એક પંજાબી છોકરી - 11 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 11







સોનાલી સોહમને ગુડ નાઈટ કહીને તરત એના ગ્રુપમાં મેસેજ જોવે છે અને તેમાં એવું કહેલું હોય છે કે નાટક માટે બધા સ્ટુડન્ટ્સ એ ત્રણ દિવસ આગાઉ જવાનું છે અને તેમના પેરન્ટ્સ માત્ર એક જ દિવસ નાટકના દિવસે ત્યાં આવી શકશે.આ વાંચી સોનાલી ફરી પાછી સેડ થઈ જાય છે અને સોહમ પણ ગ્રુપમાં આ મેસેજ જુએ છે અને ફરી પાછો સોનાલીને મેસેજ કરે છે કે સોનાલી તું ચિંતા ના કરતી તારા પેરન્ટ્સ તને ના નહીં કહે, આપણી સાથે સર મેમ તો હશે જ ને ! સોનાલી સોહમનો મેસેજ જુએ છે પણ કોઈ જવાબ આપતી નથી.તે આખી રાત સૂઈ શકતી નથી.

સવારે તે બહુ જલ્દી ઉઠી અને તૈયાર થઇ બેસી જાય છે.પછી તેના મમ્મી ઉઠે છે.સોનાલી તેમને બધી વાત કરે છે.સોનાલીના મમ્મી કહે છે,તું ચિંતા ના કર હું તારા પપ્પા અને દાદુ જોડે વાત કરીશ, તે તને જરૂરથી પરમિશન આપશે.સોનાલી આજે સ્કૂલે જવાના મૂડ માં નહોતી તેથી તે સ્કૂલે જતી નથી.

થોડીવારમાં જ સોનાલીના પપ્પા અને દાદુ ઉઠે છે અને ફ્રેશ થઈ નાસ્તો કરવા આવે છે.સોનાલીને ત્યાં જોઈ તેઓ પૂછે છે કે આજે સ્કૂલે કેમ ના ગઈ બેટા? સોનાલીના મમ્મી વચ્ચે જ બોલી પડે છે આજે સોનાલીની તબિયત સારી નથી. પછી નાસ્તો કરતા કરતા સોનાલીના મમ્મી બધી વાત કરે છે.સોનાલીના પપ્પા તો સોનાલીને એકલી જવાની હા પાડતા નથી,પણ તેમના દાદુ કહે છે આ જમાનામાં દીકરી હોય કે દીકરો બંને આપણા માટે સમાન છે.હું મારી દીકરી પર પૂરો ભરોસો કરું છું એટલે હું તેને મુંબઈ જવાની પરમિશન આપું છું.સોનાલી ખૂબ જ ખુશ થઈ તેના દાદુ ને વળગી પડે છે.સોનાલીની આંખમાં ખુશીના આંસુ છલકાય પડે છે.

સોનાલીના ઘરના સૌ સોનાલીના મુંબઈ જવાની તૈયારી કરે છે.સોનાલીના મમ્મી પપ્પા સોનાલીને શોપિંગ માટે લઈ જાય છે અને તેના માટે અનેક વેસ્ટર્ન કપડાં લઈને આવે છે.સોનાલી એકદમ જ સિમ્પલ છે તેને આવા કપડાં કોઈ વાર પહેર્યા નહોતા પણ સોનાલીના મમ્મી પપ્પા સોનાલીને કોઈ બંધનમાં રાખવા નહોતા ઇચ્છતાં એટલે તે સોનાલીને બધી રીતે આઝાદી આપે છે અને આમ પણ મુંબઈમાં જઈ ત્યાંના રીત ભાત મુજબ રહેવું પણ જરૂરી છે.

સોનાલીના મુંબઈ જવાની બધી તૈયારી થઈ જાય છે અને સવારે સોનાલી,સોહમ અને સ્કૂલના બીજા અમુક લોકો પણ મુંબઈ જવાના હોય છે. પ્રિન્સિપલ સરે બધાને સવારે એરપોર્ટે આવવાનું કહ્યું છે.સોનાલી આજે ખૂબ જ ખુશ હતી.તે જવાની બધી પેકિંગ કરીને સુઈ જાય છે અને સોહમ પણ સોનાલીની ખુશીમાં ખૂબ ખુશ છે.તે પણ બધું તૈયાર કરીને સુઈ જાય છે.વહેલી સવારે સોનાલીના પપ્પા અને સોહમના પપ્પા સોનાલી અને સોહમને મૂકવા એરપોર્ટે જાય છે. સોનાલીએ આજે બ્લૂ જીન્સ,વ્હાઇટ શર્ટ પહેર્યો હતો.પગમાં મસ્ત મજાના શૂઝ પહેર્યા હતા.એક હાથમાં રાડોની બ્રાન્ડેડ વોચ અને બીજા હાથમાં સોનાનું બ્રેસ્લેટ પહેર્યા હતા.તેને આજે વાળ સાવ ખુલ્લા રાખ્યા હતા અને તેના વાળ એકદમ મોટા અને સ્ટ્રેટ હોવાથી ખૂબ જ સુંદર લાગતા હતા.સાઈડમાં બ્રાન્ડેડ નાનું પર્સ એક સાઈડ લટકાવ્યું હતું. તે એકદમ હિરોઈન જેવી લાગતી હતી.

સોહમ પણ આજે ખૂબ સુંદર લાગતો હતો. તેને બ્લેક પેન્ટ અને વ્હાઇટ શર્ટ પહેર્યો હતો,તેને એક હાથમાં બ્રાન્ડેડ વોચ અને એક હાથમાં કડું પહેર્યું હતું,મસ્ત મજાના ગોગલ્સ પહેરી, બુટ પહેરી તે પઠાન જેવો લાગતો હતો.

તે એરપોર્ટ પર પહોંચે છે તો તેને જોઈને બધા ફ્રેન્ડ ચોકી ઉઠે છે અને તેમના મોં ખુલ્લા જ રહી જાય છે.તે નજીક આવે છે, તરત બધામાંથી એક ફ્રેન્ડ બોલી પડે છે. હીરો હિરોઈન આવી ગયા. સાચે જ આજે સોહમ અને સોનાલી એકદમ હીરો હિરોઈન જેવા જ લાગતા હતા.એરપોર્ટ પર અનાઉન્સમેન્ટ થાય છે અને સોહમ અને સોનાલી તેમના પપ્પાને બાય કહી હવાઈ જહાજ એટલે કે એરોપ્લેનમાં બેસી જાય છે.સોહમ અને સોનાલી બંને એકબીજાની પાસપાસે બેસે છે અને આજે તો સોહમ સોનાલી
ને નિહાળવાનો એક પણ મોકો છોડતો નથી.સોનાલી પણ સોહમની આ એકધારું જોયા કરવાની હરકતને જોઈ જાય છે.


શું સોનાલી સોહમ પર ગુસ્સે થશે?
કેવી હશે સોહમ અને સોનાલીની આ મુંબઈ ટ્રીપ?

જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...