કુદરતની બનાવેલી દુનીયામાં સૌથી સુંદર કઈ છે તો એ પ્રેમ છે. જીવનનુ અમુલ્ય ધરેણુ પ્રેમ છે, આવાજ કઈક પ્રેમની રાહ મા મને મારી બેટર હાફ મળી ચુકી હતી. એ અમારી બે દિવસની મુલાકાત હળવે હળવે ચીતના અંતરને વારંવાર વલોવતી, રંજાડતી, કટાર સમી કાળજે ઉતરી રહી હતી. એ સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ એટલો નહતો કે હુ તેની સાથે ઇચ્છા મુજબ વાત કરી શકુ. કીંજલને મળવાની તાલાવેલી સતત ને સતત વધતી જતી હતી. હુ સપનાની રીયાસતોનો બાદશાહ બની શુક્યો હતો. ધોરણ દસ પછી મારુ ધ્યાન ભણવા કરતા વધારે એમા હતુ કે હવે ફરી હુ કીંજલ ક્યાંરે મળીશુ.
મારે તેની સાથે વાતો કરવી હતી, મારા હ્દયની એક એક વેદના તેના વગરનો ખાલીપો સમજાવવો હતો. બસ એનો હાથ પકડી ગોઠણ ભર નીચે બેસી ચાંદાની નીચે કોઈ ફિલ્મ સેટની જેમ મારા મનની વાત કહેવી હતી. એના અવાજની મધુરતા, રાત્રીના અંત સુધી સાંભળવી હતી, પણ મારી તેની મુલાકાત ને હજુ સમય હતો. અને સમય જ્યારે પ્રતીક્ષા કરવે ત્યારે ધીમો લાગે, હળવે હળવે મે છ માસ કાપી નાખ્યા, હ્દયની સંવેદના ઓ તેના ચરમ સુધી પહોચી ગઈ, હુ આ વાત કોઈને કહી શકુ એમ નહતો. માટે છ માસનો વિરહ, વર્ષો સમાન હતો. એક એક ધડી મને શુળ સમી ખુચતી હતી, અંતે મારી વેદનાનો પણ અંત આવ્યો. રણમાં કોઈ તરસમ્યા ને પાણી મળે મારી મરુ ભુમી સમાન જીવનમાં પ્રેમની કુપળો નીકળી પડી.
હુ કીંજલને મળવા ગયો, ત્યારે એક એક પળ પણ ગરમી મા છયા જેવી શાંતી સમાન રાહત આપતો હતો. સાથે મારા હ્રદય ના ધબકારા પણ વધવા લાગ્યા હતા.
થોડી ક્ષણો પછી કીંજલ અમે નક્કી કરેલી જગ્યા પર આવી પહોચી. આજ એ કઈક વિષેશ તૈયાર થઇ હતી,
પ્રક્રૃતિમા શોભાયમાન થયેલ અલગ અલગ રંગો સમાન એ પણ આજ સુંદર લાગી રહી હતી. સુંદર ના, એથી પણ વિશેષ. મારી અંદર ઉજાગર થતા અથાગ પ્રેમનુ કારણ બસ એજ હતી. નીહીત ઇચ્છાઓ થી પર પણ કઈ છે તો એ પ્રેમ છે એ જાણ થયા પછી મે આજ સુધી મારા અંદર ઉજાગર થયેલ એ ભાવ જાળવી રાખવા પ્રયત્ન કર્યો છે.
કીંજલ મારા સામે આવીને ઉભી રહી, પહેલાની જેમજ મે તેનો હાથ પકડ્યો, અને એ શરમાતી હોય એમ થોડો હાથ પાછળ ખેચ્યો. મને સમજાય ગયુ મે હાથની પકડ ખોલી નાખી, એની બે આંગળી મારા હાથ પર રહી ને તેનો હાથ એ બે આંગળી ના આધારે હતો, ત્યાં કીંજલે હાથ પાછો ખેંચવાનું બંધ કરી મારી સામે જોયુ, એ સુંદર ચહેરા ની મૃગ જેવી આખો પર કાજળ શુ શોભતુ હતુ, આમારી બન્ને વચ્ચે એક સમાનતા હતી, અમે વાતો શબ્દોથી ઓછી અને આખોથી વધારે કરતા હતા. અમારા પ્રેમમા એક devotion અને સાદગી હતી, જે અમને એક બીજા સાથે જોડી રાખતા હતા.
છ માસ અલગ રહ્યા પછી અમે ફરી મળ્યા હતા. એ વાતની ખુશી હતી અને દિવસ પુરો થવા આવ્યો એ વાતનું દુઃખ પણ હતુ, દિવસ દરમ્યાન અમે ફર્યા, હસ્યા, જીવનના આલ્બમ મા પ્રેમાળ ક્ષણો ઉમેરી અમે જીવનને નવી ગતી આપતા હતા. સૂર્યાસ્ત સાથે અમે વિખુટા પડ્યા પણ એટલી યાદો હતી કે હવે પછીના છ માસ કાપવા પુરતી હતી.