પ્રેમ પ્રસંગો.. - અર્ધ સત્ય Hemali Ponda તની દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ પ્રસંગો.. - અર્ધ સત્ય

આજની પૂર્તિમાં અનિકેતની કવિતા આવી હશે.... આરાધ્યાએ દોડીને છાપું લઇ લીધું અને કવિતા વાંચવા લાગી.વાહ શું શબ્દો !કેટલા ઉમદા વિચાર ! કેટલી સકારાત્મકતા અને કેટલો પ્રેમ છલકાય છે. એમના શબ્દોમાં !કોઈ એટલું લાગણીશીલ હોવા છત્તાય એટલું સકારાત્મક કઈ રીતે હોઈ શકે ? આટલા ઉમદા વિચાર ..અનિકેતના શબ્દે શબ્દે આરાધ્યના મુખમાંથી તારીફ નીકળતી.
આરાધ્યા શહેરની નામાંકિત કોલેજમાં 'ઇકોનોમિક્સ' ની પ્રાધ્યાપિકા હતી. ગુજરાતી ભાષા પ્રત્યે ખુબ લગાવ. વાંચનનો અજબ શોખ. પુસ્તક ,છાપું કે કોઈ પત્રિકા કાંઈનું કઈ વંચાતી હોય. ઘરમાં એકલી જ રહેતી. માતા પિતા ગામમાં રહેતા. નોકરીને લીધે અહીં એકલા રેહવું પડતું. કોલેજની નજદીકના વિસ્તારમાં ભાડે ફ્લેટ રાખેલો એટલે કોલેજ પછી ચાલીને ઘરે આવી જતી. ખાસ કોઈ મિત્રો નહોતા એટલે ઘરે આવીને વાંચન કરતી. પુસ્તકો એના ખાસ મિત્રો. આમ પણ શહેરમાં બહુ કોઈને ખાસ ઓળખાતી નહોતી.આજે અનિકેતેની કવિતા વાંચીને ફરી પાગલ થઇ ગઈ. કાશ, એકવાર એમને મળવાનું થાય તો એ કેવા હશે. જેના વિચારો એટલા સુંદર છે,
એ કેવા દેખાતા હશે! એના વિચાર કરતી.
એક દિવસ કોલેજમાં ગુજરાત દિનની ઉજવણી રૂપે ગુજરાતી સાહિત્યકારોનો સમ્માન સંભારભ હતો. ત્યાં અનિકેતને જોયો. લાંબો અને ભરાવદાર દેહ, પહોળી છાતી , ઘૂંઘરાળા કાળા વાળ. જયારે સ્ટેજ પર આવ્યો ત્યારે, આરાધ્યા તો દીવાની થઇ ગઈ તેની કલ્પનાથી સાવ અલગ દેખાતો હતો. આરાધ્યાને પહેલી નજરે પ્રેમ થઈ ગયો. કોલેજના પ્રિન્સીપાલે તેમનું સમ્માન કરીને કહ્યું," આજથી કવિ અનિકેત આપણી લાગણીને માન આપીને આપણી કોલેજમાં ગુજરાતી ભાષાના પ્રધ્યાપક તરીકે સેવા આપશે."
આરાધ્યા ખુશ થઇ ગઈ હવે અનિકેત સાથે મળી શકાશે. કાર્યક્રમ પૂરો થયા બાદ દોડીને અનિકેતની પાસે ગઈ અને પોતાની ઓળખણ આપીને કહ્યું , હું આપના શબ્દોની દીવાની છું. આપની બધી કવિતા વાંચું છું. શું લખો છો આપ! આટલી સકારાત્મકતા અને આટલી લાગણીઓ સમન્યવય ક્યાંય નથી જોયો." અનિકેત બોલ્યો , "એ જ તો જીવનની સચ્ચાઈ છે, બધું આપણા મનમાં છે. મનને સકારત્મક જોવાની ટેવ પાડો તો એ ક્યારેય નકારત્મક નહિ થાય."

મનને સમજાવો નહિ,એ ખુદ સમજાતું હોય છે, આ સમજ અને અણસમજ એ ખુદ સરજતું હોય છે."
" વાહ! વાહ! તમારી વાતોમાં તમારી કવિતા જેટલો જ જાદુ છે." આરાધ્યા બોલી. બંને ઘણી વાર સુધી વાતો કરતા રહ્યા.

હવે તો કોલેજમાં મળવાનું બનતું.ધીરે ધીરે મિત્રતા વધતી હતી. ઘણીવાર તેઓ કોલેજથી ચાલીને સાથે ઘરે જતા. આરાધ્યાને અનિકેતની દોસ્તી ગમતી. અનિકેત કોલેજમાં નિયમિત આવતો. પરંતુ, સ્ટાફ રુમ માં ખાસ ના રહેતો. ફ્રી સમયમાં ક્યાંક બહાર જતો રહેતો. અચાનક પાછો આવીને લેકચરમાં ચાલ્યો જતો. હવાના ઝોકાની જેમ ક્યારે આવતો ને ક્યારે જતો એની ખબર ના પડતી.

આરાધ્યાને અનિકેત સાથે પ્રેમની લાગણી બંધાઈ ગઈ હતી. પોતાની લાગણીઓ અનિકેત સાથે વહેંચવા માંગતી હતી. આખરે એક દિવસ એ મોકો મળ્યો. બંને ચાલીને ઘર તરફ જતા હતાં , આરાધ્યા ના ઘરની નજીક આવ્યા ત્યારે અચાનક વરસાદ તૂટી પડ્યો. આરાધ્યાએ અનિકેતને કહ્યું આ વરસાદ રહે ત્યાં સુધી મારા ઘરે બેસો આપણે સાથે ચા પીશું. "

" ચા સાથે આવી ઋતુમાં ભજીયા મળી જાય તો આમંત્રણ કાબુલ કરું!"

" હા, ચોક્કસ આવો, પણ ભજીયા માટે કાંદા તમારે સમારવા પડશે!"

" મંજૂર .. ચાલો ત્યારે!"

બંને ચા પીવા બેઠા ત્યારે, આરાધ્યાએ પોતાના દિલની વાત અનિકેત ને કરી જ દીધી.

અનિકેત બોલ્યો, "માફ કરજે આરાધ્યા, હું તારી લાગણીઓને કબૂલ નહીં કરી શકું. કારણ હું કોઈના પ્રેમમાં છું." એટલું બોલી અનિકેત ત્યાંથી નીકળી ગયો. આરાધ્યા નું દિલ તૂટ્યું હતું. એ પછી થોડાક દિવસો કોલેજ ન જઈ શકી.

બે ત્રણ દિવસ બાદ થોડી હિમ્મત આવતા એ કોલેજ પહોચી. ત્યાં પોલિસની અનેક ગાડીઓ હતી. બધો વિસ્તાર બંધ કરી દેવાયો હતો. અચાનક પોલિસ કોલેજના અમુક વિદ્યાર્થી એને પ્રાધ્યાપકો, ચપરાસી ત્થા કામ કરતા બીજા લોકોની ધરપકડ કરીને લઇ જઈ રહી હતી. ત્યાં અનિકેત પણ હતો. બીજા પોલિસ અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યો હતો. આરાધ્યા આ જોઈને આભી બની ગઈ કઈ સમજાતું નહોતું. બધાની સાથે એક ખુણામાં ઉભી રહી બધું જોતી હતી. થોડી વારમાં પોલિસ ત્યાંથી જતી રહી.અનિકેત પણ 'પ્રિન્સિપાલ' સાથે હાથ મિલાવી ત્યાંથી જઈ રહયો હતો.
તેની નજર આરાધ્યા પર પડી. આરાધ્યાની પાસે આવી કહ્યું, "તું ઘણી મૂંઝવણમાં છે હું જાણી શકું છું. હમણાં હું 'ડ્યૂટી' પર છું. સાંજે તારા ઘરે ચા પીવા આવીશ." ત્યારે, વાત કરીશ કહીને અનિકેત જીપમાં બેસી ચાલ્યો ગયો.
સાંજે દરવાજે ટકોરા થયા આરાધ્યાએ ઉતાવળે દરવાજો ખોલ્યો. ચા પીતાં અનિકેત બોલ્યો," હું કોઈ કવિ કે પ્રાધ્યાપક નથી. એ એક અર્ધસત્ય હતું. હું એક 'અંડર કવર સી.બી.આઈ ઑફિસર છું. તારી કોલજમાં એક મોટું કાવતરું ચાલી રહ્યું હતું. ડ્રગ્સ' અને બીજા નશીલા પદાર્થો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડાઇ રહ્યા હતા. આમાં કોલેજના ઘણા ઘણા મોટા લોકો સામેલ હતાં. એક મોટો 'માફિયા ડોન' તેઓને સહાય કરી રહ્યો હતો. આ બધી સચ્ચાઈ જાણવા મારે કવિ અનિકેત બની અહીં આવવું પડ્યું. હું કોલેજમાં રહીને આ બધાને પકડી શકું એમ હતો. જો આ કાવતરું નહિ પકડી શકાત તો અનેક વિદ્યાર્થીઓનું જીવન જોખમમાં આવી જાત! જો તારી લાગણીઓ કવિ અનિકેત માટે હોય તો હું એ નથી. પરંતુ, જો તું એક ઓફિસર પ્રણય રોયને ચાહતી હોય તો..!!"

આરાધ્યા બોલી, " પણ તે કહ્યું હતું કે તું કોઈ ના પ્રેમમાં છે?
અનિકેત બોલ્યો, " એ એક અર્ધસત્ય હતું. કોઈ એટલે 'મારું મિશન' ત્યારે હું મારા કામના પ્રેમમાં હતો. સંપૂર્ણ સત્ય એ છે કે હું તને ચાહું છું."

આરાધ્યા દોડીને પ્રણયની બાહોમાં સમાઈ ગઈ," હું કવિ અનિકેતના શબ્દોના પ્રેમમાં હતી, એ સત્ય છે. પરંતુ, તને જોયા પછી હું માત્ર તારા જ પ્રેમમાં પડી ગયેલી."
બંને એકબીજાના આલિગનમાં વીંટળાઈને જીવનના સંપૂર્ણ સત્ય 'પ્રેમ'નો દિવ્ય અનુભવ કરી રહ્યા!!
-તની