આંશી - ભાગ 2 Dharmik Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંશી - ભાગ 2

સમય એનું કામ કરે છે અને ધીમે ધીમે દિવસો, મહિનાઓ અને વર્ષો ક્યારે વીતી જાય છે, એની ખબર જ નહિ રહેતી. જયારે તમારી આસપાસ ખુશીઓ જ ખુશીઓ હોય તો પછી સમય ની થોડી ખબર રહે, આસ્થા અને અમિત પણ એવુજ મેહસૂસ કરી રહ્યા હતા.

જોત જોતામાં 21 વર્ષ નીકળી ગયા અને સમય સાથે આંશીં પણ મોટી થઇ ગઈ. આજે આંશીં ના કોલેજ નો છેલ્લો દિવસ છે અને આજે તેને બી.એ. ની ડિગ્રી મળવાની છે. આ ડિગ્રી સમારંભ માં અમિત અને આસ્થા પણ હાજર રહેવાના છે, એમની દીકરી ની સફળતા ને વધાવવા માટે.
આ 21 વર્ષ માં ઘણા બદલાવ આવ્યા પણ એક વસ્તુ જે ના બદલી એ છે, અમિત અને આસ્થા નો એકબીજા પ્રત્યે અને ખાસ તો આંશીં પ્રત્યે નો પ્રેમ અને સાથ . જે પેહલા પણ એટલોજ હતો અને અત્યારે પણ એટલોજ છે. 21 વર્ષ માં બીજું ઘણું બદલ્યું, અમિત અને આસ્થા પોતાનું ગામ છોડીને શહેર માં રહેવા આવી ગયા .

એમના માટે પરિવાર સામે ઘણી લડત લડવી પળી, પણ અંતે એમને સફળતા મળીજ ગઈ . અમિત ભાઈ એમના ગામ અને પરિવાર માં ચાલતી રૂઢિવાદી વિચારધારા વચ્ચે આંશીં નો ઉછેર કરવા માંગતા ના હતા, બસ એટલેજ એ લોકો આંશીં જયારે પાંચ વર્ષ ની થઇ ત્યારે બધું છોડીને શહેર માં આવી ગયા .

આસ્થા બહેન પોતાનું આગળ નું ભણતર તો ના પૂરું કરી શક્યાં, પણ અમિત ભાઈ અને આંશીં ની સાથે સાથે એમણે એટલું તો શીખી લીધું કે લોકો ની વચ્ચે એ પોતાની એક છાપ છોડી શકે . અને એમના બાકીના સપના એમની નજર સામે, એ આંશીં માં પુરા થતા જોઈજ રહ્યાં હતા . આસ્થા બહેન, એ બધી ખુશીઓ એમની દીકરી ને આપવા માંગતા હતા, જેનાથી એ વંચિત રહ્યાં .

જેમાં એ બવ મોટા અંશે સફળ પણ થઇ રહ્યા હતા . અને સાથે સાથે એ બધી મુસીબતો થી દૂર પણ જે એમણે પોતે વેઠી હતી. આ બંને વસ્તુ માં એ સફળ થયા, એનુજ તો પરિણામ છે કે આજે આંશીં આ મુકામે પહોંચી છે .

અમિત અને આસ્થા બંને આંશીં ની કોલેજ જવા માટે તૈયાર થઇ રહ્યા હતા, અમિત ભાઈ તો ક્યારના તૈયાર થઈને બેઠા હતા પણ આસ્થા બેન ની તૈયારી હજુ ચાલતીજ હતી. "કેટલું તૈયાર થઈશ હવે તું ? મોડું થઇ જશે પછી જવામાં. તારી દીકરી ને ડિગ્રી મળવાની છે, કઈ એના લગન નથી કે તું આટલી તૈયાર થા છો" અમિતે આસ્થા ને કહ્યું.

"આજે તો હું જેટલી તૈયાર થાવ એટલું ઓછુંજ છે, મારા માટે તો આજનો દિવસ એના લગન કરતા પણ વધુ ખાસ છે. જે વસ્તુ હું ના કરી શકી, એ એણે કરી બતાવી. એક માં માટે એથી વિશેષ શું હોય કે, એના અધુરા સપના એની દીકરી પુરા કરે" આસ્થા એ જવાબ આપ્યો ને એની આંખો ભરાઈ આવી. એની આંખો ને આ ક્ષણ નો ઘણા વર્ષો થી ઇન્તેઝાર હતો અને આખરે એ પળ એની હવે ખુબજ નજીક હતી.

આ આસુ ખુશી ની સાથે સાથે એક સૂકુન ના હતા, સૂકુન પોતાની દીકરી ને એ જગ્યા પર જોવી, જ્યાં ક્યારેક આસ્થા પહોંચવા માંગતી હતી. અમિત પણ આ વાતને બવ સારાયે સમજી શકતો હતો. એણે આસ્થા ના આંસુ લૂછીને પાણી નો ગ્લાસ પીવા માટે આપ્યો.

"આ આંસુ ને બચાવી રાખ, હજુ તારે એને તારી નજર સામે પણ જોવાની છે. અત્યારે તારી આવી હાલત છે તો પછી ત્યારે શું થશે ?" અમિતે આસ્થા ને પૂછ્યું. અમિત ના પ્રશ્ન સામે આસ્થા એ કોઈ જવાબ ના આપ્યો, એણે એના આંસુ લુછ્યા ને અમિત સામે જોવા લાગી.

એ પણ અમિત ને બવ સારાયે ઓળખતી હતી, એને ખ્યાલ હતો કે અમિત નું દિલ પણ અત્યારે ભરાયેલુંજ છે, પણ ક્યાંક ને ક્યાંક એ ઢીલી ના પડી જાય એટલે અમિત આવી રીતે વર્તન કરી રહ્યો છે. બસ આજ કારણ થી એણે અમિત ને એના સવાલ નો કોઈ જવાબ ના આપ્યો.

"ચાલો, હું થઇ ગઈ તૈયાર. આપણે જઇયે હવે આંશીં ને મળવા માટે. એ પણ આપણી રાહ જોઈને બેઠી હશે" આસ્થા એ અમિત ને કહ્યું. અને બંને જણા આંશીં ની કોલેજ માટે જવા રવાનાં થયા.

બંને ખુબજ ઉત્સાહી અને દિલથી ભરાયેલા હતા આ ક્ષણ માટે. જોઈએ હવે આગળ, કે આ લાગણીઓ અને ઉત્સાહ, એમના જીવન માં ક્યાં નવા રંગ લઈને આવે છે.

ક્રમશ: