મનોમંથન Mahima Ganvit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનોમંથન

જીવન ક્યારેક એવી જગ્યાએ આવી ને અટકી જાય છે..સમજ નથી પડતી ...ક્યો રસ્તો સાચો છે.કોઈ લાગણીને સમજવા વાળું નથી હોતું... હ્દય ની વાત કોને કરીએ...અને વાત કરીએ તો પણ સમજી શકે ખરા?
મારૂ નામ પૂજા .... હું એક મધ્યમવર્ગના પરિવારમાં જન્મી અને મોટી થઈ....નાની હતી ત્યારથી ખુલી આંખે ઘણા સપના જોયા ...હું 12 વર્ષની થઈ અને મારી સગાઈ થઈ ગઈ..જે છોકરાને મે જોયો નહિ ..છોકરાએ મને જોઈ નહિ..સમાજના નિયમ પ્રમાણે સમાજના વડીલોએ સગાઈ કરી દીધી... માતા પિતા ભણાવવામાં નહિ પરંતુ ઘરકામ શીખવવામાં લાગી ગયા....સગાઈ પછી મારા માટે માતા પિતા નિર્ણય લઈ શકતા ન હતા. મારા સાસુ અને સસરા જે કહે એ મારા માટે પથ્થરની લકીર ગણાતું....ધોરણ 10 પછી અભ્યાસ કરવાની ના પાડી આપવામાં આવી....ઘરે રહી ને ઘર કામ કરવા એજ મારી દુનિયા બની ગઈ....
અઢાર વર્ષ પૂરા થતા મારા લગ્ન લેવાયાં... મારા લગ્ન ને લઈને મારા ઘણા સ્વપ્ન હતા ....મારો સ્વપ્ના નો રાજકુમાર મને પરણી ને સાથે લઈ જસે..અને રાણીની જેમ રાખશે...મારા લગ્ન સાટા પ્રથા અનુસાર લેવાયાં હતાં....લગ્નની પહેલી રાતે જ મને ખબર પડી કે હું મારા પતિ ને પસંદ ન હતી...સાટા પ્રથા ના કારણે મારો પતિ સગાઈ તોડી સકે એમ ન હતો...અને અમારા લગ્ન થઈ ગયાં...મારા બધા જ સ્વપ્ના આંસુઓ સાથે વહી ગયા....જે નસીબમાં વિધાતા એ લખ્યું હસે એ મળ્યું ...એમ વિચારીને સ્વીકારી લીધું...
મારો પતિ મને પ્રેમ નથી કરતો...પોતાની ફરજ સમજીને મને સ્વીકારી અને મારી સાથે જીવન વિતાવે છે...અધૂરો અભ્યાસ પૂરો કરવા માટે શહેરમાં રહે છે...પરંતુ મને ક્યારેય સાથે લઈ જતો નથી....મારી સાથે ફોન પર વાત કરતો નથી...મેસેજ નો જવાબ આપતો નથી...એમનું મન હોય તો વાત કરે છે...નહિ તો વાત નથી કરતો...માતા પિતાની પસંદ થી લગ્ન કર્યા હોવાથી હું પણ કશું કહી શકતી નથી ...આધુનિક સમયમાં પણ આવી સમાજ ની પ્રથા ના કારણે મારા જેવી અનેક યુવતીઓ નું જીવન બરબાદ થાય છે..
મારા પતિ ને હું પ્રેમ કરું છું..પણ એને સમજાતું નથી...અને ક્યારેય સમજસે પણ નહિ...હું હંમેશા મારા પતિના ફોન ની રાહ જોવ છું..અને પતિ ની ગામડે આવવાની રાહ જોવ છું...મારો પતિ મને એમના લાયક સમજતો નથી.....સાટા પ્રથા ના લીધે મારા બધા સ્વપ્ના રોળાઈ ગયા....મારૂ દુઃખ હું કોઈને કહી શકતી નથી...
મારો પતિ મને ફોન પણ પકડવા દેતો નથી...મારા પતિ ને હું ગમતી નથી....એને બીજી છોકરી ગમે છે...તેની સાથે ફરે છે...ઘણી બધી વાતો કરે છે...મને ખબર હોવા છતાં હું કશું કરી શકતી નથી..મારો પ્રેમ એને સમજાતો નથી...પતિ ને છોડી ને પિયરમાં જઈ શકતી નથી...મારી સાથે ફરવા આવતો નથી..મને બોજ સમજે છે...હું એના જેટલી ભણેલી નથી. તેથી મને પોતાના લાયક સમજતો નથી...દેખાવે વાન ગોરો છે..પરંતુ દાત થોડા ઉપર હોવાથી હું એને ગમતી નથી....
એક સ્ત્રી થઈ ને બીજી સ્ત્રીનું જીવન ખરાબ કરવાવાળી એક સ્ત્રી જ તો છે..શું મારું દર્દ ન સમજી સકે..? સમાજ ના રીતિ રિવાજો અને નિયમો એ મારૂ જીવન સુધારવાની જગ્યાએ બગાડી નાખ્યું...હું મારું દુઃખ કોને જઈને કહું...?જેના વિશ્વાસે હું પિયર છોડીને સાસરીમાં આવી એજ મને સમજી શકતો નથી....જે સુખી પરિવારના સપના જોયા હતા તે મારા નસીબમાં નથી..મારા પતિ પાસે જે પ્રેમ ની અપેક્ષા રાખી હતી. તે પ્રેમ શુ મને મળશે?.. એવા અનેક પ્રશ્ન મારા મનમાં ઉદભવે છે....મારા મનમાં અનેક વમળો સર્જાય છે.... આજ મારું નસીબ છે એ સ્વીકારીને જીવન જીવું છું...મનમાં ક્યાંક ઊંડે ઊંડે આશા છે...ક્યારેક સમય બદલાશે અને મારો પતિ મને પ્રેમ કરશે.....