જીજીવિષા Hadiya Rakesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીજીવિષા

મારા મોબાઈલ ફોન ની રીંગ વાગી,રીંગ વાગતા ની જ સાથે હું એક ઊંડા સ્વપ્ન માંથી જાગ્યો..સમય જોયો તો સાંજ ના સાત વાગ્યા હતાં, સ્વપ્ન હતું મારુ અને નેહા નું, અમે બંને રાત ના અગ્યાર વાગ્યે વડોદરા ના રસ્તા પર હતાં, બેય જોડે બોવ જ ખુશ હતા, આગળ ના જીવન વિશે વિચારી કરી રહ્યા હતા કે પરિવાર ને કેમ માનવીશુ? તે બોલતી હતી કે મારો ભાઈ તો માની જશે પણ મારા પપ્પા નહિ માને, બોવ જીદ્દી સવભાવ ના છે અને તે મારા ભાઈ નુ પણ નહીં જ માને મને ખબર છે... ત્યા જ મારુ સ્વપ્ન તૂટ્યું અને હું જાગી ગયો...

બેડ પર જ સુતા સુતા નીરવ ને કોલ કર્યો, ચલ ભાઈ ચા પીવા જઈએ..ના સંકેત મારે નહીં આવવુ ,તુ જ પીતો આવ , આજે કોને ખબર મને ચા પીવા જવાની ઈચ્છા નહી...હવે ચા પીવા જવાની તો કોને ઈચ્છા ના હોય પણ ખબર નહીં શું થયું હશે એને તો ચા પીવા નહીં આવવું હોય... મેં કોલ કાપી નાખ્યો અને એકલો જતો રહ્યો, એક કપ ચા નો પી ને કોણ જાણે મને મન થયું હાઈ વે પર નીકડી પડવાનુ ,અને હુ નીકડી પડ્યો અમદાવાદ વડોદરા હાઈ વે પર.. હું અને નેહા આમ તો પાંચ વર્ષ પેલા છૂટા પડેલા, જો કે છૂટા પડવાનુ કારણ તો મને આજ સુધી ખબર નથી પડી ને મેં ક્યારેય જાણવાની પણ કોશિશ નથી કરી..જો કે ઉનાળા ની ઋતું હતી તો સાંજે બાઈક ચલાવવાની મજા પણ કૈક અલગ જ હોઈ છે... હું વિચારો કરતાં કરતાં ક્યારે અમદાવાદ પહોંચી ગ્યો એની ખબર જ ન રહી..હવે આપડે રહયા ચા પ્રેમી એટલે જેવો અહેમદાબાદ પહોંચ્યો સૌથી પેલા તો ચા ની દુકન શોધી અને ચા પીવા બેસી ગયો..

થોડી વાર પછી યાદ આવ્યુ કે અહીં તો મારો એક ખાસ અને જૂનો ભાઈબંધ રહે છે, લાવ ને એને કોલ કકરું આમ પણ કેટલાંય સમય થી એના જોડે વાત નહીં થઈ તો...એટલે મેં કૌશિક ને કોલ કર્યો, સામે છેડે થી કૌશિક બોલ્યો, ક્યા હતો બે, કેટલાંય દિવસો પછી તારો કોલ આવ્યો, તું જીવે પણ છે ખરો?આટલા સમય પછી આમ અચનાક તને તારા ભાઈ ની યાદ આવી,એક વર્ષ પહેલાં આપણે કોલેજ માંથી છૂટા પડ્યાં તે પડ્યાં એ પછી તે મને છેક આજે યાદ કર્યો... તો મેં યાદ તો કર્યો છે તને, તે તો એ પણ ન કર્યું કૌશિકયા ..અચ્છા બાબા સોરી બસ,બોલ ક્યા છે તું ,શુ કરી રહ્યો છે આજ કાલ ?..જો ને કૌશિક કંઈજ નહી,આ તો અમદાવાદ આવ્યો તો થયુ કે અહીંયા મારો એક ખાસ ભાઈબંધ રહે છે છે તો લાવ ને એને મળતો આવુ... અરે તો સંકેતીયા એમાં વિચારવાનું થોડી હોય,બોલ ક્યા છે તું , હું આવું છુ તને મળવા...

ના મારા ભાઈ એક કામ કરીએ, આપણે કોઈક કાફેટેરિયા માં મળીએ,આમ પણ મારે થોડું ખાવુ પણ છે તો...કોઈ વાંધો નહીં સંકેત ચલ મારા ઘર ની નજીક એક સારુ કાફે છે ત્યાં મળીએ...હા ચલ....
ત્યાંથી બાઈક ચાલું કરીને હજું હું નીકળ્યો જ કે, ત્યાં આગળ જતાં ટ્રાફિક સિગ્નલ રેડ થઈ ગ્યુ અને મારે ત્યાં ઊભું રહેવુ પડ્યું..હુ મન માં એનું જ ખુબ જ મનપસંદ ગીત માના કે હમ યાર નહી, લો તય હે કી પ્યાર નહી ગાતો હતો કે ત્યા જ મારી નજર સામેની બાજુ ના રસ્તા પર પડી અને મને અચાનક એ દેખાઈ ...એ જ મારો પસંદીદો ચહેરો, એ જ વાંકોડિયા વાળ, માંસલ ભરાવદાર શરીર, અને એના ચહેરા ની સુંદરતા વધારવા માટે રાખેલી એક નાનકડી બિંદી , અને એની એ સ્મિત જેના પર મેં ફિદા હતો, મરતો હતો, જેના અધારે મેં જીવી રહ્યો હતો...

અણધારી જગ્યાએ, અણધાર્યા સમયે જ એ દેખાઈ, પછી તો હારેલા મન ની જીજીવિષા જાગે જ ને !!

થોડી જ વાર પછી ટ્રાફિક સિગ્નલ ગ્રીન થયું, હું કંઈ જ વિચાર કર્યા વાગર યુ ટર્ન મારીને એની પાછળ ચાલવા લાગ્યો, કાશ એને અરીશા મા જોયુ હોત તો એ પોતાની કાર ઉભી રાખતી પણ ના એણે જોયુ ના મેં પીછો કરવાનું મુક્યું... આગળ જતા જ એણે જમણી બાજુ વણાંક વાળ્યો, અને કોને ખબર હુ ત્યાથી યુ ટર્ન મારી ને નીકળી ગ્યો,બસ હવે એ નથી જોઈતી ,કોઈ પણ વાટે એ નથી જોઈતી,થોડી જ સેકન્ડો મા મેં મારું મન બદલી નાખ્યું, અને ત્યાંથી હું યુ ટર્ન મારીને પાછો આવતો રહ્યો,આજે પણ એ એના રસ્તે છે ને હું મારા... જ્યાં પહોંચવાની વર્ષો થી જંખના હોય, ત્યાં મન પહોંચતા પાછું વળે એમ પણ બને !!