અનોખી અનામિકા Zala Nipali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

અનોખી અનામિકા

શું લખું એ અનામિકા વિશે અમારા માટે એ અનામિકા ખૂબ જ સ્પેશિયલ છે અનામિકાના જીવન વિશે અહીં થોડું લખવા માંગુ છું જો એના વિશે લખવા બેસુ ને તો આપો જીવન ખૂટે છે

અહીં એ અનામિકાના જીવનની વાસ્તવિકતા લખું છું સત્ય છે આ બધું અહીં પ્રસ્તુત કરવામાં માંગુ છું .


ખૂબ જ ખુશ રહેતી એ અનામિકા ના જીવનમાં અચાનક પલટો આવી જાય છે. એ અનામિકાના હસબન્ડ એના જીવનનો ખાસ હિસ્સો હતા. હંમેશા જિંદગી ખુશીથી જીવતા તેમના બે બાળકો પણ હતા એ અનામિકા તેના નાના પરિવારમાં ખૂબ જ ખુશ રહેતી અનામિકા એ શિક્ષિકા હતી અને તેના હસબેન્ડ એ નોકરી કરતા હતા.

અચાનક અનામિકાના હસબન્ડ ની તબિયત ખૂબ જ ખરાબ થઈ જાય છે તેને હોસ્પિટલમાં દાખલ કરે છે તેમની સાથે રહીને તેને સપોર્ટ કરે છે

પરંતુ એ અનામિકાના હસબન્ડ ની ડેથ થઈ જાય છે. એ અનામિકા તૂટીન વિખરાય જાય છે. તેના બાળકોની સામે તે કેવી રીતે રોવે? ઘરના એ ખૂણામાં બેસીને છાની માની રોઈ લે છે.

અનામિકા માટે તેમના હસબન્ડ ખૂબ જ સ્પેશિયલ હતા અને જ્યારે કોઈ આપણા જીવનના સ્પેશિયલ વ્યક્તિ છોડીને જાય છે ત્યારે કેવું દર્દ થાય છે એ જેણે ખોયું હોય એ જ જાણે છે.

પછી એના વિચારી લે છે કે તે તને બાળકો માટે જીવશે. અનામિકા તેની દીકરીને બહાર ભણવા મોકલે છે. એ અનામિકા પુરા ઘરનું કામ કરી તેના દીકરાને સ્કૂલે છોડી અને પોતાની સ્કુલે ભણાવવા માટે આવી જાય છે.

લોકો તેને કમજોર ગણે છે હવે તેને હસબન્ડ નથી હવે એકલી બિચારી શું કરશે અને તેના વિશે ઘણી ખરી વાતો પણ કરે છે લોકો

પણ એ અનામિકા પર શું વીતતું હશે એ કોઈ જાણતું નથી. હજારો દુઃખ દર્દ છે તેના જીવનમાં છતાં પણ એ હંમેશાં ચહેરો હસતો જ રાખે છે.

એ જ્યાં ટીચર છે ને ત્યાં ઘણા લોકો તેની વેલ્યુ નથી કરતા કારણ કે તે ઈમાનદારીથી કામ કરે છે સત્યના માર્ગ પર ચાલે છે અને આપણે જોયું છે આપણી આજુબાજુ કે જે સારા કામ કરે છે ઈમાનદારીથી કામ કરે છે તેની લોકો વેલ્યુ નથી કરતા

ભલે ઘણા લોકોને તેની વેલ્યુ ન હોય પણ તેમના વિદ્યાર્થીઓને તો છે ને હંમેશા એ નિસ્વાર્થ ભાવે સ્કૂલમાં નવીન કાર્યકર્તા રહે છે ક્યારેક છોડવાઓ વાવે છે તો ક્યારેક મેદાન સાફ કરવા વિદ્યાર્થીઓની મદદ કરે છે અને જો કોઈ વિદ્યાર્થી પ્રોબ્લેમ તેને કહે તો તેને સોલ્વ કરવા પણ મદદ કરે છે હંમેશા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહે છે.

શાળા સમય દરમિયાન પ્રાર્થના સભા શરૂ થવા પહેલા ઘણા વિદ્યાર્થીઓ તેના અનામિકા ની રાહ જુએ છે જો તેના વિદ્યાર્થીઓ તે અનામિકા નો ચહેરો જોઈ લે તો તેને સંતોષ અનુભવે છે શાળામાં શિક્ષકો તો ઘણા હોય છે પણ આજ સુધી એના જેવું ક્યારેય નથી જોયું.

જ્યારે એ અનામિકા લેક્ચર લેવા આવે છે ત્યારે એવું લાગે છે કે બધા જ લેક્ચર એના જ હોવા જોઈએ એ ભણતરનો જ નહીં પણ જીવન જીવવાનો કક્કો પણ શીખવે છે.

જ્યારે રિસેસ સમય હોય છે ત્યારે એ અનામિકા પોતાના વિદ્યાર્થીઓ સાથે બેસીને જમે છે. તેની સાથે બેસી હજારો વાતો કરે છે રમતો રમે છે અને એક ફ્રેન્ડ બની જાય છે અને જ્યારે કોઈ ભૂલ કરીએ ત્યારે સમજાવવા મોટી બહેન બની જાય છે.

એ અનામિકા સાથે જેટલું ટાઈમ સ્પેન કરીએ એટલું ઓછું જ છે એવું લાગે છે કે આખો દિવસ તેની સાથે બેસી રહીએ.

એ હંમેશા યોગ્ય માર્ગદર્શન આપે છે એ હંમેશા શીખવે છે કે જીવનમાં જેટલી મુસીબતો આવે ને એ હરેક મુસીબતો થી લડવાનું ક્યારે કોઈ નથી ગભરાવાનું નહીં.

જ્યારે આપણે જિંદગીમાં બીજા લોકોથી કંઈક અલગ કરશું ત્યારે આ દુનિયાના લોકો સંભળાવશે ઘણું ઘણું બોલશે જિંદગીમાં મારી સાથે જ આવું કેમ થાય છે એવું ક્યારેય નહીં વિચારવાનું જે સત્યના માર્ગ પર ચાલે છે તેની સાથે હંમેશા ઈશ્વર ચાલે છે.

લોકો ઘણું બધું સંભળાવે છે એ અનામિકાને પણ એના જીવનમાં આવેલી હજારો મુસીબતોએ એટલી સ્ટ્રોંગ બનાવી દીધી છે આ અનામિકા ને કે શું કહું

હા એ બીજા લોકોથી થોડીક અલગ છે થોડાક અલગ છે તેના વિચારો થોડાક અલગ છે તેનું વ્યક્તિ થોડાક અલગ છે તેના કાર્યો એટલે તો તે બધા લોકોની વચ્ચે ની ભીડમાં પણ અલગ જ લાગે છે એની અલગ જ ઓળખાણ છે

લોકો ઘણું ખોટું બોલે છે ઘણું ઘણું સંભળાવે છે પણ એના દરેક વાતને ઇગ્નોર કરે તે બસ હંમેશા પોતાના કાર્યોમાં વ્યસ્ત રહે છે લોકોને નથી ગમતી એ અનામિકા કારણ કે ઈમાનદાર છે સત્યને માર્ગ પર ચાલવા વાળી છે અને તેના જીવનમાં હજારો દુઃખ દર્દ છે છતાં તેમનો ચહેરો કેમ હસતો છે એ હસતો ચહેરો નથી જોઈ શકતા લોકો શા માટે તેનો હસતો ચહેરો નથી જોઈ શકતા એ નથી જાણતા અમે

જ્યારે એ અનામિકા નો જન્મદિવસ આવે ત્યારે જન્મદિવસ ના દિવસે એ ઘરના ખૂણામાં બેસી અને અનરાધાર રોઈ લે છે કારણ કે તેના જીવનના ખાસ વ્યક્તિ તેની સાથે નથી જ્યારે અનામિકા નો જન્મદિવસ આવે ત્યારે એના હસબન્ડ તેને હજારો સપ્રાઈઝ આપે છે તેમના હરેક જીવનમાં દિવસને ખુબ જ સ્પેશિયલ અને યાદગાર બનાવી દે છે.

પરંતુ જ્યારે એના જીવનના ખાસ વ્યક્તિ તેનાથી દૂર થઈ જાય છે ત્યારે કેટલું દર્દ થાય છે જ્યારે જ્યારે અનામિકા નો જન્મદિવસ આવે છે ત્યારે ત્યારે હર એક યાદ ત્યાં તેમને શતાવે છે કેમ ભૂલી શકે એના જીવનના સ્પેશિયલ વ્યક્તિ સાથે વિતાવેલી એ ક્ષણોને

તેમના વિદ્યાર્થીઓ તેમના જન્મદિવસની યાદગાર બનાવવા કોશિશ કરે છે તેમના વિદ્યાર્થીઓ તેમને સરપ્રાઈઝ આપે છે તો બસ તેમને થોડી ખુશી આપવા માંગે છે તેના જન્મદિવસ પર બસ તેને ઘણા વિદ્યાર્થીઓ તેને ખુશ રાખવા માટે પ્રયત્ન કરે છે.


ઘણા લોકો તે અનામિકાની ઈમેજ ડાઉન કરવા માંગે છે અને અનામિકા નું નામ ખરાબ કરવા માંગે છે શું મળતું હશે આ બધું કરવાથી નથી જાણતા અમે શા કારણે ચુભતી હશે બધાને ઈમાનદારી ચુભે છે બધાને કે તેનું વ્યક્તિત્વ ચૂભે છે બધાને નથી જાણતા

પણ હંમેશા એ અનામિકા હર એક વાતને ઇગ્નોર કરે છે એ શું કહે છે ખબર છે કે લોકો આપણું નામ ખરાબ કરવા માંગે છે તો કરવા દો જેનું નામ હોય એનું જ ખરાબ થાય છે જેનું નામ જ ન હોય એનું ખરાબ થવાની વાત જ નથી આવતી.


હે દ્વારકાધીશ ક્યારેય દુઃખ ન આવે એ અનામિકા ના જીવન માં લાખો ઘણી ખુશી દે જે દ્વારકાધીશ અમારી ખુશીનું હિસ્સો પણ તેમને આપજે ભગવાન

હા ઘણા ખરા લોકો તમારી વાતો કરે છે તમને ઘણું બધું સંભળાવે છે હા ઘણા લોકોને તો તમે નથી ગમતા તો કાંઈ વાંધો નહીં. તમારી આંખમાં આંસુ જે લોકોને કારણે આવ્યા છે જેણે તમારી તકલીફ નથી સમજી શક્યા જેને તમને નથી સમજ્યા જેને તમને તકલીફો આપી છે ને તેમને દ્વારકાધીશ જરૂર ફળ આપશે.

તમારી સાથે વિતાવેલી હરેક ક્ષણો અમારા માટે સોનેરી છે ક્યારેય નહીં ભૂલી શકયે તમારી સાથે વિતાવેલ એ ક્ષણો ને અમે તમારી સાથે એટલું એન્જોય કર્યું છે એટલે મોજ મસ્તી કરી છે કે શું કહું કાશ કાશ સમયની રોકી શકાતો હોત તો રોકી લેત તમે અમારા માટે સ્પેશિયલ છો અને જ્યારે સ્પેશિયલ વ્યક્તિ સાથે હોય ત્યારે ગમે તેવો સમય હોય ઓછું જ પડે છે .

હે દ્વારકાધીશ હંમેશા ખુશ રાખજે અનામિકાને ક્યારેય દુઃખના દેતા એ અનામિકાને હજારો લાખો અબજો ગની ખુશી આપજે

અહીં મેં જે પણ પ્રસ્તુત કર્યું છે એ હરેક વાત એ વાસ્તવિક છે અહીં એ અનામિકાના જીવનની વાસ્તવિકતા લખી છે. જે જીવનનું સત્ય છે એ મેં અહીં પ્રસ્તુત કર્યો છે જે લોકોએ અનામિકાના દુઃખને ક્યારેય સમજી નથી શક્યા અને મને લાગે છે કે હજુ ક્યારે પણ નહીં સમજી શકે એ લોકો

NIPALI ZALA ✍️....