આ અધ્યાયમાં વ્યક્તિની પરખ વિશે ચાણક્ય ના વિચારો રજુ કરું છું.
વ્યક્તિની પરખ વિશે
*****************
(1) માણસ જો સમૃદ્ધ થવા ઈચ્છતો હોય, તો
જીવનસાથી
મિત્ર
કર્મચારી
આ ત્રણેયની પસંદગી ખૂબ જ વિચારીને કરવી.
(2) કોઈપણ નવી વ્યક્તિ સાથે વ્યવહાર કરતી વખતે
તે વ્યક્તિનો બાહ્ય દેખાવ અને સુઘડતા
તે વ્યક્તિએ જાળવેલી ચોખ્ખાઈ
તેના વિચારો અને તેની લાગણીઓનો પક્ષ
તેની સાહસવૃત્તિ
વગેરે જોઈ ,જાણી, અને વિચારી લેવા..
(3) કોઈપણ વ્યક્તિમાં રહેલ
લોભ
કપટ
અસત્ય
અને મલીનતા
જેટલી જલદી પારખવામાં આવે, એટલા જલ્દી સજ્જન વ્યક્તિ નુકસાનમાંથી બચે છે.
(4) જે વ્યક્તિમાં
દયાળુ ભાવ
મદદ કરવાની ભાવના
પોતાની તેમજ બીજાની સમૃદ્ધિનો પક્ષ લેતી વિચારસરણી હોય
સાહસ,
સુઘડતા,બાહ્ય દેખાવમાં સ્વચ્છતા, અને ચોખ્ખાઈ હોય
એવા વ્યક્તિને પસંદ કરવા.
(5) જે વ્યક્તિ
લોભ,
લાલચ
સ્વાર્થ
અસ્થિરતા
અનિશ્ચિતતા
કપટ અને
અસત્યનો થોડોક પણ અણસાર આપે એવા વ્યક્તિથી ખૂબ ખૂબ ચેતીને રહેવું અને એવા વ્યક્તિ સાથે નજીકનો સંબંધ ટાળવો.
(6) કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ રાખતા પહેલા
સંબંધનો ઉદ્દેશ્ય અને
તેની ઈચ્છા જાણી લેવાથી સંબંધની સમય અવધિ નો ખ્યાલ આવે છે.
(7) પારિવારિક સંબંધોમાં તેમજ વ્યવસાયિક સંબંધોમાં
હૈયા થી કરેલો પ્રેમ
મનથી કરેલી સેવા અને
બુદ્ધિથી કરેલો વ્યવહાર શ્રેષ્ઠ છે..
(8) પ્રેમ વ્યક્ત કરવાથી લાગણીનો
સેવા ભાવનાથી નિયતનો
અને કરેલા વ્યવહારથી બુદ્ધિનો અંદાજ મેળવી શકાય છે.
(9) જે વ્યક્તિ પોતાના તેમજ બીજાના મૂલ્યો અને આત્મસન્માનને જાળવી શકે તેવા વ્યક્તિ સાથે લાંબા ગાળાનો સંબંધ શ્રેય આપે છે.
(10) વ્યક્તિની પરખ કરવા માટે
તેની આંખો, તમારી સામે જોવાની રીત ભાત
મળવા માટે પસંદ કરેલું સ્થળ
તેના દ્વારા બીજા સાથે કરાયેલો વ્યવહાર
તેના મૂલ્યો
તેની સન્માન કરવાની પદ્ધતિ,
વગેરે જાણવાથી વ્યક્તિ વિશે અંદાજ આવે છે.
(11) વ્યક્તિના વર્તન પરથી તેના કુટુંબનો અંદાજ આવે છે.
વ્યક્તિની વાણી પરથી એના આચાર વિચાર શાળા અને શિક્ષણનો અંદાજ આવે છે.
તેના વ્યવહાર પરથી તેને મળેલ પ્રેમ અને કાળજીનો અંદાજ આવે છે.
તેના દેખાવ ઉપરથી તેની રોજીંદી ટેવ અને આદતોનો અંદાજ આવે છે.
(12) વ્યક્તિના સ્વભાવિક વર્તનનો આધાર તેને ઉછેર ના વર્ષો સમયે મળેલી સંગતિ પર છે. જો સંગતિ નીતિમય હોય તો વ્યક્તિ કુટુંબની સમૃદ્ધિ વધારે છે. સારું વર્તન અને સારી ટેવો, સારા વ્યવહાર અને વાણીને ઉત્તેજન આપે છે.
(13) જે વ્યક્તિ સાથે સમય પસાર કરવાથી તમારા
સ્વાસ્થ્ય
ગુણ અને
વિચારો વિકાસ અને વૃદ્ધિ તરફ ગતિ કરે એવા વ્યક્તિની સંગતિ શ્રેષ્ઠ છે.
આવા વ્યક્તિઓ તમારા જીવનને સ્વાસ્થ્ય, પોષણ, અને નીતિ તરફ વાળે છે. જેનાથી ઉત્તમ વિચાર વાણી વ્યવહાર અને વર્તન ઘડાય છે જે અંતે સમૃદ્ધિ અપાવે છે માટે આવા વ્યક્તિઓ સાથે ઘણો સમય પસાર કરવો.
જો આવા વ્યક્તિ મિત્ર, જીવનસાથી ,સગા સંબંધી તરીકે મળે તો બુદ્ધિ કર્મ અને ભાગ્ય સાર્થક થાય છે અને જીવનમાં સંતોષ વધે છે.
એનાથી ઊલટું જે વ્યક્તિ ની સંગતિથી સ્વાસ્થ્ય ,બુદ્ધિ ,નીતિ અને આત્મસન્માનને નુકસાન થાય તેવા વ્યક્તિ સાથે સંબંધ ઓછો કરવો જોઈએ.
કારણકે
વ્યક્તિ ની સંગતિ એને બુદ્ધિ આપે છે.( કોઈપણ વ્યક્તિની ચોર સાથે મિત્રતા એને ચોરી કરવાની બુદ્ધિ આપે છે)
બુદ્ધિ એના કર્મોની દિશા નક્કી કરે છે. અને(ચોરી અથવા અપરાધ કરવામાં લાગેલી બુદ્ધિ વિવિધ પ્રકારના અપરાધોને સાર્થક કરે છે)
કર્મોની દિશા એને સહાય કરતા વ્યક્તિઓ મેળવી આપે છે. અને(અને અપરાધિક માનસિકતા અપરાધી માનસિકતા ધરાવતા લોકોને મેળવી આપે છે) (જેમકે દાઉદ જેવા અપરાધીને છોટા શકીલ અને છોટા રાજન જેવા વ્યક્તિઓનો સંગ સરળતાથી પ્રાપ્ત થાય છે).( એટલે કે એક જ પ્રકારની બુદ્ધિ અને કર્મોની દિશા ધરાવતા વ્યક્તિઓ જલ્દી નજીક આવે છે.)
આ સર્વે તેના ભાગ્યનું નિર્માણ કરે છે.
વ્યક્તિની પરખ અંગેના વધુ સૂત્રો ભાગ 3 માં આપીશું
ધન્યવાદ.