Electronic Divorce jighnasa solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

Electronic Divorce

આમ તો જનરલી divorce શબ્દ પરણીત પતિ - પત્નીના છૂટાછેડા માટે વપરાય છે. પણ હાલના સમયમા સોશિયલ મિડિયાની માયાજાળ એટલી વિસ્તરેલી છે કે એમા ફસાયા વિના ભાગ્યે જ કોઈ રહી શકે. પરણીત હોય કે અપરણિત દરેકના જીવનમા સોશિયલ મિડિયા જાણે 'પ્યાસી ચૂડેલના પડછાયા'ની જેમ સાથે ને સાથે જ હોય છે.

હવે આ સોશિયલ મિડિયાની સૌથી મોટી માયાજાળ એટલે Instagram અને Facebook. આમા આખો દિવસ તમને જાણે ચૂડેલે જકડી રાખયા હોય એમ લોકો આ બંન્ને એપ પર online જોવા મળે જ. આમા આપણો ગુજરાતી ચૂંચો પણ ભરાણો. 🙃

એક તો ચૂંચો પાક્કો ગુજરાતી. અને એમાય પાછો ગામડિયો. "વટ માર્યા વગર રહે એ ગુજરાતી ના કહેવાય" આ વાત આપણા ચૂંચાના જીવનમા ગળગૂંથી થી ઉતારી બેઠેલા ચૂંચાને હવે એના 22મા જન્મદિને એના પપ્પાએ samsung Galaxy A21 s ultra smart phone અપાવ્યો એટલે ચૂંચો રાજીનો રેડ.

હવે તો ચૂંચો આખા દિવસના 8-9 કલાક મોબાઇલ લઈ ને બેઠો હોય એમા Facebook- Instagram પર જાત જાતના ફોટા અને વિડિયો મૂકે. અને એને કેટલા લાઈક્સ મળ્યા , એ જ જોવામા ગાંડો થઈ જતો. એમા ચૂંચાને રોમા નામની છોકરીએ Facebook પર friend request મોકલી . અને ચૂંચાએ તરત જ accept કરી લીધી. પછી તો બંન્ને રોજ ચેટથી વાત કરતા.

રોમા : good morning
ચૂંચો : ગાંડી જય માતાજી બોલ.
આપણે રહ્યા પાકકા ગુજરાતી. આવુ ઇંગ્લિશ વિંગલિસ આપણને બઉ નો ફાવે.
રોમા: તે હેં લ્યા.... તુ પૂરો અભણ સૂ કે..??
ચૂંચો: ના હવે. અમારા આખાય ખાનદાનમા હુ બધાયથી વધુ ભણેલો.
રોમા : પણ કે તો ખરો કેટલો ભણ્યો?
ચૂંચો : 10મુ ફેલ.
બોલ મારી હારે લગન કરીશ?
15 વિધા જમીન સે મારા બાપની.
એમા બે મગફળીના ખેતર સે ઈ મારા. એની ખેતી હુ જાતે જ કરુ છુ.
રોમા : મારા પીટયા, નવરીના ... નખ્ખોદિયા.....
તારી હારે પૈણીને મારે મગફળીના ફોતરા નથી ઉડાડવા.
ઈન્સ્ટા. પર તો શહેરિયા છાટકા જેવા ફોટા ને વિડિયો મૂકેલા સે. તુ તો 10મુ ફેલ સુ. તારી હારે મને નો ફાવે.
ચૂંચો: તે ઈ કે' પેલા તુ કેટલુ ભણી? ને તારા બાપાની કેટલા વિધા જમીન સે?
રોમા : 12મુ પાસ.
મારા બાપા ગામની સરકારી ઈસ્કૂલમા પગી. ન્યાજ હુ ભણી. મારા બાપાની જમીન નુ તારુ હુ કામ સે?
ચૂંચો: તે વાયડી ઈમ કે ને કે' તારા બાપાની લાગવગથી પાસ થઈ સુ.

વાયડી સંબોધન સાંભળી રોમાનુ મગજ છટકયુ. તેણે ચૂંચાને પોતાના whatsapp, Facebook, Instagram પર બ્લોક કરી દીધો.

ચૂંચો હવે બબલી જોડે ચેટ પર વાત કરતો. એને બબલી જોડે સારુ એવુ ફાવવા લાગ્યુ. તે હવે રોજેરોજ નવા નવા વીડિયો બનાવતો અને સોશિયલ મિડિયા પર મૂકતો. ચૂંચાના followers મા girls વધુ ને વધુ ઉમેરાતી ગઈ. એમા ગોપી, માયા, રાજલ, હેમા, રિંકુ, અને બબલી સાથે ચેટ પર વધારે વાત કરતો.
બબલીને ચૂંચા સાથે ગાઢ મૈત્રી થઈ ગઈ. પણ હજી એ ચૂંચાની ફટ બોલીથી અજાણ હતી.

એકવાર ચૂંચાના પપ્પા જોડે ચૂંચો સાતબારના ઉતારાના કામથી અમદાવાદની કલેક્ટર કચેરીએ આવ્યો. પણ કામ ન થતા બંન્ને બાપ - દિકરાને બે દિવસ અમદાવાદમા જ રોકાવુ પડ્યુ. એટલે નજીકની એક ગેસ્ટહાઉસમા રોકાયા. કલેક્ટર કચેરીની લાંબી લાઇનમા ઊભા રહેવુ, પાછા આમથી તેમ અલગ અલગ ઓફિસમા સહી સિક્કા કરાવવા રખડવુ પડતુ એમા બંન્ને બાપ - દિકરો થાકી ગયા. રાતે ભોજન લઈ બંન્ને જણા ગેસ્ટહાઉસના રુમમા સૂઈ ગયા.

સવારે બીબલીએ રોજની જેમ ,
good morning jaanu 😘.
શુ કરે મારો બાબુ? 😊 જેવા મેસેજ whatsapp પર કર્યા. ચૂંચો હજી ઉઠ્યો ન હતો .
બબલીને કલાક સૂધી મેસેજનો કોઈ reply ન મળતા તેણે ફોન કર્યો. રિંગ વાગતા જ ચૂંચાના પપ્પાએ ફોન ઉપાડ્યો .
એવુ સમજીને કે ચૂંચાની મમ્મીનો ફોન હશે. હજી તો hello બોલે એ પહેલા જ બબલીએ રોમેન્ટિક અવાજમા કહયુ:
goog morning babu....
શુ કરે છે મારુ ગલુડિયુ..??
કેમ કંઈ રિપ્લાઈ ના આપ્યો?
કયારની રાહ જોઉ છુ. ??
એટલામા જ ચૂંચાના પપ્પા ધૂઆપૂઆ થઈ બોલ્યા : ગલૂડિયુ હજી સૂઈ રહ્યુ છે. હુ ડાઘિયો ડોબરમેન બોલુ છુ.
બોલ, ગલુડિયાનુ શુ કામ હતુ બિલાડી ?
આટલુ સાંભળતા જ બબલીએ ફોન કટ કરી નાખ્યો.
સામેથી ચૂંચાના પપ્પાનો ફોન ન આવે એટલે એણે તરત જ ચૂંચાનો નંબર બ્લોક કરી નાખ્યો. તેણે પણ રોમાની જેમ જ કર્યુ.
ચૂચો ઊઠ્યો એટલે બાપાનુ મોઢૂ જોઈને પરિસ્થિતિ સમજી ગયો. મોબાઇલ જોતા ખબર પડી ગઈ બબલીએ પણ તેને બ્લોક કર્યો છે. આ પહેલા માયા , ગોપી, રાજલ, રિંકુ, બીજી પણ અનેક છોકરીઓએ એને બ્લોક કયો હોવાથી ચૂંચો વિચારમા પડયો.
આ બ્લોક કરવુ એ પણ એક જાતના "divorce" જેવુ જ છે. ચૂંચો મનોમન હરખાયો. 😊 છૂટાછેડા માટે કોર્ટમા અરજી દાખલ કરો. તગડી ફી આપીને વકિલ રાખો. પાછા છૂટાછેડા આપતી વખત પત્નીને પૈસા, મિલકત, અડધો અડધ હિસ્સો
આપો. ભરણ પોષણ આપો ત્યા માંડ પાંચ દસ વર્ષે કોર્ટના અને પત્નીના ચક્કરમાથી છૂટાય . વળી એ છૂટી ના થાય, ત્યા સૂધી બીજી પણ ના લવાય. 😏 પણ આ બ્લોક એટલે જાણે "electronic divorce" કોઈ પણ જાતના કાગળિયા, વકિલ, કોર્ટ કે ખર્ચા વગરના " છૂટાછેડા". તરત જ છૂટાછેડા અને "બંદા આઝાદ " 🙃 એક જાય,તો બીજી તૈયાર . બંદા લગ્ને લગ્ને કુવારા જેવી feeling આવે. 😃
ચૂંચો આમજ હરખાતો હતો ત્યા એના મોબાઈલમા notification આવી. ચૂંચાએ જોયુ તો ગીતિકા નામની છોકરીની friend request આવી. ચૂંચો ખૂશીથી નાચવા લાગયો.

જીજ્ઞાસા સોલંકી
➖➖➖🌼➖➖➖🌼➖➖➖🌼➖➖➖