Early Morning Entry In Ahemdabad - 3 Rushabh Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Early Morning Entry In Ahemdabad - 3

6:45 અમે લોકો કૃષ્ણનગર પહોંચ્યા. જેવા બસ સ્ટેન્ડમાં ઉતર્યા તો પહેલા ન્હાવા અને ફ્રેશ થવા માટે વોશરૂમ શોધવા નીકળ્યા તો ત્યાં બસ સ્ટેન્ડમાં એક પણ વોશરૂમ હોતો નહીં. આ જગ્યા પર અમે લોકો સાવ અજાણ્યા હતા તો એક ભાઈને પૂછ્યું કે વોશરૂમ કઈ બાજુ છે તો એમને કીધું કે આગળ હશે કદાચ. આટલું કહી એ ભાઈ તો ચાલતા થયા પછી 750 મીટર ચાલ્યા પછી તો કાંઈ પણ શૌચાલય જેવું નહીં અને ત્યાં એક મંદિર હતું તે ભાઈને પૂછ્યું કે જાહેર શૌચાલય ક્યાં છે? તો એમને કહ્યું "તમે દૂર આવી ગયા ભાઈ તમે પાછળની બાજુ પાટિયા જવું પડશે” મારા મનમાં એવો સવાલ થયો ત્યાં પાટીયા વળી શું હશે ? ચાલો જે હોય તે જોઈએ.

દોઢ કિલોમીટર ચાલ્યા પછી પાટિયા વિસ્તાર ચાલુ થયો સ્લમ વિસ્તાર બધા જૂનવાણી મકાનો અને દુકાનો હતી અમુક દુકાનો તો એ રીતની હતી કે અડધો સામાન ઘરની અંદર હતો અને અડધો સામાન ઘરની બહારના ભાગમાં હતો. ઘણા લોકો રસ્તા પર જ ખાટલો પાથરીને સુતા હતા. એક જાહેર શૌચાલય પાસે અમે લોકો પહોંચ્યા ત્યાં પણ ભીડ હતી થોડી રાહ જોઈ અને અમે લોકો ફ્રેશ થયા ત્યાં પૈસા લેવા વાળાએ એક ભાઈ પાસેથી સ્નાન માટે પાંચ રૂપિયા લીધા અને અમારી પાસેથી વીસ લીધા લાલુથી રહેવાયું નહીં અને એને સીધું પૈસા ભેગા કરવા વાળા ને પૂછી લીધું લાલુ : અમારી પાસેથી ૨૦ લીધા અને આની પાસેથી કેમ પાંચ જ તો એ ભાઈએ કહ્યું કે એ રોજના ગ્રાહક છે ભાઈ

અશ્વિને : જે હોય તે આપી દયો

હજુ અમે લોકો ફ્રેશ થઈને બહાર નીકળ્યા ત્યાં તો વરસાદ ચાલુ થયો ભાઈ અને વીજળીના કડાકા સાથે લગભગ એક કલાક જેટલો એ વરસાદ રહ્યો હશે. અમે લોકો એક બસ સ્ટેન્ડમાં છાપરા નીચે ઉભા રહ્યા અડધી કલાક આમનમ જ બાજુઓના ચા ની લારી હતી તેની ઉપર થોડો ઘણો સામાન હતો તે અડધો સામાન પાણીમાં તરવા લાગ્યો અને જોત જોતા આખો રસ્તો પાણીથી ભરાઈ ગયો પછી દૂર રહેલા બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડમાં અમે લોકોએ જવાનું નક્કી કર્યું દોડીનેએક તો મારા ખભા પર બેગનો વજન એમાં પણ જીન્સનું પેન્ટ પહેરેલું તેનો વજન વધી ગયો અને બૂટ માં પણ પાણી ભરાઈ ગયું હતું અમે લોકો સ્ટેશન પર પહોંચ્યા થોડીવાર શાંતિથી ત્યાં બેઠા સ્ટેશન ઇન્ચાર્જ અમારે લોકોને રીસીપ્ટ બતાવી એને કીધું કે આ રીતે અલગ અલગ જગ્યાએ અમારે લોકોને જવાનું છે સ્ટેશન ઇન્ચાર્જ માં જે ભાઈ હતા તે પાછા ક્યાંક ચાલ્યા ગયા તેની બદલે બીજા ભાઈ આવ્યા તેમને અમારી રિસિપ્ટ જોઈ અને કીધું કે હું જે પ્રમાણે બેસાડું તે રીતે તમે બસ માં બેઠી જાઓ અને અમારે લોકો ને ક્યા અલગ અલગ જગ્યાએ ઉતરવાનું છે એ પણ એમને કીધું ટિકિટનું મશીન ખરાબ થઈ ગયું હોવાથી સ્ટેશન ઇન્ચાર્જ આમરા માંથી કોઈ પણ ની ટિકિટ ફાડી નહિ. અને બસ ડ્રાઈવરે કીધું કે આ બધા વિદ્યાર્થી સે ભઈ એક પણ ની ટીકીટનાં કાપતો.

હું અને મહેશ એક બસમાં બેઠયા

મહેશ : એ રુસ્લા કઈ નેટવર્ક નથી આવતું અને લોકેશન કઈ રીતે ગોતવું?

હું : ચીંતા નો કર બધું થઈ જશે.

થોડી વાર પછી એક સ્ટેશન પર મહેશ ઉતરી ગયો. હું હજી એ જ બસમાં હતો મને બે ત્રણ સ્ટેશન પછી એક સ્ટેશન પર ડ્રાઈવરે ઉતરવાનું કહું હું તેજગ્યાનું નામ મોહનનગર તેવું કંઈક હતું તે બસ સ્ટેન્ડ એક ચોર્કીદાર અને બે સ્ટેશન ઇન્ચાર્જ સિવાય કોઈ હતું નહીં પહેલી વાર બી.આર.ટી.એસના બસ સ્ટેન્ડમાં આવ્યો હોવાથી ત્યાંના ઇન્ચાર્જ ને અહીંયા બેઠો તો કંઈ વાંધો નથી ને તેને કહ્યું “કાંઈ વાંધો નથી બેઠો તમ તારે નિરાંતે”

અડધી કલાક જેવું હું ત્યાં બેઠો ગીત સાંભળતો હતો પછી મારે જવું હતું. મેં ચોકીદારને પૂછ્યું ચોકીદાર એ કીધું સામે પેલી બાજુએ ચાલ્યા જાવ ત્યાંથી રીક્ષા મળી જશે તમને મેં ચાલીને સડક પાર કરી ત્યાં ઉભો રહ્યો અને રીક્ષા આવીને ઊભી રહી મેં કીધું અંબિકાનગર જવું છે "30 રૂપિયા થશે ભાઈ" રિક્ષાવાળાએ કહ્યું

હું રિક્ષામાં બેઠયો રીક્ષા થોડું ચાલ્યા પછી તેને કીધું કે આગળ પાણી ભરેલું છે રીક્ષા બંધ પડી ગઈ તો ધક્કો તમારે મરાવો પડશે રિક્ષામાં બેઠેલા ત્રણ જણાને હા કહ્યું  મારા  મનમાં થયું જીવનમાં બસ આ એક કામ કરવાનું બાકી હતું કે જે રીક્ષામાં બેઠયો રીક્ષા બંધ પડી ગઈ તો પણ ધક્કો આપણે જ મારવાનો.