દુકાન - Movie Review Khyati Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દુકાન - Movie Review

 ભારતની સરોગસી કેપિટલ આણંદના સરોગસી હોમના પ્લોટ પર તૈયાર થયેલી ફિલ્મ અને સરોગસી શબ્દની વ્યાખ્યાને બદલતી ફિલ્મ "દુકાન" જેમાં અરજીતસિંઘનું "મોહ ન લાગે" તો જયારે સુનિધિ ચૌહાણ, વિશાલ દદ્લાની, ભૂમિ ત્રિવેદી અને ઓસામણ મીરના હોળીના ગરબા ગુજરાતીઓના દિલ જીતશે.

 

ખ્યાતિ શાહ

khyati.maniyar8099@gmail.com

 

સરોગસી શબ્દ સાંભળતા જ પહેલા તો એવું થાય કે આપણા સમાજમાં કેટલું શક્ય છે? શોભે કંઈ? લોકો શું કહેશે ? ચાલશે બાળક નહીં થાય તો, પણ સરોગસી તો નહીં જ. જોકે, આ માન્યતા હવે બદલાઈ રહી છે. ગુજરાતના આણંદમાં દેશના સૌથી મોટા સરોગસી સેન્ટરની વાત કરીએ તો તેના થકી ભારત સહીત ત્રીસ દેશના પરિવારોને સંતાન સુખ મળ્યું છે. એટલું જ નહીં આણંદને ભારતનું સરોગસી કેપિટલ પણ કહેવામાં આવે છે. આ જ સરોગસી સેન્ટર અને તેની એક સરોગેટ મધર પર આધારિત ફિલ્મ દુકાન આગામી તારીખ 5 એપ્રિલે રિલીઝ થઇ રહી છે.

 

આ સ્ટોરી લાઈન પર બોલીવુડમાં અન્ય ફિલ્મો પણ આવેલી છે. જેમાં શબાના આઝમીની દૂસરી દુલ્હન, સલમાન ખાન, રાની મુખર્જી અને પ્રીતિ ઝિન્ટાની ચોરી ચોરી ચુપકે ચુપકે, આયુષ્માન ખુરાનાની વિકી ડોનર અને 2022માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને કરીના કપૂરની ફિલ્મ ગુડ ન્યુઝનો સમાવેશ થાય છે. વાત ફિલ્મ દુકાનની કરીએ તો આ ફિલ્મ બનાવવાનો વિચાર ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર સિદ્ધાર્થ સિંહ અને ગરિમા વહાલને 2010માં આવ્યો હતો. જેની સ્ક્રીપટ લખવાની શરૂઆત 2015માં થઇ હતી. ખરેખર તો ફિલ્મ 2022માં જ રિલીઝ કરવાની હતી. પરંતુ અગમ્ય કારણોના લીધી ફિલ્મ હવે, 5મી એપ્રિલ 2024ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર બેલડી સિદ્ધાર્થ અને ગરિમાએ આ પહેલા રામલીલા, રાબતા અને ટોયલેટ એક પ્રેમ કથા જેવી ફિલ્મો આપી છે. ફરી એક વખત સિદ્ધાર્થ અને ગરિમાએ રીયલ લાઇફ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. જેનું પ્રોડક્શન વેવબેન્ડ અને કલમકાર પિક્ચર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની ખાસિયત એ છે કે, રાઇટર સિદ્ધાર્થ અને ગરિમાએ ફિલ્મની સ્ક્રીપટની સાથે સાથે તેના ગીતો પણ લખ્યા છે. જેને સંગીત આપી સ્વરબદ્ધ કર્યા છે શ્રેયસ પૂર્ણીકે. ફિલ્મનું ગીત મોહ ના લાગે જે અરજીતસિંઘે ગયું છે. જેને ચાહકો દ્વારા ખુબ જ પ્રેમ આપવામાં આવ્યો છે.

ફિલ્મ દુકાનનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. ત્રણ સપ્તાહના ટૂંકા ગાળામાં જ ફિલ્મના ટ્રેલરને 80 લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે. એક ગુજરાતી મહિલા પર આધારિત ફિલ્મ હોય અને તેમાં ગરબા ન હોય તો ન ચાલે. ગીતના હિન્દી બોલ સાથે ગરબા રમતી સરોગેટ માતાઓ જોવા મળે છે. જે હોળીના દિવસના ગરબાના ગીતને સુનિધિ ચૌહાણ, વિશાલ દદ્લાની, ભૂમિ ત્રિવેદી અને ઓસામણ મીર સ્વરબધ્ધ કર્યું છે.

 

ફિલ્મની વાર્તા જાસ્મીન પટેલ (મોનીકા પવાર), સુમેર (સિકંદર ખેર)ની આસપાસ જ વાર્તાના પ્લોટ રચવામાં આવ્યા છે. ફિલ્મમાં જાસ્મીન પટેલ એક ગુજરાતી મહિલા છે જે પરણિત છે અને તેને સરોગસી માટે તૈયાર કરવામાં આવ છે. ફિલ્મ વિષે ગરિમા વહાલે જણાવ્યું હતું કે, 2010માં દુકાનનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ આણંદના સરોગસી સેન્ટરની મુલાકાત લીધી અને પછી 2015માં ફિલ્મની સ્ક્રીપટ લખવાની શરૂઆત થઇ. સરોગાસી હોમની મુલાકાત સમયે ત્યાં 50થી 60 સગર્ભા સ્ત્રીઓ રહેતી હતી. જેમની સાથે વાત કરી અને માહિતી મેળવી. જે તમામ માહિતીનો ઉપયોગ કરી અમે સ્ક્રીપટ તૈયાર કરી છે. સ્ક્રીપટ સારી હતી પરંતુ એક પરિણીત મહિલા જ સરોગેટ મધર બની શકે તેથી તેની માટે મુખ્ય નાયિકા શોધવી અમારા મારે ઘાસના ઢગલામાં સોઈ શોધવા જેવું હતું. અનેક સાથે વાત કરી અંતે જાસ્મીન પટેલના રોલ માટે મોનીકા પવારે તૈયાર બતાવી અને પછી શરૂ થઇ સરોગેટ મધરની સ્ટોરી. અતૂટ હિંમત અને સહાનુભૂતિથી સાથે જાસ્મિનની સરોગેટ મધર બનાવની સફરની શરૂઆત થાય છે. જેનો અંત શું આવશે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે પરંતુ ફિલ્મમાં જાસ્મીનના સરોગેટ મધર તરીકેની સફરમાં આવતા ઉતાર ચઢાવની વાતને સુંદર રીતે વણી લેવામાં આવી છે.

 

"દુકાન" ફિલ્મના સ્ટારકાસ્ટ

મોનીકા પવાર - જાસ્મીન પટેલ

સિકંદર ખેર - સુમેર

ઇન્સાન અશરફ

સોહમ મજમુદાર - અરમાન

વ્રજેશ હીરજી - પ્રમોદ ત્રિવેદી

મોનાલી ઠાકુર - દિયા