માતૃપ્રેમ Niketa Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

માતૃપ્રેમ

નાનુ હંમેશા ઈશ્વર પાસે કંઈ જ ના માંગતો. તેની પાસે કશું જ ન હતું છતાં તે બધા માટે ખુશીઓ માંગતો પરંતુ પોતાના માટે આજ દિન સુધી એક વસ્તુ પણ ઈશ્વર પાસે માંગી ન હતી. નાનુ હંમેશા એમ જ વિચારતો કે મને જે મળ્યું છે બસ મારા માટે એટલું જ કાફી છે.

ચાની કિટલી પર કામ કરતાં કરતાં સાત વષૅનો નાનુ ક્યારે પંદર વષઁનો સગીર બની ગયો. એનું પણ ધ્યાન નથી. જન્મતાં વેત જ તેને કચરાપેટીના ડબ્બામાં નાખી દેવામાં આવ્યો હતો. ચાની કિટલીવાળા મનસુખલાલે તેને કચરાપેટીના ડબ્બામાંથી ઉઠાવીને પોતાના ઘરે લઈ ગયા હતા. મનસુખલાલને સંતાનમાં એક દીકરી હતી. દીકરાની લાલસા બહુ હતી પરંતુ ઈશ્વરની ઈચ્છા નહી હોય તો દીકરો નહી દીકરી જ એમના ઘેર અવતરી.

નાનુને ઘરે લઈ ગયા બાદ તેમની પત્નીએ તેને રાખવાની ના પાડી દીધી. પારકાનાં છોકરાં હું ના રાખું એમ કહીને. મનસુખલાલ પત્ની આગળ કંઈ બોલી શકતાં નહી. તેથી નાનુને પોતાની કીટલીએ લઈ ગયાં ત્યાં જે માણસો કામ કરતાં તેમને નાનુને સોપીં તેનું ધ્યાન રાખવાનું ક્હયું. કીટલી પર કામ કરતાં માણસો પણ બહુ ભલા હતાં બધા નાનુનું ધ્યાન પોતાના બાળકની જેમ રાખવા લાગ્યાં. બધાની વચ્ચે એ અનાથ બાળક ક્યારે મોટો થઈ ગયો ખબર જ ના રહી. મનસુખલાલની પત્નીના લીધે તે તેને સ્કૂલમાં ભણવા મૂકી ના શક્યાં તે વારેવારે નાનુ માટે સંભળાવતી. મનસુખલાલ જાતે જ ધંધાના સમયે સમય મળે ત્યારે નાનુને ભણાવતાં. તેને પાયાનું જ્ઞાન આપતાં.
નાનુ સાત વષૅનો હતો ત્યારથી જ મનસુખલાલની કીટલી પર કામે લાગી ગયો હતો. તે મનસુખલાલનાં પોતાનાં પ્રત્યેનાં પ્રેમને બરાબર જાણતો હતો. તેથી જ તે ક્યારેય મનસુખલાલની કોઈપણ વાતને ટાળતો નહી.

સમય જતાં નાનુ ભણવામાં પણ હોશિયાર હોવાથી પોતાની રીતે રાત્રિ શાળામાં ભણવાં લાગ્યો. દિવસે કીટલી પર કામ કરતો ને રાત્રે ભણતો. આમ ને આમ નાનુ ધોરણ 12સુધીનો સાયન્સનો અભ્યાસ કરીને મેડિકલ કોલેજમાં ગયો. નાનુનો બધો ખચૅ મનસુખલાલ કરતાં હતાં પરંતુ તેમની પત્નીની જાણ બહાર. કીટલી પર વષોઁથી કામ કરવાને લીધે તેની પાસે પણ સારી એવી જમાપૂંજી ભેગી થઈ હતી. તેથી તે પોતાનો વધારાનો ખચૅ જેમ કે કપડાંનો, જમવાનો, તે બધો ખચૅ તે જાતે જ ઉઠાવતો. નાનુ મેડિકલ કોલેજનો અભ્યાસ પૂણૅ કરીને ડોક્ટરની ડિગ્રી લઈને મનસુખલાલને પગે લાગવા આવ્યો. મનસુખલાલ નાનુને એક સફળ ડોક્ટર બનેલો જોઈને પોતાની આંખમાં આંસૂ રોકી ના શક્યાં. તેમને પોતાની તપસ્યા સફળ થયેલી દેખાઈ.

નાનુને ખૂબખૂબ આશિઁવાદ આપ્યાં ને જણાવ્યું કે તારી સફળતામાં મારા સિવાય પણ કોઈ છે જેનો બહુ મોટો હાથ છે. એ જે છે તેને જ બધું કર્યું છે મેં તો ફ્કત તને મોટો કર્યો છે ખરી રીતે તારો ઉછેર તો એ વ્યકિતએ કયોઁ છે. નાનુ તો આ સાંભળતાં જ અવાક્ બની જાય છે. તે વિચારે છે કોણ હશે એવું જેને મને આટલો લાયક વ્યકિત બનાવ્યો છે પરંતુ મને એની જાણ નથી.

મનસુખલાલે તરત જ પોતાની પત્નીને બૂમ પાડીને બોલાવી કે સુશીલા બહાર આવ જો તારો દીકરો આજે ડોક્ટર બનીને આવ્યો છે. નાનુ આ સાંભળતાં જ આશ્ચયૅ પામે છે કે શેઠાણીએ તો મને ક્યારેય બોલાવ્યો પણ નથી તો મારી સફળતામાં એમનો હાથ કંઈ રીતે હોય શકે. સુશીલા બહાર આવતાંવેત નાનુને વળગી પડે છે. નાનુને કંઈ જ સમજાતું નથી. મનસુખલાલ નાનુની મનોદશા સમજી જાય છે. તે નાનુને બધી હકીકત જણાવે છે.
કેવી રીતે સુશીલાએ નાનુનું પહેલાં દિવસથી જ એક માની જેમ ધ્યાન રાખ્યું, નાનુને અનાથ હોવાનો આભાસ પણ ના થાય એનાં માટે સતત કીટલી પર એ છાનામાના આવતી. એનાં માટે સારું સારું ભોજન, કપડાં લાવતી. નાનુને કહે છે કે રાતે તારાં સૂઈ ગયાં પછી સુશીલા રોજ આવતીને પ્રેમથી તારા માથે હાથ ફેરવતી. એક માની હૂંફ તને સુશીલાએ જ આપી છે. પોતાની દીકરીને કંઈ ઓછું ના આવી જાય એને માટે થઈને સુશીલાએ તને પોતાનાથી દૂર કરીને ઉછેર્યો છે.

નાનુને એ દિવસે સુશીલામાં ઈશ્વર દેખાયા. જેણે તેનાં જેવાં એક રાંકના રતનને હીરો બનાવીને ચમકાવ્યો. નાનુ વિચારે છે આખી જિંદગી મને દૂર રાખી મને મનોમન પોતાની પાસે રાખ્યો. માની હૂંફનો પરિચય આપ્યો. નાનુ તરત જ સુશીલાના ચરણે પડીને તેને ખોટી સમજવા બદલ માફી માંગે છે.એક સગીમા કરતાં પણ વિશેષ સુશીલાએ કર્યું છે તેમ કહીને તેને વળગી પડે છે.

થોડા જ દિવસમાં મનસુખલાલની કીટલીની બાજુની દુકાનમાં ડો.નાનુ મનસુખલાલ શાહનું બોડૅ લાગી જાય છે.

નિકેતા શાહ