સોનાલી થોડી વાર થઈ તો પણ બહાર આવી નહીં.તેથી તેના દાદી તેના રૂમમાં ગયા.સોનાલી પોતાનું હોમવર્ક કરતી હતી.દાદી એ સોનાલીને કહ્યું બેટા તું હજી પણ અમારા બધાથી નારાજ છે. આજે પહેલી વખત તું આમ ગુસ્સે થઈ નાસ્તો કર્યા વિના કૉલેજ ગઈ છો.બેટા તું તારી જગ્યા પર એકદમ સાચી છો પણ અમે લોકો તારા પ્રેમમાં એ ભૂલી ગયા કે તું હવે જ સાચા અર્થમાં સમજદાર થઈ ગઈ છો.ત્યાં સોનાલીના મમ્મી આવીને કહે છે હા સોનાલી અમે બધા તારા પ્રેમમાં એ ભૂલી ગયા કે તું કૉલેજમાં આવી ગઈ.અમારે તારી સાથે આવું વર્તન નહોતું કરવું પણ અમને ખબર જ ના રહી કે અમારી વધુ પડતી કેર થી તું દુખી થઇ જઇશ.
સોનાલી બધું સાંભળતી હતી પછી તે બોલી દાદી મમ્મી તમે બંને સાચા છો.તમે બધા મને ખૂબ પ્રેમ કરો છો એટલે તમને મારી ખૂબ ચિંતા છે.આ વાત હું ખૂબ સારી રીતે જાણું અને સમજું પણ છું પણ કૉલેજમાં બધા લોકો મારો મજાક ઉડાવે છે.જ્યારે દાદા અને પપ્પા મને મૂકવા લેવા આવે છે.હું આખી કૉલેજમાં બધાથી અલગ લાગું છું, કારણ કે બીજી બધી ગર્લ્સ શોર્ટ્સ કપડાં પહેરીને આવે છે અને હું ડ્રેસ પહેરીને જાઉં છું.તમે લોકોએ જ મને મુંબઈ ગઈ ત્યારે શોર્ટ્સ કપડાં લઈ આપ્યા હતા ને! તે કપડાં મેં મુંબઈમાં પહેર્યા પણ હતા. તો હવે હું કેમ સલવાર શૂટ સિવાય કંઈ જ નથી પહેરી શકતી.મારા કપડાથી હું સારી કે ખરાબ નથી બની જતી.મારા સંસ્કારથી હું સારી કે ખરાબ બનું છું.
સોનાલીના દાદી કહે છે તું એકદમ સાચું કહે છે બેટા અમે તારા ઉપર પૂરો વિશ્વાસ કરીએ છીએ તો પણ તને બંધનમાં જકડી રાખી એક રીતે તો તારા પર અત્યાચાર જ કરીએ છીએ.અમે બધા તારી કંઇક વધુ પડતી જ ચિંતા કરીએ છીએ.અમારા લીધે તું ખૂબ દુઃખી થઈ છો પણ હવે તારા ઉપર કોઈ બંધન નથી.તું કાલથી એકલી જ કૉલેજમાં જજે અને આવજે અને હા તારી મરજી મુજબના કોઈ પણ કપડાં પણ ખરીદી લેજે.તે બિન્દાસ કૉલેજમાં પહેરીને જજે.સોનાલી એકદમ જ ખુશ થઈ ગઈ અને તેના દાદીને વળગી પડી ને દાદી એ પણ તેને ખુબ વ્હાલ કર્યું અને કહ્યું,"મેરા રાજા પૂતર મેરા સોણા પૂતર."જ્યારે દાદી સોનાલી ઉપર પ્રેમની વર્ષા વરસાવી રહ્યા હતા. ત્યાં વીર આવ્યો અને બોલ્યો "દાદી તુસી બડે ગંદે હો,મેનુ તો કોઈ પ્યાર હી નહીં કરદા." દાદી તેનો કાન મરોડી હસતાં હસતાં કહે છે,"ખોતે દે પૂતર તું ઈના વડા એવે હિ હો ગયા." આવું કહી તેને પણ ખૂબ વ્હાલ કરે છે.
બધા સાથે બેસી ભોજન કરે છે. સોનાલીનું મનપસંદ ભોજન હોવાથી તે તો ખૂબ ખુશીથી જમે છે. સોહમ તેને બહુ ચીડવે છે અને જમતા જમતા કહે છે. આજે તમને જમવાનું હજમ નહી થાય દીદી.સોનાલીના દાદી કહે છે,"કયું મેરી કુડી નું પરેશાન કરદા હૈ ચૂપ ચાપ ખાના ખા લે." વીરને નાનપણથી જ સોનાલીને હેરાન કરવામાં ખૂબ મજા આવે છે.સોનાલી પણ જાણે છે કે વીર મજાક કરે છે બાકી જો સાચે જ સોનાલી બીમાર પડી જાય તો પોતે પણ ઉદાસ થઈ બેસી જાય એટલો પ્રેમ કરે છે તે પોતાની બહેનને પણ ભાઈ બહેનનો પ્રેમ જ એવો હોય કે જે લડાઈ અને મજાક મસ્તી વિના સાવ અધૂરો લાગે.
સોનાલી અને વીર જમીને પોતાનું વર્ક પૂરું કરે છે.ત્યાં સાંજ થઈ જાય છે અને સોનાલીના દાદુ ને પપ્પા આવી જાય છે.તે બંને ફ્રેશ થઈ ચા પીવા બેસે છે ત્યારે સોનાલીના દાદી તે બંને ને આજે બપોરે બનેલી ઘટના કહે છે અને તેમને સમજાવે છે કે હવે સોનાલી મોટી થઈ ગઈ છે ને હાલ તેને આપણા પ્રેમની ને સાથ સહકારની જરૂર છે. આપણે તેને કોઈ બંધનમાં નહિ રાખીએ અને તેને ખુદના નર્ણય ખુદ જ લેવા દઈશું પછી એકલા કૉલેજ જવાની વાત પણ કરી દે છે.
બધી વાતો પૂરી થયા પછી સોનાલીના પપ્પા અને દાદુ સોનાલી પાસે જાય છે.તેમને જોઈ સોનાલી એકદમ નાના બાળકની જેમ તેમને કાન પકડી સોરી કહે છે,ત્યારે તેના દાદુ તેને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનું જણાવે છે.
એવું શું ગિફ્ટ હશે જે સોનાલીને તેના દાદુ આપવાના છે?
શું સોનાલી શોર્ટ્સ કપડાં પહેરીને કૉલેજ જશે?
જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...
તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.