" ये दोलत भी लेलो
ये शहोरत भी ले लो ...
भले छीन लो मुजसे
मेरी जवानी ...
मगर मुजको लोटा दो
बचपन का सावन ...
वो कागझ की कस्ती
वो बारिश का पानी ....."
આ સુંદર ગઝલ લગભગ બધાએ સાંભળી જ હશે અને બધાને પસંદ પણ હશે..
ખરેખર બાળપણની યાદો અને તેમાં પણ સ્કૂલની યાદો,, ખરેખર જીવનની આ બધી અમૂલ્ય બાબતો હોય છે..
આમ તો મે નાનપણમાં સ્કૂલમાં ઘણી ધમાલ મસ્તી કરી છે. અને તેમાંની જ એક બાબત હું આજે તમને શેર કરવા માંગુ છું. કે જે મારે નહોતી કરવી જોઇતી..
હું ચોથા ધોરણમાં ભણતી હતી. ત્યારે મારી જ બેંચ પર બેસતી મારી એક મિત્ર હતી.. ( નામ લખવું યોગ્ય નથી.. ).. તેના ઘરમાં તેના પેરેન્ટ્સને કોઈ મેટર હતી. જેના કારણે તે લોકોએ છુટાછેડા લઇ લીધા.. અને તેના માતા પિતા અલગ થઈ ગયા પણ કોઈ કારણસર હવે તે છોકરીની કસ્ટડી તેના પપ્પાને સોંપવામાં આવી હતી.. તેથી આ નાની બાળકીને પોતાની મમ્મીનાથી દૂર કરવામાં આવી હતી. હવે એટલી નાની છોકરી કે જે છતી મા એ " મા " વગર છે. અને તેના પપ્પાએ ટૂંક સમયમાં બીજા લગ્ન કરી લીધા. અને માતા-પિતાના આવા ડિસિઝનથી તે માનસિક રીતે ખૂબ ડિસ્ટર્બ હતી.. તે સ્કૂલમાં કે ક્લાસમાં પણ કોઈની આગળ હસતી બોલતી ન હતી..
ક્યારેક ક્યારેક તે છોકરીને તેની મમ્મી સ્કૂલમાં મળવા આવતી. અને તેના માટે તેનું ભાવતું કઈ ને કઈ ભોજન લઈને આવતી. પણ તે છોકરી જ્યારે પણ તેની મમ્મીને જુએ તો દોટ મૂકીને પોતાની મમ્મીને ચીપકી જતી.
અને તેની માં પણ તેને ખૂબ જ હેતથી ચૂમતી. આ દ્રશ્ય જોઇને તો ક્યારેક ટીચર્સની આંખમાં પાણી આવી જતા હતા.
હવે આ છોકરીની સિચ્યુએશનને ધ્યાનમાં રાખી ક્યારેક તે હોમ વર્ક ના લાવે, કે કોઈ નોટબુક્સ ભૂલી જાય તો પણ તેને કોઈ ટીચર્સ વઢે નહીં. બધા ટીચર્સ તેની પ્રત્યે સહાનુભૂતિ રાખતા હતા..
હવે તેને ટીચર્સ પનિશમેન્ટ ન આપે તે બાબતના લીધે મને થોડી તેની ઈર્ષા થઈ.. એકવાર તે બીમાર થઈ ગઈ. અને બિમાર હોવા છતાં પણ સ્કૂલે આવી હતી.. કારણ કે તેના ઘરમાં તેની " મા " ન હતી. કે તેની દેખભાળ કરી શકે.. તેથી તે રડી રહી હતી. તો હું ગુસ્સામાં તેને બોલી કે...
" જ્યારે હોય ત્યારે શું રડ્યા કર્યા કરે છે ? હોમ વર્ક પણ ઠીકથી કરતી નથી. જ્યારે ત્યારે મમ્મી મમ્મી કર્યા કરે છે.. તારી મમ્મી માત્ર તારાથી અલગ રહે છે. તારી મમ્મી મરી નથી ગઈ સમજી.... "
મારા આવા કડવા શબ્દો સાંભળી તે છોકરી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. અને તેને રડતા જોઇ ટીચર મને સમજાવીને પનિશ કરે છે...
ખરેખર તે છોકરીની આગળ મેં આવા કડવા શબ્દો બોલ્યા. તેના માટે ટીચરે જે પનિશમેન્ટ આપી હતી તે ઘણી ઓછી કહેવાય...
કદાચ મારી પાસે મમ્મી હતી. તેથી તેની પીડાને હું સમજી શકી ન હતી. જેના કારણે એવી ભૂલ કરી હતી.. મને તો હાલ પણ " મા " વગરની જિંદગી કેટલી અધૂરી લાગે છે. તો તે તો નાની બાળકી હતી.. શું વીતી હશે
" મા " વગર તેના પર...!
આ બાબત આજે માતા-પિતાને ખોયા પછી સમજમાં આવે છે. કે દુનિયામાં દરેક સુખ પૈસા ખર્ચે મળી જશે પણ " મા "ની મમતા અને પિતાની હુંફ ક્યારેય ફરી નહીં મળે..
{ આજે એક વસ્તુ બીજી પણ સમજાય છે કે પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં જ્યારે પતિ પત્ની અલગ થાય છેને તો માત્ર પતિ પત્ની જ અલગ નથી થતા. અને માનસિક રીતે માત્ર પતિ પત્ની જ નથી તૂટતા.. પણ પોતાના સંતાનોને અલગ કરે છે. અને જાણેઅજાણે તે લોકોને પણ માનસિક રીતે તોડી રહ્યા હોય છે.. કદાચ આવા સમયમાં પોતાની ઉલજનોમાં એવા ઉલજી જાય છે કે બાળકોની મન:સ્થિતિથી બધા અજાણ્યા રહી જાય છે. }
જલ્દીથી સ્કૂલના બીજા કિસ્સા લઈને હાજર થઈશ ધન્યવાદ... 🙏
અમી...