પ્રકરણ 11
વર્તમાન
સુમિતનાં ફોનની રીંગ વાગી રહી હતી.....એની તંદ્રા તુટી એણે ફટાફટ ફોન સાઈલન્ટ કર્યો અને હળવેથી ઉઠીને બહાર આવ્યો.
એણે ફોનની કલોક જોઈ સવારમાં પાંચ વાગ્યાં હતાં, ઉપરા છપરી બે કોલ હતાં, નયન અને કવન બંનેનાં..બેય..અત્યારે! પછી યાદ આવ્યું પે' લો ફોટો મોકલ્યો તો એટલે જ હશે..કવનનો તો આ ઉઠવાનો સમય અને નયનને જૅટ લેગનાં કારણે ઉંઘ નહીં આવતી હોય.
એણે પહેલાં કવનને કોલ કર્યો , એ નહીં તો ચિંતામાં અને ઉચાટમાં રહે..એ જરૂર નયન આવ્યો એટલે જ ફોન .ચેક કર્યાં કરતો હશે બાકી સવારમાં ફોન લે નહીં.
વળી એનો જ કોલ
" આ હવે ક્યાં કાંડનું એક પાત્ર છે? " એણે ફોન ઉપડતાંની સાથે પ્રશ્ર્નનો મારો ચલાવ્યો. " હજી તો પુરો પગ નથી મુક્યો ત્યાં ...." "અરે અરે.. પહેલાં શાંત થઈ જા, એવું કંઈ નથી, અવી ચિંતાને આટલો ઉગ્ર રહીશ તો વહેલાં ઉઠીને જે યોગાસન કરે એનો પણ ફાયદો નહીં થાય.".... સુમિતે હળવાશ થી કહ્યું....
સુમિતે આખો ઘટનાક્રમ જણાવ્યો, .. તો કવનનો ઉચાટ વધી ગયો.
" અત્યારથી , બ્લડસુગર હાઈ..ડોલર પાછળ દોડવામાં પતી જાશે.. સા..."આખી વાતમાં એને આ બહું વધારે ચિંતા જનક
લાગ્યું.."
" ના આ ક્યાંય જોયેલો નથી." " તમે આવોની આયાં આઈવો તો ફોડી લેહું, ડિકરાની ખબર પાડી દેવાં" એક્સાઈટમેન્ટમાં ભાષા વૈભવ છતો થયાં વિના ન રહેતો.
"એનો ફોટો હું અમુક લોકોને મોકલી દેઉં..ખબર પડી જાહે કાલ પરમ હુધીમાં"..એણે ફોન મુકતાં પહેલાં ધરપત આપી.
અચાનક સુમિતને એવું લાગ્યું જાણે એનાં કમ્પાઉન્ડમાં કોઈ છે , એબહાર જોવાં નીકળ્યો..કોઈ કમ્પાઉન્ડ વોલ ઠેકીને ગયો હશે ..નહીંતો આટલાં બધાં બૉગનવેલનાં ફુલ ના ખર્યા હોત..કોણ હશે?....
"હલો ક્યાં ગુમ થઈ ગેલો ફોન મુકીને" કવનનો થોડો ઉંચો અવાજ આવ્યો..".કંઈ નહીં એ તો...છાપું લેવાં ગયેલો બા'ર ચાલ તો નીકળશું ત્યારે કઈશ. બપોર તો થશે જ.."
ફરી પાછો નયન... એ બબડ્યાં કરે.." અલા , મારી જેમ તું ય જાયગા કરે..આ કીયા મુરતિયા નો ફોટો મોકલે?" ....
" આ તારા ફોટા લેતો હતો મેં એનાં જ લઈ લીધાં"....સાચું બોલ કંઈ નવું ચક્કર છે? સુમિતે પુછ્યું...
" ના યાર ચિંતા ન કર, હું સાત વરસે આયવો મને કોણ ઓળખવાનું...તમારાં બે સિવાય કોઈ સાથે કોન્ટેક્ટમાં પણ નહોતો...ડોન્ટ વરી"" હવે હું સુવા ચાયલો બપોરે ઉભું પછી જઈશું.તું ચારેક વાગ્યે આવી જા..તું જાગતો જ લાગે સુઈજા....પડશે એવાં દેવાશે."..નયને વાત ટુંકાવતા કહ્યું..
સુમિતે વળી પાછું કમ્પાઉન્ડનું નિરીક્ષણ કર્યું કંઈ વાંધાજનક ન લાગ્યું, ઉજાગરો અને અજંપો હતો એનું ધ્યાન કારનાં ખુલ્લા લોક પર ન ગયું...
************************************
આંખ ખુલી ત્યાં સવા પાંચ વાગી ગયાં , એ ઉઠીને સીધો બહાર આવ્યો,ફોનમાં નયન અને કવન બંનેનાં મીસ્ડકૉલ્સ હતાં.એણે જોયું તો એનાં મમ્મીએ ચા નાસ્તો તૈયાર રાખ્યો હતો.." તે જ મારો ફોન સાઈલન્ટ કર્યો તો ને! એણે વહાલથી મમ્મીનાં ગળામાં હાથ નાખી પુછ્યું..
" હા, મને સ્નેહા કહ્યું હતું કે , તારે ઉજાગરો છે.સવારથી બાર વાગ્યાં સુધી હોસ્પિટલમાં મારી સાથે દોડાદોડી..એટલે તું સુતો ત્યારે જ ફોન સાઈલન્ટ કરી દીધો..કવનનો મારાં પર ફોન હતો એને પણ કહી દીધું છે.." સુનિતા બહેને એનાં માથા પર હાથ ફેરવતાં કહ્યું.
તૈયાર થઈ એ નયનનાં ઘરે પહોંચ્યો ત્યાં સાડા છ થઈ ગયાં.
રસ્તામાં સતત એ જોયાં કરતો હતો કે કોઈ પીછો નથી કરતું ને?..." તું આટલો બીકણ ક્યારે થઈ ગયો? " નયન ક્યારનો એનું અવલોકન કરતો હતો.
" તું સાથે હોય તો ડરવું જ પડે ને, તારી જિંદગીમાં ઓછાં કાંડ છે?તારાં પર હજાર એપિસોડની ટી.વી સિરિયલ આરામથી બને.."સુમિતે મજાક કરી..
"તમે બહું વિચારો , આપણે ઈન્ડીયન્સ ઈમોશન્સ અને ઓવરથીંકીંગમાં જ રહી ગયાં" નયને નાનકડું એન.આર.આઈ કરે તેવું ભાષણ આપી દીધું..
" ઓવરથીંકીંગ વાળી તારા લમણાં પર લખેલું છે આ બેલ મુજે માર.. " " આજે જ મને લાગ્યું હતું કે મારાં કમ્પાઉન્ડમાં કોઈ આવ્યું હતું , તમને ખબર છે મારાં ઈન્ટ્યુઝન સ્ટ્રોંગ છે...મે દિશા. વખતે ય..." સુમિત શબ્દો ગળી ગયો..
પરંતું નયનનો ઘાવ તાજો થયો...એ હળવા મુડમાંથી તરત ગંભીર થઈ ગયો. એને યાદ આવ્યું સુમિતે કહ્યું હતું " તું સમજી જા તારો આ અમેરિકા જવાનો નિર્ણય દિશાનો જીવ લેશે"...
ભલે એ અકસ્માત હતો, પણ એ બંને વચ્ચે આ વાતનો ઉલ્લેખ થઈ જ જતો..દિશાનાં અકસ્માતે સુમિતને પણ એટલી જ ચોટ પહોંચાડી હતી...ક્યારેક.. આગમચેતીનાં ભણકારા વાગી ગયાં પછી પણ કંઈ ન કરી શકે ત્યારે વ્યક્તિ એક અપરાધ બોજ લઈને જીવ્યાં કરે....
થોડીવાર ખામોશી છવાઈ ગઈ..સુમિતે મૌન તોડતાં કહ્યું. " સોરી"....
નયને કહ્યું " જાણું છું તું પણ એટલો જ દુઃખી છે એનાં જવાથી અને મને સમયની સાથે એ અહેસાસ થઈ ચુક્યો છે કે તે મારાં માટે રસ્તો બદલ્યો નહીં તો તું અને દિશા સાથે હોત અને કદાચ...."
એ બંને એ વાતથી બેખબર હતાં કે સુમિતની કારની સીટ નીચે લાગેલાં જી. પી.એસ ટ્રેકર ડિવાઈસમાં કોલ કરી કોઈ એ લોકોની વાત સાંભળતું હતું એમને ટ્રેક કરતું હતું......
ક્રમશ:
વાચકમિત્રો...જો તમને વાર્તા ગમી તો તમારો પ્રતિભાવ અચૂક આપશો અને મારી અન્ય નવલકથા વાંચવા મને ફોલો કરશો...વાંચવાં ડોકીયું કરી જતાં ન રહેશો...
ડો.ચાંદની અગ્રાવત