સાથ નિભાના સાથિયા - 18 Hemakshi Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાથ નિભાના સાથિયા - 18

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૮
“મને તમારી સાથે જવું વધારે ગમશે. એમપણ એમના ઠેકાણા નથી હોતા. એમને ફોન કરવાની પણ આદત નથી. એની સાથે હમણાં નથી જવું. જે થાય માસી તો મારા જ રહશે મને એ બસ છે.” અને હસવા લાગી.
“ઓહો! તે તો તું વહુ બનીશ ત્યારે પણ તું મારી દિકરી જ રહીશ. હું કાંઈક કડક સાસુ નહીં બનું.” અને હસવા લાગ્યા.
“ એ હું જાણું છું. હમણાં તેજલે પણ લગ્ન નથી કરવા. આપણે પછી જોઈશું." અને હસી પડી.
“ઠીક તને ગમે એમ કર.”
“મારા પપ્પા કેમ ઘર છોડીને ચાલ્યા ગયા? એવું તે શું થયું હતું ? એમના અને મારા કાકા કાકી વચ્ચે એ હું જાણવા આતુર છું, અને આટલા વર્ષો થઇ ગયા અને મારી પૂછપરજ પણ નથી કરી.”
“હા. તારી વાત બરાબર. તેજલે કહ્યું છે, એટલે ક્યાંથી પણ તપાસ કરી લેશે. ત્યાં સુધી તારી માસી સાથે રહે. પછી તું ચાલી જઈશ તો તારી માસીને નહીં ગમે.”
“ઓહો! ના હું ક્યાં નથી જવાની .મને ફક્ત પપ્પાને પૂછવું છે, એમને મારી સાથે આવું કેમ કર્યું ? એમાં મારું શું વાંક? અને મને કાકા કાકી સાથે મૂકી ગયા, અને મારું જીવન બગાડી દીધું.”
“અરે! આવું ન બોલાય. આખિર એ તારા પપ્પા છે.”
“તે મને એમની દિકરી માનતા હોત, તો તે થોડી આવું કરત.”
“એ તો તેજ કહી શકે.”
“હા તમારી વાત સાચી છે. જોઈએ શું થાય છે? કાલથી મને મારા કામ પર ધ્યાન આપવાનું છે.”
“હા એકદમ બરાબર ચાલો સુઈ જઈએ અને એના આંખોમાં જળજળિયા વહેવા લાગ્યા.”
“અરે શું થયું બેટા કેમ રડે છે? હમણાં થોડીવાર પહેલા તો ખુશ હતી.“
“હું મારા પપ્પાના આવા વર્તનથી ખુબ દુઃખી છું.”
“હું તારી પરિસ્થિતિ સમજી શકું છું પણ આપણે હકીકત ખબર ન હોય તો અભિપ્રય બાંધવો નહીં.સમજ પડી કે નહીં? હવે દુઃખી ન થા તારી સાથે માસી છે ને?”
“હા સમજ પડી. હવે એવું નહીં થાય.માસી સમજાવે ને ન સમજુ એવું કદાપિ ન બને.”
ત્યાર બાદ રીનાબેન એના આંસુ લૂછે છે અને ભેટે છે તે કહે છે, “હવે રડવાનું નહીં.”
“હા માસી કહે, એ મારી માટે ગુરુ ચાવી છે.” અને હસી.
“કાંઈ પણ. તું ખુશ થઇ ગઈ .બીજું શું જોઈ?”
“હા માસીનો આવો પ્રેમ મળતો રહેશે , તો એક શું? હું કોઈ પણ જંગ જીતી જઈશ.”
“ઓહો! શું વાત છે? કહેવું પડે.”
“હા મારા માસી સિવાય મારું બીજું છે કોણ? જે છે એ પણ મોડું ફેરવી ગયા.”
“અચ્છા. તને ના પાડી. આવી વાત ન કર. તેજલને તપાસ કરવા દે.”
“હા,હા બીજી વાર આવું નહીં બોલું. મારા માસી મારાથી રૂઠી જશે તો, હું ક્યાં જઈશ?”
“જેવું તું સમજે છે એવું કશું નથી.તારા માસી તારાથી ક્યારે નહીં રૂઠે. એ બધું સમજે છે, અને તું અહિયાંથી પણ ક્યાં પણ નથી જવાની.”
“અરે વાહ! માસીની હું લાડલી થઇ ગઈ, અને એને એમને આલિંગન આપ્યું અને બોલી માસી મારી માટે સર્વસ્વ છે.”
“ઓહો! હા જેમ તારી માટે હું સર્વસ્વ છું. એમ મારી તું લાડલી હોય જ ને.” અને હસવા લાગી.”
“અચ્છા. એ તો બહુ સારું જ કહેવાય.ચાલો હવે સુઈ જઈએ.”
“હવે સુઈ જા. માસી તારી બાજુમાં છે.”
“હા,હા તમને એક વાત પુછું. સાચું બોલજો?”
“હા બિન્દાસ પૂછ.”
“તમે માસને મિસ નથી કરતા.”
“ના. જરાય નહી મારી લાડલી ગોપી હોય તો મને એમની યાદ ક્યાંથી આવે?”
“અરે માસી હકીકત કહો શું વાત છે?
“તમારા દિલની વાત મને કહી શકો છો હું કોઈને ખબર સુધા પડવા નહીં દઉં.”
“એવું ન બને જલ્દી બોલો? માસા ફોન પણ નથી કરતા.”
“એ મને પણ નથી ખબર.કાયમ એમ જ કહે છે, સમય નથી એટલે મેં પણ ફોન કરવાનું બંધ કરી દીધું.”
“આ કેવું માસી? કાંઈ ગડબડ લાગે છે રાતના તો સમય મળી જ શકે. શું માસી તમે મારી માટે માસાને ભૂલી ગયા એવું ન ચાલે?”
“એવું કશું નથી. માસા પાસે સમય જ નથી તો હું શું કરું?”
“તમારી બધી વાત સાચી. તમને લાગતું નથી ગડબડ લાગે છે? તમારી પોતાની પત્ની માટે સમય ન હોય એવું ક્યારે થાય?”
“એ તો મને પણ હકીકત ખબર નથી તો શું કહું?”
“એક વાર આપણે તેજલને પૂછીને જઈ આવીએ તો દૂધ નું દૂધ થઇ જશે. માસી ખરાબ ન લાગાડતા મને તમારી કાળજી થાય છે એટલે કહું છું.”
“ના એવું બને જ નહીં. દિકરીનું ખરાબ લગાડાય જ નહીં?
“તારી વાત બરાબર છે. તે કહ્યું એમ કરીશું. એની પહેલા મારી મિત્રના લગ્ન છે તું ચાલીશ મારી સાથે?”
“હા કેમ નહીં. માસી સાથે તો હું બધે જ જવા તૈયાર છું.”
“સરસ હજી તારિક નથી આવી. મને વાંધો નથી પણ માસને લઇ જાવ તો કેટલું સારું લાગે.”
“અચ્છા. મને એમની સાથે નથી જવું. એ તો જલ્દી જવાબ આપશે નહીં પછી આપણું જવાનું પણ અટકી જશે.”
“ઠીક તમને જે યોગ્ય લાગે એમ જ કરીશું.”
“હજી લગ્નનું આમંત્રણ તો આવે દે. એને મને માત્ર કહી રાખ્યું છે.”
“હા. એ વાત પણ સાચી.માસીને મારા લગ્નમાં મારી સાથે ખુબ નાચવું પડશે.”
“ઓહો તારા લગ્ન થાય ત્યારની વાત છે.”
"એ તો મને ખબર છે પણ માસી મારી સાથે નાચશે અને મને તૈયાર કરશે એ વાત તો પાકી.”
“અચ્છા જેમ ગોપીની ઈછા હશે એમ જ થશે.”
“ઓહો માસી બધું ગોપી કહે એમ ન કરાય?”
“એવું નથી. પણ ગોપીની ઈચ્છા હું જરૂર પૂરી કરીશ.” અને હસ્યા.
“અચ્છા મારા માસી છે જ એવા. તે મને બહુ જ વ્હાલા છે.”
“શું તું પણ. બહુ વખાણ થઇ ગયા.હવે સુઈ જા.”
“એવું કેમ કરો છો માસી. જેવા હું તમારા વખાણ કરો તમે વાત બદલી નાખો છો.”
“એવું નથી.”
“એવું જ છે ઘણી વાર એવું થયું છે.”
“બહુ વખાણ ન કરાય?અને હસ્યા.”
“એ તો કરવી જ પડશે. એમના વખાણ ન કરું તો મારું દિવસ પણ સારું ન જાય અને ઉંઘ પણ ન આવે.” અને હસી.
“અચ્છા. કાંઈ પણ.”
“મને લાગ્યું માસી ગુસ્સે થશે?”
“અરે કેમ ગુસ્સે થાઉં? મને ખબર છે તું ક્યારની મજાક મસ્તી કરે છે.”
“વાહ માસી શું વાત છે? તમને ખબર પડી જ ગઈ.”
“એ તો ખબર પડે જ ને એમાં શું મોટી વાત છે?” અને હસ્યા.
“ઓહ બહુ સરસ.”
“ગોપી સુઈ જઈએ બહુ મજા કરી લીધી.”
“હા બહુ જ અને રડી પણ લીધું અને માસીનો વ્હાલ પણ મળ્યો અને હસી.”
“ઓહો.” અને માસી હસવા લાગ્યા.
“તમને આમ હસતાં જોઈ મજા આવી ગઈ. હવે સાચે સુઈ જઈએ.”
“ઓહ માસીને ક્યારે હસતાં નથી જોયા?”
“જોયા છે ને પણ આજે વધારે મજા પડી ગઈ.”
" અચ્છા ચાલ સુઈ જા માસીની બાજુમાં કાલે આપણે કામ કરવાનું છે.”
“હા માસી.”
“શું તેજલને ગોપીના પપ્પાનની ખબર મળી શકશે? એ માટે આગળનું ભાગ વાંચો.


ક્રમશ: