બહારવટિયો કાળુભા - 3 દિપક રાજગોર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બહારવટિયો કાળુભા - 3

બહારવટિયો કાળુભા પ્રકરણ_૩


ફોજદાર સાબ ભડાકથી ઊભા થઈ ગયા.

" કોઈ નથી " મામદે ફોજદારને સાંત્વન આપ્યું.

ચિંતાની કોઈ વાત નથીને એ જોવું જરૂરી છે!

મોવાણમાં કોઇ બહારવટિયાની " જાહા ચીઠ્ઠી" આવી છે કે?

નાં, સાબ

તો, તમે ક્યાં બહારવટિયાની બાતમી આપવા આવ્યા છો.?

મામદ પસાયતાના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો.

" કા.... કાળુ... કાળુભાની."

ફોજદાર એકદમથી ચોકી ઉઠતાં ઉભોજ થઈ ગયો. મામદના શબ્દો ફોજદારનાં કાનમાં બંદૂકની ગોળી જેવા લાગ્યા. તે સ્તબ્ધતા પૂર્વક મામદની સામે જોઈ રહ્યો, હવામાં જાણે વીજળીનો ધડાકો થયો હોય તેવી અસર મામદના શબ્દોથી પેદા થઈ.

" બહારવટિયો કાળુભા" ફોજદારે ધ્યાનથી મામદની સામે જોયું તમને ખાતરી છે?"

મામદને મનમાં ગુસ્સો આવી ગયો. તે સમસમીને બેસી રહ્યો, પોતે જીવના જોખમે ચારગાઉ દોડીને બાતમી આપવા આવ્યો છે. અને ફોજદાર તેની વાત પર વિશ્વાસ કરતો ન હતો.

લાગે છે બધા હરામી ભેગા થયા છે. મામદે મનમાં વિચાર્યું!

તેણે વિશ્વાસ પૂર્વક કહ્યું, હાં. સાબ કાળુભા જ છે, મારી કોઈ ભૂલ નથી થતી. બહારવટિયાઓને હું બરાબર ઓળખું છું

આમ પણ હું નાં ઓળખું તો બીજો કોણ ઓળખે!

બહારવટિયાની વાત કરતા મામદનાં અવાજમાં કડવાશ હતી. તેના હૃદયમાં જાણે કોઈએ છરી મારી હોય તેવી વેદના બારવટીયાના નામે જગાડી હતી.

તેણે હોઠ પીસ્યા.

ફોજદાર સાબ થોડીક્ષણ તેની સામે જોઈ રહ્યા પછી ઊભા થતા બોલ્યા,

" તમે અહી બેસો, હું બધી વ્યવસ્થા કરીને આવું છું." ફોજદાર જ્યાં ઊભો હતો ત્યાંથી ધીમે ડગલે ચાલ્યો.

અને મામદની સામે જોતાં તે ધીમા અવાજે બોલ્યો, "પસાયતા અમારી પાસે ઘણીવાર ખોટી બાતમી આવે છે. પણ..."

આટલું બોલતા ફોજદાર ઉતાવળા પગલે બહાર નીકળી ગયો.

તેની પાછળ મામદ તેને તાકતો રહ્યો.

તેના શ્વાછો શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા અને ફોજદારના મુકેલા અધુરા વાક્ય પર તે વિચારવા લાગ્યો.

ફોજદાર સાહેબ પંદર-વીસ મિનિટમાં પાછા ફર્યા તેની સાથે બીજા દસ પોલીસ હતા. અને તેમની પાસે બંદૂકો હતી. ફોજદાર સાબે નજીકની બીજી ચોકી પરનાં માણસોને અત્યારે બોલાવી લીધા હતા. મામદ પસાયતો ફોજદાર અને બીજા દસ પોલીસ અત્યારે પોલિસ ચોકીની અંદર કુલ બારજણા હાજર હતા. ફોજદાર સાબ પોતાની ખૂરશી પર બેઠા અને દસ કોન્સ્ટેબલ પોતાની બંદૂકોને પોતાના ખંભે ભરાવતા સામે ઊભા રહ્યા.

મામદ પસાયતાની સામે જોતા ફોજદાર બોલ્યા, તમે અમારા વિશ્વાસુ માણસ છો. તમારી બાતમી ખોટીનાં હોય.

મે અત્યારેજ કાળુભાને ઝડપવા માટેની આ ટુકડી તૈયારી કરી દીધી છે. બસ હવે તમે તેના વિશે વધુ માહિતી આપો.

ફોજદાર સાબે પોતાની વાત પર વિશ્વાસ કર્યો અને તાત્કાલિ ટુકડી તૈયાર કરી દીધી એટલે પસાયતાને શાંતિ વળી. હવે તેણે પોતાની વાતને આગળ વધારી.

"આવતી કાલે ગામમાં લગ્ન છે."

આ લગ્નમાં કાળુભાને નોતરું છે. કાળુભા દરેક ગરીબ લોકોને ત્યાં લગ્નમાં જાય છે અને દરેક ગરીબ માણસ તેને નોતરું પણ આપે છે એટલે કાલે સવારે કાળુભા લગ્નમાં જરૂર આવશે.

એટલે કાલે તેને ઝડપવો સહેલો રહેશે.

મતલબ બધા લોકો કાળુભાને લગ્નમાં બોલાવે છે ફોજદાર બોલ્યાં.

નાં, સાબ બધા નહિ એમ પણ કહુ તો હાલશે કે કાળુભા અમીર હોય કે ગરીબ નોતરું (આમંત્રણ) હોય કે નાં હોય એ લગ્નમાં (વિવાહમાં) જરૂર જાય છે. ફરક એટલો કે ગરીબ લોકો નોતરું આપે છે એટલે ત્યાં જઈને આપી આવે છે અને અમીર નોતરું નથી આપતા એટલે લૂંટીને આવે છે. આમ એ કોઈના વિવાહ ચૂકતો નથી.

"કાલે એ મોવાણ ગામે વિવાહ માં આવશે."

મામદ પસાયતાની આવી વાત સાંભળતા દરેક લોકોના મોઢાના ભાવ બદલાઈ ગયા.

તો એને ઝડપવો ક્યાં? અને કઈ રીતે?

પસાયતાનાં મોઢાના ભાવને વાંચતા ફોજદાર સાબ બોલ્યા.

એ તમારું કામ છે! તમને જેમ પણ ઠીક લાગે તેમ પણ ઝાલજો જરૂર.

મારૂ કામ તો ફક્ત બાતમી આપવાનું જ હતું અને એ પૂરું થયું.

મામદ પસાયતાની વાત સાંભળતાં જ ફોજદાર હસ્યા અને બોલ્યાં, તમારી વાત સાચી છે. હવે તમે છૂટા અમે અમારી રીતે અમારું કામ આગળ વધારશું.

થોડીવાર ફોજદાર સાબે વિચાર કર્યો.

પછી દસે કોન્સ્ટેબલને હુકમ આપતા બોલ્યો ગમે તે કરો, ગમે તેટલી ગોળીઓ વાપરો પણ મારે કાળુભા જોઈએ. જીવતો કે પછી મરેલો!

મોવાણનાં મામદ પસાયતા કોઈ દિવસ ખોટી બાતમી આપે નહીં. તેમણે કાળુ બહારવટિયાની બાતમી આપી ને આપણું અડધું કામ શરૂ કર્યું છે. હવે કાળુંને જીવતો કે મરેલો ઝાલવો એ આપણી ઉપર છે. બન્ને તેટલી કોશિશ કરજો પણ...

કાળુને જીવતો કે મરેલો અહી હાજર કરવો છે.

આમ કાળુભા બહારવટિયાને કઈ રીતે ઝાલવો તેના અલગ અલગ સૂચનો આપતાં ફોજદારે દરેકને સખત હુકમ આપ્યો.

પોતાની બેઠક પરથી ઊભો થતાં મામદ પસાયતો બોલ્યો, સાબ હવે રજા આપો. મારી રીતે હું પાછો મોવાણ પોગવાનો બંધોબસ કરી લઈશ.

પણ...

તમે હવે ઝટ કરજો.

એટલું બોલીને મામદ બધાને રામ રામ કહ્યાં અને ફોજદાર સાબની રજા લઈને પોલિસ ચોકીની બહાર નીકળ્યો. ચારે તરફ ડોકાતી આંખે જોતા ચોકીના મુખ્ય ગેટની બહાર નીકળતા ઘોર અંધારામાં અદ્ર્શ્ય થઈ ગયો.

ફોજદાર દસ કોન્સ્ટેબલને લઈને પોતાના ઘોડાઓ તૈયાર કર્યા.

અત્યારે ફોજદારનો ચહેરો કાળમિંઢ પથ્થર જેવો થઈ ગયો હતો. તેણે પૂરી તૈયારી કરીને દરેક પર વાર ફરતી નજર કરતા પૂછ્યું. દરેકની પાસે કારતૂસ પૂરતા પ્રમાણમાં છે ને?

તેમણે વધારાના કારતૂસને ઘોડાઓ પર લાદવા કહ્યું, પોષ મહિનાની ઠંડીની રાત જામી હતી. આવી કડકડતી ઠંડીની વચ્ચે ભાડથર ગામની પોલિસ ચોકીમાં અગિયાર ઘોડાઓ તૈયાર થઈને ઊભા હતા. દરેક ઘોડાપર હથિયારો હતાં.

રાત્રિનું અંધકાર હિલોળા મારી રહ્યું હતું. થોડીવારમાં આ અગિયાર ઘોડાઓ મોવાણ ગામ તરફ રવાના થવાના હતા.





ક્રમશ.