પ્રેમ કે દોસ્તી? - ભાગ 22 PRATIK PATHAK દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે દોસ્તી? - ભાગ 22

એક એની ગર્લફ્રેન્ડ જ એની સાથે નથી,પ્રગ્નેશનું આવું બોલતાજ પ્રતિકનું ચહેરા પર થોડો અણગમો દેખાણો.પણ હકીકત તો એને સ્વીકારવી જ રહી.તારે બધી ખરીદી થઇ છે રવિએ વાત બદલતા પ્રતીકને પૂછ્યું.

અરે ક્યાંથી થઇ હોય યાર સમય જ ક્યાં છે.પ્રતિકે કહ્યું.

હવે સમય જ ક્યાં છે ભાઈ ખાલી વીસ દિવસ બાકી રહ્યા છે તું બધું ક્યારે ખરીદીશ ?અને તમારા બંને નું શું સ્ટેટસ છે?રવિએ પ્રગ્નેશ અને ખુશી સામે જોઇને પૂછ્યું.

અમારે એમ તો લેવાઈ ગયું છે ,થોડું ઘણું પડ્યું હતું અને થોડું ઘણું લીધું.ખુશીએ કહ્યું.

જો પતકા બધાએ ખરીદી કરી લીધિ છે ફક્ત તું જ બાકી છે.આપણે કાલે જ જઈને તારી બધી ખરીદી પતાવી.રવિએ પ્રતિક સામે હસીને કહ્યું અને પ્રતિક કંઈ બોલે એ પહેલાજ રવિ બોલ્યો,ઓહ શીટ !મારે બે દિવસ ઓફીસ જવું પડશે આજે જોગીનો ફોન આવ્યો હતો કે એક કલાઈંટને વેબસસાઈટ માં તકલીફ પડી છે.પ્રિયા તું અને પ્રતિક જઈ આવજો.પ્રગ્નેશ તમે બંને ફ્રી હોયતો તમે પણ જઈ આવો .રવિએ ઉપાય બતાવતા કહ્યું.

ના ભાઈ ના અમે હમણાં રજા મૂકી શકી એમ નથી પછી તમારા લગ્નમાં ઘણી રજાઓ જોશે.

તો પ્રિયા તું અને પ્રતિક તમે બંને જઈ આવો બીજો કોઈ રસ્તો નથી.રવિએ પ્રિયાને કહ્યું.

પણ હું કંઈ રીતે ...પ્રિયા થોડી અસ્વસ્થતા અનુભવતી હોય એવું લાગ્યું જે પ્રતિક સમજી ગયો અને બોલ્યો,આપણે બે દિવસ પછી જઈ આવશું તું આવે પછી.”

ના તમે કાલે જ ખરીદી કરવા જાવો છો એ ફાઈનલ છે બસ. રવિએ પોતાનો નિર્યણ કહ્યો.અને તે નિર્યણ સામે કોઈ કાંઈ બોલી ના શક્યું.

એક વાર તો તારા જયસ્વાલ સાહેબ નું ફાર્મ હાઉંસતો જોવા લઇજા અમને પ્રગ્નેશે કહ્યું.

હા એકવાર જઈને જોઈ આવી ત્યાં બધી વ્યવસ્થાતો છે ને? આવખતે પ્રિયા બોલી જે ક્યારેય પણ આબધી વાતમાં વચ્ચેના બોલતી.એને ડર હતો કે પ્રતિક આયોજન કરે છે એમાં બધું આડેધડ હશે. પણ પ્રતિક હવે બદલાઈ ગયો હતો.હવે એ બધું પરફેક્ટ કરતો થઈ ગયો હતો.એમ પણ એ પોતાના કામ સિવાય બીજાનું કામ પહેલથી જ પરફેક્ટ કરતો.

હા એક દિવસ જઈ આવી ક્યાં સ્ટેજ બનાવો છે એ ખબર પડે ને?રવિએ કહ્યું.

સ્ટેજ સેના માટે ?પ્રતિકે પૂછ્યું

ડાન્સ અને બીજા પર્ફોરમન્સ માટે.રવિએ સહજ ભાવ રજુ કર્યો.

એ ભાઈ એ બધું બદલાઈ ગયું છે,હવે ફ્લોર પરજ લાઈટ વાળું નાનુસ્ટેજ બને.અને .... પ્રતિકે બધું સમજાવ્યું.

ઓહ હવે એવું થઇ ગયું એમ ને.? તો એ રીતે કરીશું.

આપણે ડાન્સને એવું કરવાનું હોય તો આપણે પ્રેક્ટીસ સ્ટાર્ટ કરી દેવી જોઈએ.ખુશીએ અચાનક કહ્યું.

હા ખુશીની વાત તો સાચી છે,પછી બધા સામે આવડે નહિ તો લોચા થાય.મારા કઝીન્સ અને ફ્રેન્ડસ પણ ખુબજ એક્સાઈતેડ છે સંગીત માટે.પ્રિયાએ ખુબજ ઉત્સાહથી કહ્યું.

આપણે એ બધા ને અહીજ બોલાવી લઇએ તો ? એમ પણ આપણી સામે નો ફ્લેટ ખાલી છે.પાંચ સાત દિવસ પહેલાતો બધા આવાના જ હોય મોટી ઉમરના લોકો ભલે ત્યારે આવે બાકીના ને તો અત્યારથી બોલાવી શકાય ને?રવિએ પ્રિયાને કહ્યું

વીસ દિવસતો ઘણું વહેલું ના કહેવાય? એ બધાને કામ? તો પણ હું કાલે એ બધાને વાત કરીશ . જોઈએ શું કહે છે.પ્રિયાએ જવાબ આપતા કહ્યું.

અને હા આપણા ગ્રુપમાં પણ જાહેર કરી દઈએ કે કોને કોને ડાન્સ માં ભાગ લેવો છે.

આપડા ગ્રુપમાં તો બધાએ ફરજીયાત ભાગ લેવાનો છે.કોઈ કપલ ડાન્સમાં રહે કોઈ બોયસ ગ્રુપ કે જેને સારું આવડે એ સોલો પણ કરે.પણ કરવાના બધા એ ફુલ જ્લસા આતો ઘરનો ડાયરો હશે એટલે મોજ જ કરવાની.પ્રગ્નેશે ઉભા થઈને અત્યારથીજ ડાન્સ કરતા કરતા કહ્યું.અને બધા પણ ઉભા થઈને જુમવા લાગ્યા સિવાય પ્રતિક.

રવિએ તેને હાથ ખેંચીને ઉભો કર્યો પણ તેના ચહેરા પર ગંભીર ભાવ હતો.શું થયું કંઈ ટેન્શન છે?રવિએ પૂછ્યું.

કાવ્યા ! મેં કહ્યું હતું ને તે તમારા લગ્નની દરેક ઇવેન્ટમાં આવવાની જીદ કરે છે.

તે કહ્યું હતું ને કે તું બધું સાંભળી લઈશ.રવિએ ચિંતામાં કહ્યું.

હા હું સાંભળી લઈશ પણ એ બાકીના મહેમાનો સામે આપણા બધાની આબરૂ કાઢે તો એની બીક લાગે છે.પણ મેં એની બધી ગોઠવણ કરેલી છે.પ્રતિકે કહ્યું.

સામ,દામ ,દંડ અને ભેદ પ્રતિકને બહુ સારી રીતે આવડે છે,દરવાજા પાસે ઉભો ઉભો દર્શન બોલ્યો.

પણ અત્યાર સુધી તું ક્યાં મરી ગયો હતો.?રવિએ દર્શનને પૂછ્યું.

પૂંછ તારા આ પતકાને અને પેલા કઝીન ભ્રુગું જોડે એક મોલમાં થતી ઇવેન્ટમાં મોકલી દીધો હતો.મોકલવામાં તો વાંધો નહિ પણ સાલા એ મને વસ્તુ પકડાવી પકડાવી થક્વાડી દીધો જાણે હું એનો માણસ હોય.અને બધાને હસવું આવ્યું.

સીરીયસલી હા હા હા હું તો તને ઇવેન્ટમાં વસ્તુ પકડીને ઈમેજીન કરું છું.રવિ એ પ્રગ્નેશને તાલી મારતા કહ્યું.

પણ એક સીરીયસ થવા જેવી વાત કહું,મેં ત્યાં દેવલા અને કાવ્યને સાથે જોયા હતા.દર્શને એટલું કીધું અને બધા પ્રતિકની સામે જોવા લાગ્યા.

પ્રતિક તે દિવસે તે પેલી વાત અધુરી રાખી દીધી કે તું શા માટે તેની સાથે આટલો એટેચ થાય છે અને એની સાથે ફરે છે?ખુશીએ પૂછ્યું.

એ વાત જવાદે ને એ તેની પર્શનલ મેટર છે.પ્રગ્સ્નેશે કહ્યું.

શું પર્શનલ મેટર? આટ આટલું તમારી બંને સાથે થયું તો પણ તમે બંને તમારા પાકા મિત્રને એની સાથે ફરતા રોકતા નથી? પ્રતિક તું જ રવીને કહેતોને કે કાવ્યા સારી છોકરી નથી.તો હવે તું જ કેમ આવું કરે છે? ખુશી ગુસ્સેથી બોલી.

એ બધું તું અત્યારે જવાદેને?પ્રગ્નેશે ખુશીને સમજાવતા કહ્યું.અને રવિએ પોતાની નઝરો તેના થી કાપી.

તમે ત્રણેય કંઇક છુપાવો છો અમારાથી.દર્શનભાઈ તમને ખબર છે કે શું વાત છે?

ના રે ના મને શું ખબર મને ક્યાં આ લોકોએ એમની સાથે ગણ્યો છે કોઈ દિવસ.

એ મારા માટે આ બધું કરે છે.રવિએ જવાબ આપ્યો.અને તેના બેડરૂમમાં થયેલા બનાવથી માંડીને બધી વાત કરી.

પ્રિયા રવિએ એ કંઈજ નથી કર્યું હો એના પર ખોટી શંકા ના કરતી,પ્રતિકે પ્રિયાને કહ્યું.

મને એમના પર પૂરો વિશ્વાસ છે.પ્રિયાએ કહ્યું અને રવિ અને પ્રતિકને રાહત થઇ.

તો શું પ્લાન છે?ખુશીએ કહ્યું

કાવ્યએ સાવ ફિલ્મી સ્ટાઇલ થી બધું કર્યું છે એને એમ કે એ સફળ થશે પણ કાવ્યની દરેક યોજનામાં હું એના કરતા એક ડગલું આગળ છું.પણ

પણ શું?ખુશીએ પૂછ્યું .

દેવલ ! દેવલનું કંઈ સમજાતું નથી.પણ એનો ઈલાજ પણ હું શોધી લઈશ.

અમે બધા તારી સાથે છીએ.પ્રગ્ન્શે કહ્યું.

ના આપણે બધા સાથે છીએ.પ્રતિકે મુઠી વાળીને કહ્યું.

રવિ આપણા માટે બાઈક મુકીને ગયા છે.તું રેડી હોય તો આપણે નીકળી.પ્રિયા એ પ્રતીકને ચાવી આપી

તને આમ ફાવશે મારી જોડે બાઈક પર?પ્રતિકના સવાલનો પ્રિયા પાસે જવાબ નહતો.બંને લોકો ખરીદી કરવા નીકળ્યા.સમય કેવા અજીબ દિવસો બતાવે છે.પ્રિયા કે પ્રતિક બંને માંથી કોઈ એ પણ આવું નહિ વિચાર્યું હોય કે તે લોકો આ પરિસ્થિતિમાં મુકાશે.પ્રતિક બેશક દુ:ખી હતો પણ ક્યાંક મનના એ ખૂણામાં ખુશ પણ હતો કે તેને પ્રિયા સાથે પૂરો બે દિવસ વીતવા મળશે.

તું આમ મૂડ વગર ફરીશ તો કેમ ચાલશે?તારી ઈચ્છા ન હતી તો સરખી રીતે ના પાડી દેવાયને?પ્રિયા એક શો રૂમ ની બહાર ઉભા રહીને કહ્યું .

મૂડ ક્યાંથી હોય ?આવું તો ક્યારેય નાતુ જ વિચાર્યું કે તું મારી ખરીદી કરવા આવીશ એ પણ તારા અને રવિના લગ્ન માટે.પ્રતિકે શો રૂમ માં અંદર જતા જતા કહ્યું.

એક મિનીટ ઉભો રે પ્રિયાએ પ્રતિકને ખભેથી પકડી ઉભો રાખ્યો.તને શું લાગે છે મને આ બધું ગમતું હશે ?એટલુજ દુ:ખ થાય જ તો રવિને હકીકત જણાવી દેને.પણ તારે તો અમારો મસીહા બનવું છે.ક્યારેય મારું વિચાર્યું ?મારા પર શું વિતતી હશે?એટલે પ્લીઝ હવે આપણે આ પરિસ્થિતિ સ્વીકારવીજ પડશે.અને સંજોગ માન કે કંઈ બીજું આપણને આ બે દીવસ સાથે રહેવા મળ્યું છે એના વિષે વિચાર.આપણે હવે એક સારા મિત્ર તો થઇ શકીને?પ્રિયાના અવાજમાં આત્મવિશ્વાસ હતો.

થોડી વાર પ્રતિક કાંઈ જ ના બોલ્યો જાણે એ શું વિચારતો હોય પછી એને તરત પ્રિયાનો હાથ પકડી પ્રિયાને સોરી કહ્યું .સતત બે દીવસ સુધી પ્રતિક અને પ્રિયાએ પ્રતિક માટે ખરીદી કરી.પ્રિયાએ બધું તેની પસંદનુજ પ્રતિક માટે ખરીદ્યું.બંને એ સાથે બે દિવસ લંચ કર્યું અને ખુબજ સારો સમય બંને એ વિતાવ્યો.પ્રતિકના ચહેરા ની રોનક પાછી આવી ગઈ હતી.પ્રિયાને ખબર પડી ગઈ નહતી કે પ્રતિકને ખરેખર એક સાથીની જરૂર છે.

“મારી એક વાત માનીશ?”તું પ્લીઝ હવે જીવનમાં આગળ વધી જા. પ્રિયાએ પ્રતિકે સમજાવ્યો.

અઘરું છે બકા મારા માટે હવે.તારા ગયા પછી એ બાબતમાં મન જ નથી થતું.

તું મારા માટે આગળ વધ નહિ તો હું આખું જીવન એ ગીલ્ટ સાથે જીવીશ કે મેં તારી જીંદગી બગાડી.

તું પ્લીઝ એવું મન માં ના રાખ.જે થવાનું હતું એ થઇ ગયું.એટ લીસ્ટ મને એ વાત નો સંતોષ છે કે તું જ્યાં છું ત્યાં સુખી છું અને ખુશ છું.ચલ હવે ઘરે જઈએ.પ્રતિકે પ્રિયાને કહ્યું.

હા રવિ ખુબજ સારો છોકરો છે.એ મને સારી રીતે રાખશે.

અને હવે તું પણ તારા લગ્નની તૈયારીઓ અને તારા લગ્ન ખુબ એન્જોય કરજે.મનમાં કોઈ પણ ગીલ્ટ રાખ્યા વગર.પ્રતિકે પ્રિયાને ટપલી મારી.

મારા લગ્ન થાય એટલી વાર છે તું જો ને તારી માટે મારાથી પણ સારી છોકરી શોધી દઉં છું ને.પ્રિયાએ કહ્યું અને બંને હસવા લાગ્યા અને ઘર તરફ જવા લાગ્યા.

તું ઉપર જા હું આવું છું કહીને પ્રતિક તેના ફોન માં કંઇક ટાઇપ કરવા લાગ્યો.

“કાવ્યા તો નાદાન છે,તું ક્યારથી આ બધી વાતમાં ઘુસવા લાગ્યો?મહેબાની કરીને ખોટી સળી કરતો નહિ.મને ખબર છે રવિને મેસેજ કરીને તુજ હેરાન કરે છે.હિંમત હોયતો મને રૂબરૂ મળ.”પ્રતિકે કોઈને મેસેજ કર્યો.અને થોડી વાર રહીને તેના ફોનમાં મેસેજ બ્લીંક થયો.

“રોક શકો તો રોક લો.”

ક્રમશ: