થોડીવાર હું ત્યાં બેઠો અને આજુ બાજુનું વાતાવરણનું નિહાળી રહ્યું હતો ત્યાં અશ્વિન નો કોલ આવ્યો આહિયા આવીજા ફ્રેશ થવાની સુવિધા સારી છે હું ચાલતો ચાલતો ત્યાં ગયો અને ફ્રેશ થયા પછી શાંતિથી તળાવની પાળ ઉપર જ નાસ્તાની લારી હતી ત્યાં અમે પાણીપુરીની ડીશ મંગાવી બાકી બધાએ પોતપોતાની રીતે બધું મંગાવ્યું અશ્વિન અને મહેશ ખૂબ જ ભૂખ્યા હોવાથી તેમને બે ડિશ ખાધી પછી બધાએ હેલ્મોરની જુલુબાર ખાધી થોડીવાર તળાવ પાળ ઉપર બેઠા અને ટ્રેનમાં જોયું તો એકલું માણસો ધક્કા મૂકી કરીને ચડતું ઉતરતું હતું થોડીવારમાં આમ તેમ જોયું તો છ થી સાત વેસ્ટ ઈન્ડિઝ હોય તેવા કાળિયા આવ્યા ત્યાં તો અમુક લોકો એમની સાથે સેલ્ફી લેવાનું શરૂ કર્યુ આજુબાજુ જ્યાં જુઓ ત્યાં માણસ રીલ બનાવતા હતા એ તો ઠીક. એક તો આશરે 18 19 વર્ષની છોકરી રોડ સૂતા સૂતા રીલ બનાવતી હતી. મેં કીધું આ તો ભાવનગરના ગાંડાને સારા કેવડાવે તેવી વાત હતી. દોઢ એક કલાક ત્યાં બેઠા પછી ગીતામંદિર જવાન નીકળ્યા પાછા એક રિક્ષાવાળા સાથે લપ કરી તો એ પણ માની ગયો એને પૂછ્યું ક્યાંથી છો? તમે લોકો મહેશે કીધું ભાવનગર થી મેં કીધું ક્યારેક આવો અમારા શહેરમાં રિક્ષાવાળો તમે અહીંયા નથી કમાવા દેતા તો ત્યાં આવીને શું કરવું ?
જતી વખતે રિક્ષાવાળો ફ્રી માઈન્ડ હતો તથી તેની સાથે થોડી વાતચીત પણ કરી પછી ગીતામંદિર પહોંચ્યા ત્યાં હજુ પણ એટલી જ ભીડ હતી જેટલી પહેલા હતી અને દર થોડી મિનિટે આટલી ભીડ હોવાને કારણે બધા વિદ્યાર્થીઓએ અમારા માંથી કોઇપણ ને થોડી થોડી વારે કોઈને કોઈ ઓળખીતું મળી જતું હતું એમાં મહેશની ઓળખાણ સૌથી વધારે હોવાનું માલુમ પડ્યું સૌથી વધુ ઓળખીતા માણસને મળ્યા
અમારી બસ આવી અમારી ટિકિટ પહેલાથી જ બુક હતી કંડક્ટરે બસમાં બીજા લોકોને ચડવાની પણ ના પાડી દીધી કીધું કે આખી બુક છે જેની ટિકિટ બુક ના હોય તે ઉતરી જાવ બે ત્રણ જણાને લપ કરી છેવટે બસ વાળા એ તેમને નીચે ઉતર્યા. કારણ કે બસ પણ તે જ ભાઈને ચાલવાની હતી તે ડ્રાઇવર અને કંડકટર બંનેનો સાથે ચાર્જ સંભાળ્યો હતો બધાની ટિકિટનું વેરિફિકેશન કરી તે બસ ચલાવવા આગળ વયા ગયા બસ એસટી સ્ટેન્ડમાંથી ઉપડી હવે થોડો હાશકારો થયો અને બધાના મનમાં એવું હતું કે ક્યારે ભાવનગર આવે ? ગીતામંદિરથી ઇસ્કોન ચોકડી સુધી બસ ધીરે ધીરે ચાલે હું અમદાવાદની ઊંચું ઊંચી ઇમારતો તો તેને ભીડ અને શાંતિથી જોયું રીવરફ્રન્ટ પાસેથી પસાર થયા ત્યારે સામેનો અટલ બ્રિજ એકદમ ચમકતો હતો. ઇસ્કોન ચોકડી વટ્યા પછી બસ થોડી સ્પીડમાં ચાલી એક પણ સમસ્યા ન હતી 10:30 આજુબાજુ એક હોટલ પર બ્રેક પડ્યો અમે લોકો થોડીક ભૂખ લાગી હતી માટે બે ડીશ પાવભાજી મંગાવી અશ્વિને ભાજી ખાધી નહીં એને છાશ મંગાવી અને પાઉં સાથે ખાધી પહેલીવાર મેં જોયું કે પાઉં સાથે છાશનું કોમ્બીનેશન કરીને કોઈ પીતું હોય મેં એક જ પાઉં ખાધું અને સીધો બસમાં બેઠયો અમારી બસ ધોલેરા પહોંચી હશે આજુબાજુ જોયું તો મારી સિવાય બધા ઊંઘી ગયા હતા. મને ઊંઘ નહોતી આવતી અને અમે લોકો રાત્રે 12: 45 આજુબાજુ ભાવનગર પહોંચ્યા ત્યાંથી બધા વારાફરતી પોતપોતાની રીતે ઘરે જવા નીકળ્યા. બધા એકબીજાને ગળે મયા અને છુટ્ટા પડ્યા મને મારા પપ્પા લેવા આવ્યા અને હું ઘરે પહોંચ્યો અમારી માટે આ એક એક દિવસનો તો કે એક પરીક્ષાનો તે પણ એક સફર હતો કે જે હંમેશા માટે છપાઈ ગયો ભલે ગમે તેટલી મુશ્કેલી પડે પણ સફરની મજા પણ ખૂબ જ આવી