સાથ નિભાના સાથિયા - 14 Hemakshi Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાથ નિભાના સાથિયા - 14

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૪
હવે તેજલ અને ગોપી ઘર પાસે આવી ગયા ત્યારે ગોપી થોડી પહેલા ઉતરી ગઈ અને ફટાફટ રીનાબેનના ઘરે ગઈ અને તેજલ ગાડી પાર્ક કરવા ગયો.
રીનાબેનને દરવાજો ખોલ્યો અને ગોપીને ભેટી પડ્યાં અને બોલ્યા,
“ તું ઠીક તો છે ને?”
“હા માસી જોવો હું તમારી સામે જ છું અને બિલકુલ ઠીક છું.”
“હા પણ આજકાલ અકસ્માત થાય છે એટલે સાચું છે એમ લાગ્યું.”
“જે થયું ભુલી જાવ. હવે કાંઈ પણ ન વિચારો .મને એ નથી સમજાતું એમને મારા માટે આવું ખોટું બોલતા જરા પણ શરમ ન આવી. આખિર તે મારા કાકી છે. આવું કોણ કરે?”
ત્યાં તેજલ આવી ગયો અને બોલ્યો,
"મમ્મી હવે શાંત થઇ જા. અમે આવી ગયા છીએ."
“હા બેટા કોઈકવાર એવી પરિસ્થિતિ આવી જાય એટલે થઇ જાય. હવે હું શાંત જ છું.”
“હા મમ્મી. તારી વાત સાચી છે.”
“હા માસી તમે બરાબર કહ્યું. માફ કરજો મારા લીધે બધું થયું.”
“ના ના. બેટા એવું કાંઈ નથી. એ બધું જવા દે મને એમ કહે કેવું હતું પ્રદર્શન?”
“ખુબ જ સરસ, અને તમારા થેપલા પણ. એટલે બહુ જ મજા આવી.” અને હસી.
“ઓહો ગોપી તે તો બહુ સરસ.”
“મમ્મી હવે અમે ફ્રેશ થઈને આવીયે પછી તારી સાથે ઘણી બધી વાતો કરીશું.”
“હા બેટા અને હું ચા નાસ્તો પણ તૈયાર કરું છું.”
“મમ્મી રહેવા દે.”
“ના ના હમણાં થઇ જશે.”
“ઠીક છે મમ્મી.”
ત્યાર પછી બન્ને ફ્રેશ થઈને આવ્યા.
“ચાલો બન્ને ચા નાસ્તો કરી લો.”
“હા મમ્મી અમે કરીએ છીએ.”
“હવે નાસ્તો થઇ ગયો. શું કહેવા માંગતો હતો તેજલ બોલ?”
“મમ્મી જયારે ગોપીને ખબર પડી તમે થેપલા આપ્યા છે તો એટલી ખુશ થઇ ગઈ અને બોલી મને માસી જે પણ બનાવે એ બધું ભાવે. મેં એને કહ્યું તું બધા ખાઈ જા તો કહેવા લાગી પોતાના ભાગનું ખાવાનું અને એમ પણ બોલી મારા માસી લાખોમાં એક છે. એમના જેવું કોઈ હોઈ જ ન શકે. એમને મને આટલા દિવસમાં કેટલું બધું શીખવાડી દીધું. મમ્મી મેં એની મજક કરી કે મમ્મી તને વહુ બનાવીને વઢે તો મને ન કહેતી તો શું કહે છે ખબર છે તમે આવું કરો જ નહીં અને કરો તો પણ હું એમની વઢે ખાવા તૈયાર છું.”
“હા માસી એમને મને જે પૂછ્યું એ કહી દીધું એમાં શું ખોટું કહ્યું?”
“ઓહો એટલું માન રાખે છે અને આવો પ્રેમ તો ગોપી જ કરી શકે.” અને હસ્યા.
“શું માસી તમે પણ મારી જ બોલી બોલ્યા.”
“હા સાચું જ બોલી. તારા વગર મજા આવતી ન હતી. તેજ તો કહ્યું આપણે મિત્ર હવે તો મિત્ર સાથે તો મજાક ચાલે ને?”
“હા માસી કેટલી કરવી હોય કરો મને પણ તમે બહુ યાદ આવતા હતા. હવે સાંભળો માસી મેં પણ તેજલને પૂછ્યું તને મારાથી જલન નથી થતી માસી મારી સાથે વધારે રાખે છે તો ખબર છે એમને શું કહ્યું? મમ્મીની ખુશીમાં જ મારી ખુશી છે એટલે મેં પપ્પાને બે દિવસ માટે બોલાવી લીધા એટલે મુમ્મીને સારું લાગે.”
“ઓહ તેજલ મને તમારા બન્ને વગર ન ગમ્યું.”
“અરે મુમ્મી પપ્પા કેટલા દિવસ પછી આવ્યા ને તમે અમને યાદ કરતા હતા.” અને હસ્યો.
“હા માસી તેજલ બરાબર કહે છે.” અને હસી.
“ઓહ તમે એક થઇ ગયા અને મને અલગ કરી દીધી ને?”
“ના એવું કશું નથી માસી.
“મેં ડાયમંડ સેટનું ચિત્ર બનાવ્યું હતું તેજલને તો ગમ્યું. હું હમણાં લઇ આવું તમને કેવું લાગ્યું કહો ને?”
“તેજલને ગમ્યું તો મને બતાવાની શું જરૂર છે?” અને હસ્યા.
“શું માસી એવું શું કરો છો? તમારા લીધે તો હું આટલું બધું કરી શકી.”
“એવું કાંઈ નથી. તું મહેનત પણ એટલું જ કરે છે. લઇ આવ હું જોઉં છું.”
તે એટલી ખુશ થઇ ગઈ અને બોલી, “હું હમણાંજ લાવું છું.”
“ઠીકે છે.”
ત્યાર પછી તે બનાવેલું ચિત્ર લઈને આવી.
“જો માસી હવે જોઈ લો અને સાચું બોલજો?”
“હા બેટા જોવ છું. સાચે બહુ સરસ બનાવ્યું છે તેજલે બરાબર કીધું.”
“તમને ગમ્યું એટલે મારી મહેનત વસુલ.”
“ઓહો એવું કેમ?”
“શું માસી મજાક છોડો તમને બધું ખબર તો છે. તમને હું મારા ગુરુ માનું છું.”
“હા તે કહ્યું હતું પણ મને ચિત્રકળામાં તારા જેટલું જ્ઞાન નથી.”
“માસી મને પણ ક્યાં એટલું જ્ઞાન છે. તમે મને પ્રોત્સાન આપો છો એ જ મારા માટે બહુ છે અને તમે પહેલ કરી મારી માટે એટલે મને હિમ્મત આવી અને કોશિશ કરી રહી છું. મને મારા પપ્પાનાે સંપર્ક કરાવી દઉં ને માસને જરૂર ખબર હશે.હું કેટલા દિવસ તમારા ઘરે રહીશ. મને કાકીના ઘરે રહેવું નથી ગમતું.”
“હું કોશિશ કરીશ પણ ખાતરી ન આપી શકું. તને કેમ અહીંયા નથી ગમતું?”
“ના ના એવું નથી. તમારી સાથે ન ગમે એવું બને જ નહી. મને પપ્પાને મળવું છે. એના માટે દુબઇ તો શું ક્યાં પણ જવા તૈયાર છું અને મને મુકીને કેમ ગયા એ પણ મને જાણવું છે.”
“તે કહ્યું હતું. તું મને છોડીને ક્યાં નહીં જાય.”
“હા મને તમને છોડીને જવાની ઈચ્છા નથી પણ મારા પપ્પાને માટે મને જવું પડશે. હું એકલી નથી જવાની તમે બધા સાથે ચાલવાના છો અને ત્યાં મારા ચિત્રકળાનું પ્રદર્શન પણ રાખીશ.”
“અમારું કહેવાય નહીં માસા હા પાડે તો જાવશે. પહેલા તારા સંપર્ક તો થાય પછી જ જાવશે.”
“એ તો છે એમાં માસને કહેજો મારી મદદ કરે.”
“હા હું એમને કહી જોઇશ. જોઈએ શું થાય છે?”
“ઠીક છે માસી.”
“પપ્પાનાે સંપર્ક ન થાય ત્યાં સુધી માસી સાથે રહેવા સિવાય બીજો ચારો નથી.”
હા અહીંયા જ રહીશ. મને તમારી સાથે રહેવામાં કોઈ વાંધો નથી.તમારી સાથે ફરવા મળશે અને તમારા હાથનું નવું નવું ખાવા મળશે અને હસવા લાગી.
“હા ચોક્કસ એમ કરીશું. મને પણ મજા આવશે અને તને ફિલ્મ જોવા પણ જવું છે ને?”
“હા હા માસી જવું છે.”
“ઠીક તું કાલે સાંજ સુધી તારું બધું કામ પતાવી લેજે અને તને કઈ ફિલ્મ જોવી છે એ કહી દેજે આપણે જઈશું.”
“હા એ થઇ જશે અને આપણે હમણાં સાથે નક્કી કરીને જઈશું. ઘર આગળ કયો થિયેટર નજીક છે એ પણ જોવું પડશે.”
“હા બરાબર.”
“માસી તમને હિંદી જોવું છે કે ગુજરાતી? એ પ્રમાણે નક્કી કરીએ.”
“તને જે જોવું ગમે એ મને પણ ગમશે.”
“ના એવું ન ચાલે બન્નેની પસંદ હોય એજ ફિલ્મ જોઈશું.”
“ઠીક સવારે જોવું પડશે ટિકિટ મળે છે કે નહીં? બપોરની મળી જશે તો ત્યારે જઈશું તને ચાલશે? અને પછી થોડું ફરી પણ લેશું. જો તારું કામ અટકવું ન જોઈએ.”
“ના ના એવું નહીં થાય મને મંજુર છે. આજે મને તમારી સાથે બહુ વાતો કરવી છે. બે દિવસથી આપણે સાથે રહ્યા નથી ચાલશે ને?”
“હા મને પણ એકદમ ચાલશે.”
શું ગોપી અને રીનાબેન સાથે ફિલ્મ જોવા જઈ શકશે કે કોઈ અડચણ આવશે ? એના માટે આગળનું ભાગ વાંચો.
ક્રમશ: