સંસ્કૃતમાં ભાષામાં કોઈ અપશબ્દ નથી સુરજબા ચૌહાણ આર્ય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંસ્કૃતમાં ભાષામાં કોઈ અપશબ્દ નથી

મિત્રો સંસ્કૃત ભાષાથી આપ સૌ માહિતગાર હસો જ પણ તેમ છતાં મને ગમતા અમુજ પોઈન્ટ્સ તમને જણાવવાનું મને ઘણો આનંદ થશે.

સંસ્કૃત ભાષા મારી મન પસંદ ભાષા છે. સંસ્કૃત દેવોની ભાષા છે, એટલે તેને દૈવનાગરી લિપિ પણ કહે છે. મિત્રો સંસ્કૃત ભાષા વિશે મારૂ એવુ છે, કે ભારતમાં જેટલો વિકાસ અંગ્રેજી ભાષાનો થયો એટલો વિકાસ જો સંસ્કૃત ભાષા નો થયો હોત તો આજે ssc અને hsc માં ટકાવારી ઓછી આવવાના કારણે જે આત્મહત્યા જેવું હલકું પગલું વિદ્યાર્થીઓ ભરે છે એ ભરતા હોત.
જે બળાત્કાર ના કિસ્સા વધ્યા એ પણ આટલા મોટા પ્રમાણમાં ના વધ્યા હોત.ગર્લફ્રેન્ડ અને બોય ફ્રેન્ડ ની જે ફેશન હાલી નીકળી છે આ પણ ના નીકળી હોત. વૃદ્ધાશ્રમ ના બન્યા હોત. પીઝા અને બર્ગર એ જે આપણા બાજરી ના રોટલા અને માખણ નું સ્થાન હડપ કરી લીધું એ ના થયું હોત. આટલા મોટા પ્રમાણમાં જે રોગ વધ્યા છે એ ના વધ્યા હોત.

મિત્રો મારૂ અંગત માનવું એવુ છે, કે માતૃભાષા એ આપણી માં છે. હિન્દી આપણી નાનીમાં છે સંસ્કૃત દાદીમા છે અને અંગ્રેજી ભાષા સાવકી માં છે. આપણા ધર્મનો કોઈ પણ ગ્રંથ વાંચો એમાં લખેલું હોય છે જમ્યા પહેલા વાંચો. એના પાછળ કારણ શુ છે ખબર છે. આપણે સવાર ના ઉઠીયે ત્યારે આપણા શરીર માં કાલ ની વાશી એનર્જી જમા હોય છે ખાલી પેટે આપણે ધાર્મિક ગ્રંથ વાંચીયે એટલે એ એનર્જી નો વપરાશ થઇ જાય અને આપણે ફ્રેશ થઇ જઇયે. સંસ્કૃત ભાષાના શબ્દો બહુ અઘરા છે એટલે બોલવાથી આપણા શરીરના અંદરના અવયવોને પણ કસરત થાય છે.
તને માં બોલો નાભિમાંથી ખીચાવ ઉત્પન્ન થશે. તમે ૐ બોલશો તો શરીરમાં કરંટ મહેસૂસ થશે.રામ બોલવાથી આખા શરીર માં કરંટ નો અનુભવ થાય છે. આનાથી યુનિવર્સ ની ઉર્જા તમારા શરીર માં ફીલ થાય છે.

વિદેશમાં જાડિયા ઘણા છે એના પાછળ બે મુખ્ય કારણો જવાબદાર છે એક એમની અંગ્રેજી ભાષા અને બીજું એમનો આહાર. તમે થૅન્ક્યુ બોલો તો બહુ ઓછી એનર્જી ની જરૂર પડે છે. તમે જુઓ જાપાન ની ભાષા અઘરી છે અને તેઓનું આહાર ઉપર નિયત્રંણ છે, તો ત્યાંની પ્રજા સ્વસ્થ અને ફિટ છે.

મિત્રો ભાષા એને કહેવાય જેમાં તમે હર વાત કે વિષય વસ્તુ ne સરળ અને એકદમ સાન થી સમજાવી શકો. સંસ્કૃત ભાષામાં કોઈ અપશબ્દ નથી, હર વિષય વસ્તુને ઝીણવટ ભરી રીતે સમજાવવા માં આવ્યું છે.સંસ્કૃત ભાષા બોલવાથી આપણા શરીર ના અંદરના અવયવોને કસરત મળે છે.જે આપણા શરીર ને સુદઢ અને સ્ફૂર્તિલું બનાવે છે.વિષ્ણુ સાહસ્રનામાવલી નું દરરોજ પાઠ કરવાથી કોઈ પણ વ્યક્તિના ગ્રહો નબળા હોય તો બળવાન થઇ જાય છે. કારણ એ આપણા શરીરમાં રહેલા સાત ચક્રો ને પ્રભાવિત કરે છે જેનાથી ગ્રહો નો પ્રભાવમાં ફેરફાર થાય છે. તમે કોઈ મુસીબતમાં હોવ અને નારાયણ કવચ ધારણ કરો તો તમારો દુસ્મન તમારી સામે હારી જશે. મેં એક વખત નારાયણ કવચ ધારણ કર્યું હતું. આ જમાનામાં અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે. પણ એનો ઉપયોગ તમે જ્યાં નોકરી કરો છો ત્યાં પૂરતો જ સીમિત રાખવો જોઈએ.
ઘરમાં માતૃભાષા જ બોલવી જોઈએ.
સંતાનોને સંસ્કૃત ભાષાના સ્લોક શીખવાડવા જોઈએ.
ભણતર ગુલામ બનાવે છે. અને ગણતર આઝાદી અપાવે છે. ભણતર તમને પૈસા છાપવાની મશીન તો બનાવી દેશે પણ ગણતર નહિ હોય તો ભણતર વ્યર્થ છે. આંશુ અને હસીની ભાષા પ્રાકૃતિક છે.કોઈ હસ્તો હોય તો તમે તરત સમજી જશો કે તે ખુશ છે. અને રોતો હશે તો તમે સમજી જશો તમે સમજી જશો કે તે દુઃખી છે પછી તે ગમે તે ભાષા બોલતો હોય. લી. ચૌહાણ સુરજબા "આર્ય "