Rahashy - 1 books and stories free download online pdf in Gujarati

રહસ્ય.... - 1

અંધારી રાત હતી રાજુભાઈ નામના એક વ્યક્તિ પોતાની દુકાન બંધ કરી પોતાના ઘર તરફ નીકળ્યા હજુ તો બસ ઘરે જતા જ હતા ત્યાં તેને જોયું તો સડક પર એક ગુણ હતી તે ગુણની અંદરથી લોહી વહી રહ્યા હતા રાજુભાઈએ પોલીસ સ્ટેશન પર ફોન લગાડ્યો ત્યાં જ ઇન્સ્પેક્ટર રઘુવીર એ ફોન ઉપાડ્યો સામેથી કહેવામાં આવ્યું કે સર અહીંયા સડક પર એક ગુણ પડી છે અને તેમાંથી લોહી વહી રહ્યા છે લગભગ કોઈની લાશ પડી છે ત્યાં જ સામેથી ફોન મુકાઈ ગયો ઇન્સ્પેક્ટર રઘુવીર અને હવલદારોને લઈ અને નીકળી પડ્યા ત્યાં જઈ અને ગુણ ખોલી તો એક યુવતી ની તાજી લાશ હતી જેમ કે કોઈ હમણાં જ નાખી ગયું હોય પછી લાશને પોસ્ટમોર્ટમ કરવા ઇન્સ્પેક્ટર રઘુવીરે મોકલી આજુબાજુ ઘણી પૂછતાજ કરવામાં આવી પણ કંઈ જાણવા મળ્યું નહીં ત્યારે એક દિવસ પછી એક વ્યક્તિ આવ્યો એનું નામ રાઘવ હતું એને ઇન્સ્પેક્ટરને કહ્યું કે મારી પત્ની એક દિવસથી ગાયબ છે આજે ન્યુઝ જોયું તો મને એમ થયું કે ક્યાંક મારી પત્ની તો નથી ને ઇન્સ્પેક્ટર એ લાશ બતાવી અને રાઘવે કહ્યું કે ના આ મારી પત્ની નથી રાઘવ ના ગયા પછી યુવતી નો ભાઈ અને તેના પિતા આવ્યા એને પણ લાશ બતાવવામાં આવી અને એને કહ્યું કે આ મારી બહેન છે ઇન્સ્પેક્ટર સાહેબ મારી બહેનનું કોઈ કાતિલ મળ્યું જો મળે ને તો ખૂબ જ કડી સજા આપજો એ યુવતીનો ચહેરો સરખી રીતે ઓળખાતો ન હોતા પણ કપડા ચંપલ વગેરે વસ્તુ દ્વારા ઓળખાઈ ગયું યુવતી ના પિતાએ ઇન્સ્પેક્ટરને કહ્યું કે સર લગભગ તેમના સાસરિયાના લોકોએ તેમને મારી નાખી નેહા એ પોતાના સાસરિયાંમાં ખુશ હતી પરંતુ અચાનક બધા તેમની સાથે વિરોધાભાસી વર્તન કરવા લાગ્યા સર મારી દીકરીને મળવો જ જોઈએ જે બહેન સાથે બાળપણથી લઈ આજ સુધી ની ખાટી મીઠી યાદો હવે કેવા આજીવન ડંખ મારતી રહેશે એનું કોઈ મહત્વ પોલીસ કે અદાલતમાં ધ્યાનમાં નહીં લે પોલીસ વિચારતી હતી કે કોણે મારી શા માટે અને આ યુવતી ની લાશ તેમનો પતિ રાઘવ ઓળખી ન શક્યો એ તેમના ભાઈ અને પિતાએ તરત જ ઓળખી લીધી આવું કેમ?????

નાની મોટી ખટપટ તો સંબંધો માં થયા જ કરે છે પણ એવું અચાનક શું બન્યું હશે કોણે મારી એ રહસ્ય જ રહી ગયું પોલીસ પણ તેના અંત સુધી જઈ ન શકી અંત સુધી પહોંચવા પોલીસ સતત પ્રયત્ન કરી રહી હતી પછી પોલીસે નેહા ના ફ્રેન્ડ્સ અને ઓફિસના લોકોને પૂછતા જ કરી તેમના ફ્રેન્ડ્સ એ કહ્યું કે હંમેશા ખુશ જ રહેતી પ્રાઇવેટ જોબ કરતે હમેશા તેમની ફેમિલી સાથે પણ ખુશ હતી પણ બે ત્રણ દિવસોથી જોયું તો થોડી ગુમસુમ રહેવા લાગી અમે એને પૂછ્યું હતું કે શું થયું બધું બરાબર છે તો એને કહ્યું કે હા પણ પછી તેને અમારી સાથે વોક પર આવવું છોડી દીધું ઇન્સ્પેક્ટર ના પૂછતા જ કરી પણ કંઈ જાણવા મળ્યું નહીં હજુ તો આ કેસના અંત સુધી પહોંચ્યા ન હતા ત્યાં જ ફરી રાતના 12:00 વાગ્યે ફોનની ઘંટી વાગે ફરી ઇન્સ્પેક્ટર રઘુવીરે ફોન ઉપાડ્યો સામેથી અવાજ આવ્યો કે સર અહીંયા રોડ પર એક ગુણ પડી છે અને તેમાંથી લોહી વહી રહ્યા છે લગભગ લાશ છે જલ્દી પહોંચો આટલું બોલ્યા પછી ફોન તરત જ મુકાઈ ગયો ઇન્સ્પેક્ટર રઘુવીર પહોંચ્યા અને જોયું તો તે ગુણમાં એક યુવતી ની લાશ હતી આજુબાજુ પૂછતા જ કરી પણ કંઈ પણ જાણવા મળ્યું નહીં આ ન્યુઝ સમાચાર ટીવી પર બતાવવામાં આવ્યા કે આ કોણ છે તે જાણવા મળે અને તેમનું કોઈ ઓળખીતું મળી જાય અને પછી ફરી એ જ બાબતે રીપીટ થઈ કે તે યુવતીના પતિએ તેમને ઓળખી નહીં અને તેમના પરિવાર જનોઈએ તેમને ઓળખી લીધી ઇન્સ્પેક્ટર ચિંતામાં પડી ગયા કે આ શું છે?????

બંને કેસમાં એક જ બાબત જોવા મળે છે આ થઈ શું રહ્યું છે બંને કેસમાં રાતના 12:00 વાગ્યે ફોન આવ્યો સડક પર એક ગુણ પડી છે આટલું કહી અને ફોન કપાઈ જતો અને બંને યુવતીના પતિ તેને ઓળખી ન શક્યા અને પરિવારના લોકોએ તેમને ઓળખી જાય છે આવું કેમ??????

ઇન્સ્પેક્ટર રઘુવીર કેસના ઊંડાણ સુધી જાય છે છતાં પણ કંઈ જાણવા મળ્યું નહીં પણ એક બાબત તેમાં અનોખી છે કે એક જ જગ્યાએ બંને યુવતી ને લાશ મળી છે અને ફોન કરનાર વ્યક્તિ થોડું કહીને ફોન કાપી નાખતો અને બંને વખતે ફોન કરનાર વ્યક્તિ એક જ હતો ઇન્સ્પેક્ટર ધવલદારોને લઈ અને રાજુભાઈ ના ઘરે ગયા થોડો ઘણો શંકા હતી ઇન્સ્પેક્ટર રઘુવીને રાજુ પર.............


રાજુ વિશે ઘરે જઈ પૂછ્યું તો તેમની પત્નીએ કહ્યું કે તે કામ માટે બીજા શહેરમાં ગયા છે

ઇન્સ્પેક્ટર રઘુવીર:-ક્યારે ગયા છે???

રાજુ ની પત્ની:-બે દિવસથી

ઇન્સ્પેક્ટર રઘુવીર ને હવે રાજુ ઉપર પણ શંકા થવા લાગી રઘુવીને થયું કે ક્યાંક આ રાજ્યોનું તો કામ નથી??

ઇન્સ્પેક્ટર રઘુવીર રાજુ ની પત્ની ને:-ક્યારે આવશે રાજુ

રાજુ ની પત્ની:-કહીને નથી ગયા કે ક્યારે આવશે

ઇન્સ્પેક્ટર રઘુવીર:-ક્યાં શહેરમાં ગયા છે??

રાજુ ની પત્ની:-એને મને કશું જ નથી કહ્યું એને કહ્યું કે દુકાનનું કામ છે એટલે ડિલ માટે બીજા શહેરમાં જાઉં છું શું કંઈ થયું છે ઇન્સ્પેક્ટર સર......???

ઇન્સ્પેક્ટર રઘુવીર:-નાના બસ એક કામ હતું રાજુભાઈનું

આટલું કોઈ અને ઘરની બહાર નીકળી ગયા વલદારને કામ સોપ્યું કે કયા શહેરમાં છે જલ્દી શોધો એ આ કેસનું મોટું ગવા છે આમ આખો દિવસ વીતી ગયો રાજુ વિશે કંઈ ઇન્ફોર્મેશન મળી નહીં અને રાતના 12:00 વાગવા આવ્યા હતા ઇન્સ્પેક્ટર રઘુવીર પોતાના ઘરે જવા નીકળ્યા ત્યાં ફરી ફોનની ઘંટી વાગી અને ફોન પર એને કહ્યું કે સડક પર લાજ પડી છે આટલું કહીને ફોન કપાઈ ગયો ઇન્સ્પેક્ટર રઘુવીરે ફોન ને ટ્રેક કરવા કોશિશ કરી પણ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો એટલે ફોન ટ્રેક થઈ શક્યો નહીં ફરી રઘુવીર ત્યાં પહોંચ્યા ફરી જે પહેલાંના બે કેસમાં બન્યું એ જ આ કેસમાં રીપીટ થયું ઇન્સ્પેક્ટર રઘુવીર વિચારમાં પડી ગયા. વારંવાર એ જ બાબતો રીપીટ શા માટે થાય છે અને 12 વાગતાં જ આ ઘટના બને છે હવે તો આનો અંત લાવવો જ પડશે અને ફોન ઉપર એક જ અવાજ એક જ ટાઈમ......

હવલદાર:-સર રાજુ તો નહીં હોય ને???

ઇન્સ્પેક્ટર રઘુવીર:-કોઈપણ શકે કારણ કે પહેલી વખત ફોન ટ્રેક કર્યો તેમાં રાજુના ઘરની ઇન્ફોર્મેશન મળી હતી અને આપણે બે દિવસથી ફોન પર જે પહેલી વખત હતી એ જ છે અવાજ રાજુ પણ હોઈ શકે...

હવદાર:-તેમની પત્નીએ તો કહ્યું કે તે કામ માટે બહાર ગયા છે તો સર રાજુ ક્યાંથી હોઈ શકે?????

ઇન્સ્પેક્ટર રઘુવીર:-રાજુ ક્યાં ગયો છે ક્યાં શું કરે છે એના વિશે આપણે કંઈ નથી ખબર એક કામ કરો રાજુ ક્યાં છે તે જાણવાની કોશિશ કરો. ફોન થાય તો ટ્રેક કરવાની ટ્રાય કરો

હવલદાર:-સારું સર અમે ટ્રાય કરીએ છીએ

સાચા કાતિલને શોધતા શોધતા ત્રણ દિવસ વીતી જાય છે અને ઇન્સ્પેક્ટર રઘુવીર રાજુના ઘરે જાય છે હજુ તો રાજુ ના ઘરે પહોંચે છે ત્યાં તેમના ઘરની આજુબાજુ ભીડ જામેલી હોય છે ઇન્સ્પેક્ટર રઘુવીર અંદર જઈને જુએ છે તો રાજુ ને મરણ પથારી પર હોય છે તેમની પત્નીને પૂછ્યું તો કહ્યું કે ઘરે આવતા આવતા તેમનું એક્સિડન્ટ થઈ ગયું પછી ઇન્સ્પેક્ટરન રઘુવીર રાજુના મિત્રોને પૂછતા જ કરે છે રાજુનો એક મિત્ર હતો સંજય તેરે ઇન્સ્પેક્ટર રઘુવીને કહ્યું કે કાલે સાંજે રાજુનો ફોન આવ્યો હતો એણે મને કહ્યું કે મારી એક ઈમ્પોર્ટન્ટ વાત કરવી છે તું કાલે રેલ્વે સ્ટેશન પર આવી જશે મેં પૂછ્યું શા માટે શું થયું ગભરાયેલો કેમ લાગે છે એને મને કહ્યું કે હું અત્યારે ટેક્સીમાં બેસી ગયો છું સવારે પહોંચી જઈશ તું જલ્દી આવી જજે એને કહ્યું કે બાર વાગ્યે હું દુકાન બંધ કરી આવતો હતો ત્યારે મેં એક લાશ જોઈ પોલીસને ફોન કર્યો પછી હું ત્યાંથી ચાલ્યો ગયો પછી એક વ્યક્તિ મને મા....... આટલું બોલી અટકી ગયો અને સર જેમ ટ્રક સાથે ટકરાય ગઈ હતી તેની ટેકસી એવો અવાજ આવ્યો

ઇન્સ્પેક્ટર રઘુવીર:-તને શું કહેવા માંગતો હતો??

સંજય:-એ મને સવારી બધી જ વાત કહેવાનો હતો

ઇન્સ્પેક્ટર રઘુવીર:-થેન્ક્યુ સંજય ઇન્ફોર્મેશન માટે

ઇન્સ્પેક્ટર રઘુવીર પોલીસ સ્ટેશન પાછા જાય છે એ વિચારે છે કે રાજુ ને કોને માર્યો હશે એ આપણું ગવા હતું એમને આ યુવતીઓ નું કોણે કર્યું? એ લગભગ તેને ખ્યાલ હતો એ વ્યક્તિ જેને રાજુને પણ મારી નાખ્યું રાજુ એ વ્યક્તિનો પડદો ફાશ કરવા માંગતો હતો એટલે જ એ વ્યક્તિ એ રાજુ ને મારી નાખ્યો...... સતત દસ દિવસથી આ ઘટના વારંવાર બનતી હતી હવે ઇન્સ્પેક્ટર રઘુવીરે રાતના 12:00 વાગે એ જ રસ્તે થઈ અને ત્યાં નીગ્રાની રાખવાનો વિચાર કર્યો 11 માં દિવસે ત્યાં નીગ્રાની રાખવાની ઇન્સ્પેક્ટર રઘુવીર અને હવાલદાર ગયા સવાર થઈ ગઈ કોઈપણ ઘટના બની નહીં પાંચ દિવસ સુધી કોઈ પણ ઘટના બની નહીં રઘુવીરે કેમેરો લગાવ્યા અને કેમેરા દ્વારા નીગરાની રાખવાનો વિચાર કર્યો સવારે કેમેરા લગાવવામાં આવ્યા અને રાતના સમયે કેમેરા દ્વારા નીગ્રાની કરતા હતા બસ નીગ્રાની કરતા હતા ત્યારે અચાનક 12:00 વાગતા આવ્યા અને કેમેરો બ્લાસ્ટ થઈ ગયો......... ઇન્સ્પેક્ટર બહાર નીકળીને જોયું તો તો ફરી એ જ ઘટના બની ચૂકી ઇન્સ્પેક્ટર રઘુવીર વિચારમાં પડી ગયા અચાનક કેમેરો બ્લાસ્ટ થઈ ગયા કોણ છે એ વ્યક્તિ શું જોઈએ એ વ્યક્તિ ને આ બધી જ યુવતીઓ પોતાનું વાહન લઇ અને રાતના 12:00 વાગ્યે નીકળી ત્યારે જ આ બધું ઘટના વારંવાર બની આ રહસ્ય જાણવા ઇન્સ્પેક્ટર રઘુવીરે ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તે જાણી શક્યા નહીં ન જાણી શક્યા કે આ બધાને મારનાર કોણ છે આ એક રહસ્ય જ રહી ગયું.......


........ તમે બધાને શું લાગે છે શું હશે આ રહસ્ય વારંવાર એ જ ઘટના રિપીટ થવાનું કારણ શું હોઈ શકે? આપ અપનો પ્રતિભાવ જણાવી શકો છો.......
✍️...

બીજા રસપ્રદ વિકલ્પો