એક પંજાબી છોકરી - 14 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 14



રાંઝા ઝાડ નીચે બેસી બાંસુરી વગાડતો.આ બધું સોહમ હવે એક્શન સાથે પ્રસ્તુત કરે છે.તે પણ બાંસુરી પકડીને બેઠો છે અને પાછળથી મ્યુઝિક વાગે છે સ્ટોરી આગળ વધે છે રાંઝાને એક પીર બાબા મળે છે અને તે રાંઝાના દુઃખને સમજી જાય છે તેથી તે રાંઝાને હીર પાસે મોકલે છે.

હવે હીરની એન્ટ્રી પડવાની હોય છે જેમાં સોનાલીની જરૂર પડશે.સોહમ ખૂબ જ ચિંતામાં હતો અને તે મનોમન વિચાર કરતો હતો કે સોનાલીને હિરનો પોશાક મળ્યો હશે?શું થયું હશે?નાટક અધવચ્ચે આવી અટકી ગયું હતું,કારણ કે હવે હીર વિના તે આગળ ચાલે તેમ નહોતું પણ સોનાલી ક્યાંય દેખાતી નહોતી.પાંચ મિનિટ બાદ અચાનક સફેદ લાઈટ બંધ થઇ ગઇ અને તરત કલરિંગ વાળી લાઈટ ચાલુ થઈ ને સોનાલીની હીર તરીકે એન્ટ્રી પડી.સોનાલીની મોહક અદા,તેના મસ્ત મજાના સિલ્કી વાળ,તેની એકદમ ચમકદાર આંખો,હાસ્યથી ભરપૂર એવો તેનો ચહેરો તેને પહેરેલા સુંદર મજાના વસ્ત્રો સોનામાં જાણે સુગંધની જેમ મહેકી ઉઠ્યા.તેને જોઈ સોહમ પોતાના હોંશ ખોઈ બેઠો અને નાટક જોવા આવનાર સર્વ લોકો સોનાલીના રૂપમાં ખોવાઈ ગયા.સોનાલી સમયસર હીર બની સ્ટેજ પર આવી ગઈ.તેથી સોહમને ખૂબ ખુશી થઈ પણ તેને વિચાર પણ આવ્યો કે આવું સોનાલી સાથે કોને કર્યું હશે? તે જાણવું પડશે પણ નાટક પૂરું થાય પછી આ કામ કરું એવું વિચારી સોહમ હાલ ચૂપ રહ્યો પણ સોનાલીના મમ્મી અને સોહમના મમ્મી થોડા ચૂપ બેસી રહે. તેમને ઘણી મથામણ કરી પણ કોઈનું નામ તેમની સામે આવ્યું નહીં.

આ બાજુ સોનાલી હીરનું પાત્ર ભજવવા જઈ રહી હતી.હીર સિયાલ જનજાતિના સંપન્ન જાટ પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી.પહેલીવાર હીર ને જોઇને રાંઝા સમજી ગયો કે આજ મારા સપનાની શહેજાદી છે.હીર બહુ ગુસ્સાવાળી હતી.એક રાત્રે રાંઝા ચૂપચાપ હીરની નાવમાં જઈને સૂઈ ગયો.આ જોઈ હીર બહુ ગુસ્સે થઈ પણ જેવો તેને યુવાન અને સુંદર રાંઝાને જોયો તેનો બધો ગુસ્સો ગાયબ થઈ ગયો અને તે એકીટસે
રાંઝાને જોતી જ રહી ગઈ, પછી રાંઝા એ તેને પોતાના સ્વપ્નની વાત જણાવી.રાંઝા ઉપર પહેલી નજરે જ ફિદા થઈ ગયેલી હીર તેને પોતાના ઘરે લઈ આવી ને તેને નોકર તરીકે રાખ્યો.

હીર રોજ રાંઝાને મળતી અને તેની બાંસુરીની મધુર ધૂન સાંભળતી.તેમાં તેનો રાંઝા માટેનો પ્રેમ વધુ ગહેરો થઈ ગયો.વર્ષો સુધી બંને અલગ અલગ જગ્યાએ મળતાં રહ્યા પણ હીરના કાકાને હીર અને રાંઝા વિશે જાણ થઈ ગઈ અને તેને આ વાત હીરના મમ્મી પપ્પાને કરી તેથી તેમને રાંઝાને નોકરીમાંથી કાઢી નાખ્યો અને હીરને રાંઝા અલગ થઈ ગયા.હીરના માતા પિતાએ હીરના જબરજસ્તી સૈદા ખેરા સાથે લગ્ન કરાવ્યા.

આ બધું સોનાલી અને સોહમ એકદમ સુંદર રીતે પ્રસ્તુત કરે છે. હીર અને રાંઝાને અલગ થવાનું જેટલું દુઃખ હશે તેટલું જ દુઃખ સોનાલી અને સોહમે આ નાટક દ્વારા પ્રસ્તુત કર્યું.હવે સોહમ રાંઝાની જેમ જ પોતાની હીર એટલે કે સોનાલીના પ્રેમમાં જોગી બને છે.આ સમયે સોહમને અપાર દુઃખ થાય છે અને સાચે જ જાણે સોનાલી તેનાથી હંમેશાં માટે દૂર થઈ ગઈ હોય તેમ તે સ્ટેજ પર દુખી થઈને પડે છે અને ખૂબ જ રડે છે.જોઈએ હવે રાંઝા બનેલો સોહમ શું કરે છે.

રાંઝાને જ્યારે હીરના લગ્નની જાણ થાય છે ત્યારે તેનું દિલ તૂટી જાય છે અને હીરની યાદમાં જોગી બની જાય છે.તે બીજા જોગીઓ સાથે રહી પંજાબના ગામે ગામમાં ફરે છે.એક વખત હીરના ગામમાં તેના પતિ સૈદા ખેરાને ત્યાં જઈ તેને ભિક્ષા માગી. તેનો અવાજ સાંભળી હીર દોડતી આવી ને તેને ભિક્ષા આપી. બંને એકબીજાને જોતા જ રહી ગયા પછી રાંઝા રોજ ભિક્ષા માંગવા આવતો અને બંનેની મુલાકાત થતી.એક વખત હીરની ભાભી આ બંને ને જોઈ ગઈ અને તેને હિરને ટોકી તેથી રાંઝા ગામની બહાર જતો રહ્યો,ત્યાં બધા લોકોએ તેને ફકીર માનીને તેને પૂજવા લાગ્યા.રાંઝાની યાદમાં હીર ખૂબ જ બીમાર પડી ગઈ ત્યારે હીરના સસરા રાંઝાને ઘરે લઈ આવ્યા.જેવો રાંઝાએ હીરના માથે પોતાનો હાથ મૂક્યો તેવી જ હીર સાજી થઈ ગઈ. ગામ લોકોને ખબર પડી કે આ રાંઝા છે ત્યારે બધાએ તેને મારીને ગામની બહાર કાઢી મૂક્યો.રાજાએ તેને ચોર સમજીને પકડી લીધો.

હવે જોઈએ રાજા રાંઝા સાથે શું કરશે?
શું રાંઝાને તેની હીર મળશે?
શું સોનાલીના વસ્ત્રો ફાડવામાં કોનો હાથ છે તે વિશે સોહમ અને સોનાલીના મમ્મી જાણી શકશે?

જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મારા માટે અમૂલ્ય છે તો રીડ કરી સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.