છપ્પર પગી - 63 Rajesh Kariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છપ્પર પગી - 63

છપ્પર પગી ( ૬૩ )
———————————
૧૫ જૂને બન્ને શાળાઓનાં લોકાર્પણ માટે માહીતગાર કરે છે.. સ્વામીજીએ એ દિવસે આવવાની હા પાડે છે એટલે લોકાર્પણની તારીખ પણ નક્કી કરી દે છે અને ફરી મુંબઈ જવા પરત ફરે છે.
વતનથી પરત ફરી બીજા દિવસે લક્ષ્મી અને પ્રવિણ સ્વામીજી, વિશ્વાસરાવજી, બન્ને ડોક્ટર્સ કપલ સાથે વિડિયો કોન્ફરન્સ કરે છે… એ વિડિયો કોન્ફરન્સમાં હરીદ્વાર હોસ્પીટલના પ્રોજેક્ટની કામગીરી અંગે સમિક્ષા કરે છે… હોસ્પીટલનુ નિર્માણ કાર્ય ખૂબ વેગથી ચાલતુ હોય છે, એ બાબતે બધા જ બહુ ખૂશ છે. બન્ને ડોક્ટર્સ કપલ સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી એટલા માટે કાર્ય કરી રહ્યા હતા કેમ કે એ બન્ને કપલને જીવનમાં નૂતન સંચાર થયો હોય, નવો ઉદેશ્ય મળ્યો હોય તે રીતે નવા જોમ અને ઉત્સાહથી આ ઉમદા કાર્ય આગળ વધતુ જતું હતું. લક્ષ્મી અને પ્રવિણે પોતાની તમામ ઝોળી ફેલાવી દીધી હતી એટલે ધનની આપૂર્તિનો કોઈ પ્રશ્ન હતો જ નહી… સ્વામીજીના સંપર્કો તો એટલા વ્યાપક હતા કે કદાચ ક્યાંય અટકે તો તેમનાં આદેશ માત્રથી કોઈપણ કાર્ય થઈ શકે તેમ હતું, એ વાતની જાણ પણ સૌને હતી જ.
પ્રશ્ન માત્ર એટલો હતો કે શેઠ અને શેઠાણીનું ધૈર્ય હવે ખૂટતું જતું હતું એટલે એ લક્ષ્મીને સતત પૃચ્છા કરતા રહેતા કે હવે ક્યારે હોસ્પીટલનું કામ પૂરું થશે ? એ વાત આ કોન્ફરન્સમાં સૌથી મુખ્ય હતી. પ્રવિણે સૌને જણાવ્યું કે સંપૂર્ણ હોસ્પીટલનુ કામ પુરૂ થાય અને પૂરી રીતે કાર્યાન્વિત બને ત્યાં સુધી રાહ જોઈએ એટલો સમય કદાચ મોટા શેઠ પાસે ન પણ હોય એવુ એનું માનવું , એટલે આ સંદર્ભે સ્વામીજીએ એક સૂચન કર્યુ કે જો આ ડોક્ટર્સ મિત્રોને યોગ્ય લાગે તો, આપણે હોસ્પીટલ નિર્માણના ફેઝ -૧ નું કામ પુરૂ થાય ત્યારે હોસ્પીટલનું ઉદ્ધાટન કરી દઈએ અને હોસ્પીટલમાં સેવાઓ શરૂ કરી દઈએ, જેથી લોકોને પણ લાભ મળતો થઈ જાય અને પછી હોસ્પીટલના ફેઝ ૨-૩ નુ કામ આગળ ચાલતું રહેશે.
બન્ને ડોક્ટર્સ કપલને એમા ખાસ કોઈ મુશ્કેલી ન દેખાઈ પણ એક તરફ હોસ્પીટલ ચાલુ હોય અને બીજી તરફ અન્ય કામ હોય તો ડિસ્ટર્બન્સ રહે પણ જરૂરી મેનપાવર અને આયોજન હશે તો બધુ થઈ જશે… અંતે બધાએ નક્કી કર્યું કે કરીએ, આગે આગે ગોરખ જાગે … હર હર મહાદેવ. લગભગ હોસ્પીટલના કામની વાતો પુરી થઈ હતી એટલે લક્ષ્મીએ સ્વામીજીને કહ્યુ, ‘સ્વામીજી તે દિવસે તમે આપણા તબિબિ શાસ્ત્ર વિષે અમને જણાવવાના હતા પણ વાત અધુરી રહી હતી ને.. અત્યારે થોડી વાત કહો ને..’
સ્વામીજીએ કહ્યું, ‘ આપણી ચિકિત્સાનો ઈતિહાસ તો બહુ પ્રાચિન અને ગૌરવવંતો છે, તે અંગે વાત કરીએ તો તો દિવસો ઓછા પડે પણ થોડી વાત અત્યારે વાગોળીએ તો પ્રસ્તુત કહેવાય..’ પછી પોતાની પાસે જે જાણકારી હતી એટલે થોડી વાતનો ઈતિહાસ કહેતા જણાવ્યું, ‘પ્રાચીન ભારતના ખૂબ જ પ્રસિદ્ધ જ્યોતિષવિદ્ અને ગણિતજ્ઞ હતા. ભારતીય ઉપખંડના આરોગ્યશાસ્ત્ર આયુર્વેદની એક સંહિતાની એમણે રચના કરી હતી, જેને સુશ્રુત સંહિતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ૬ઠ્ઠી શતાબ્દી ઇસવીસન પૂર્વે ભારતમાં જન્મ્યા હતા. એમને શલ્ય ચિકિત્સાના પિતામહ તરીકે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આખા જગતના લોકો માને છે.
પ્રાચીન કાળથી ભારતના ઋષિમુનિઓ જડીબુટ્ટીઓમાં ખૂબ રસ ધરાવતા હતા. આયુર્વેદને પહેલા ઉપવેદ તરીકે માનવામાં આવતો હતો, પરંતુ પાછળથી તેને સ્વતંત્ર વેદ માનવામાં આવ્યો. ચરક, સુશ્રુત, ભાવપ્રકાશ વગેરે આયુર્વેદને અથર્વવેદનો એક ભાગ માનતા હતા, પરંતુ કશ્યપસહિતા અને બ્રહ્મવિવર્ત પુરાણમાં આયુર્વેદને 5મો વેદ માનવામાં આવે છે. અથર્વવેદમાં ધનવતરીએ આયુર્વેદના સંબંધમાં લખ્યું છે. આ પછી, મહર્ષિ અત્રેય, ભારદ્વાજ અને અગ્નિવેશ જેવા ઋષિમુનિઓ, જેઓ આયુર્વેદના અધ્યાપકો ગણાતા હતા અને તેમણે અનેક તબીબી ગ્રંથો પણ લખ્યા છે.આ ગ્રંથોના આધારે, ચરકે પીડિત લોકો માટે એક અમૂલ્ય પુસ્તકની રચના કરી જે 'ચરક સંહિતા' તરીકે ઓળખાય છે. ચરક સંહિતામાં વિજ્ઞાનને ખૂબ જ યોગ્ય રીતે સજાવવા સવારવામાં આવ્યું છે અને તેની ચર્ચા પણ કરવામાં આવી છે, જે શાસ્ત્રની યોગ્ય રૂપરેખા છે. ચરક સંહિતામાં 36 તંત્રયુક્તિઓ છે જે કૌટિલ્યાએ ખૂબ જ યોગ્ય રીતે સમજાવી છે. ચરક સંહિતામાં 700 જેટલા ઔષધિય છોડ ની વિગતો છે, પરંતુ દેશના ભાગલા પછી ચોક્કસપણે આ છોડની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે.
વિદ્વાનો ચરકનો પરિચય, જીવનકાળ અને સમયગાળા વિશે જુદા જુદા મત ધરાવે છે, પરંતુ તે ચોક્કસ છે કે તેઓ પ્રાગૈતિહાસિક સમયગાળા સાથે સંકળાયેલા હતા, અને 'ચરક સંહિતા' રામાયણ અને મહાભારતની રચનાના સમયગાળા પહેલા રચવામાં આવી હતી. ચરકે જે પદ્ધતિથી 'ચરક સંહિતા' રચના કરી છે તેનું વૈદિક સાહિત્ય સાથે સંયોજન છે, પરંતુ રામાયણ અને મહાભારતનું નથી. મહારાજા કનિષ્કના દરબારનો રાજવૈદ તે "ચરક" અને સંહિતાનો લેખક ચરક એક ન હતા.
દંતકથા છે કે મહર્ષિ વિશ્વામિત્રાએ તેમના પુત્ર સુશ્રુતને દેવવૈદ ધનવંતરી પાસે આયુર્વેદ શિક્ષણ માટે મોકલ્યા હતા. શિક્ષણ પૂર્ણ થયા પછી, તેમણે જે લખાણ લખ્યું હતું તે છે "સુશ્રુત સંહિતા". આ બે પ્રાચીન ગ્રંથોમાં શસ્ત્રક્રિયા, શરીરવિજ્ઞાન, દવાઓની પસંદગી વગેરે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. તેથી, ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રાચીન કાળથી વિકસિત થઈ હતી.
ભારતમાં આયુર્વેદ પછી મોગલ સામ્રાજ્યમાં યુનાની દવાઓ અને બ્રિટીશ શાસન દરમિયાન આધુનિક અંગ્રેજી દવાઓ (એલોપેથિક દવાઓ) પ્રચલિત બન્યાં. આ દવાઓની સાથે હોમિયોપેથીક દવાઓ પણ પ્રચલિત થઈ, પરંતુ તે અભણ લોકોની વચ્ચે ઠોકરો ખાતી રહી ગઈ. એવું માનવામાં આવે છે કે જડ્ડી બુટીઓમાંથી બનાવેલી દવાઓ વધુ અસરકારક છે. ઉત્તર ભારતમાં, સર્પગંધા નામનો છોડ પાગલપણાની ઔષધિય વનસ્પતિ તરીકે ઓળખાય છે.
બિમાર લોકોની સારવાર માટે વિશેષરૂપે સ્થાપવામાં આવેલી સંસ્થાઓ ભારતમાં પણ વહેલી શરૂ થઇ હતી. અશોક રાજાએ ઓછામાં ઓછી અઢાર હોસ્પિટલો સ્થાપી હોવાનું મનાય છે. 230 બી.સી., જેમાં ફિઝીશિયનો અને નર્સીંગ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે, જેનો સંપૂર્ણ ખર્ચ શાહી ખજાનામાંથી આપવામાં આવતો હતો. પ્રત્યેક સ્થાનો પર રાજા પિયાદાસીએ (અશોકે) બે પ્રકારના હોસ્પિટલ બનાવ્યા છે, લોકો માટેના હોસ્પિટલ અને પ્રાણીઓ માટેના હોસ્પિટલ… એટલે આપણે સમગ્ર જીવમાત્રનો વિચાર પણ પહેલેથી જ કરતા હતા… ચલો આ બધી વાતો તો પછી કોઈ વખતે, કરીશુ અત્યારે તો માટે શું કરી શકાય એ કરીએ.’

હવે, હોસ્પીટલનો પહેલો ફેઝનું મોટેભાગે બધુ જ બાંધકામ તો લગભગ પુરૂ થવા આવ્યું હતુ એટલે બાકીનું બધું સેટઅપ માટે ડોક્ટર્સ ટીમે અન્ય તૈયારીઓ જોડે જોડે શરૂ કરી દેવાનું આયોજન ગોઠવી નાખ્યું અને એ દિશામાં પણ કામગીરી ચાલુ કરી દેવી એવુ નક્કી કરી અને કોન્ફરન્સ મિટીંગ પુરી કરી.


( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા