નીલમ સંજીવ રેડ્ડી Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નીલમ સંજીવ રેડ્ડી


નીલમ સંજીવ રેડ્ડી

ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી મહાત્મા ગાંધીની પ્રેરણાથી રાજકારણમાં આવેલા. કૉંગ્રેસમાં તબક્કા વાર આગળ વધ્યા હતા અને દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ બન્યા હતા. નીલમ સંજીવ રેડ્ડી એકમાત્ર ભારતીય હતા,જેઓ મુખ્ય મંત્રી, કેન્દ્રીય મંત્રી, કૉંગ્રેસ પ્રમુખ, સ્પીકર અને રાષ્ટ્રપતિ એમ પાંચ પદ પર સેવા આપનાર એકમાત્ર ભારતીય હતા.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને સ્વાતંત્ર્યસેનાની એવા નીલમ સંજીવ રેડ્ડીનો જન્મ ૧૯ મે ૧૯૧૩ના રોજ આંધ્ર પ્રદેશ રાજ્યના અનંતપુર જિલ્લાના ઈલ્લુર ગામે એક તેલુગુ ભાષી હિંદુ પરિવારમાં થયો હતો. આઝાદી બાદ તેઓ આંધ્ર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. આ ઉપરાંત, બે વાર લોકસભાના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી બન્યા હતા.૧૯૭૭ માં તેમણે ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સાંભળ્યો હતો.

તેઓનું પ્રારંભિક શિક્ષણ થિઓસોફિકલ હાઈસ્કૂલ (મદ્રાસ)માં થયું હતું. ત્યારબાદ સ્નાતક અભ્યાસક્રમ માટે મદ્રાસ યુનિવર્સિટી સંલગ્ન અનંતપુર ગવર્મેન્ટ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૫૮માં શ્રી વેંકટેશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા વિશ્વવિદ્યાલયની સ્થાપનામાં તેમના પ્રદાન બદલ માનદ ડૉક્ટર ઓફ લો ની પદવી એનાયત કરવામાં આવી હતી. ૧૯૨૯માં મહાત્મા ગાંધીની અનંતપુર જિલ્લાની મુલાકાત બાદ તેઓ સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા અને ૧૯૩૧માં કોલેજનો અભ્યાસ અધૂરો છોડી ચળવળમાં સક્રીય બન્યા. તેઓ યુવા મોર્ચા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા અને વિદ્યાર્થી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. ૧૯૩૮માં આંધ્ર પ્રદેશ પ્રાંતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યા અને એક દશક સુધી આ પદ પર રહ્યા. ભારત છોડો આંદોલન દરમિયાન તેમણે જેલવાસ ભોગવ્યો હતો.૧૯૪૬માં મદ્રાસ વિધાનસભામાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને કોંગ્રેસ વિધાયક દળના સચિવ બન્યા.તેઓ મદ્રાસથી સંવિધાન સભાના સભ્ય પણ રહ્યા હતા.એપ્રિલ ૧૯૪૯થી એપ્રિલ ૧૯૫૧ દરમિયાન તેઓ મદ્રાસ રાજ્યના નશાબંધી અને આબકારી તેમજ વન વિભાગના મંત્રી હતા.૧૯૫૩થી ૧૯૫૫ દરમિયાન આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પદે રહ્યા હતા. ૧૯૫૬-૬૦ અને ૧૯૬૨-૬૪ના સમયગાળામાં તેઓ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. આ દરમિયાન જ ૧૯૬૦-૬૨ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. ૧૯૬૪-૬૭ દરમિયાન લોકસભાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને કેન્દ્રીય મંત્રી બન્યા. જેમાં તેમણે ખાણ-ખનીજ, પોલાદ, વાહનવ્યવહાર, વિમાન તેમજ પર્યટન ખાતાના મંત્રી તરીકે સેવાઓ આપી. ૧૯૬૯માં તેઓ પ્રથમ વાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા પરંતુ તેમાં તેમની હાર થઈ હતી. ૧૯૭૭માં તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સફળ રહ્યા હતા અને ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ બન્યા હતા.૧૯૫૧માં એન. જી. રંગાને હરાવીને તેઓ આંધ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યા હતા.૧૯૫૩માં આંધ્ર રાજ્યની સ્થાપના થઈ ત્યારે ટી. પ્રકાશમ રાજ્યના મુખ્યમંત્રી અને નીલમ સંજીવ રેડ્ડી નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.બાદમાં તેલંગાણાના વિસ્તારને ભેળવી જ્યારે આંધ્ર પ્રદેશ રાજ્ય બનાવવામાં આવ્યું ત્યારે તેઓ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતાતેમનો કાર્યકાળ ૧ નવેમ્બર ૧૯૫૬ થી ૧૧ જાન્યુઆરી ૧૯૬૦ સુધીનો રહ્યો હતો૧૨ માર્ચ ૧૯૬૨ થી ૨૦ ફેબ્રુઆરી ૧૯૬૪ના સમયગાળામાં તેઓ બીજી વાર મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા.[૨૧]મુખ્યમંત્રી પદ દરમિયાન રેડ્ડી ક્રમશઃ શ્રી કલાહસ્તી અને ધોન વિધાનસભા મતવિસ્તારના પ્રતિનિધિ તરીકે ધારાસભામાં ચૂંટાયા હતા.નાગાર્જુન સાગર બંધ અને શ્રીશૈલમ બંધ જેવી બહુહેતુક પરિયોજનાઓ તેમના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી.આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા રેડ્ડીના માનમાં શ્રીશૈલમ બંધ પરિયોજનાને નીલમ સંજીવ રેડ્ડી સાગર નામ આપવામાં આવ્યું છે.

તેઓ ૧૯૬૦ થી ૧૯૬૨ દરમિયાન બેંગ્લોર, ભાવનગર અને પણજી ખાતે આયોજીત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનોમાં અધ્યક્ષ તરીકે ત્રણ વાર રહ્યા હતા.૧૯૬૨ના ગોવા ખાતેના અધિવેશનમાં તેઓએ ભારત-ચીન યુદ્ધ સમાપ્ત કરવાના સંકલ્પની અને ગોવાની મુક્તિની માંગને સુદૃઢ કરવાનીઘોષણા કરી હતીજૂન ૧૯૬૪માં તેઓ લાલબહાદુર શાસ્રી સરકારમાં ખાણ અને ખનીજ મંત્રી તરીકે નિયુક્ત થયા હતા. ૧૯૬૬-૬૭માં ઈન્દિરા ગાંધી સરકારમાં તેઓએ વાહનવ્યવહાર, વિમાન તેમજ પર્યટન ખાતાના મંત્રી તરીકે સેવાઓ આપી હતી.

૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં તેઓ આંધ્ર પ્રદેશના હિંદપુર સંસદીય મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા હતા.૧૭ માર્ચ ૧૯૬૭ના રોજ તેઓ ચોથી લોકસભાના અધ્યક્ષ (સ્પીકર) બન્યા હતા.અધ્યક્ષ પદની સ્વતંત્રતા પર ભાર મૂકવા તેમણે કોંગ્રેસ પક્ષના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન જ સદનમાં સૌ પ્રથમ વાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.અનુસૂચિત જાતિઓ તેમજ અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટે સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.સંસદમાં સ્પીકર તરીકેની તેમની ભૂમિકાને તેમણે સંસદના ચોકીદાર તરીકે વર્ણવી છે.

રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીની ૧૯૮૦ થી ૧૯૮૨ દરમિયાનની રશિયા, બલ્ગેરિયા, કેન્યા, ઝામ્બીયા, યુ.કે., આયર્લેન્ડ, ઈન્ડૉનેશિયા, નેપાળ, શ્રીલંકા અને યુગોસ્લોવેકિયાની વિદેશયાત્રાઓ કરી.

૨૧ જુલાઈ ૧૯૭૭ના રોજ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને ૨૫ જુલાઈ ૧૯૭૭ના રોજ ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંઘ અને ઇન્દિરા ગાંધીની સરકારો સાથે કામ કર્યું હતું.ભારતની આઝાદીની ૩૦મી વર્ષગાંઠની પૂર્વસંધ્યા પર તેમણે ભારતની ગરીબ જનતા સાથે એકાત્મતા પ્રદર્શિત કરતાં રાષ્ટ્રપતિભવનમાંથી એક સામાન્ય આવાસમાં રહેવાની અને પોતાના વેતનમાં ૭૦ પ્રતિશત કપાતની ઘોષણા કરી હતી.

૧૯૯૬માં ૮૩ વર્ષની ઉંમરે ન્યૂમોનિયાના કારણે બેંગ્લોર ખાતે તેમનું અવસાન થયું હતું.એકમાત્ર ભારતીય કે જે મુખ્ય મંત્રીપદથી રાષ્ટ્રપતિપદ સુધી પહોંચ્યા હતા,તેવા અનોખા માનવને આજે તેમના જન્મદિને સ્મરણ અંજલિ.