મારો શું વાંક ? - ભાગ 2 ︎︎αʍί.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

શ્રેણી
શેયર કરો

મારો શું વાંક ? - ભાગ 2

મિત્રો આપ સહુએ આગળના ભાગમાં વાંચ્યું કે કનિકા
હોટેલમાં પોતાની મેરેજ એનિવર્સરી આદિત્ય સાથે
કપલ ડાન્સ કરતા કરતા બેભાન થઈ જાય છે...

આદિત્ય અચાનક જ ગભરાઇને કનિ કનિ કરીને
બૂમો પાડવા માગે છે.. પણ કનિકાના તરફથી કોઈ પ્રતિક્રિયા ન જણાતા આદિત્ય કનિકાને ઉઠાવીને હોસ્પિટલ લઈ જાય છે..

ડોક્ટર કનિકાનું ચેક અપ કરતા હોય છે, અને એક
તરફ આદિત્ય ખૂબ ચિંતામાં હોય છે તે વિચારવા
લાગે છે કે અચાનક જ કનિને શું થઈ ગયું હશે.?
શું તેને drinkના કારણે આમ થયું હશે ?
પણ કનિ એ બે-ચાર ઘૂંટ જ પીધા હતા શું એટલામાં
તબિયત બગડી શકે ? એટલામાં અચાનક ડોક્ટરે આદિત્યને ઢંઢોળીને કહ્યું .. તમે ચિંતા ના કરશો..
n congratulations she is pregnant...
અને આમ હસતા ચહેરે કહીને ડોક્ટર ત્યાંથી ચાલ્યા
જાય છે.. આદિત્ય આ સાંભળીને ખુશ થઈ જાય છે.

આદિત્ય કનિકાને મળવા રૂમમાં જાય છે તો..
આદિત્ય કનિકાનો હાથ પકડ્યો ..બે-પાંચ મિનિટ
સુધી બંને એ કશું બોલી શક્યા નહીં તે એકબીજાની
સામું જોઈ રહ્યા અને બંનેની આંખમાં હરખના આંસુ ભરાઈ ગયા હતા..

અને આદિત્ય બોલ્યો ..
કનિ ઈશ્વરે તારી ઈચ્છા પૂરી કરી અને આપણને
આપણા મેરેજ એનિવર્સરીની ગિફ્ટ આપી..
તેમ કહી આદિત્યએ કનિકાના કપાળ પર પ્રેમ ભર્યું
ચુંબન આપ્યું ...

પછી થોડી વારમાં બંને જણા ઘરે ગયા. ઘરે જઈને
બધાને આ વાત જણાવી તો ઘરમાં જાણે ખુશીનો
માહોલ છવાઈ ગયો..

ઘરમાં બધા જ કનિકાનું ખૂબ ધ્યાન રાખતા. અને જોતજોતામાં સાત મહિના થતા બેહદ હરખ અને ઉત્સાહથી કનિકાની ગોદ ભરાઈના પ્રસંગની
ઉજવણી કરી.. ને હવે આમ ને આમ જોતજોતામાં
નવ મહિના પૂરા થતા કનિકાએ એક ફૂલ જેવી સુંદર બાળકીને જન્મ આપ્યો..

આદિત્ય અને કનિકાની આંખો ખુશીથી છલકાઈ
જતી હતી. ત્યારે એક તરફ કનિકાના સાસુ બાળકીના
જન્મથી ખાસ ખુશ ન હતા..

પણ ઘરમાં બધા માટે તો આ બાળકી એક lucky charm સમાન હતી. કારણ કે હવે આરવ અને
વેદિકાના જીવનમાં પણ એક નવુ મહેમાન
આવવાનું હતું..

આમ તો ઘરમાં દરેક બાબત ખૂબ સરસ રીતે ચાલી
રહી હતી. કનિકા અને વેદિકા ભલે દેરાણી જેઠાણી
હતા પણ એકબીજાનું બહેનની જેમ ખુબ ધ્યાન
રાખતા અને સારી મિત્ર તરીકે રહેતા હતા..

પણ ક્યારેક ક્યારેક કનિકાને તેના સાસુ નાની નાની
વાત પર મેણા મારી લેતા હતા કે...પાંચ વર્ષે બાળકનું
મોં દેખાડ્યું તે પણ દીકરી,, હવે ખબર નહીં દીકરો
જોવા મળશે કે નહીં ..

જ્યારે કનિકા આવી બધી વાતોથી દુઃખી થતી તો
વેદિકા તેને સંભાળી લેતી હતી..

હવે આમ ને આમ જ સાત મહિના વીતી ગયા.
અને વેદિકાની ગોદ ભરાઈનો પ્રસંગ રાખવામાં આવ્યો.
કનિકા પોતાની નાની બહેન સમી વેદિકાને પોતાના હાથથી તૈયાર કરીને હોલમાં લઈને આવે છે..

ઘરમાં મહેમાનોના આવવાની શરૂઆત થઈ ગઈ હોય
છે.. કનિકા વેદિકાના આ પ્રસંગમાં કોઇપણ કમી
બાકી ન રહી જાય તેનું પૂરતું ધ્યાન આપવાની કોશિશ
કરી રહી હતી..

વેદિકાની ઈચ્છા અનુસાર અને ઘરની મોટી વહુ
હોવાના હકના આધારે કનિકા વેદિકા ગોદ ભરાવાની
રસમ કરવા જઈ રહી હોય છે ત્યાં જ કનિકાના સાસુએ અચાનક કનિકાનો હાથ પકડીને તેને રોકી અને કહ્યું કે
કનિકા તારાથી આ ગોદ ભરાઈ ના થઈ શકે તું આ રસમ ના કરી શકે ..

બધા જ અચંબિત થઈને કનિકાના સાસુની સામે જોવા લાગ્યા અને કોઈ સવાલ કર્યો .

કેમ શું થયું ? કનિકાતો ઘરની મોટી વહુ છે તેનો તો આ અધિકાર છે તમે આમ કેમ કનિકાને રોકી રહ્યા છો ?

તો કનિકાના સાસુએ કહ્યું કે ...
કનિકા એક ખંડિત કુંખની છે અને વળી તેણે એક
દીકરીને જન્મ આપ્યો છે તે દીકરાને જન્મ નથી આપી
શકી.. જો કનિકા વેદિકાની ગોદ ભરશે તો વેદિકાને
પણ દીકરી જ અવતરશે..

આ બધું સાંભળતા જ ઘરમાં મહેમાનો વચ્ચે ગુણગુણ કરીને અવાજ આવવા લાગ્યો અને આ બધું આટલા મહિમાનોની વચ્ચે થયું તો કનિકાને અપમાનિત જેવું
લાગ્યું. અને તે એક ટીપું આંસુ વહાવી ના શકી
અને કશું બોલી પણ ન શકી. અને જાણે ગળામાંથી
થુંક ગળે તો પથ્થર ઉતરતો હોય તેવી રીતે કનિકાના
ચહેરાના હાવભાવ થઈ ગયા હતા..

તેવામાં જ મહેમાનોમાંથી કોઈ ફરી બોલ્યું કે હવે વેદિકાની આ ગોદ ભરાઈની રસમ કોણ કરશે.. ?

ત્યાં જ પાછળથી કોઈ છોકરીનો બોલવાનો અવાજ આવ્યો કે વેદિકા ભાભીની ગોદભરાઈની રસમ કનિકા
ભાભી જ કરશે.. અને બધા મહેમાનો અને ઘરના
બધાએ પાછળ ફરીને જોયું..

કોણ હતી આ છોકરી.. ?
અને શું કનિકા વેદિકાની ગોદ ભરાઈ કરી શકશે ?
તે જાણવા મારી સાથે જોડાયેલા રહો ..🙏🙏

તેમજ વાર્તામાં કોઈ ભૂલ હોય તો તમારા અમુલ્ય પ્રતિભાવ આપીને જણાવશો..🙏😊🙏