બસ એક પળ - ભાગ 1 યાદવ પાર્થ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બસ એક પળ - ભાગ 1

આ દુનીયા કેટલી સુંદર છે, જેટલી મધુરતા માતાની મમતા માં છે, એટલીજ સુંદર આ દુનીયા છે. આખોને કલાકો સુધી જોવા મજબૂત કરતા કુદરતના અઢળક રંગોની મીઠાશ જ્યાં સુધી માણીએ ત્યાં સુધી ઓછી છે. આજ કુદરતી રંગોમાં એક પ્રેમ રંગ છે. જેમા દુનીયાના હર એક વ્યક્તિ ને રંગાવુ છે. એની મજા અને સજા બંને મા માણનારો વ્યક્તિ ખુશી વ્યક્ત કરે છે. જીવનમાં એક જ ક્ષણ પુરતો છે પ્રેમ કરવા માટે.વહેલી સવારમાં બસમાં બેસી હુ મામાને ધરે જવા નીકળ્યો, ત્યારે પહેલી વાર મે સવારનો સૂર્યોદય જોયો, શુ અલભ્ય ચિત્ર હતુ એ, અગ્નિમા તરબોળ થઈ બહાર આવી રહેલ સૂર્ય જોતાજ બનતો હતો. બસ આટલી સુંદર શરૂઆત મને એટલાજ સુંદર અંત સુધી દોરી ગઈ.

ત્રણેક કલાકની મુસાફરી બાદ હુ, બોટાદ શહેર મા ઉતર્યા. બસ સેન્ટર પરથી મે રીક્ષા પકડી અને હોંશ ભેર મામાના ધરે જવા બસ સેન્ટર પરથી નીકળ્યો. મુસાફરી નો બધોજ થાક મામાને જોતાજ જતો રહ્યો, થોડી વાર પ્રેમ ભરી મુલાકાતો ચાલી, આગતા સ્વાગતા પણ કરવામાં આવી, મે જેમ વરસાદ મા ધરતી લીલી ચાદર ઓઢી લે એમ મામાના ધરની પ્રેમ અને વાત્સલ્ય ની ચાદર ઓઢી લીધી. આ બધા વચ્ચે મને એ ખબર ન હતી કે થોડા કલાકોમાં મારુ જીવન સાવ બદલાઈ જવાનુ છે. મારા ભવિષ્ય થી અજાણ હુ વર્તમાનમા ખુશીનો સાગરમા ગોથાં મારતો તરી રહ્યો હતો.

લગભગ એ સમયે બપોર ના ત્રણ વાગ્યા હતા, સુર્ય પોતાના તાપથી ખુદના હોવાનો એહસાસ કરાવી રહ્યો છે. અને હુ હિંડોળા પર બેઠેલો છયડાની શીતળતા માં શાંતિ મય વાતાવરણ ને અનુભવી રહ્યો છુ, ત્યાંરે તેને પહેલી વાર જોઈ, બસ એ એકજ પળ મારી માટે આખી દુનિયા થંભી ગઈ, હુ એને જોતો રહ્યો, એ બોલતી, હસતી, વાતો કરતી, અને ખાસ તો એ તેની આંખ આડી આવતી વાળની લટને, હાથ વડે કાન પાછળ કરે ત્યારે તો મારુ હ્રદય અને મનમાં પ્રેમ ભાવના જાગવા લાગી હતી, પણ મે મને કહ્યું "ભાઈ આ પ્રેમ ના ચક્કર રેવા દે, આ ખાલી મનના કેમીકલ લોચા છે" બસ આટલા મા મે મારા મનના વિચારો ને અટકાવી લીધા અને ઉભો થઇ બહાર ચાલવા લાગ્યો.

પણ મનને તો ક્યાં શાંતિ હતી. એક પછી એક એજ ચહેરો આખ સામે આવ્યા કરતો, અને બસ એ એકજ પળ મને તેના તરફ હર એક ક્ષણે પ્રેમના ગાઢ બંધનમા ધકેલી રહ્યો હતો.ત્યારે આ સંસારનો દરેક અવાજ સંગીત લાગવા મડ્યો,મારી બધીજ લાગણી સાચી હતી પણ તેની પાસે જવુ ને કહેવુ એ વાત મને બરોબર ના લાગી, મારી હાલત પણ એવી હતી કે કેહવુ કે સેહવુ એજ ખબર નહતી, હુ મારા વર્તમાન ને મુકી સપનાની દુનીયાનો રાજા બની ગયો, વિચારની દુનીયામા મદમસ્ત બની, ગીતો ગાતો, એકદમ ખરાબ શાયરી કરતો. પણ ખુશ, અને શાંત.

બસ હુ એના વિચાર ને નકારી કાઢુ એ પહેલા મારી ફરી એકવાર તેની સાથે મુલાકાત થઈ, આ વખતે એકદમ નજીક થી, આજુબાજુમા બધુ શાંત હતુ પણ મને મારાજ હ્રદયના ધબકારા થી ખલેલ અનુભવાય, આ એહસાસ મે જીવનમાં ક્યારેય પણ નથી કર્યો, મને ખબર નહતી, એ એક ક્ષણમાં હુ મને ભુલીને એને યાદ કરતો હતો. એ ક્ષણ એટલો ખાસ હતો મારા માટે. બસ પછી મે હીંમત કરી, તેની પાસે ગયો. મે તેને હેય કહી નામ પુછ્યું.એ સમયે તેનો ચહેરો જોવા લાયક હતો. પણ છતા તેણે નામ કહ્યું, "કિંજલ". જેટલુ સરસ નામ હતુ એટલીજ સુંદર એ હતી, કિંજલ ને નામ પુછ્યા પછી વધારે હુ કઈ પુછીના શક્યો. અને ત્યાથી ચાલ્યો ગયો.

બીજી તરફ પરીવાર ના સભ્યો બધા કામ કરી રહ્યા હતા. વસંતમાં ખીલેલા વૃક્ષ સમાન ધરની સજાવટ કરવામાં આવી, સાથે મહેમાનો માટે પાશ્વ સંગીત ની ગોઠવણી કરવામા આવી. હળવે હળવે દિવસ થાક ઉતારવા માટે આરામ કરવા ચાલ્યો ગયો, અને રાત્રીના અંધકારમાં ધરમા જાણે આકાશગંગા ના તારલાઓ સમાન લાઇટ ગોઠવાઇ ચુકી હતી. હુ પણ ખુરશી પર બેઠા બેઠા સમય સાથે વાતાવરણમાં પાશ્વ સંગીત ની મજા માણી રહ્યા હતો. ત્યારે મારા જીવનનો સૌથી માટો ચમત્કાર થયો, મારી બાજુની ખુરશી પર કીંજલ આવીને બેઠી, મારુ ધ્યાન તેના તરફ ન ગયુ, હુ બસ મારી મોજમાં હતો, પ્રેમની પહેલી લાગણી મા હતો, હુ એ એક ક્ષણ વારંવાર જીવી રહ્યો હતો. કિંજલે હળવેથી કહ્યું સાંભળ, પણ હજી મારુ ધ્યાન તેના તરફ ન ગયુ, ફરી એક વાર તેણીએ મને અવાજ આપ્યો અને આ વખતે મે સાંભળ્યું, મે જરાક મો એ તરફ કર્યું અને જોયુ કે મારુ જીવન ત્યાં બેઠું છે, મારો પ્રેમ છે એ, હુ તેના ચહેરા સામે જોતો રહ્યા, એકપણ શબ્દ કહ્યા વગર હુ ચૂપ રહ્યો.

આટલામાં મારી બહેન રીયા ત્યાં આવી પહોચી, મારા ન ચાહવા છતા એ અમારી બન્ને વચ્ચે બેસી ગઇ અને હુ કઈ વાત કરુ એ પહેલા એ વાતો કરવા લાગી, મને થયુ કે મારો આ ચાન્સ પણ ગયો, કીંજલે મને સામેથી બોલાવ્યો હવે પાછો હુ ક્યારે મળી આમ વિચાર કરતા કરતા વાતો મા ધણો સમય પસાર થઈ ગયો, બધા સવારમા જાગવા માટે વહેલા સુઈ ગયા હતા, જ્યારે હુ જાગતો હતો. પથારીમાં આળોટવા છતા ઉંઘ ન આવી. લગભગ સવારે ચાર વાગ્યા હતા ત્યારે મને ઉંઘ આવી અને હુ કોઇપણ સુવીધા વગર, ખુરશી પરજ સુઈ ગયો. બે કલાક ની ઉંઘ પછી હુ જાગ્યો, તૈયાર થઈ તરતજ હુ સુર્યોદય જોવા જતો રહ્યો. સુર્ય નો એ કુમળો તાપ, આકાશનો ભગવો રંગ, સવારના વાતાવરણની સોડમ. આ અદ્ભુત ચિત્ર જોયા પછી હુ કામ કરાવા લાગ્યા, કાલે બનેલી વાતો મન પર વધારે અસરતો નહતી કરતી. પણ એક વિચાર હતો જે વારંવાર મનની દિવારો સાથે અથડાતો હતો.

હુ કામ કરતો રહ્યો, દિવસ તેનુ કામ કરતો રહ્યો, કેમ સવારની સાંજ થઈ એ ખબરજ ન પડી. થાક લાગવાથી હુ બને એટલુ વેલા સુવાની તૈયારી કરતો હતો, પણ મને ક્યા ખબર હતી કે મારી સ્ટોરી તો હજી શરુ થઈ છે. એક રાત જાગ્યા પછી કામ કરવાથી થાકેલો હતો માટે હુ સુવા માટે જાતો હતો, આટલામા બહેન રીયા મારી પાસે આવી ને સાથે આવવા કહ્યું, હુ ચાલ્યો ગયો, એ મને એક રુમ પાસે લઈ ગઈ. ત્યાં અંદર જવા કહ્યું અને સાથે એ પણ આવિ, અંદર કીંજલ હતી, મને વાત સમજાય ગઇ. અને કદાચ રીયા કાલ રાત્રેજ મારા મનની વાત સમજી ગઈ હતી. અને સમજે કેમ નહી, બહેન છે મારી. હુ અંદર જતો હતો અને રીયા મારી પાછળ હતી, અમે ત્રણેયે ધણી બધી વાતો કરી, વધારેતો કીંજલ અને રીયા વાતો કરતા હતા. હુ તો બસ કીંજલને એકજ નઝરે જોઈ રહતો. હવે તો કદાચ કીંજલ ને પણ ખબર હતી કે શુ ચાલે છે.

થોડા સમય પછી અમારી વાતોને વિરામ આપ્યો, હુ ત્યાંથી ઉભો થઈને જાવ એ પહેલા કીંજલે મને રોકી લીધો, અને રીયા ને જવા કહ્યું, પહેલા હુ ડરી ગયો, પણ પછી અણે વાત કરી, એ બોલતી જતી ને હુ સાંભળતો જતો, હુ એ અવાજ કલાકો સુધી સાંભળવા તૈયાર હતો. અમારી વાત શરુ એણેજ કરી મારા વિશે પુછતા કહ્યું કે તુ પેલા દિવસે કાંઈક કેવાનો હતો, પછી એમજ ચાલ્યો ગયો કેમ? આ સવાલનો મારા પાસે કોઈ જવાબ નહતો. હુ કેમ કહુ કે તુ કેટલી સુંદર છો, મને પસંદ છો, હુ કેમ કહુ કે તુ મને પસંદ કર. આમજ વિચારમા હુ કઈ બોલ્યો નહી, એનો સવાલ પણ બરોબર હતો, એ પછી એ બોલતી રહી, હુ સાંભળતો રહ્યો, એ ક્ષણે હુ મને દુનીયાનો સૌથી અમીર માણસ સમજતો હતો. હુ એ ક્ષણ જીવી રહ્યો હતો. મારી અંદર એ ક્ષણ બનાવી રહ્યો હતો. એક ચિત્ર જે આજીવન મનને પસંદ આવે, જાણે એ ઓક્સિજન બનતી જતી હતી.

અમારી વાત કરતા તો હુ વધારે બિજા વિચારો મા હતો, કેમ હુ મારા મનની વાત કહુ, શુ એ મારાથી સહમત થશે? વિચારોના પ્રવાહને તોડતા એ બોલી શુ તુ મને સાંભળે છો ખરા. મે માથુ હલાવ્યું, એક ઉંડો શ્વાસ લીધો, અને સીધોજ કીંજલ નો હાથ પકડ્યો એ એક સેકન્ડ સુધી મારી સામે જોઈ રહી, અને હુ આંખો બંધ કરી મનની બધી વાતો બોલી ગયો.મારા આ વર્તનથી એ ગુસ્સે થસે એનો મને અહેસાસ થાય તે પહેલા એ ત્યાંથી ઉભી થઈ ચાલવા લાગી.ન એક પણ શબ્દ કહ્યો કે ન એણે ફરીને જોયુ, મારાથી ભુલતો થઈ હતી, કોઈ જો આમ પોતાનો પ્રેમની કબૂલાત કરે તો સારુ નજ લાગે.

પ્રસંગ પુરો થયા પછી, તમામ પરીવાર જનો, સગાવાલા, મિત્રો, આમંત્રણથી આવેલા મહેમાનો જવા મડ્યા હતા, લગભાગ મહેમનો માથી દસેક જણા રોકયા હતા એમા મારી આંખો સતત કીંજલ ને શોધતી હતી, પણ એ નઝરે આવીજ નય. કદાચ એ જતી રહી, મારી ખરાબ છાપ સાથે, મને દુ:ખ નહતું, મનને શાંતિ હતી કે મે મારા મનની વાત કહી દીધી છે. હવે એનુ માનવુ ન માનવુ એના પર, પ્રેમ ને જબરજસ્ત થી થોડી જીતી શકાય માટે હુ શાંત અને સ્થીર મન આથે આકાશના તારલા સાથે વાતો કરવા ચડ્યો. હુ મારી વ્યથાને કોઈ શબ્દોની માળામા પોરવુ એ પહેલા રીયા આવી અને સાથે ઉભી રહી. એ મને બરાબર સમજતી હતી, મારી સાથે થોડી વાતો કરી અને જતી રહી. ત્યાંર પછી વિતાવેલી થોડી ક્ષણોમા કીંજલ આવી પહોચી, આ વખતે કહેવા જેવુ કઈ પણ ન હતુ, ન એ શબ્દ બોલી કે ન હુ શબ્દ બોલ્યો, બસ એ આખો શાંત દરીયા જેવી એક એક પળે અનેકો વાતો કરતી હતી. હુ આંખોની ભાષા બરોબર સમજતો હતો.

હુ આગળ વધ્યો, ત્યાંરે વાતાવરણ એકદમ સુંદર હતુ, ઠંડો પવન મારા શરીર ને અડકતો, આકાશમા ચંદ્ર, જગમગતા તારલા, અને પ્રક્રૃતિ નુ અદ્ભુત સંગીત, ને મારા ડગલા આગળ વધતા ગયા, હુ એકદમ કીંજલની સામે આવિને ઉભો રહ્યો, તેની આંખ સામેની વાળની લટને હાથની આંગળી વડે કાન પાછળ કરીને, મારા શ્વાસ અને તેના શ્વાસ એકદમ હુંફાળા એક બીજાને એહસાસ કરાવતા હતા, સાથે મારા હ્રદય ના બધકારા સીધા કાન સુધી સાંભળય એમ ધબકતા હતા. ને હુ પહેલો શબ્દ બોલ્યો, સોરી.. કીંજલે તેનો હાથ મારા મો પર રાખ્યો અને તેની આંખો કહેતી હતી કે, શબ્દ નહી આંખો થી વાત કર, હુ અને કીંજલ એક પળમા હજારો ક્ષણો જીવી રહ્યા હતા, કલાકો સુધી નીશબ્દ એક બીજા સાથે ઉભા રહેવા પછી, મે કીંજલનો હાથ પકડ્યો અને ફરી એક વાર મારા મનની વાત કહી, પણ આ વખતે કીંજલે હા કહી.

મને ખબર નહતી કે એ હા કરશે. પણ છેલ્લે કીંજલે હા કહી, કીંજલે મને પસંદ કર્યો હતો. મારી ખુશીનો પારજ નહતો. એ દિવસ પછી આજ દિવસ સુધી દર એકદિવસે કીંજલ માટેનો પ્રેમ મારો હમેશા બમણો થતો રહ્યો છે. એ હમેશા મને તેની લખેલી બે પંક્તિ સંભાળવે છે એ હુ અહી કેહવા માંગુ છુ.
" મીઠુ જીવન છે, તેની મીઠાશ તુ છો,
તુ છો તો હુ છુ, અને જીવન છે"
બસ આમજ કઈક એક પળની અમારી સ્ટોરી આજ સુધી કાયમ છે. એ મારા ગીત, ગજલ,નઝમ,શાયરી બધામા છે અને હુ એના શ્વાસમા.