Maro shu Vaank ? - 3 books and stories free download online pdf in Gujarati

મારો શું વાંક ? - ભાગ3

{ આગળના ભાગમાં આપે વાંચ્યું વેદિકાની ગોદ
ભરાઈના પ્રસંગમાં અચાનક કોઈ છોકરી આવી
ચડે છે જે કહી રહી હોય છે વેદિકા ભાભીની
ગોદ ભરાઈ કનિકા ભાભી જ કરશે.
હવે વાંચો આગળ.... }

ઘરના બધા જ તેમજ મહેમાનો પણ પાછળ
ફરીને જોવે છે તો કનિકાની નળંદ કાવ્યા આવી ગઈ
હોય છે. કનિકાની સાસુ કાવ્યાને જોઈને કહે છે .

મમ્મી : કાવ્યા તું બેટા અચાનક કઈ રીતે આવી ?
ના કોઈ સમાચાર ના કોઈ ફોન અચાનક જ..?

કાવ્યા : મમ્મી હું તો તમને લોકોને અચાનક અાવીને
સરપ્રાઈઝ આપવા માગતી હતી. પણ અહીંયા
આવીને જોવું છું તો હું પોતે જ સરપ્રાઈઝ થઈ
ગઈ. કનિકા કાવ્યાને કહી રહી હોય છે કે ,,

કનિકા : કાવ્યા તું થાકી ગઈ હોઈશ જા જઈને ફ્રેશ
થઈ જા..

(કાવ્યા આજે કોઈને સાંભળવાની ન હતી. તે
જાણતી હતી કે તેના બંને ભાભી આ વાતને વાળીને દબાવવા માગે છે..)

કાવ્યા : નહી ભાભી આજે હું ચૂપ રહી તો અત્યાર
સુધી તમારી સાથે થયું આવતીકાલે મારી સાથે પણ
થશે જ. તો આજે તો કંઈક બોલવું જ પડશે..

મમ્મી : કાવ્યા બધા મહેમાન જોઈ રહ્યા છે આપણે
પછી શાંતિથી આ બાબત પર વાત કરીશું. અત્યારે તું
જા રૂમમાં અને ફ્રેશ થઈ જા..

કાવ્યા : ના મમ્મી હાલ જ બોલવું પડશે આ વિષય
પર કારણ કે અહીંયા ઉભેલા દરેકના ઘરની અંદર
એક વેદિકા અને કનિકા છે જ..

કાવ્યા : મમ્મી તમે શું કામ કનિકા ભાભીને વેદિકા ભાભીની ગોદ ભરાઇ કરવાની ના પાડી રહ્યા છો..?

મમ્મી : બેટા આ બધા રિવાજો છે તને નહી સમજાય.!

કાવ્યા : મમ્મી આ કુપ્રથાઓ કહેવાય રિવાજ નહીં..

મમ્મી : બેટા કનિકા ખંડિત કુંખની છે. તેનું બાળક જન્મતા પહેલાં જ મૃત્યુ પામ્યું હતું. અને પછી મા બની તો તેને દીકરીને જન્મ આપ્યો. અને હવે ખબર નહીં તે આ પરિવારનો વારસ ચલાવનાર આપી શકશે કે નહીં. અને હવે જો તે વેદિકાની ગોદ ભરાઈ કરશે તો વેદિકા સાથે પણ આવું જ બની શકે છે.. તો આવી ભૂલ ફરીથી ન કરી શકાય.

કાવ્યા : મમ્મી કયા યુગમાં જીવો છો તમે ? બાળક જન્મતા પહેલા મૃત્યુ પામે. તો તેમાં ભાભીનો દોષ છે ?
અને જો આ બાબત પર દોષ જ આપવો હોય તો બની શકે છે કે આપ સૌને સાચવણીમાં પણ કોઈ ભૂલ હોય.
અને મમ્મી ભાભીએ દીકરીને જન્મ આપ્યો તેમાં ભાભીની ભૂલ છે તેમ કહેવા માંગો છે ?

મમ્મી : બેટા તને આવી બધી વસ્તુઓ નહીં સમજાય
હજી તું નાની છે..

કાવ્યા : મમ્મી આવી બધી બાબત તો કુદરતી છે. એ
બધું ક્યાં આપણા હાથમાં હોય છે ?

તેમ છતાં પણ હું એક વાત આજે સાચી કહેવા માંગીશ.
કે સમાજમાં જાણકારીના અભાવના કારણે દરેક ઘરની સ્ત્રી ક્યાંકને ક્યાંક પીડાતી હોય છે ..

દીકરી જન્મે કે દીકરો જન્મે તે નસીબની અથવા
કુદરતી બાબત છે પણ તે છતાં પણ તે બાબત માટે
માત્ર સ્ત્રીને જ દોષ આપવામાં આવતો હોય..જ્યારે કે હકીકતમાં કુદરતે સ્ત્રીઓને સંતાનમાં દીકરાને જન્મ
આપી શકશે કે દીકરીને તેનું ઓપ્શન જ આપ્યું નથી.
આ બાબત માત્રને માત્ર પુરુષોના હાથમાં હોય છે જે કુદરતી છે..

મમ્મી : કાવ્યા તું બહાર વિદેશમા રહીને ભણી છે તેનો
મતલબ એમ નથી કે તો અહીંયા અમારી ઈજ્જત
ઉછાળે.. શરમ કર તું શું બોલી રહી છે ?

કાવ્યા : મમ્મી શરમની મારે જરૂર નથી શરમની જરૂર
તમારે લોકોને છે. કે જેમને પૂરતી જાણકારીનો અભાવ
હોવાના કારણે દરેક ઘરની સ્ત્રીઓ ખોટી રીતે પીડાતી
હોય છે.. સંતાન પ્રાપ્તિ માટે કુદરતે પુરુષને બે ઓપ્શન આપ્યા છે " X અને Y " અને જ્યારે સ્ત્રીઓને માત્ર
એક જ ઓપ્શન હોય છે " X અને X " જ ..

જ્યારે પુરુષ સ્ત્રીને સંતાન પ્રાપ્તિ માટે " X " Chromosome { ગુણસૂત્ર } આપે છે તો
" X થી X " ભળીને દીકરીનો જન્મ થાય
છે અને " Y " chromosome { ગુણસૂત્ર } આપે છે
ત્યારે " X થી Y " ભળીને દીકરાનો જન્મ થાય છે...

સમજો છો ? મારી વાતને કે હું શું કહેવા માગું છું ?
જે બાબત માટે કુદરતે ખૂદે જ સ્ત્રીને ઓપ્શન નથી
આપ્યું તેના માટે થઈને દરેક ઘરની સ્ત્રી જ એકલી શું
કામ પીડા ભોગવે છે .. ?

એક માં જયારે દીકરાને જન્મ આપે કે દીકરીને
જન્મ આપે તેને પ્રસુતિ દરમિયાનનું દુ:ખ પણ કુદરતે
એક સરખુ જ આપ્યું છે.. તેમ છતાં પણ જો દીકરીનો જન્મ થયો તે ભૂલ હોય તો મમ્મી હું પણ તમારા બધા
માટે એક ભુલ જ છું ને ? હું પણ એક દીકરી જ છું.

કાલ ઊઠીને મારા લગ્ન થશે અને મને પણ જો દીકરી
થશે તો મને કોઈપણ ગમે તેમ બોલી શકશે. પછી
મારે પણ બધું જાણવા છતાં ભાભીની જેમ ચુપ રહેવું
પડશે . ભાભી પોતે પણ એક મેડિકલ સ્ટુડન્ટ રહી
ચૂક્યાં છે. તેમને બધી જ વસ્તુઓની ખબર હતી. છતાં
પણ તે ઘરમાં ચૂપ રહી કે ઘરમાં શાંતિ જળવાઈ રહે.
અને ભાભી આ ઘરની વહુ પછીથી બન્યા તે પહેલા તે મારી પડોશમાં રહેતી ખાસ મિત્ર હતી. મેં તેને ખૂબ જ સરસ રીતે ઓળખી છે. કનિકાને હંમેશા હસતી કુદતી ખુશ જોઈ હતી. અને આજે લગ્ન પછી આ બધી બાબતોથી તે બિલકુલ માનસિક રીતે સંકોચાઈ ગઈ છે.

શું લગ્નનો મતલબ આ જ હોય છે ? શું છોકરા થાય કે છોકરી થાય તેનાથી જ ઘર સંસાર ચાલે ?

આ જ તકલીફ ઊભી થવાની હોય તો મારે આજીવન
લગ્ન જ કરવા નથી. હું મારી રીતે મારું જીવન એકલા
વિતાવી લઈશ...

આ બધું સાંભળતાની સાથે જ ત્યાં ઉભેલા દરેકની આંખમાં આંસુ આવી ગયા. અને કાવ્યાની વાતને
વધાવી લીધી અને આજે મમ્મીએ કનિકાની માફી
માંગી. તેને ગળે લગાવી લીધી અને કહ્યું.

મમ્મી : તે મારા દીકરા સાથે ભાગીને લગ્ન કર્યા હતા.
તેનો મારી અંદર થોડો ગુસ્સો હતો.. આજ સુધી અને આજે જે કંઈ પણ બન્યું તેમાં તારો કોઈ દોષ નહોતો છતાં પણ તું ચૂપચાપ બધું સહેતી રહી.. માફ કરી દે બેટા ..

કનિકા : ના ના મમ્મી તમે માફી ના માંગશો તમે
અમારાથી મોટા છો. તમે ઘરના વડીલ છો.. અને ઉલ્ટા
હું તો આજે ખૂબ જ ખુશ છું કે આજે તો મને તમારા રૂપમાં એક " મા "મળી ગઈ ..

અને ઘરમાં ખુશીનો માહોલ છવાઇ ગયો. પછી મમ્મીએ
કનિકાને કહ્યું. બેટા તું જ વદિકાની ગોદભરાઈ કર..
અને ખુશી ખુશીથી બધી રસમ પૂરી થઈ ગઈ..

ત્યાર પછી થોડો સમય વિતતા જ વેદિકા એ જુડવા બાળકોને જન્મ આપ્યો જેમાં એક દીકરો અને એક
દીકરી થઈ....

ઘરમાં બધા જ ખુશ ખુશાલ રહેવા લાગ્યા..

~~~~~~~~~~~THE END~~~~~~~~~~~~

મિત્રો દીકરો થશે કે દીકરી થશે તે વાત મહત્વની નથી. પણ જે પણ બાળક આવતરે છે તે સ્વસ્થ અને તંદુરસ્ત હોય તે જરૂરી છે.

મિત્રો આ સાથે જ હું આ વાર્તા અહીં પૂર્ણ કરું છું આપ સૌને મારી વાર્તા કેવી લાગી તેના માટે આપના અમૂલ્ય પ્રતિભાવ આપીને મને જણાવવા વિનંતી...🙏🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED