Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યારનો ખૌફનાક અંજામ - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ)


કહાની અબ તક: યોગેશ થોડો ડર અનુભવે છે અને સમર અને યુવરાજ એને સતાવે છે. વધુમાં ત્રણેય જ્યારે યુવરાજના ફાર્મ હાઉસમાં પહોંચ્યા ત્યારે માંડ યોગેશ થોડો રીલેક્સ થયો. જ્યારે એ કિચનમાં થી ચાઈ બનાવી ને લઇ આવ્યો ત્યારે એને સમર ને કોલ પર વાત કરતા જોયો, સંધ્યા આવે છે એમ કહીને એને ડોરબેલ વાગતા દરવાજો ખોલવા ગયો. ત્યાં સુખા પાંદડા સિવાય કંઈ જ નહોતું તો બધા પણ કહેવા લાગ્યા કે સમર બહુ જ થાકી ગયો હશે! સમર ને પણ વીતેલી વાતો યાદ આવવા લાગી કે સંધ્યા સાથે કેવી રીતે પોતે બસ એનો જ હોવાની અને બસ એની સાથે જ પ્યાર કરતા હોવાની એ વાત કરે છે.

હવે આગળ: "કેમ, કેમ મને તેં ધોકો આપ્યો?!" યોગેશ એકદમ જ એક અલગ જ અવાજમાં વાત કરી રહ્યો હતો.

એનો અવાજ સમર માટે બહુ જ ઓળખીતો હતો! હા, એ અવાજ ખુદ પોતે સંધ્યા નો જ હતો!

સમર માટે આ બધું બહુ જ વિચિત્ર હતું!

યુવરાજને એકદમ જ જાણે કે એક વાત યાદ આવી!

"જો સંધ્યા ની આત્મા યોગેશ માં છે તો પણ એ તો જીવતી હતી ને!" સમર બોલ્યો.

"ના, જ્યારે જ સંધ્યા ને ખબર પડી ને કે તું બીજે લગ્ન કરવાનો છું, ત્યારે જ એને તો ફાંસી ખાઈ લીધી હતી!" યુવરાજે એને વાત કહી.

"જીવીશું તો પણ સાથે અને મરીશું તો પણ સાથે એવું કહેતો હતો ને?! તો કેમ હવે શું થયું!" યોગેશ બોલી રહ્યો હતો.

રૂમની દરેક વસ્તુઓ આમ તેમ ફેંકાઈ રહી હતી. જાણે કે કોઈ વાવાઝોડું આવ્યું હોય એવું લાગી રહ્યું હતું.

🔵🔵🔵🔵🔵

સવારમાં બધું જ શાંત હતું. એકદમ શાંત. અને સમર તો હંમેશાં માટે શાંત થઈ ગયો હતો.

"અરે, આપને કહીશું શું કે એને શું થયું હતું?!" યોગેશ બહુ જ ડરી રહ્યો હતો.

"સંધ્યા બહુ જ ચાલક છે, એને એ પણ ખબર છે કે આપણી પર એના મર્ડર નો આરોપ આવી શકે એટલે તો એને એના ચહેરા પર નખ થી વાર કરીને એને માર્યો છે, એટલે બધાને એવું લાગે કે એને કોઈ જનાવર એ માર્યો હશે!" યુવરાજ કહી રહ્યો હતો ત્યારે એને રાતનો એ ભયાનક અનુભવ ફરીથી યાદ આવી ગયો.

"તું મને પ્યાર કરે છે ને! તો ચાલ આપને સાથે મરી જઈએ!" યોગેશ ના શરીરમાંથી સંધ્યા જ બોલી રહી હતી, હા! યોગેશ એકદમ બેહોશ થયો તો યુવરાજે એની આંખોથી આકાશમાં કોઈ સફેદ પડછાયો જોયો કે જે જોરથી એકદમ જ સમરને અથડાયો અને સમર ત્યાં જ મરી ગયો. થોડી વાર પછી યોગેશ જાગ્યો ત્યારે યુવરાજે એને બધું કહ્યું હતું.

"એમ પણ સમરને તો રાત્રે ઊંઘમાં ચાલવાની આદત છે જ!" યોગેશ એ યાદ અપાવ્યું.

"યુવરાજ, તને શું લાગે છે?! ભૂલ કોની કહેવાય?!" યોગેશ બાજુમાં બેઠો અને બોલ્યો.

"જો, એક વાત તો છે કે જો સમર એની સાથે લગ્ન જ નહોતો કરવાનો તો એને કહી દેવું જોઈતું હતું! સંધ્યા બિચારીને તો એવું જ લાગ્યું હશે ને કે સમર એને બહુ જ પ્યાર કરે છે, એ બિચારી તો મરી ગઈ ને!" યુવરાજે કહ્યું.

"આ દુનિયામાં તો નહિ, પણ શાયદ બીજી દુનિયામાં તો એ બંને ભેગા થયા હશે!" યોગેશ એ કહ્યું.

"અરે, પણ આત્મા મારામાં જ કેમ આવી?!" યોગેશ એ પૂછ્યું.

"અલા, સંધ્યા ને ખબર તો હતી કે તું બહુ જ ડરપોક છું, જો સંધ્યાની આત્મા મારામાં આવી જાત ત્યારે તો સમર તો બાજુ પર રહ્યો પણ એ પહેલાં તો તું જ ડરને લીધે મરી જાત!" યુવરાજે કહ્યું તો એનાથી હસી જવાયું.

"ઓહ, એવું છે! હા, તો ડર તો લાગે જ ને!" યોગેશ બોલ્યો.

(સમાપ્ત)