The Author Dr.Chandni Agravat અનુસરો Current Read ત્રિભેટે - 8 By Dr.Chandni Agravat ગુજરાતી ક્લાસિક નવલકથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books લખપત - એક ભૂલાએલો ઇતિહાસ ફરે તે ફરફરે - 53 ફરે તે ફરફરે - ૫૩ "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ... શ્રીનિવાસ રામાનુજન ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 36મહાનુભાવ:- શ્રીનિવાસ રામા... ભાગવત રહસ્ય - 147 ભાગવત રહસ્ય-૧૪૭ મહાત્માઓ આ વાત જાણે છે-કે-સંકેતથી,પરિહાસથી... લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-28 લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-28 ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Dr.Chandni Agravat દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ કુલ એપિસોડ્સ : 22 શેયર કરો ત્રિભેટે - 8 (4) 824 1.7k 1 પ્રકરણ 8એ ધડાકો એ પાંચ લોકોનાં દિલમાં ગુંજતો રહ્યો આજ સુધી...દિશાની અણધારી વિદાય, પરીક્ષા અને જુદાઈ.. છ એક મહિના સુધી પાંચમાંથી એકેય મિત્ર એ એકબીજાનો કોન્ટેક્ટ ના કર્યો સ્નેહા , સુમિતનાં લગ્ન હતાં, કવન અને પ્રકૃતિએ કોર્ટ મેરેજ કરી લીધાં હતાં સાદાઈમાં માનતાં એ બંને પણ યુ.એસની એમની પ્લેસમેન્ટમાં જોઈન થવાં જવાનાં હતાં.નયન લગ્ન કરી ચુક્યો હતો, જેથી વીઝા પ્રોસેસ ચાલું થઈ જાય.લગ્ન ફાઈનલ પછી હતાં પરંતું આ ઘટનાનો પ્રચંડ આઘાત , જે એણે એકલાએ જીરવવાનો હતો , એ શારિરીક રૂપે બહાર આવ્યો. વારે વારે તાવ, ઇન્ફેક્શન.તે સાવ નંખાઈ ગયો.એટલે એનાં પપ્પાએ લગ્ન પાછાં ઠેલ્યાં.અને જમીન જાયદાદ વેચી સૂરત રહેવાં આવી ગયાં.બંને મિત્રોને આ જાણ થઈ એ નયનને મળવા પહોંચી ગયાં,નયનની આ હાલત જોઈ દ્રવી ગયાં..ત્રણે મિત્રો ભેટીને ખુબ રડ્યાં. દોસ્તોનો પહેલાં જેવો સાથ મળતાં નયન દુઃખમાંથી થોડો ઉભર્યો ધીમે ધીમે સ્વસ્થ થયો.સુમિત સ્નેહાનાં લગ્નમાં ફરી પાંચેય મિત્રો મળ્યાં .ફરી જુનાં ઘાવ ભુલી મૈત્રી આગળ વધી.સમયનાં વહેણમાં દોસ્તો અલગ થયાં, નયન અમેરિકા પહોંચી ગયો, ત્યાંની જગદોજહદમાં અને તાણમાં ભુતકાળ પર આવરણ ચડવાં લાગ્યાં. પ્રકૃતિ કવન કેન્સાસમાં અને નયન કેલીફોર્નીયામાં.એક જ દેશમાં પણ મળવાનું થતું નહીં ને મળવાની ઈચ્છા પણ નહીં. મહિનામાં એકાદવાર ત્રણેય મિત્રો એકબીજાની ખબર પુછતાં રહેતાં.બે ત્રણ વરસ જતાં રહ્યાં, પ્રકૃતિ અને કવન જોબની સાથે એનાં બે 'ટ્વિન્સ' પ્રાગ 'અને 'પ્રહર 'સાથે વ્યસ્ત થઈ ગયાં અને સુમિતને સ્નેહા વ્યવસાયિક સ્ટ્રગલમાં ગુજરાતમાં એમનાં માટે તકનો અભાવ હતો અને એનાં કેન્સરગ્રસ્ત મમ્મીને એ છોડવાં નહોતો માંગતો.અચાનક નયન ગાયબ, એનાં ફોન આવતાં બંધ થયાં.એકવાર સુમિતે ફોન કર્યો." હેલ્લો", કોઈ સ્ત્રી સ્વર સંભળાયો.. મે આઈ સ્પીક ટું નયન આઈ એમ હીસ ફ્રેન્ડ ફ્રોમ અમેરિકા..સામે છેડે ખ્યાતિ હતી.એણે કીધું " હાય, સુમિત વી આર નોટ ટુગેધર...." યું કેન કોન્ટેક્ટ હીમ."સુમિત ઘા ખાઈ ગયો એણે વહેલી તકે આ સમાચાર કવનને પહોંચાડ્યાં." આ છોકરો પોતાની જિંદગી સાથે કરવાં શું માંગે છે?" કવન ગીન્નાયૌ.."પાછો આપણાથી ગભરાઈને ફોન પણ નથી કરતો"..પ્રકૃતિ માનતી એનાં અપરાધબોજનાં કારણે એ એનાં લગ્નજીવનને ન્યાય નહીં આપી શક્યો હોય. કવનનું મન કહેતું " જો એ છુટો પડ્યો હોય તો જાણ તો કરે જ છુપી ન જાય." સુમિતે અને કવને ત્યાં શિફ્ટ થયેલાં ઘણાં મિત્રોને પુછ્યું પણ કોઈને એની જાણ નહોતી.સ્નેહા કહેતી આટલું સ્વાર્થી કોઈ કેમ હોય શકે. એને તમારી સાથે સંબંધ નથી રાખવો તો તમે શા માટે પાછળ પડ્યાં છો.સુમિતે નાનપણ યાદ કરતાં કહ્યું " એ મારો નાનપણનો મિત્ર, અમારું જીગર છે.એણે મને ક્યારેય જજ નથી કર્યો..અમે જેવાં છીએ એવાં, હાં અમે કર્યો હશે..એને" મિત્ર જ એવો વ્યક્તિ હોય જ્યાં જેવાં છે એવાં વ્યક્ત થઈ શકાય. " એણે ભાવુક થતાં કહ્યું " તને ખબર છે, મારાં પોસ્ટમેન પપ્પાનું મૃત્યું થયું પછી મારું ને મારી માનું કોઈ નહોતું,માને પપ્પાની જગ્યાએ નોકરી મળવામાં કોઈ કારણસર વિલંબ થતો હતો.એકવાર મારી પાસે પેન્સિલ લેવાનાં પણ પૈસા નહોતાં.અમે લોકો રોજ નયનનાં ઘરે મળતાં મારું જમવાનું પણ મોટાભાગે ત્યાં હોપ.એક દિવસ મારાં મનમાંલાલચ જાગી..એનાં પપ્પાનાં બટવામાંથી મે પાંચ રુપિયા ચોર્યા."હું ગરીબીથી કંટાળ્યો હતો..એક જ તુટેલી ચપ્પલ, સાંધેલું દફતર.." ધીમે ધીમે મારી હિંમત વધી, મે શાળાની કાર્યલયમાંથી શિષ્યવૃતિ મળતી એ પૈસા એક વિદ્યાર્થીનાં દફતરમાંથી ચોર્યાં."એ વિદ્યાર્થીએ પૈસા ચોરાયાંની ફરિયાદ કરી.કવનનાં પપ્પા જ અમારાં વર્ગ શિક્ષક એણે કવન સહિત બધાનાં દફતર તપાસ્યાં, મારાં દફતરમાંથી પૈસા નિકળે એ પહેલાં નયને કબુલ્યું કે એ છોકરા સાથે ઝગડો થયો હતો એટલે એને હેરાન કરવાં એણે સંતાડ્યાં છે પૈસા"પછી જ્યારે અમારાં રોજિંદા સ્થળે મળ્યાં ત્યારે એણે એટલું જ કીધું કે તારી જગ્યાએ હું હોત તો કંટાળીને મોટી ચોરી કરત..તું મારો જીગરી દોસ્ત છે.હવેથી મને ઘરેથી જે પૈસા વાપરવા મળે એ તને આપીશ.તું કમાઈને આપી દેજે.એ પછી ક્યારેય અમારી વચ્ચે એ વાતનો ઉલ્લેખ પણ નથી થયો."જો એ ન હોત તો હું ખોટાં રસ્તેથી પાછો ન વળ્યો હોત. એ મિત્ર ખોટાં રસ્તે હોય તો હું કેમ સાથ છોડું.? " એણે સ્નેહાનો હાથ હાથમાં લેતાં કહ્યું " ગણતરી કરીશ તો અમારી દોસ્તી ક્યારેય નહીં સમજાય. "સ્નેહા પણ ભાવુક થઈ ગઈ " તું અંકલ આંટીને મળી આવે કદાચ ...એમને ખબર હોય.." એનાં ઘરે ગયો ત્યારે જે જાણવા મળ્યું તે આશ્ર્ચર્યજનક હતું.ક્રમશ:વાચકમિત્રો જો તમને મારી વાર્તા ગમી હોય મને ફોલો કરજો..આપનો અમુલ્ય પ્રતિભાવ જરૂર આપશો.@ ડો.ચાંદની અગ્રાવત ‹ પાછળનું પ્રકરણત્રિભેટે - 7 › આગળનું પ્રકરણ ત્રિભેટે - 9 Download Our App