એક પંજાબી છોકરી - 16 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 16










સોનાલી ઢોકળા ખાતા ખાતા તેમના મમ્મીને કહે છે જોયું મમ્મી આ એકદમ ગુજરાત જેવા જ ટેસ્ટી છે. તેમના મમ્મી અને સોનાલી બંને ગુજરાતમાં રહેતા ત્યારે આ ઢોકળા ખૂબ ખાતા હતા,ત્યાંથી આવ્યા પછી તેમને આજે આ ઢોકળા મન ભરીને ખાધા હતા.હવે બધા લોકોએ મસ્ત મજાનો ગરમ ગરમ નાસ્તો ભરપેટ ખાઈ લીધો હતો અને હવે આજના આ સુંદર નાટકમાં કઈ શાળા વિજેતા રહી તેનું નામ જાહેર થયું.

આ નાટકનું આયોજન કરાવનાર જે વ્યક્તિ હતા તે પાંચ રાજ્યના હેડ હતા.તેમને સ્ટેજ ઉપર જઈ માઇકમાં બોલવાનું શરૂ કર્યું.તેઓ કહે છે સૌ પ્રથમ તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અહીં આવી આપનો કિંમતી સમય અમને બધાને આપ્યો અને આ નેશનલ લેવલે યોજાનાર નાટકમાં ભાગ લેનાર અલગ અલગ શાળામાંથી અને અલગ અલગ રાજ્યમાંથી આવનાર સર્વે સ્ટુડન્ટ્સનો અને તેમના ટીચર્સનો પણ ખૂબ ખૂબ આભાર.બધા જ સ્ટુડન્ટ્સ એ ખૂબ જ સરસ નાટક ભજવ્યું હતું.તેમાં અલગ અલગ રાજ્યમાંથી અલગ અલગ શાળાઓની પસંદગી કરવામાં આવી હતી.જેમાંથી આજે મુંબઈની ટોપ લેવલની શાળા એન.એલ હાઈસ્કૂલ આ નાટક માટે વિજેતા જાહેર થઈ છે.સૌએ તાળીઓના ગડગડાટ સાથે તેમના સ્ટુડન્ટ્સને વધાવી લીધા અને આ શાળાના સ્ટુડન્ટ્સને ઇનામમાં એંસી હજાર રૂપિયા અને સાથે સાથે એક એક સ્ટુડન્ટ્સને મેડલ પણ આપવામાં આવ્યા.

સોનાલી તો ખૂબ જ દુઃખી થઈ જાય છે.સોહમના મમ્મી,સોહમ અને સોનાલીના મમ્મી સોનાલીને હિંમત આપે છે અને કહે છે. આ સ્પર્ધા છે આમાં તો હાર જીત ચાલ્યા જ કરે તેનાથી ઉદાસ ન થવાનું હોય.સ્ટેજ પર મુબંઈના સ્ટુડન્ટ્સને ઈનામ અપાય ગયા બાદ ફરી પેલા સર માઇક હાથમાં લે છે અને કહે છે આ નાટકમાં મુંબઈની શાળા વીનર બની છે પણ હીર અને રાંઝાના પાત્રથી જેમને લોકોના દિલ જીતી લીધા.તેમણે પણ આપણે ઈનામ આપી સન્માન કરીશું અને તે પંજાબના હોશિયારપુરની શાળામાંથી આવેલા સોહમ અને સોનાલી છે, જેઓએ હીર રાંઝાના અપાર પ્રેમને ખૂબ જ સુંદર રીતે દર્શાવ્યો. જેમાં નાટકના અંતે સોહમ બેભાન થઈ ગયો.આ જોતા તો એવું જ લાગ્યું કે આ બંને રિયલ લાઈફમાં પણ એક સુંદર કપલ સાબિત થઈ શકે તેમ છે એટલો ગહેરો પ્રેમ તેમને નાટકમાં બતાવ્યો છે.

તે બંને સ્ટેજ પર આવી તેમનું ઈનામ સ્વીકારે તેવી વિનંતી છે. પેલા સર આટલું બોલ્યા ત્યાં તો હાજર રહેલા બધા જ લોકોએ તાળીઓના ગડગડાટથી સોહમ અને સોનાલી હીર અને રાંઝા એવો નારો લગાવવાનું શરૂ કરી દીધું.સોનાલી ને સોહમ સ્ટેજ પર ગયા અને તેમને બંનેને પચ્ચીસ હજાર રૂપિયા અને તેની સાથે મેડલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું.

સોનાલી અને સોહમ તો ખૂબ જ ખુશ થઈ ગયા અને બધા વચ્ચે જ એકબીજાને ભેટી પડ્યા.સોનાલીને તરત યાદ આવ્યું કે અહીં ઘણા બધા લોકો છે પણ સોહમ તો જાણે સોનાલીની બાહોમાં બધું જ ભૂલી ગયો હોય તેમ સોનાલી તેને ધીમેથી દુર કરવા ગઈ તો પણ સોહમ તેને છોડતો જ નથી. પછી કોઈ ન જુએ તે રીતે સોનાલી સોહમને કમરમાં પિંચ કરે છે સોહમ તરત જ દૂર ખસી જાય છે.સોનાલી મનમાં ને મનમાં ખૂબ હસે છે. પછી સર તેમને કોન્ગ્રેચ્યુલેશન્સ કહે છે.સોહમ અને સોનાલીના ઘણા ફોટાઓ લેવામાં આવે છે અને સર કહે છે આ ફોટાઓ ન્યૂઝ પેપરની હેડ લાઇનમાં છાપવામાં આવશે,પછી સોહમ ને સોનાલી સ્ટેજ પરથી નીચે ઉતરી બધાને ખુશી ખુશી હગ કરે છે.

સોનાલીના દાદુ કહે છે બેટા,"આઇ એમ સો પ્રાઉડ ઓફ યુ." "જીદે રહો મેરે પૂતરો."એમ કહી સોહમ અને સોનાલીને એક સાથે હગ કરી લે છે પણ સોહમના મમ્મી સોહમને સ્ટેજ પરથી નીચે આવતાની સાથે જ પૂછે છે કે શું થયું હતું સોહમ?,કેમ તું બેભાન થઈ ગયો? સોહમ કહે છે કંઈ નહીં થાકના લીધે મને થોડા ચક્કર આવી ગયા હતા."અબ તુસી યે ગલ છોડો ઓર મોજ કરો." સોહમના મમ્મી માની જાય છે.

ત્યારબાદ સોહમ અને સોનાલીની ફેમીલી ફરવા માટે બીચ પર જાય છે.આજે બધા ખુશ હતા.બધા અહીં આવીને ખુલ્લી હવામાં શ્વાસ લઈને એકદમ જ ફ્રેશ થઈ જાય છે. થોડી વાર બીચ પર બેસે છે ત્યાં રાત થઈ જાય છે અને બધા લોકો હોટલમાં જમવા જાય છે.જયાં સોહમ અને સોનાલી માટે કંઇક સરપ્રાઈઝ રાખવામાં આવ્યું હતું.

હવે જોઈએ સોહમ અને સોનાલીને તેમની ફેમીલી શું સરપ્રાઈઝ આપશે?
શું સોનાલી પણ સોહમને પ્રેમ કરતી હશે?


આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી...