્રુરતા થી જીવ લીધો છે, જ્યાં તેમનાં હાથ અને પગ શરીર થી કપાયેલા પણ પુર્ણ રીતે નહીં, જાણે કોઈ તડપાવી ને મારવા માંગતો હોય.


" હંસાબા,ને ખબર છે કે ની,ઈ ક્યાં છે?"
" હા ભરતભાઈ ઈ બસારા તો સદમા માં છે, એમને ઘરે લઈ ગ્યા સે પાસા" કનુભાઈ દુઃખી સ્વરમાં બોલ્યા.

" મેં જસાદાદા ને પેલા કીધું થુ કે રાતે હમણાં વાડીએ રોકાવમા,ખતરો સે, પણ તારે મારી વાત માની નય હવે જોયું રમેશભાઇ."

"હા અશોકભાઈ તમારી વાત હાસી પણ કોઈ જનાવર આમકેમ મારી એકે."રમેશભાઇ પણ અસમંજસ માં રહી બોલ્યા.

"ઈ બધું મુકો હવે કાઈ દેહને લઈ જાવાની હુ વાર સે, આમ આંયાં રહેવા દેવાનું નો હોય પસી," ભરતભાઈ સમય જોઈ બોલ્યા.

" તમારી વાત હાશી સે ભરતભાઈ પણ , પોલીસ આની કાર્યવાહી કરવા માંગે સે." સરપંચ પણ ખેતરમાં આવી,વાત સાંભળતા બોલ્યા.

" રામ રામ સરપંચજી " ભરતભાઈ સિવાય બધા સરપંચ ને આવતા જોઈ બોલ્યા, પણ ભરતભાઈ ને સરપંચ સાથે કોઈ જુની બાબતે વિવાદ થયેલો, હોવાથી એ સરપંચ ને કઈ ખાસ પસંદ ના કરતા.

" રામ રામ બધાને, જોવો હમણાં પોલીસ આવે સે એટલે કોઈ આંયાં વધારે બોલતાં નય આ ગંભીર મામલામાં," સરપંચ બધાની સામું જોઈ, ભરતભાઈ ની આડી નજરે કહીં દીધું.

" ખબર નય આ કેમ થ્યુ, મેં પેલા જ ગામમાં ચેતવણી આપી દીધી થી,તોય કોઈ ગંભીરતાથી લીધું નય."

" રામ રામ સરપંચજી" પોલીસ પણ ત્યાં આવી ગયા હતા, અને બધાને મ્રુત દેહ પાસેથી દુર ખસેડ્યા.


" આ કેમ થયું સરપંચજી, હું કઈનેજ ગયો હતો ને કે ગામમાં રાતના ૯ વાગ્યા પસી કોઈ બહાર ના નીકળવું જોયી."

" હા જાડેજા સાબ તમારા કિધા પસી, ગામમાં ચેતવણી આપી દીધી થી, તોય,જો ગામમાં ના હોવાથી,કા તો પસી કોય હિમ્મત વાળુ, આવી વાતને માનતું ના હોય પસી આવું થાય સે." સરપંચ જાણે ભરતભાઈ અને રમેશભાઇને જ કહેવાનું હોય તેમ બોલ્યા ,

ભરતભાઈ ગુસ્સા માં આગળ વધી કઈ બોલવા માંગતા હતા પણ રમેશભાઇએ તેમને રોકી દીધા,આ બાજુ એસ.આઈ જાડેજા મ્રુત દેહ પરથી પરદો હટાવી જુએ છે, જ્યાં મ્રુત દેહ ની હાલત, હાથ અને પગ શરીર થી અલગ કરેલા પણ પુર્ણ રીતે નહીં અને, શરીરમાં આંખ થી લઈને પેટ સુધી ઘાંસ ભર્યુ હતું,. અને આંખો પણ ડરના ભાવથી ખુલી રહી ગઈ હતી.

" સાબ આ તો!" કોન્સ્ટેબલ નાથ, જાડેજા ની સામું જોઈ બોલ્યો.

" હા એ જ રીત છે ,પણ ખબર નથી પડતી એક રાત માં આવી રીતે કોણ મારી શકે,?"

" સાબ આ માણસ આંયાં જ હતો,આણે ખુન થતાં જોયું છે,"એક કોન્સ્ટેબલ,પેમજી ને જાડેજા પાસે લાવે છે.
" શું?,તે જોયું છે કોણ હતું અને કેટલા માણસો હતા, જલ્દી બોલ"

"અરે સાબ આ મન બુધ્ધિ છે,આને હુ ખબર હોય" સરપંચ પેમજી ને જોઈ બોલ્યા.

" એ જે હોય તે, અત્યારે કઈપણ ગવાહ,બયાન હશે એ જોઈશે, નાથજી મ્રુતદેહ ને હોસ્પિટલ પોગાડો બાકી જાણકારી માટે, પસી મ્રતકના ઘરવાળા ઓ સુધી પોગાડી દેજો."

"જી સાબ "
" હા તો પેમજી હું જોયું હતું તે,?"
' સાબ આંયાં મારી વાત નો વિશ્વાહ કોય નથી કરતૂ પણ મેં ઝે ઝોયૂ ઈ દ્ર્શ્ય બોવ ભયાનક હતૂ" પેમજી ડરતા સ્વરમાં બોલ્યો.

"કય નય તુ બોલ,હૂં જોયું તે,?"

" સાબ જ્યારે અશોકભાઈ અને રમેશભાઇ બેય ગામ બાઝૂ વયાગયા પસી,જસાદાદાએ મને બોલાવો અને,મોરસ (ખાંડ) મંગાવી,હૂં લયન આવતોથો તા ઈ પાણી વાળતા થા ,પણ મેં આઘેથી ઝોયું તો એની પાસળ એક છાડીયા ઝેવૂ ઊભું થૂ, અને જસાદાદા કેરો બાંધી ઉભા થયા તા તો છાડીઓ ગાયબ થયગ્યો,અને પાસો આવી ,જસાદાદા ની પાસળ પાસળ હાલવા લાગ્યો આ ઝોયુ પસી તો મારો હાદ બેહી ગ્યો,પસી જસાદાદાએ પાસું વળી ઝોયુ તો ઈ છાડીઓ ભયાનક રુપ માં આવી ગ્યો,અને જોતજોતામાં ઈ લાકડીથી હેઠો ઉતરી,એના ઘાસના બનેલા હાથથી ,જસાદાદા ના બેય હાથને પગ કાપી નાખ્યા,આ બધુ ઝોય મારુતો લોય મરીગ્યુ, પસી છાડીયાએ એનો હાથ, પેટમાં નાખી,જસાદાદા ના કાન, મોઢામાંથી ઘાંસ કાઢી નાખુ ,પસી જસાદાદાને એની જેમ લાકડી ઉપર લટકાડી દિધા, જસાદાદાનો અવાજ આખા ખેતરમાં ગાજવા લાગો પણ કોય હતુય નય આજુબાઝુ મા,અને ઈ છાડીયો એની હામુ જોયને દાંત કાઢવા લાગો, હું થોડો પાસો હલો તો,મારી બાઝુ ફરો,પસી મેં ઝે ઝોયુ,એક શેતાની હાડપિંજર ઝેવુ રુપ ઝોય, હું કારે બેભાન થ્યો મને કાય ખબર નય,હવારે અવાઝ હાભળી હુ ઉભો થ્યો ઝ્યા જસાદાદા ને ઝુંપડી માં લય ઝાતાથા, મેં આ બધું બધા કીધું પણ કોય મારી વાતનો વિશ્વાહ નથી કરતુ,ઝો ઝો ઈ પાસો આવશે ઈ બધાને મારી નાખશે,ઈ પાસો આવશે,"

" કય નય આને લય જાવ,તુ ડરમા કાયની થાય,."
"ઝોયુ જાડેઝા સાબ ઈની વાતુ આવી હોય કોઈ વિશ્વાહ કરે પસી"
"કય નય સરપંચજી હવે તમે આખા ગામમાં જાહેર ચેતવણી આપી દ્યો, કોઈપણ ગંભીર કામ વગર ઘરથી બહાર નિકળવુ નય "

"પણ સાબ મારા ઘરે પ્રસંગ સે અમારે બાર કામ તો હોય ને" ભરતભાઈ સ્થિતિ જોતાં બોલ્યા.

" જૂઓ હજી ખતરો ખેતરોમાં સે તા હારૂ સે પણ, ગામમાં આવતા વાર નય લાગે, તમારા ઘરે પ્રસંગ સે હૂં હમઝુ સૂ પણ જેમ થાય તેમ કાળજી રાખજો,વાત તમારા સુરક્ષાની સે. " જાડેજા એટલું કહી જતા રહ્યા.

" ઝો ભરતભાઈ તમે હમજદાર સવો થોડોક સમય ખમી ઝાવ તો‌ હારુ કેવાય " સરપંચ બોલ્યા.

" ઝુવો જાડેજા સાબે કિધું સે કાળજી રાખવાનુ તો આમાં ખમવા ની વાત નો આવે એટલે તમે સિંતા કરોમા અમે ઝોયલેશુ, હાલ રમેશ. "એમ કહી તે જતા રહ્યા,આ બાજુ સરપંચ પણ ચેહરા પર કંઇક અલગ ભાવના લઇ જતા રહ્યા, અને બાકી ગામના લોકો પણ ભયના માહોલમાં કામે લાગી ગયા.


સાંજ ના સમયે,

(ઢોલ ના અવાજ સાથે) હાભળો હાભળો,હાભળો ગામના લોકોને સરપંચ દ્વારા કેવામા આવે સે કે , ગામમાં એક મ્રુત્યુ થયુ સે, અને આજ કારણે ગામમાં એક અણધાર્યા ખતરાનો ભય સે તેથી કોયે રાતના ૯ વાગ્યા પસી બાર નિકળવુ નય,હાદ હાભળજો...

આ એક સુચના, કે ચેતવણી સાંભળતા પછી ગામમાં લોકો પોતાના કામ પુરા કરી વહેલાથી વહેલા ઘરે જઈને, દરવાજા બંધ કરવા લાગ્યા.અને રાતના હજુ ૭:૩૦ સુધીમા ગામ સાવ સુમસામ થઈ ગયું હતું . બધા જ ભયના લીધે બહાર જવાનું નામ પણ ના લેતા,.

શું પેમજી જે કહ્યું એ સાચું છે? અને શું થશે થશે જ્યારે એ છાડીયો ગામમાં આવશે? અને આ સમયમાં શું ભરતભાઈ ના ઘરનો પ્રસંગ થઈ શકશે? જાણવા માટે વાર્તા સાથે બન્યા રહો..


Tbc...


Once again sorry for late,મળીએ આગલા પાર્ટ માં , વાર્તા કેવી લાગી જણાવજો, અને કોઈ પણ મિસ્ટેક થઈ હોય તો જરૂર થી જણાવજો હું આગલા પાર્ટમાં સુધારવાનો પ્રયત્ન કરીશ, ત્યાં સુધી રીવ્યુ આપતા રહેજો અને તમને મારી નવલકથાઓ ગમતી હોય તો ફોલો કરતા રહેજો..