આંશી - ભાગ 1 Dharmik Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંશી - ભાગ 1

કહેવાય કે "ભગવાન ની મરજી સામે આપણું શું ચાલે" ને કહેવાય તો એમ પણ કે "ભગવાન જે કરે એ બધું સારા માટેજ કરે છે." જોવા જઇયે તો આ બે વાક્યો વચ્ચે ના શબ્દોમાં ઘણી સામ્યતા છે, પણ એના મતલબ માં બવ મોટું અંતર .
પણ અંતે તો બધું એમનું જ ધાર્યું થાય છે ને . આપણે તો બસ કટપુતળીઓ છે, એમના આ ખેલ ની . ભગવાન ધારે તો ખુશીઓ નો ટોપલો ભરીને આપણા ખોળા માં આપી દે છે ને ક્યારેક, એજ ખુશીઓ ને બસ એક ક્ષણ માંજ આપણી પાસેથી છીનવી લે છે આવું શુકામ થતું હશે એ પ્રશ્ન ઘણી વાર મનમાં આવે છે પણ એનો જવાબ કોઈ પાસે નહિ .
આ કહાની પણ કઈંક એવીજ છે, જે વિચારવા પર મજબુર કરી દે છે કે "આવું
શુકામ ?"

કહાની ની શરૂઆત થાય છે રાજકોટ જિલ્લા ના એક ગામ થી , જ્યાં અમિત ભાઈ અને આસ્થા બેન ના ઘરે અપાર ખુશીઓ એ દસ્તક દીધી છે . લગન ના છ વર્ષે એમને ત્યાં ખુશીઓ ની કીલકારીયો સંભળાઈ છે, જેની રાહ એમને ઘણા સમય થી હતી .
આખરે અમિત ભાઈ અને આસ્થા બેન સામે ભગવાન વે જોયું ને એમને ત્યાં દીકરીનો જન્મ થયો . અમિત ભાઈ ની ખુશીઓનો તો કોઈ પાર જ ના હતો , આજે તો એ ખુશીઓ ના શિખર પર ભગવાન નો આભાર માન્યો ને પછી
પેહલા
બેઠેલા હતા . એમણે આખા ગામ માં પેંડા
વેચ્યા .
અમિત ભાઈ એટલે ગામ
ના સૌથી ભણેલા વ્યક્તિ, પોતાના રૂઢિવાદી પરિવાર માં જો કોઈ અવાજ ઉઠાવવા વાળું વ્યક્તિ હોય તો એ અમિત ભાઈ . પણ એ અવાજ ક્યાંક ને ક્યાંક ગામ ના સરપંચ એવા એમના બાપુજી ( પપ્પા ) ના અવાજ સામે ક્યાંક ને ક્યાંક દબાઈ જાય છે .

પણ હા એ આ બધી વસ્તુ ઓ વિષે આસ્થા બેન ને જરૂર જણાવે છે, સમજાવે છે ને એક જાગૃત નાગરિક બનવા તરફ પ્રેરિત કરે છે. શાયદ એટલેજ આજે દીકરી ના જન્મ થી એ બંને તો બવ ખુશ છે પણ એમના પરિવાર ની એક દીકરા ની આશા, આ ખુશીઓ ને થોડા અંશે ઝાંખી તો કરી દે છે. અંતે અમિત ભાઈ નો એ સાથ આસ્થા બેન ને આ બધા સામે લડવા માટે ખુબ હિમ્મત આપે છે.
આસ્થા બેન પોતે પણ 12 ધોરણ સુધી ભણેલા હતા અને પછી આગળ ભણવા નો એમને અવસર જ ના મળ્યો. આજે પણ એમના મનના એક ખૂણે આ વાત ક્યાંક ને ક્યાંક ખટકે તો છેજ. પણ એમના સપના ઓની આ ગાડી ને હજુ સાચા માર્ગ ની તલાશ છે. સ્વભાવે ભોળા ને એકદમ નિખાલસ, ભણેલા ઓછું પણ ગણેલા બવ વધારે.દુનિયા ની ઘણી સમજ લઈને બેઠા છે બસ જરૂર હોય તો એક સાચા માર્ગદર્શક ની. જે અમિત ભાઈ બનવાની પુરી કોશિશ કરી રહ્યાં છે.
લક્ષ્મી રૂપી દીકરી ના પગલાં એમના જીવન માં પળ્યાં ને એમનું અધૂરું જીવન જાણે સંપૂર્ણ થઇ ગયું. ઘરના રિવાજ પ્રમાણે બાળક નું નામ તો એના ફઈબા જ પાળે, પણ આ વખતે અમિત ભાઈ ની જીદ સામે એમના બાપુજી એ પણ જુકવુ પળ્યું. ને અમિત ભાઈ અને આસ્થા બહેન બંને એ મળીને દીકરી નું નામ એમનું નક્કી કરેલું જ રાખ્યું. "આંશી"

આંશીં નામનો અર્થ થાઈ છે કે "ભગવાન ની ભેટ", ને એમના માટે તો ખરેખર આ ભગવાન નીજ એક કૃપા હતી કે આટલા વર્ષે એમને ત્યાં ખુશીઓ એ જન્મ લીધો. અમિત અને આસ્થા ના જીવન માં હવે આંશીં નું નામ પણ જોડાઈ ગયુ હતું. એક નવા જીવન ની સાથે સાથ અમિત અને આસ્થા નું જીવન પણ બદલાય રહ્યું હતું. એ બંને ની લાગણીઓ ને તો એજ વ્યક્તિ વધુ સમજી શકે, જે એમાંથી પસાર થયું હોય.
જેણે પોતાના બાળક ને પેહલી વાર જોયું હોય, એને હાથ માં ઉચક્યું હોય, એના પેહલા સ્પર્શ ને મેહસૂસ કર્યું હોય, ને એના પેહલી વાર રોવાના અવાજ સાથે પોતાની આંખ ના આંસુ પણ મેહસૂસ કર્યા હોય. અમિત અને આસ્થા આવીજ લાગણીઓ મેહસૂસ કરી રહ્યા હતા.
ભગવાને જાણે એકીસાથે બધી ખુશીઓ આજે તો એમના ખોળામાં આપી હતી. પણ પેલું કહેવાય ને કે જે આપી શકે એ તમારી પાસેથી છીનવી પણ શકે. પણ આ વાત નો ખ્યાલ અમિત અને આસ્થા ને ક્યાં હતોજ, એ તો બસ એમનીજ ધૂન માં હતા. પણ અંતે જે થયું એણે એમને કુદરત સામે પ્રશ્ન પૂછવા પર મજબુર કરી દીધા કે "આવું શું કામ ?"


કમશઃ