એક્સટ્રા મેરિટલ અફેર Mr Gray દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક્સટ્રા મેરિટલ અફેર

પ્રેમ , લગ્ન અને સેક્સ , આ ત્રણેય અલગ અલગ છે. ત્રણેય ને એક સમજવાની ભૂલ ના કરવી. પ્રેમ માં લગ્ન હોય શકે અને લગ્ન માં પ્રેમ હોય શકે, એ જ રીતે પ્રેમ માં સેક્સ હોય શકે અને સેક્સ માં પ્રેમ હોય શકે. લગ્ન વગર પણ પ્રેમ હોય શકે અને લગ્ન હોય તો પણ પ્રેમ ના હોય શકે, તેવી જ રીતે પ્રેમ વગર પણ સેક્સ થઇ શકે અને સેક્સ હોય તો પણ પ્રેમ ના હોય શકે.

પ્રેમ એ વર્તમાન ઘટના છે. એટલે જ પ્રેમ માં એવું કહેવાય કે "હું તને પ્રેમ કરું છું", "હું તને ચાહુ છું". અને અંગ્રેજી માં પણ પ્રેમ નો ઇજહાર "I Love You " કહી ને થાય છે. આ તમામ વાક્યો વર્તમાન કાળ ના વાક્યો છે. આપણે ક્યારેય એવું નથી કહેતા કે "I will love you " કે " i will always love you "

આપણે નાનપણ થી સાત જન્મો ના પ્રેમ નો કોન્સેપટ સાંભળતા આવ્યા છીએ એટલે આ વાત કદાચ કડવી લાગે , પણ પ્રેમ ની આ જ વાસ્તવિકતા છે કે પ્રેમ એક વર્તમાન ક્ષણ છે. I love you એટલે કે હું તને અત્યારે આ ક્ષણે પ્રેમ કરું છું. પ્રેમ એક એવી લાગણી છે કે તેની અવસ્થા કેટલો સમય ચાલશે એ કોઈ કહી ના શકે . 

આ પૃથ્વી પરનો કોઈ પણ માણસ એવું પ્રોમિસ ના આપી શકે કે એ અત્યારે જે અનુભવે છે એ આખી જિંદગી માટે અનુભવાશે, અત્યારે જેવો પ્રેમ છે એવો પ્રેમ હરહમેંશ રહેશે. 

શરૂઆત માં પ્રેમ એક ક્ષણ હોય છે, પછી એ ક્ષણ ની એક અવસ્થા હોય છે અને એ અવસ્થા પછી પરિસ્થિતિ માં પરિણમે. આ પરિસ્થિતિ લગ્ન , લિવ ઈન રિલેશનશિપ, અફેર, કે કોઈ ટાઇટલ/નામ કે વ્યાખ્યા વગર નો સબંધ પણ હોય શકે. જો પ્રેમ એ વર્તમાન ઘટના હોય, ભવિષ્ય ની કોઈ ગેરેન્ટી ના હોય, આ ક્ષણે પ્રેમ છે અને આવનારી કોઈ ક્ષણે નહિ હોય એવું જ હોય તો લગ્ન શું છે ? 

લગ્ન એ પ્રેમ ની પરિસ્થિતિ છે . લગ્ન ના શરૂઆત ના સમય માં પ્રેમ ની અવસ્થા હોય છે જે આપણે સહુ જાણીએ છીએ કે શરૂઆત ના સમય માં આપણે સહુ કેવું ફીલ કરતા હોઈએ છીએ. પછી એ અવસ્થા એક પરિસ્થિતિ બની જાતિ હોય છે, એ પરિસ્થિતિ માં પ્રેમ કરતા મિત્રતા વધુ હોય છે. 

બે વ્યક્તિ વચ્ચે ની મિત્રતા જ લગ્ન જીવન ને મધુર બનાવે છે. અને એ મિત્રતા છે કે જે લગ્ન ને લાંબો સમય કે આજીવન ટકાવી રાખે છે, બાકી પ્રેમ ની અવસ્થા તો ક્યારનીય પૂર્ણ થઇ ગઈ હોય છે. પ્રેમ માં વોરંટી ગેરંટી ના હોય , જે તે ક્ષણ ને જીવવાની હોય.

સેક્સ અંગેની સૌથી લોકપ્રિય ગેરસમજ એ છે કે, એને પ્રેમ ગણવામાં આવે છે. સેક્સ અને પ્રેમ ના આવા ખોટાં સમીકરણે ઘાણાંખરા અનર્થો સર્જ્યાં છે.

સેક્સ એ પ્રેમની અભિવ્યક્તિ હોઇ શકે. પ્રેમમાં સેક્સ હોય એ સ્વીકાર્ય પણ માત્ર પ્રેમમાં જ સેક્સ હોય એ અસ્વીકાર્ય અને અપાકૃતિક વિચાર છે.

સેક્સ ને લાગણી, મૈત્રી, સમર્પણ, પ્રેમની સચ્ચાઈ કે માત્ર પ્રાકૃતિક આવેગવશ જરૂરિયાત સાથે જોડી શકાય એ વાતને લગભગ આદર્શ ગણીને સમાજ બાજુ એ હડસેલતો રહ્યો છે અને સેકસને માત્ર લગ્નમાં બાંધી દીધું છે.

સેક્સ અને પ્રેમ એ બન્ને અલગ અલગ છે. પ્રેમ એ હૃદય થી થતી લાગણી છે જયારે સેક્સ એ શારીરિક જરૂરિયાત કે ભૂખ છે.

હવે સવાલ એ થાય કે જો આપણને એક વ્યક્તિ થી જ પ્રેમ છે, એ વ્યક્તિ આપણને ખુબ પ્રેમ કરે છે, આપણને ખુબ ખુશ રાખે છે તો પણ આપણને બીજા માટે કેમ આકર્ષણ થાય છે ? ને આપણને એ પણ ખબર છે કે આ આકર્ષણ એ પ્રેમ નથી, એ માત્ર એક આવેગવશ થતું આકર્ષણ છે. પણ આવું કેમ થાય છે?

આપડે બધા એવું માની લઈએ છીએ કે કોઈ એક વ્યક્તિ જોડે આપણને પ્રેમ થઇ જાય એટલે બીજા માટે  આપણને ફીલ ના થવું જોઈએ .

અને પછી જો બીજા માટે આપણને એટ્રેક્શન, અફેકશન, ક્રશ કઈ પણ ફીલ થાય તો  આપણને ગિલ્ટી (દોષભાવના) થાય કે  કેમ મને બીજા  માટે આકર્ષણ થાય છે?

આ પૃથ્વી પર ભગવાન એ જેટલા પણ સજીવ બનાવ્યા છે  એ બધા જ પોલીગામી  એટલે કે એક કરતા વધારે  સેક્સ પાર્ટનર વાળા છે.

તમે તમારી જાતે જોઈ લ્યો .. માણસ સિવાય બીજા એક પણ જીવ માં એવું નથી કે એક ને જ પ્રેમ કરી શકે, અને માણસ માં પણ પુરુષ પ્રધાન સમાજ રચના પહેલા આવું નહોતું જ.

આપણને ગિલ્ટી કેમ ફીલ થાય છે? કેમ કે આપણે એકદમ આદર્શ વિચારો પ્રમાણે  આપણી પોતાની જાત ને જજ કરીએ છીએ. બાળપણ થી શીખવવા માં આવેલા ને મગજ માં ફિટ બેસાડી દીધેલા આદર્શ વિચારો અને આપણી પોતાની વાસ્તવિકતા બંને તદ્દન વિરોધાભાસી છે.

જીવન માં કયારેય ખોટું ના બોલવું  જોઈએ , હંમેશા સત્ય જ બોલવું. આ એક બહુ જ સારો વિચાર છે, આદર્શ  જીવન નો આદર્શ વિચાર.

પણ શું જિંદગી એવી રીતે જીવી શકાય છે?

આદર્શ વિચારો ખાલી બોલવા માં બહુ સારા લાગે, રીયલ લાઈફ માં નથી ચાલતા, આદર્શ વિચાર એવો છે કે એક જ વ્યક્તિ ને પ્રેમ કરવો જોઈએ અને એક જ વ્યક્તિ જોડે સેક્સ કરવું જોઈએ, પણ  ભગવાન એ આપણું શરીર એ રીતે બનાવ્યું છે કે આપણને એક કરતા વધારે વ્યક્તિ જોડે સેક્સ કરવાનું મન થાય.

એક કરતા વધુ પાર્ટનર માટે ની ચાહના સમજવા શરીર ની ભૂખ નું એક ઉદાહરણ આપીશ. ડોમિનોઝ ના પીઝા તમારા સૌથી વધુ ફેવરિટ છે, છતાં પણ આપણને ક્યારેક ક્યારેક પાણીપુરી, મંચુરિયન, વડાપાંવ, બર્ગર વગેરે નવી નવી વાનગી ના સ્વાદ ને માનવ નો ચસ્કો લાગે છે. તો એનો મતલબ એવો તો નથી કે હવે આપણને પીઝા પસંદ નથી ? ડોમિનોઝ ના પીઝા આપણા ફેવરિટ છે ને છતાં તમે મેક-ડોનાલ્ડ નું બર્ગર ખાવ તો શું હવે પીઝા ખરાબ થઇ ગયા ? કોઈ એક ની લીટી મોટી કરવા બીજી લીટી ને ભૂંસી નાખવાની માનસિકતા ત્યજવી પડશે.

સાથે સાથે એ પણ સ્વીકારી લઈએ કે કેળા ના વૃક્ષ પર માત્ર કેળા જ આવશે, કેરી, પપૈયું, દાડમ, સફરજન, જમરૂખ, લીંબુ, દ્રાક્ષ, એવા અલગ અલગ ફળ માટે અલગ અલગ વૃક્ષ પાસે જ જવું પડશે કે વાવવા પડશે.


પુરુષ ના એક્સટ્રા મેરિટલ અફેર અંગે ખુબ બધી વાતો થઇ છે, ખુબ બધું લખાયું છે, ઓલ મેન આર ડોગ્સ થી લઇ ને એ તો પુરુષ છે ને પુરુષ તો લફરાં કરે ત્યાં સુધી એટલું બધું લખાય ચૂક્યું છે કે આજે આપણા સમાજ માં પુરુષ ના એક્સટ્રા મેરિટલ અફેર ઘણું નોર્મલ થઇ ગયું છે ને મહદંશે સમાજે સ્વીકારી પણ લીધું છે.

પણ જો કોઈ સ્ત્રી નું એક્સટ્રા મેરિટલ અફેર હોય તો આ જ સમાજ ઉપહાપ મચાવે છે જાણે આકાશ તૂટી પડ્યું હોય. એક્સટ્રા મેરિટલ અફેર ઘણી વાર લાગણી પ્રધાન એટલે કે પ્રેમ માટેના હોય છે તો ઘણી વાર શારીરિક આકર્ષણ પ્રેરિત સેક્સયુઅલ પણ હોય છે. સ્ત્રી દ્વારા પ્રેમ ની લાગણી માટે ના થતા એક્સટ્રા મેરિટલ અફેર ને જસ્ટિફાય કરવા પણ ખુબ બધું લાગણીશીલ લખાયું છે, જેમાં કશું જ ખોટું નથી. પણ જો આ સબંધ શારીરિક આકર્ષણ પ્રેરિત હોય તો સમાજ તરત એ સ્ત્રી ને કુલટા , વેશ્યા , ચાલુ , ચારિત્ર્યહીન, જેવા લેબલ લગાડી દે છે.

પ્રેમ માટે કરવા માં આવતા એક્સટ્રા મેરિટલ અફેર ની પાછળ સ્ત્રી ની માનસિકતા, મનોસ્થિતિ વિષે ખુબ સુંદર રીતે ઘણું સારું લખાયું છે પણ શારીરિક આકર્ષણ પ્રેરિત થતા એક્સટ્રા મેરિટલ અફેર પાછળ સ્ત્રી ની માનસિકતા, મનોસ્થિતિ અને મનોવ્યથા માટે કદાચ લખાયું જ નથી, અથવા ખુબ નહિવત પ્રમાણ માં ચર્ચા થઇ છે.

આપણા સમાજ માં સેક્સ વિષે એટલું બધું નેગેટિવ થીંકીંગ છે કે આપણા સહુ નો ઉછેર જે રીતે થયો છે , પુખ્ત ઉમર એ પહોંચતા આપડે બધા એવું માનવા લાગતા હોઈએ છીએ કે સેક્સ એ પાપ છે. સેક્સ એ કશું ખોટું ખરાબ કે પાપ હોવાની ગેરસમજણ અને સેક્સ ના લીધે થતી બદનામી ના ડર ના કારણે ઘણી બધી ગર્લ્સ લગ્ન પેલા ક્યારેય સેક્સ નો અનુભવ કરવાની હિમ્મત કરતી જ નથી હોતી .

અને કોઈ ગર્લ એ લગ્ન પેલા સેક્સ કર્યું હોય તો એમાં પણ મેજોરીટી કેસીસ માં પ્રેમી સાથે લવ ની ફીલિંગ માં થયું હોય એટલે એ સેક્સ માં ખુબ બધી શરમ હોય . મેરેજ પેલા ગર્લ ની સેક્સ અંગે ની શરમ છૂટે નહિ અને શરમ ના કારણે સેક્સ ને માત્ર એક સેક્સ તરીકે ક્યારેય એન્જોય કર્યું જ ના હોય . શરમ સાથે થતું સેક્સ પ્રેમ ના એકરાર જેવું પ્રેમાળ હોય , તોફાની અને વાઈલ્ડ (કામુક) ના હોય .

 પ્રેમ ની લાગણી રૂપે શરમ સાથે થયેલું સેક્સ અને માત્ર એન્જોય માટે થયેલા સેક્સ માં બાફેલી દૂધી ના સાત્વિક ભોજન અને મસાલેદાર કાઠિયાવાડી જમણ જેટલો ડિફરેન્સ છે . સેક્સ એ સંપૂર્ણ નગ્ન થઇ ને થતી ક્રિયા છે , જો એને સાચી એન્જોય કરવી હોય તો મગજ થી પણ સાવ નાગા એટલે કે એકદમ બિન્દાસ બેશરમ બનવું પડે અને એવું હસબન્ડ (પતિ) આગળ બની શકાય નહિ .

જો કોઈ પણ પરણિત સ્ત્રી એના પતિ આગળ એકદમ બેશરમ બને , એકદમ વાઈલ્ડ બની ને સેક્સ કરે તો તરત જ તેનો પતિ એને જજ કરશે કે એની પત્ની કેવી છે ?

જજ કર્યા પછી તરત જ શંકા કરશે કે એની વાઈફ ને આવી બધી કેમ ખબર છે ?? આવું બધું કોણ શીખવાડે છે એને ?? મેરેજ હોય કે લવ રિલેશનશિપ , બંને માં દરેક સ્ત્રી ને પોતાના પતિ કે પ્રેમી/બોયફ્રેન્ડ આગળ એક સારી ઇમેજ રાખવી હોય છે , એના પતિ કે બોયફ્રેન્ડ આગળ એની રિસ્પેક્ટ જતી ના રહે એનો સતત એક ડર હોય છે , એ કઈ પણ કરે એની પાછળ ડાયરેકટલી કે ઈન્ડાયરેક્ટલી એક વિચાર કન્નેકટેડ તો હોય જ છે કે એનું આવું કરવાથી એનો હસબન્ડ કે બોયફ્રેન્ડ ને એના માટે ની રિસ્પેક્ટ ઓછી તો નહિ થઇ જાય ને .

પણ લગ્ન પછી સેક્સ કરવાની ફ્રીક્વન્સી વધી જાય છે , જેના લીધે ધીમે ધીમે ગર્લ ની શરમ છૂટતી જાય છે અને શરમ છૂટતા ગર્લ ની સેક્સ માટે ની ભૂખ ધીમે ધીમે વધતી જાય છે . લગ્ન પછી સ્ત્રી ની કામાંગ્ની વધારે પ્રજવલ્લિત થાય છે એવો ઉલ્લેખ કામસૂત્ર માં પણ છે . લગ્ન પછી સ્ત્રી ની સેક્સ માટે ની ભૂખ ખુબ જ વધારે વધે છે જેને સંતુષ્ટ કરવા માટે સ્ત્રી એ વાઈલ્ડ બનવું ખુબ જ જરૂરી છે પણ પોતાના પતિ આગળ પોતાની રિસ્પેક્ટ સાચવી રાખવા એ અંદર થી જેવી વાઈલ્ડ અને તોફાની (naughty છે એવું બહાર બિહેવ કરી શક્તિ નથી .

સ્ત્રી ની કામાંગ્ની વધારે ને વધારે પ્રજ્વલ્લીત થાતી જાય પણ એની આગ મુજબ ની સંતુષ્ટિ મળે નહિ કેમ કે એ ખુલી ને વાઈલ્ડ બની શકતી ના હોય . જેમ વેદ માં કહ્યું છે તેમ નદી નું પાણી અને સ્ત્રી ની કામાંગ્ની એનો રસ્તો કરી જ લે છે , તેવી રીતે સ્ત્રી ક્યાંક સરનામાં વગર ની ટપાલ શોધી જ લે છે કે જ્યાં એ ખુલી ને વાઈલ્ડ બની શકે , કોઈ શરમ સંકોચ વગર વાઇલ્ડલી સેક્સ કરી શકે બિન્દાસ .

આ સરનામાં વગર ની ટપાલ એનો દિયર કે કોઈ જૂનો ફ્રેન્ડ કે હસબન્ડ નો ફ્રેન્ડ કે કોઈ દૂર નું રેલેટીવ કે કોઈ ઓનલાઈન ફ્રેન્ડ કે કોઈ સાવ અજાણ્યો સ્ટ્રેન્જર વ્યક્તિ કોઈ પણ હોઈ શકે ,.. પરણિત સ્ત્રી ને એવી વ્યક્તિ જોઈતી હોઈ છે કે જ્યાં કોઈ એક્સપેક્ટશન્સ કે ડિમાન્ડ ના હોય , કોઈ જજમેન્ટ્સ ના હોય એના વિષે , જ્યાં સબંધ ના બંધન ના હોય, જ્યાં એ કોઈ પણ ડર વગર એની અતૃપ્ત કામાગ્નિ ને તૃપ્ત કરી શકે , જ્યાં એ બેશરમ બની શકે .  

આપણે એક બીજી દલીલ બહુ સાંભળીએ છીએ કે પ્રેમ અને લાગણી વગર સેક્સ કેવી રીતે કરી શકે કોઈ ? જો લગ્ન બાહ્ય સબંધો પ્રેમ ના સબંધ નથી અને માત્ર શારીરિક સબંધ છે તો કોઈ માણસ લાગણી , એટેચમેન્ટ કે પ્રેમ વગર શારીરિક સબંધ કેવી રીતે બનાવી શકે ? ખરેખર તો આ માન્યતા જ ખોટી છે કે લગ્ન બાહ્ય સબંધ માં કોઈ લાગણી હોતી નથી. તમે પ્રેમ ના અલગ અલગ સ્વરૂપ તો જોયા જ હશે જેવા કે પતિ પત્ની નો પ્રેમ, માતા પિતા નો પ્રેમ , ભાઈ બહેન નો પ્રેમ, બેસ્ટ ફ્રેન્ડ નો પ્રેમ , જસ્ટ ફ્રેન્ડ નો પ્રેમ, દરેક સબંધ માં દરેક વ્યક્તિ માટે નો પ્રેમ અલગ અલગ હોય છે. આ દરેક વ્યક્તિ અને સબંધ ના પ્રેમ કરતા પ્રેમિકા અને પ્રેમી નો પ્રેમ અલગ હોય છે, તો શું એની અર્થ એ થયો કે તમારા માતા પિતા કે ભાઈ બહેન તમને પ્રેમ નથી કરતા ? એવી જ રીતે લગ્ન બાહ્ય સબંધો માં પણ એક લાગણી, એટેચમેન્ટ અને ફિલિંગ તો હોય જ છે. સેક્સ ની પણ એક ફિલિંગ છે જેને આપણે સાદી ભાષા માં કદાચ એક આકર્ષણ, એક્ષાઈમેન્ટ કહીએ છીએ. કોઈ વ્યક્તિ સાથે સેક્સ કરવા માટે સૌથી વધુ જરૂરી હોય છે એ વ્યક્તિ પર તમારો વિશ્વાસ, એ વ્યક્તિ સાથે તમે કેટલું કમ્ફર્ટેબલ ફીલ કરો છો, કેટલા બિન્દાસ બેશરમ બની શકો છો. કમ્ફર્ટ હશે તો જ તમે આગળ વધી શકશો.

લગ્નેત્તેર જાતીય સંબંધોમાં પતિ-પત્ની વચ્ચેની "વફાદારી" ને ખલેલ પહોંચે છે એ ખરૂં, પણ તેથી પ્રકૃતિની લીલામાં કોઈ જ ખલેલ નથી પહોંચતી કે પાપ થાતું નથી, આ મુદ્દા પર પતિ-પત્ની એ 'વફાદારી' ની વ્યાખ્યા ઘડવાની રહે છે. વફાદારી એક પક્ષી ન જ હોઈ શકે. ટુંક માં આ અંગે પતિ-પત્ની એ સાથે મળીને વિચારવું જોઈએ અને સાથે રહેવું કે છુટાં પડવું તે નક્કી કરવું પડે. એમાં સમાજે ઊહાપોહ મચાવવાની કે વચ્ચે પડવાની જરૂર નથી. એવાં પણ યુગલો હોઈ શકે, જે આ અંગેની છુટછાટ અંગે પણ એકબીજાની સંમતિપુર્વક નિર્ણય લે અને પાળે. પત્નીના બૉયફ્રેન્ડનો અને પતિની ગર્લફ્રેન્ડનો સ્વીકાર કરનારા પતિ-પત્ની વચ્ચે વફાદારી નથી એમ ના કહી શકાય.

ઘણાં યુગલો પરસ્પર સંમતિથી એકબીજાને જાતીય મૈત્રી સંબંધ રાખવાની છુટ આપે છે તો ઘણાં યુગલો પરસ્પર સંમતિથી અન્ય પરિચીત યુગલો સાથે તંદુરસ્ત સમુહ સેક્સ (ગ્રુપ સેક્સ) માણે છે તો એમાં કશું જ અપવિત્ર કે અપાકૃતિક નથી.

વફાદારીની પુર્વશરત છે- નિખાલસતા. છેતરપીંડી અને વફાદારી વચ્ચે મેળ ના પડે. તંદુરસ્ત સમાજે "ચારિત્ર્ય" ને નિખલસતા, પ્રામાણિકતા સાથે જોડવું જોઈએ, કેવળ સેક્સ સાથે નહીં. ટુંકમાં એટલું જ કહી શકાય કે પરસ્પર સંમતિથી થતાં જાતીય સંપર્કો/સંબંધો અંગે સમાજ એ ઉદાર વલણ અપનાવું જોઈએ અને એ પ્રશ્ન જે તે વ્યક્તિઓ પર છોડી દેવો જોઈએ. ચોમાસાની ઋતુમાં ઘરની બારીએ બેસી વરસતાં વરસાદનું સંગીત અને ભીની માટીની સુગંધ માણવું એ પણ એક મજા છે. પણ ભીંજાયા વગર, કશા શ્રમ વગર વરસાદને માણવાંના એ સુખથી કંટાળીને ક્યારેક માણસ બારી છોડી ખુલ્લાં પગે ઘરની બહાર દોડી જાય, મન ભરી ભીંજાય, અને દોડ્યાં પછી હાંફતા હાંફતા લેવાતાં ભારે શ્વાસોમાં ભીની માટીની ખુશ્બુ પીવે અને આનંદથી ઝુમી ઊઠે તો એમાં કશું ખોટું નથી.

લગ્નપહેલાં/લગ્નવિનાં કે લગ્નેત્તર સંબંધોને સમાજે આ દ્રષ્ટિથી જોવાં જોઈએ. સતત સુખથી કંટાળી ને શ્રમમાં મજા પડે એવો રોમાંચ કે આનંદ મેળવવાનો દરેક માણસને અધિકાર છે. જે સેક્સમાં સંમતિ-સુચક એકમકતા (mutuality) હોય તે સામાજીક દ્રષ્ટિએ (દંભી સામાજીક દ્રષ્ટિએ) ગુનો હોઈ શકે, પણ પાપ ના હોઈ શકે. ગુનાનો સંબંધ દેશ અને કાળ પ્રમાણે સતત બદલાતાં સામાજીક રીતરિવાજો અને કાયદાઓ સાથે છે. ગુના અને પાપ વચ્ચેનો આ સંબંધ સમજી રાખવા જેવો છે.

માણસની પ્રકૃતિદત્ત ઝંખનાઓનો મધુર ગુંજરાવ સેક્સ થકી પ્રગટ થતો જણાય છે. મારી નમ્ર માન્યતા પ્રમાણે સેક્સને લલિતકલાનો દરજ્જો પ્રાપ્ત થવો જોઈએ. આપણાં પૂર્વજો સેક્સને (કામને) લલિતકલાનો દરજ્જો આપી શકેલાં એટલે જ તો કામસુત્ર, શૃંગાર-શત્તક અને મેઘદુત જેવાં કાવ્યો હિદુંસ્તાનમાં રચાયાં છે. રામાયણ થી મહાભારત સુધીનાં ગ્રંથોમાં વિશાલપ્રચુર વર્ણનો જોવા મળે છે. 
જો પતિ પત્ની બંને એક બીજા સાથે ખુલ્લા દિલે આ અંગે ચર્ચા કરી ને એક બીજા ના શરીર ની આ હકીકત સ્વીકારી શકે તો બંને એક બીજા ને સ્વતંત્રતા આપી શકે છે.

જેવી રીતે આપણા શરીર નું આ સત્ય છે કે આપણે આપણા પતિ કે પત્ની ને ગમે એટલો પ્રેમ કરતા હોઈએ તો પણ બીજા જોડે સેક્સ કરવાનું મન થાય જ એવી જ રીતે પ્રેમ નું પણ એ સત્ય છે કે પ્રેમ માં આપણને ઈર્ષ્યા થાય, આપણે જેને પ્રેમ કરતા હોઈએ એ કોઈ બીજા જોડે સેક્સ કરે તો એના થી આપણે દુઃખ થાય જ.

કેમ કે પ્રેમ માં જેલસી અને પઝેસીવનેસ હોય જ. પણ આપણને દુઃખ કે હર્ટ ત્યારે જ થાય જયારે આપણે એવું કશું જાણીએ. કહેવત છે ને કે બધું જાણ્યા નું દુઃખ છે. માટે પતિ પત્ની એ એવી વ્યવસ્થા અનુસરવી જોઈએ કે બંને એક એક બીજા ની પર્સનલ સ્પેસ માં દખલગીરી કરવાની નહિ, કોઈએ એક બીજા ના આવા અફેર વિષે જાણવાની કોશિશ કરવી નહિ. શરૂઆત માં થોડું અઘરું લાગી શકે પણ થોડાક જ સમય માં બંને એ આ સ્વતંત્રતા એકદમ સહજ - નોર્મલ લાગવા માંડશે જેવી રીતે પતિ નું એના ફ્રેન્ડ્સ જોડે ક્રિકેટ રમવા જવું અને પત્ની ની એની ફ્રેન્ડ્સ જોડે કીટી પાર્ટી કે નાઈટ આઉટ માટે જવું.

એક્સટ્રા મેરિટલ અફેર માં મને કશું ખોટું નથી લાગતું જ્યાં સુધી તેની પાછળ નો આશય કોઈ વ્યક્તિગત હાનિ પહોંચાડવાનો નથી હોતો.

અને જે લોકો આ સ્વીકારી ના શકે એમના માટે ચોરી છૂપું બધું ચાલે જ છે. સ્વીકારી શકો તો ખુલ્લે આમ ને અને સ્વીકારી ના શકો તો છાનું છૂપું ચાલ્યા કરશે જ્યાં સુધી માણસ જિંદગી જીવતો રહેશે . કેમ કે આ જ હકીકત છે જીવન ની. 


  - અજ્ઞાત.69