પ્રેમ કે દોસ્તી? - ભાગ 21 PRATIK PATHAK દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ કે દોસ્તી? - ભાગ 21

થાકને લીધે બધાને ઘસઘસાટ ઊંઘ આવી અને પાંચ ક્યારે વાગ્યા એ ખબર જ ના પડી.બધા ઉઠી ગયા પણ પ્રતિક ઉઠ્યો ના હતો.કદાચ એ બધા કરતા વધારે થાક્યો હશે,અધૂરા જીવનનો થાક,સતત ચિંતા લઈને ફરવાનો થાક.અધૂરા પ્રેમનો થાક,સત્યની જાણ થશે ત્યાર બાદ તૂટતી દોસ્તીનો થાક.

પ્રતિક ઉઠ સાંજ પડી ગઈ,અમે લોકો એ ચા પણ પી લીધી.ઉઠ.રવિએ પ્રતિકે ઉઠાડવા અવાજ લગાવ્યો.

દુર ના જા એક મૌકો આપ પ્લીઝ, આમ ના કર મારી જોડે,પ્રતિકે ઊંઘમાં રોતા રોતા બબડતો હતો.

આની હાલત મારા થી જોવાતી નથી.જો એક વાર એ છોકરી મળેને તો તેની તો એવી ખબર લઉં.રવિએ ખુબજ ગુસ્સામાં હતો અને પ્રિયા તેની સામે જોઈ રહી.

એક કામ કરો તમે રાહુલને પૂછીને કપડાં ચેન્જ કરો હું પ્રતિકને ઉઠાડુ છું કહીને પ્રગ્નેશ પ્રતિક પાસે જઈને બેઠો.

પ્રતિક ઉઠ બધા તૈયાર થઇ ગયા છે,તારી જ રાહ જોવી છીએ.પ્રગ્નેશે પ્રતિકને હચમચાવીને ઉઠાવ્યો.

તે આંખો ચોળીને ઉઠ્યો, “ખુબજ ઊંઘ આવી ગઈ હતી,ચા પીધી તમે લોકો એ?

હા અમે પી લીધી તારી પણ ચા આવી ગઈ છે, લે પીએ અને ફ્રેશ થઇ જા.

ચાલો તૈયાર છો બધા?પ્રતિકે ચા પીને બધાને કહ્યું.

હવે ક્યાં જવાનું છે ?બધા એ એક સાથે પૂછ્યું.

રીવર ફ્રન્ટ!અટલ બ્રીજ અને ત્યાનું ગાર્ડન પ્રતિકે જવાબ આપ્યો.

હાશ! મારી ઈચ્છા પૂરી થઇ હવે મજા આવશે.પ્રિયા બબડી.

રીવર ફ્રન્ટ અને અટલ બ્રીજ પર અલગ અલગ એન્ગલથી વીડિઓ શૂટ થયું, સ્લો મોશન,કેન્ડીડ ફોટોગ્રાફી વગેરે થયું. ગાર્ડનમા અને બોટમા જાણે યશ ચોપરાના મૂવી નું શૂટિંગ ચાલતું હોય એમ એક થી એક મસ્ત પોઝ અપાતા હતા.ઢળતો સુરજ રવિના હાથમા પ્રિયાનો હાથ તેમના જનમ જનમ ના સાથના વાયદાનો સાક્ષી હતો.સાંજના સાત વાગી ગયા હતા સોનેરી પ્રકાશ ઓછો થતો હતો.પછીનું લોકેશન સીદી સૈયદની જાળી હતી.ત્યાં ગોઠવેલી લાઈટથી જાળી ખુબજ નયનરમ્ય લગતી હતી.કાળા રંગના નહેરુ કુર્તા અને અલીગઢી સલવારમાં રવિ એકદમ નવાબી લાગતો હતો અને કાળા રંગના વનપીસ ગાઉન ને છુટા રાખેલા વાળ અને સેજ અમથો મેકઅપ કરી પ્રિયા જયારે ગુલાબ લઇ રવિ પાસે આવી ત્યારે જાણે સમય થોભાઈ ગયો હોય એવું લાગતું હતું

બસ કર ભાઈ હવે અમારા પર દયા ખા.રવિ ચિડાયો

હવે લાસ્ટ લોકેશન જ બાકી અને ત્યાં આપણે જમી પણ લેશું.અને પાર્ટી મારા તરફથી.

હવે કયું સ્થળ બાકી રહ્યું છે?

જ્યાંથી આખું અમદાવાદ દેખાય એ સ્થળ,પતંગ હોટલ.અને જો તમે ના કહેતા હોયતો વાંધો નહિ.પ્રતિકે આંખ મારતા મારતા કહ્યું.

અરે જવાનુજ હોય ને મને તો ખુબજ ઈચ્છા હતી કે ક્યારેક મારો અહી વીડિઓ ઉતરે.રવિના હાવ ભાવ અચાનક બદલાઈ ગયા.

રાહુલ આ લોકો જયારે હોટલ માં જાય ત્યારે અને ઉપર પહોચે ત્યારે દ્રોન થી શૂટીંગ લેજે અને આખી હોટલ નો વીડિઓ આવે એ રીતે વિડીઓ ઉતારજે.

આખા દિવસમાં પ્રતિક પર કાવ્યના ઘણા ફોન આવ્યા હતા,પણ તેના એક પણ ફોન પ્રતિકે ના ઉપાડ્યા.

****

અહી જ રોકાઈ જાઓ બધા,થાક્યા છો પ્રિયાએ બધાને કહ્યું.

હા અમે પણ એવુજ વિચારતા હતા.ખુશીએ પોતાની ઈચ્છા જાહેર કરી.

રવિ મને કંઈક બળે છે.લાગે છે કંઈક કરડ્યું છે.

મધ માખી છે.કોઈ કાળી માટી લાવો.રવિએ પ્રિયાના હાથ માંથી કાંટો કાઢ્યો.

લે આ બરફ ઘસ તેના પર,ખુશી ઝડપથી બરફ લાવી.

એને મધમાખીની એલર્જી છે,દવા આપો પ્રતિકે કહ્યું અને બધા તેની સામે જોઈ રહ્યા અને પ્રતિકને તરત સમજાયું કે તેનાથી કંઇક ના બોલવાનું બોલાઈ ગયું . આઈ મીન તેને મધમાખીની એલર્જી હશે દવા આપી દો.

દવા લીધા પછી સારું લાગે છે ને,લે અહી શાંતિ થી બેસ.રવિએ પ્રિયાને સોફા પર બેસાડી.

પણ મજા આવી ગઈ હો આજે જોરદાર પ્રિ-વેડિંગ થયું.આટલું સહેલાઇથી બધી જગ્યાએ શૂટિંગ કરવાની પરવાનગી મળી જાય એ સારું.રાહુલે મારા અને ખુશીના પણ મસ્ત ફોટા પાડી આપ્યા.

હા કામ એક નંબર,પતકા ક્યાંથી શોધી લાવ્યો એને?લગ્નનું કામ પણ આને જ આપી દઈએ.

અરે એમાં પૂંછવાનું શું હોય.મેં તેને કહીજ દીધું છે અને તારીખ પણ લખાવી દીધી છે.

“તમને તમારું કોઈ અંગત જ દગો આપે છે,”રવિના ફોન માં કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે.

ખરીદી અને તૈયારીમાં સમય ક્યાં વીતી ગયો ખબરજ ના પડી,તે તારી બધી તૈયારી કરી લીધી છે ને??પ્રતિક સોફા પર તેના ફોન માં મશગુલ હતો, રવિ શું બોલતો હતો તેના પર સહેજ પણ તેનું ધ્યાન નહતું.

હું તારી સાથે વાત કરું છું.પતકા તે બધી તૈયારી કરી લીધી છે ને?ફોન માંથી બહાર આવ.રવિ આટલું ગુસ્સેથી પ્રતિક સાથે ક્યારેય નતો બોલ્યો.

હા બધી તૈયારી થઇ ગઈ છે.પણ તું કેમ આટલો ચિડાય છે.??

ખબર નહિ પણ મને દર લાગે છે.

શેનો ડર અમે બધા તો છીએ સાથે.તું શું કામ ચિંતા કરે કરે છે?

બસ મને ડર છે કે પ્રિયા મારા થી દુર ચાલી જશે.મને છેલ્લા ઘણાં સમય થી કોઈ અજાણી વ્યક્તિના મેસેજ આવે છે.

શું મેસેજ આવે છે?પાછળ ઉભેલી પ્રિયા એ પૂછ્યું.

પ્રિયા તું??તું તો સુતી હતીને??

કોના મેસેજ આવે છે અને શું આવે છે?પ્રતિક તેની જગ્યાએ થી ઉભો થઈને બોલ્યો.

“તમને તમારું કોઈ અંગત જ દગો આપે છે”, “ તમારો એક નિર્યણ તમારું આખું જીવન બદલી શકે છે”, “હજી પણ સમય છે,પાછા વળી જાઓ”

રવિએ તેના ફોનમાં આવેલા મેસેજ પ્રિયા અને રવિને દેખાડયા.

પ્રિયા અને પ્રતિક એક બીજા સામે જોઈ રહ્યા.

તે એ નંબર પર ફોન કર્યો.?

કોઈ તમારી જોડે મજાક કરતુ હશે.

હા મેં ફોન કર્યો પણ કોઈ ફોન ઉપાડતું નથી,અને કોણ આવી મજાક કરે પ્રિયા મારી સાથે?

અરે તું આવી ખોટી ચિંતા ના કર,આ બધું તો ચાલ્યા રાખે.અને પ્રિયા તને થોડી છોડીને જતી રહેવા તારી સાથે લગ્ન કરે છે? કેમ સાચુંને પ્રિયા?

પ્રિયાની આંખોમાં આંસુઓ હતા.જો બિચારી રોવા લાગી.હવે તું પ્રોમિસ કર કે કોઈ પણ પરિસ્થિતિ આવે,કે કોઈ પણ વ્યક્તિ પ્રિયાની વિરુદ્ધ હોય તું પ્રિયાને ક્યારેય નહિ છોડે.

હું ક્યારેય પ્રિયાને નહિ છોડું કહીને રવિએ પ્રિયાને પોતાના આલિંગનમાં લઈ તેની આંખોના આંસુઓ લૂછ્યા.

ચાલો હમણાં કાર્ડ અને કંકોત્રી લઈને પ્રગ્નેશ અને ખુશી આવશે,તમે બંને સ્વસ્થ થઇ જાઓ,અને રવિ પેલો નંબર મને મોકલજે.

એટલામાંજ ડોર બેલ વાગે છે અને પ્રિયા દરવાજો ખોલી પ્રગ્નેશ અને ખુશીનું વેલકમ કરે છે.

અરે આ તમારા હાથમાં શું છે,૧૦૦ કાર્ડ અને કંકોત્રી માટે આવડો મોટો થેલો.રવિએ પૂછ્યું.

કેમ તને નથી ખબર કે કંકોત્રી કેવડી છે?પ્રગ્નેશે પૂછ્યું.

ના એ તો પ્રતિકે પસંદ કરી હતી મેં તો એને નાજ પડી હતી. અને મસ્ત ફોનમાં કાર્ડ બનાવીને મોકલી દેશું.

અરે બધું ફોનમાં ના હોય.કંકોત્રીની પણ વિધિ આવે,આપણા કુળદેવી,ઇસ્ટ દેવ અને બીજા મંદિરમાં તો કંકોત્રી મુકવી પડેને કે પછી એમને પણ ફોનથી આમંત્રણ આપીશ?અને પ્રિયાના ઘરે થી લગ્ન લઈને આવશે એમાં પણ બંનેના ઘરની કંકોત્રી જોઈએ.થોડી વાર બધા ચુપ બેઠા કોઈ કંઈ બોલ્યું નહિ.

મને બતાવો તો કંકોત્રી.પ્રિયાએ કંકોત્રી હાથમાં લીધી.અને ખુબજ ખુશ થઇ ગઈ.કંકોત્રી એક એક બોક્ષમાં હતી,બોક્ષમાં એક બાજુ ગણપતિની નાની મૂર્તિ,કંકુ -ચોખા અને એક બાજુ કાજુ અને બદામ હતા અને બરોબર મધ્યમાં કંકોત્રી.બધાને કંકોત્રી ખુબજ ગમી.અચાનક પ્રિયાને યાદ આવ્યું કે પ્રતિક આવીજ કંકોત્રી તેના અને પ્રિયાના લગ્નમાં છપાવા માંગતો હતો. એ વાત થી ચોક્કસ પ્રિયા દુ:ખી થઇ કે પ્રતિક તેની સાથે જોયેલા બધા સપના રવિ અને પ્રિયાના લગ્નમાં પુરા કરતો હતો.

હવે બહુ વાર ના લગાડો આપણે કંકોત્રી અને કાર્ડ લખવાનું કામ આજે પૂરું કરવું છે. પછી બે-ત્રણ દિવસ થોડું શોપિંગ કરવાનું બાકી રહી ગયું છે તે પતાવશું.રવિએ આમંત્રણનું લીસ્ટ લાથમાં લીધું.

બે થી ત્રણ કલાકોમાં લીસ્ટ મુજબ કાર્ડ અને કંકોત્રી લખી ગયા.અને તેની વહેંચણી કંઈ રીતે કરવી અને કોને કોને કરવી એ પણ નક્કી થઇ ગયું.

હવે મુખ્ય કામો માં શું બાકી રહે છે,લીસ્ટ જો તો પ્રગ્નેશે રવિને પૂછ્યું.

સંગીત અને ગરબા. અને તેની તૈયારી.

આપણે આ ના રાખીએ તો.રવિએ પ્રતિક અને પ્રગ્નેશની સામે ડરીને પૂછ્યું.

ગરબા વગરતો લગ્ન થાય જ નહિ.બંને સાથે બોલ્યા અને બધા હસવા લાગ્યા.

પણ સંગીતમાં શું કરશું??

એ બધું મારા પર છોડી દે,બધા ને ખુબજ મજા આવશે.પ્રતિકે કહ્યું.

એકરિંગતો તુજ કરીશને ખુશીએ પ્રતિકને પૂછ્યું.

ના રે ના મારે પણ એન્જોય કરવું છે,એટલે મારી એક એન્કર ફ્રેન્ડ છે એને મેં કહી દીધું છે.

તારે ફ્રેન્ડ બહુ હોય બધે કેમ??ખુશી એ હંસતા હંસતા કહ્યું.

એક એની ગર્લફ્રેન્ડ જ એની સાથે નથી,દર્શન નાતો આવ્યો તો એનો ખોટા સમયે બોલવાનો ચાર્જ પ્રગ્નેશે લીધો.