ડેટા લોસથી બચવું છે? Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેટા લોસથી બચવું છે?

આજના સમયમાં યુઝર્સ માટે સૌથી મોટી સમસ્યા એટલે ડેટાને સુરક્ષિત રાખવો

ડેટા લોસથી બચવા માટે એન્ક્રિપ્શન કે બેકઅપ સબ્સ્ક્રિપશન જરૂરી

ડેટા બેકઅપના ટુલ્સ વિષે અનેક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી

આજના આધુનિક અને ડીઝીટલ યુગમાં જેટલું મહત્વન વ્યક્તિનું છે તેટલું જ મહત્વન ડેટાનું છે. વ્યક્તિના રોજિંદા જીવનમાં પણ ડેટાનું મહત્વ વધારે હોય છે. એટલું જ નહીં વ્યક્તિ રોજિંદા જીવનના અનેક નિર્ણયો લેવા માટે ડેટાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આજના આધુનિક યુગમાં વ્યવસાય હોય કે વ્યક્તિનો અંગત ડેટા તેની જાણવણી મહત્વની બની છે. મોબાઈલ ફોન હોય કે પછી લેપટોપ અને કોમ્પ્યુટર કે વેબસાઈટ બધે જ ડેટાનો સંગ્રહ થતો હોય છે. જે ડેટા વ્યક્તિ, કંપની અથવા તો અન્યને મદદરૂપ થતા હોય છે. તેવામાં સામાન્ય રીતે ડેટાને નુકશાન થવા પાછળ સૌથી મહત્વનું કારણ છે હાર્ડવેર ફેલિયર.

સામાન્ય રીતે તમારો, ડેટા આપણા બધા માટે મહત્વપૂર્ણ છે. ડેટા નુકશાન માટે સૌથી સામાન્ય ખતરો હાર્ડવેર નિષ્ફળતા છે. જેમ કે તમારી હાર્ડ ડ્રાઈવ ક્રેશ થઈ ગઈ, અથવા મોબાઈલ ફોન, લેપટોપ તૂટી ગયું, બળી ગયું, ખોવાઈ ગયું. તે ઉપરાંત, યુઝર્સની ભૂલના કારણે પણ ડેટા લોસ્ટની પરિસ્થિતિનું સર્જન થાય છે. જેમાં ભૂલથી કોઈ મહત્વપૂર્ણ ફાઇલ ડીલીટ થઇ જવી ખુબ જ સામાન્ય કારણ છે. ડેટા લોસ્ટથી બચવાનો સૌથી સરળ ઉપાય છે સાવચેત રહેવું. પરંતુ આ સિવાય, યુઝર્સના ડેટા પર સાયબર સિક્યોરિટીને લગતા જોખમો પણ તોળાતા હોય છે. જેમાં રેન્સમવેર હુમલા જેવા ઘણા પ્રકારના જોખમોનો સમાવેશ થાય છે. આ પ્રકારના હુમલામાં હેકર્સ યુઝર્સનો ડેટા ચોરી અથવા તેને એન્ક્રિપ્ટ કરી શકે છે. જે બાદ હેકર્સ યુઝર્સ પાસે ખંડણી વસુલતા હોય છે. આ આર્ટિકલમાં આપણે ડેટાને સુરક્ષિત રાખવા માટેના કેટલા બેકઅપ ટુલ્સ વિષે ચર્ચા કરીશું. જેના ઉપયોગથી વ્યક્તિ કે સંસ્થા પોતાનો ડેટા સુરક્ષિત રાખી શકે છે.

આ છે કેટલા ઉપાય

- ડેટાનો નિયમિત બેકઅપ લેવો : યુઝર્સે પોતાના ડેટાનો નિયમિત બેકઅપ લેવો જોઈએ. યુઝર્સ ફિઝિકલ સ્ટોરેજ ડિવાઇસમાં પોતાનો ડેટા બેકઅપ લઇ તેને સુરક્ષિત રાખી શકે છે. જેમ કે હાર્ડ ડ્રાઇવ્સ, વર્ચ્યુઅલ સ્ટોરેજ, ક્લાઉડ સર્વર સ્ટોરેજનો ઉપયોગ ડેટાનો બેકઅપ માટે કરી શકાય છે.

- ડેટા એન્ક્રિપ્ટ કરવા : યુઝર્સ અથવા કંપની પોતાના ફાઇનાન્શિયલ ડેટા અથવા મહત્વપૂર્ણ ફાઇલ્સને પ્રિન્ટ કરી તેની હાર્ડ કોપી સાચવી શકે છે. તેમજ યુઝર્સ ડેટાને ક્લાઉડ અથવા લોકલ સર્વર પર એન્ક્રિપ્ટ કરી શકે છે. જેથી જો ડેટા લીક થાય તો પણ તેનાથી કોઈ નુકશાન થતું નથી.

- ડેટા પુનઃ પ્રાપ્ત કરવાના વિકલ્પની માહિતી રાખો : આજના સમયમાં ઘણા ઓનલાઈન ડેટા બેકઅપ ટૂલ્સ અવેલેબલ છે. જેની સેવા સાથે યુઝર્સ પોતાના ડેટાનો સુરક્ષિત અને સરળ રીતે બેકઅપ લઈ શકે છે. પરંતુ તેમાંથી યુઝર્સ માટે ક્યુ બેકઅપ ટૂલ યોગ્ય અને સુરક્ષિત છે તે પસંદ કરવું થોડું મુશ્કેલ છે.

ડેટાને ત્રણ પ્રકારે રિકવર કરી શકાય છે

ડેટા બેકઅપ માટે અવેલેબલ ઓનલાઇન અને ઓફલાઈન ટુલ્સમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ડેટા બેકઅપનો બીજો મહત્વનો હેતુ એ છે કે, જો ડેટા ખોવાઈ જાય તો તે કેવી રીતે અને કેટલી હદે પુનઃપ્રાપ્ત થશે? તેની ચકાસણી કરવી ખુબ જ મહત્વની બની રહે છે. જેની માટે ડેટા બેકઅપ કરતા સમયે ઓનલાઇન અથવા ઓફલાઈન મોડમાં પહેલા રિકવરી ઓપ્શન ચેક કરવા જોઈએ. ડેટા બેકઅપ ટૂલ્સની વાત કરીએ તો સામાન્ય રીતે તે ત્રણ પ્રકારના રિકવરી ઓપશન સાથે અવેલેબલ હોય છે. જેમાં સંપૂર્ણ સિસ્ટમ રિકવરી, ફાઇલ્સની રિકવરી અને ટાઇમસ્ટેમ્પ રિકવરીનો સમાવેશ થાય છે. જોકે, જેટલો વધારે ડેટા બેકઅપ થાય અને રિકવર થાય તેના આધારે જ તેની સબ્સ્ક્રિપશન ફીની વસુલાત થતી હોય છે.

રિકવરી ટુલ્સનું સબ્સ્ક્રિપશન લેતા પહેલા શું ધ્યાનમાં રાખવું?

ડેટા બેકઅપની સાથે સાથે તેના રિકવરી ઓપશન શું છે તેના પ્રકાર ક્યાં છે તેની પણ ચકાસણી કરવી જોઈએ. સામાન્ય રીતે કોઈપણ ડેટા બેકઅપ ટૂલનો ઉપયોગ કરતા પહેલા તેની સબ્સ્ક્રિપશન ફી અથવા તેના હિડન ચાર્જીસ કેટલા તેની ચકાસણી કરવી જોઈએ. કારણ કે, ડેટા બેકઅપ ટૂલ્સ પ્રોવાઈડ કરતી કંપનીઓ સબ્સ્ક્રિપશન સાથે હિડન ચાર્જીસ પણ વસુલતી હોય છે. જે વ્યક્તિ કે સંસ્થાને અંતિમ બિલિંગ સમયે જાહેર કરવામાં આવે છે. જેની રકમ ઘણી જ મોટી હોય છે. જેથી યુઝર્સ કે સંસ્થાએ રિકવરી માટે જે કંપનીના ટુલ્સનું સબ્સ્ક્રિપશન લેતા સમયે વાર્ષિક ખર્ચની ચકાસણી કરવી જોઈએ. તેમજ ટુલ્સ પ્રોવાઇડર દ્વારા આપવામાં આવતી કસ્ટમર્સ સર્વિસ તેમજ તેની માટેના કસ્ટમર્સ રીવ્યુ પણ જોઈ લેવા જોઈએ.

કેટલાક ડેટા બેકઅપ અને રિકવર ઓપશન

ટાઇમ મશીન : MacOS સાથે મફત

Windows બેકઅપ : Windows OS સાથે મફત

Acronix True Images : વાર્ષિક ₹2,000 થી ₹4,000

કાર્બોનાઈટ : વાર્ષિક ₹3,000 થી ₹5,000

વીમ બેકઅપ અને પ્રતિકૃતિ : વાર્ષિક ₹10,000 થી ₹20,000