મેઘના - 2 Prem Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 54

    તેજાએ મારી વાત સાંભળી અને થોડો વિચાર કર્યો ત્યારબાદ એ જવાબ આ...

  • જીવન એ કોઈ પરીકથા નથી - 3

    "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૩)સમીરને એની મમ્મી યાદ આવે છે....

  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

શ્રેણી
શેયર કરો

મેઘના - 2

નિલેશે બહુ જોર લગાડ્યું,ખૂબ મેહનત કરી પરંતુ તેનો પગ નીકળતો ન હતો જાણે કોઈએ તેનો પગ જકડી રાખ્યો હોય તેવું લાગતું હતું.સામેથી આવતી ટ્રેનની કંપારી રેલ્વે ટ્રેક થકી તે પોતાના શરીર પર અનુભવ કરી શકતો હતો,ટ્રેન હવે નિલેશની પાસે પહોંચી ગઈ હતી અને આ સાથે નિલેશે પણ પોતાનું મોત સ્વીકારી લીધું હતું પણ અચાનક એક.સ્ત્રી દોડીને નિલેશ પાસે પહોંચી અને તેના પગ વડે જોરથી આંચકો આપતાં નિલેશનો પગ મુક્ત થઈ ગયો અને આ સાથે તે બંને રેલ્વે ટ્રેકની ડાબી તરફ જઈ પડ્યા.

ટ્રેન સડસડાટ કરતી બંનેની પાસેથી પસાર થઈ ગઈ અને નિલેશ આંખો મિચ્યાં વિના સ્તબ્ધ થઈ એ જ જોતો રહ્યો કે ઘડીના છઠ્ઠા ભાગમાં તેની સાથે આ બધું શું ઘટી ગયું તેનું તેને કંઈ ભાન રહ્યું ન હતું.ટ્રેન પસાર થતાંની સાથે બંને ઊભા થઈ ગયા અને તે સ્ત્રી પોતાની સાડી સરખી કરવા લાગી હતી.
"તમને ક્યાંય વાગ્યું તો નથી ને?" સામે ઉભેલી સ્ત્રીનો અવાજ સાંભળી નિલેશ ભાનમાં આવ્યો.
"મારો જીવ બચાવવા માટે તમારો ખુબ ખુબ આભાર, તમારો આ ઉપકાર હું જિંદગીભર નહિ ચૂકવી શકું." નિલેશ એક શ્વાસે બોલી ગયો.
"અરે આમાં ઉપકાર શેનો?તમારું ધ્યાન રાખજો હું થોડીક જલ્દી માં છું" એમ કહી તેણે પોતાની પાસે પડેલી દવાની એક થેલી ઉપાડી અને ચાલવા લાગી,ત્યાં નિલેશે તેને રોકતા પૂછ્યું,"તમારું નામ શું છે અને આટલી રાત્રે તમે આ દવાઓ લઈને ક્યાં જાવ છો?"
નિલેષની વાત સાંભળી તે સ્ત્રીએ ચિંતાજનક સ્વરે જવાબ આપ્યો,"મારું નામ મેઘના છે,માર પતિનું એક અકસ્માત માં મૃત્યુ થઈ ગયું હતું, હું અહીંયા મારા ૪ વર્ષના બાળક સાથે એકલી રહ્યુ છું,અચાનક તેની તબિયત ખરાબ થવાને કારણે હું દવાઓ લેવા ગઈ હતી."

આ સાંભળી નિલેશે તેની પાસે જતા પૂછ્યું,"જો તમને કોઈ સમસ્યા ના હોય તો શું હું તમારી સાથે આવી શકું?તમે મારો જીવ બચાવ્યો છે એટલે જો હું તમારા કંઈ પણ કામ આવું તો તેની મને ખુશી થશે."નિલેશની વાત સાંભળી મેઘના થોડા સમય માટે વિચારવા લાગી આખરે તેણે હા પાડી દીધી અને તેની સાથે તેણે જણાવ્યું કે તેનું ઘર અહી નજીકમાં જ આવેલી વસ્તી પાસે છે.આ વાત સાંભળી નિલેશને થોડીક નવાઈ લાગી કેમકે સમય સાથે એક પછી એક ત્યાંના લોકોએ ગામના મુખ્ય વિસ્તાર તરફ સ્થળાંતર કરી નાખ્યું હોવાથી તે વસ્તી કેટલાય સમયથી વિરાન પડેલ છે પરંતુ વધારે ના વિચારતા તે મેઘના સાથે ચાલવા લાગ્યો.

રેલવે સ્ટેશનથી થોડે દૂર ચાલતાં ગીચ જાળી-ઝાંખરા વચ્ચેથી પસાર થતા એ વસ્તીમાં પહોંચી ગયા.હવે ધીરે ધીરે વરસાદ નું જોર પવન સાથે વધતું જતું હતું,જેના લીધે અમે બંને પલળી ગયા હતા.એક કાચા પથરાળ રસ્તા પરથી ચાલતાં અમે એ વસ્તીની વચ્ચેથી પસાર થતા હતાં,રસ્તાની બંને તરફ મકાનો ઊભા હતા,જેની તિરાડોમાં ઘાસ ઊગેલું હતું,ઘરની દિવાલ પર લાગેલા ભીંતચિત્રો,લાદી,દરવાજા અને લાકડાની તૂટેલી બારી વીજળીના ચમકારાથી એક બિહામણી આકૃતિ બનાવતા હતા અને તેની વચ્ચેથી પસાર થતી હવાઓ એક અલગ ડર પેદા કરતી હતી.આ રાત્રીના અંધકારમાં બધાં મકાન કાળા લાગતા હતા,જાણે આ પ્રકૃતિ એ એમનો રંગ છીનવી લીધો હોય અને તેમને તે પોતાની અંદર સમાવી લેવા માગતી હોય.

અત્યારે એક હલકો અવાજ પણ કાળજું કંપાવી દેતો હતો.આથી નિલેશ વધુ ધ્યાન ન આપતા બસ આગળ જોઈને ચાલવા લાગ્યો,વસ્તીથી નીકળી ગીચ વૃક્ષોની વચ્ચે થઈ થોડી દૂર ચાલતાં બે મંજિલા એક સુંદર ઘર સામે આવીને ઊભા રહ્યા,ઘરની બહાર સુંદર ફૂલો ખીલેલા હતા અને તેની ચારે તરફ લાકડાની વાડ કરેલી હતી,ઘરની અંદરથી આવતી પીળી રોશની તેને વધુ સુંદર બનાવતી હતી,મેઘાએ ડેલી ખોલી એક પગદંડી પર થઈને ઘરના દરવાજા પાસે ઊભી રહી,ઘરની બહાર એક બલ્બ લાગેલો હતો જે હળવો પ્રકાશ ફેંકતો હતો,મેઘના એ તાળું ખોલી નિલેશ સામે જોયું અને બંને ઘરની અંદર પ્રવેશી ગયા

બહાર પવન સાથે ફરી એકવાર મુશળધાર વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો જેને લીધે વરસાદના છાંટા ઘરના દરવાજા સુધી પહોંચતા હતા,તેને કારણે નિલેશ અને મેઘના બંનેએ એકસાથે દરવાજો બંધ કરવા પોતાનો હાથ લંબાવ્યો જેનાથી નિલેશનો હાથ તેના કોમળ હાથને સ્પર્શી ગયો.વરસાદને લીધે તેને સાડીના પાલવથી પોતાનો ચેહરો ઢાંકીને રાખ્યો હતો,"તમે અહી ઊભા રહો હું તમારી માટે ટાવલ લઈને આવું છું" એમ કહીને તે પોતાના રૂમ તરફ જતી રહી.

ઘર નાનું હતું પણ અંદરથી પણ જોવામાં એટલું જ આકર્ષક હતું,અંદર બહારના પ્રમાણમાં ઘરમાં સારી એવી ગર્મી હતી જે શરીરને અંદરથી રાહત પહોંચાડતી હતી,ઘરમાં ફર્નિચર ની પણ સારી એવી સગવડ હતી,બધી વસ્તુઓ સાફ અને સુસજ્જિત રીતે રાખેલી હતી,આ ઉપરાંત ઘરની અંદર કરેલી ફૂલોની સજાવટ મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર હતું,જેની સુગંધ ઘરમાં ચારો તરફ ફેલાયેલી હતી,ઘરની વચ્ચે ઉપર નાનું એવું ઝૂમર લાગેલું હતું જે પોતાની પીળી રોશની બહાર સુધી વિખેરતું હતું.

હું ઘરની સુંદરતા નિહાળતો હતો એટલામાં મેઘના ટાવલથી તેના વાળ સૂકવતી નિલેશ માટે ટાવલ લઈને આવી ગઈ,મેઘનાને જોઈને નિલેશનું હ્રદય જાણે એક ક્ષણ માટે ધબકારો ચૂકી ગયું, રાત્રિના અંધકારે અત્યાર સુધી જેને છુપાવી રાખી હતી તેને સુડોળ શરીરને આ ઘરની રોશની ઉજાગર કરતી હતી.તેના લાંબા ઘટાદાર વાળ, કાજળની કાળાશ સમાન તેની કાળી આંખો,ગુલાબી હોઠની પાસે એક નાનો તલ અને સવાર ની લાલિમા ઉતરી આવી હોય તેવા કોમળ ગાલ.વરસાદમાં પલળવાથી તેની સાડી શરીર સાથે ચોટી ગઈ હતી,જે રાતની ચાંદની સમાન તેના શ્વેત શરીરના ઉભારને વધુ મોહક બનાવતી હતી.નિલેશને તેની સામે જોતો જોઈ તેણે મંદ સ્મિત વેરીને કહ્યું,"નિલેશ તમે પૂરા પલળી ગયા છો,મારી પાસે હજુ મારા પતિના કપડાં પડ્યા છે તમને જોઈને લાગે છે કે એ તમને ફીટ બેસશે." એમ કહી મેઘના નિલેશને પોતાના રૂમ તરફ લઈ ગઈ.

રૂમમાં પણ એક મીઠી સુગંધ પ્રસરેલી હતી,મેઘનાએ કબાટ માંથી એક સફેદ કુર્તો કાઢ્યો અને નિલેશની પાસે આવી તેનું માપ જોવા લાગી પણ નિલેશ હજુ તેના સુંદર ચેહરમાં જ ખોવાયેલો હતો જેના લીધે તે બંનેની આંખો મળી અને મેઘાએ શરમથી પોતાની નજર નમાવી લીધી.બંને એકબીજામાં ખોવાયેલા હતા ત્યાં અચાનક આકાશ જાણે ચેતવણી આપતો હોય એમ એક વીજળીનો મોટો કડાકો થયો અને તેનો અવાજ ઝાલાવાડ ની ભૂમી ઉપર ગુંજી ઉઠ્યો.આ અવાજથી મેઘના ડરીને નિલેશના છાતી સાથે વળગી પડી,મેઘના ના ગરમ શ્વાસ અને તેના શરીરમાંથી આવતી ભીની સુગંધ તે પોતાની અંદર અનુભવ કરી શકતો હતો,થોડીવાર ઊભા રહ્યા બાદ મેઘના નિલેશ થી અલગ થઈ દવા લઈને રૂમની બહાર નીકળી ગઈ અને નિલેશે તેની પાસે પડેલો કુર્તો ઉઠાવ્યો અને કપડાં બદલવા જતો રહ્યો.

કપડાં બદલીને નિલેશ હોલમાં આવ્યો,જ્યાં જમીન ઉપર મુલાયમ ચાદર પાથરેલી હતી, તેણે બારીમાંથી બાર જોયું તો વરસાદ હજુ ચાલુ જ હતો,તેને જોઈને લાગતું હતું કે આ વરસાદ આજ રાતમાં થંભશે નહિ,બહારથી આવતાં પાણીના અવાજ સિવાય ઘરમાં સાવ શાંતિ છવાઈ ગઈ હતી,તેને બધી બાજુ નજર ફેરવી પણ મેઘના ના પતિનો એક પણ ફોટો તેની નજરે ચડ્યો નહીં,આ જોઈ તે થોડીવાર વિચારમાં પડી ગયો પણ આ સાથે તેનું ધ્યાન ગયું કે મેઘના પણ દેખાતી ન હતી,આખરે તેની નજર બીજા માળ તરફ જતા પગથિયાં ઉપર ગઈ,જેથી મેઘનાને શોધતો તે ઉપરના માળે આવી પહોંચ્યો,તેને જોયું તો ઉપરની તરફ એક જ રૂમ બનેલો હતો પણ તે નીચેના અન્ય રૂમ કરતા મોટો હતો,આ સાથે તેણે અંદરની તરફ જોયું તો રૂમનાં એક ખૂણામાં રમકડાં પડેલા હતા જેને જોઈને લાગતું હતું કે આ રૂમ મેઘના ના છોકરાનો હશે,જ્યાં તેની નજર પલંગ ઉપર ગઈ જ્યાં એક ચારેક વર્ષનો બાળક આંખ બંધ કરીને સૂતો હતો,મેઘનાએ તેને દવા આપી હતી છતાં તેનો તાવ ઓછો કરવા તેના માથા ઉપર મીઠાના પાણીનો રૂમાલ મૂકી રહી હતી,પરંતુ તેના માથામાં વધારે દુઃખાવો હોવાને લીધે તેનો કણસવાનો અવાજ રૂમની બહાર સુધી સંભળાતો હતો

તેના બાળકની આ હાલત જોઈ મેઘનાના ચેહરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ વર્તાતી હતી,નિલેશ વધારે સમય ન વેડફતા જલ્દીથી તે બાળકની પાસે બેસી ગયો,નિલેશને તેની પાસે બેસેલો જોઈ મેઘના આશાભરી નજરે તેની સામે જોવા લાગી.નિલેશે બાળકના શરીરને સ્પર્શ કર્યો તો તરત જ તેણે પોતાનો હાથ પાછો ખેંચી લીધો કેમકે તે બાળકના શરીરનું તાપમાન અન્ય શરીરના તાપમાનથી ઘણું વધારે હતું, તેણે ગભરાતા સ્વરે મેઘનાને કહ્યું,"મેઘના તમારા છોકરાની તબિયત વધારે ખરાબ છે જો સમયસર તેને હોસ્પિટલ ન પહોચાડવામાં આવ્યો તો તેની તબિયત વધુ બગડી જશે."

"નિલેશ હું તમારી વાતને સમજી છું પણ આટલી રાત્રે કોઈ હોસ્પિટલ ખુલ્લું નહી હોય અને ઉપરથી વરસાદ પણ વધારે શરૂ થઈ ગયો છે,જો આ વરસાદમાં બહાર લઈ જશું તો પલળવાથી તેની હાલત વધારે ખરાબ ન થઈ જાય મને તેની બીક છે." મેઘના ની વાત સાંભળી નિલેશ વિચારવા લાગ્યો કારણકે તેની વાત કેટલાય અંશે સાચી હતી,આ ઉપરાંત કોઈ વાહન પણ આ વિસ્તારમાં આવી શકે તેમ ન હતું.

અમે બંને હજુ વાત કરી રહ્યા હતા ત્યાં બાળકે પોતાની આંખો ખોલી અને નિલેશનો હાથ પકડતા કહ્યું,"પપ્પા....પપ્પા તમે આવી ગયા!!હું કેટલા દિવસથી તમારી રાહ જોતો હતો" નિલેશ આ વાત સાંભળી તે બાળકના નિર્દોષ ચેહરા સામે જોઈ રહ્યો.
"બેટા આયુષ,આ તારા પપ્પા નથી,તેને તાવ આવે છે એટલા માટે હું આ અંકલને તારી મદદ માટે લાવી છું."
"ના તાવ તેને આવી ગયો છે એટલે તને સરખું દેખાતું નથી કે આજ મારા પપ્પા છે,તે રોજ રાત્રે આજ કપડાં પેહરે છે,મારી સાથે રમે છે,સુવે છે અને રોજ મને નવી વાર્તાઓ સંભળાવે છે" આટલું કહેતાં આયુષની આંખો હલકી ભીંજાઈ ગઈ અને તેણે નિલેશનો હાથ મજબૂતી થી પકડી લીધો,મેઘના હજુ કંઈક બોલવા જતી હતી તે પેહલા નિલેશે મેઘના નો હાથ પકડી માથું હલાવી બોલવા માટે ના પાડી કેમકે નિલેશને ખબર પડી ગઈ હતી કે આયુષને તાવ મગજમાં ચડી ગયો હોવાથી તેને ઓળખવામાં ભૂલ થતી હશે,જો તેની લાગણીને વધારે ઠેસ પહોંચશે તો તેની હાલત વધુ બગડી જશે.
" સોરી બેટા આયુષ તારે મારા લીધે આટલી રાહ જોવી પડી પણ હવે હું આવી ગયો છું ને હું તારી સાથે જ રહીશ અને તને ખબર છે આપણા ગામમાં મેળો પણ લાગવાનો છે,તું જલ્દી સાજો થઈ જા એટલે હું,તું અને તારી મમ્મી આપને ત્રણેય ત્યાં જશું."
"સાચું પપ્પા તો તો હું કાલે જ સાજો થઈ જઈશ" આયુષ પણ નિલેશની વાત સાંભળી ઉત્સાહમાં આવી ગયો હતો.
"હા કેમ નહી,ત્યાં તારી માટે આપને બીજા કેટલાય નવા રમકડાં લેશું પણ તેની માટે તારે મમ્મી ની વાત માની સમયસર દવા લેવી પડશે."
"હા પપ્પા,હું તેમની બધી વાત માનીશ પણ તમે મારી સાથે રહેશોને,મને પાછા ક્યાંય મૂકીને તો નહી જાવ ને?" આટલું કહી આયુષ નિલેશને વળગી પડ્યો,મેઘના એક મંદ મુસ્કાન સાથે આયુષને જોઈ રહી હતી કેમકે કેટલાય સમય પછી તેણે આયુષને આટલો ખુશ જોયો હતો.

નિલેશ આયુષ સાથે વાતો કરતા હળવા હાથે તેનું માથું દબાવી રહ્યો હતો જેથી તેને રાહત થાય,થોડીવાર વાતો કર્યા બાદ આયુષ સુઈ ગયો,નિલેશે આયુષ નું શરીર જોયું તો તેનો તાવ થોડોક ઓછો થઈ ગયો હતો, તેણે આયુષને સરખો સુવડાવી,ચાદર ઓઢાડી,હળવા પગલે રૂમની બહાર નીકળી ગયો.નીચે આવી નિલેશે જોયું તો મેઘના થોડીવાર પેહલા નીચે આવી બહાર હોલમાં બેઠી હતી,નિલેશનાં પગલાંનો અવાજ સાંભળી તેને પોતાની નજર ઊંચી કરીને જોયું.
"તમે કહ્યું હતું કે મારો ઉપકાર તમે ક્યારેય નહી ચૂકવી શકો પણ આજ આયુષના ચેહરા પર હાસ્ય લાવીને તમે મારી માટે એ ઉપકારથી પણ મોટું કામ કર્યું છે,અયુષના પપ્પા એક Transport Company માં કામ કરતા હતા તેથી તેમને અવાર-નવાર બહારગામ જવાનું થતું હતું,પરંતુ એક રાત્રે ઘર તરફ પાછા ફરતા એક અકસ્માતમાં તેમનું મોત થઈ ગયું,આ વાતનો આયુષના મન ઉપર બહુ ખરાબ અસર પડ્યો,તે તેના પપ્પાને યાદ કરતો હંમેશા એકલો બેસી રહેતો,કોઈ સાથે વાત કરતો નહી,અચાનક રાત્રે ઊંઘમાંથી ઊઠીને રડવા લાગતો,જેથી તેની તબિયત પણ વધારે ખરાબ રહેવા લાગી."આટલું કહેતા મેઘનાની આંખમાંથી આંસુ સરી પડ્યું.
"બાળકોના મન અને હૃદય સાફ હોય છે જેથી તે સરળતાથી અન્ય સાથે લાગણીના બંધનથી બંધાઈ જાય છે,જો મારા લીધે તેના ચેહરા પર હાસ્ય આવ્યું હોય તો હું મારી જાતને નસીબદાર માનું છું" નિલેશે મેઘના પાસે બેસતાં કહ્યું,નિલેશની વાત સાંભળી તે નિલેશ સામે એક ટક જોઈ રહી.

આખરે મેઘનાએ મૌન તોડતા કહ્યું,"અરે તમે મારી આટલી મદદ કરી પણ મે તમને ચા કે નાસ્તાનું તો કંઈ પૂછ્યું જ નહી,તમે થોડીવાર બેસો હું આવું છું.આટલું કહી તે રસોડા તરફ જવા માટે આગળ વધી ત્યાં અચાનક નિલેશની નજર તેના પગ ઉપર ગઈ અને તેણે મેઘનાનો હાથ પકડતાં કહ્યું,"મેઘના એક મિનિટ આ કંઈ રીતે વાગ્યું?"નિલેશની વાત્ત સાંભળી તેને નીચે જોયું તો ગીચ જાળી અને પથરાળ વિસ્તારમાંથી નીકળવાને લીધે તેમાં પગમાં અનેક જગ્યાએ ઈજાઓ થઈ હતી,જેના લીધે તેના પગમાંથી હજુ પણ લોહી નીકળતું હતું.


To be Continued......