ઉદ્દીપન - એક નવી શરૂઆત Dona Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ઉદ્દીપન - એક નવી શરૂઆત

વર્તમાન સ્વતંત્ર ભારતથી થોડા સમય પૂર્વેના એક નાનકડા ગામની આ વાત છે. નદીકિનારે પર્વતોની શૃંખલાઓમાં વસેલું કુદરતી આવાહનસમુ આ અનોખું ગામ આસપાસના અનેક ગામોની સરખામણી મા આગવુ સ્થાન ધરાવતું હતું. અહીંયાના ગ્રામજનો પૂર્ણરૂપે સાક્ષર ન હતા પણ યોગ્ય સમજણ ધરાવતા હતા. આ ગામમાં નાના મોટા એમ કરીને આશરે 50 થી વધુ પરિવાર રહેતા હતા જેમાં કેટલાક શ્રીમંત પરિવાર હતા તો ઘણા ખેતી થી પોતાનુ ગુજરાન ચલાવનારા શ્રમજીવીઓ પણ વસવાટ કરતા હતા. જ્યાં એક મધમવર્ગીય કરસનદાસ માણેક ના પરિવારનો સમાવેશ થતો હતો જેમની દીકરી સુહાના એક જુસ્સાદાર અને જાગૃત યુવતી હતી તેણીએ પોતાની સૂઝબુઝ થી ગામના કાર્યોને યોગ્ય રીતે પાર પાડ્યા હતા. તેમજ તેણીની જિજ્ઞાસા અને નિશ્ચય દ્વારા સમગ્ર ગ્રામજનો મા પ્રશંસનીય હતી. તેણી ગામમા સ્ત્રીઓ અને વૃદ્વ ને શિક્ષિત કરવા માટે રાત્રીશાળા પણ ચલાવતી હતી. સુહાના ના પીતા કરસનભાઈને પોતાની દીકરી પર ખુબ ગર્વ હતો. સુહાના માટે પણ કરસનભાઈ એક પ્રેરણારૂપ હતા. સુહાનાના બુદ્ધિચાતુર્ય અને તેના ગ્રામજનો પ્રત્યેના યોગદાન પાછળનો શ્રેય પિતાની કેળવણી હતો. જેના દ્વારા તેણીને અશિક્ષિત ગ્રામજનો માટે રાત્રીશિક્ષણ નો ઉમદા વિચાર આવ્યો. આજે રાત્રિશાળા મા અમુક સ્ત્રીઓ હાજર ન હતી, કારણ પૂછતા જણાવવામાં આવ્યું કે તેઓ માસિકધર્મ થી પીડાય રહ્યા છે એટલે હાજર રહી શકે નહીં. કારણ જાણ્યા બાદ સુહાના ના મજગમાં જાણે સમગ્ર ઘટનાનું પુનરાવર્તન થતું હોય એમ લાગ્યું. પોતે પણ આ સમસ્યાથી પીડાય છે ને બાળપણ થી લઈને અત્યારસુધી માસિકધર્મ માં આવતા ને એને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું પડે છે, સાથે કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે તેના વિષે ગ્રામજનોને શિક્ષિત કરવાનો વિચાર આવ્યો. જો કે, ગામ પર માસિક ચક્રની આસપાસના વર્જ્યના ઘેરા વાદળો છવાઈ ગયા હતા. સુહાના જાણતી હતી કે આટલા લાંબા સમય સુધી બંધક બનાવી રાખનાર મૌનને તોડવા માટે કંઈક કરવું પડશે. તેણીએ સામાજિક ધોરણોથી અસ્વસ્થ, આ નિષિદ્ધને પડકારવાનું નક્કી કર્યું. તેણીની આંખો નિશ્ચયથી ચમકી ઉઠી. તેને ઠાની લીધું કે એ ગ્રામજનો ને માહિતગાર કરીને રહશે કે આ ઘટના શરમજનક નહીં પણ સ્વાસ્થ્યવર્ધક છે. તેણીએ ગામની યુવાન છોકરીઓની મૌન વેદના વિશે વાત કરી, એક એવી વેદના જે લાંબા સમયથી ગુપ્તતા અને શરમમાં ઢંકાયેલી હતી. ભાગ્યના આકસ્મિક વળાંકમાં, સુહાનાની પરિવર્તન માટેની વિનંતી ગામમાંથી પસાર થતા પ્રવાસી થિયેટર (ગામના નાટક કલાકાર) જૂથના હૃદય સુધી પહોંચી. દૂરના દેશોના કલાકારોનો સમાવેશ કરતી પ્રગતિ મંડળ, સુહાનાની લાગણીથી પ્રભાવિતથઇ ગયું. તેઓએ સુહાનાનો સહયોગ કરવાની અને થિયેટરના સશક્ત માધ્યમ દ્વારા છોકરીઓની અકથિત વાર્તાઓને જીવંત બનાવવાની યોજના બનાવી. જૂથે અથાક મહેનત કરી, છોકરીઓના અનુભવોની પીડા અને શક્તિની ગંભીરતા ને સમજતી વાર્તાઓની ટેપેસ્ટ્રીને એકસાથે વણાટ કરી. આખરે, જૂથ અને સુહાના ના પ્રયાશ રંગ લાવ્યા. દરેક સ્ત્રીના સંઘર્ષોમાંથી જન્મેલ સહાનુભૂતિ અને સ્થિતિસ્થાપકતા સાથે અભિનયને પ્રભાવિત બનાવ્યો. સમગ્ર ગ્રામજનોને સમજાયું કે આ પીડા દરમ્યાન સ્વ્ચ્છતા રાખવી, સ્ત્રીને યોગ્ય ખોરાક આપવો, તેની સાથે દુર્વ્યવહાર ન કરી એને ખુશ રાખવું, આ કોઈ શરમજનક ઘટના નહીં પરંતુ શરીરના સ્વસ્થ રહેવાના ચિન્હો છે.એ સહજતાથી સ્વીકારવું, અને તેની ચિકિત્સક પાસે યોગ્ય જાણકારી લેવી એ પ્રમાણે વર્તવું અને સારવાર કરાવવી અનિવાર્ય છે. આમ, માસિકધર્મ પ્રત્યે સમગ્ર ગ્રામજનો જાગૃત થયા તેઓએ એક સંગઠનની પણ સંરચના કરી.ઉદ્દીપન - એક નવી શરૂઆત - એક એવા પ્રવાહને સંકેત આપતું હતું જ્યાં યુવતીઓ આત્મવિશ્વાસથી ભરપૂર અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બની રહી હતી. આમ, સમગ્ર સમાજમાં એક નવા જાગરણ અને નવીનીકરણ નું પ્રતિક બની ગયું.