પ્રેમની એ રાત - ભાગ 1 Tejas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની એ રાત - ભાગ 1

                           પહેલો ઓર્ડર

 

તારીખ 22 મી જાન્યુયારી, 2024 નાં રોજ જયારે અયોધ્યા માં ભગવાન રામ ની મૂર્તિ ની સ્થાપના થઈ અને આખા દેશ માં આનંદ છવાઈ ગયો.ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેર માં ગોતા જેવા વિસ્તાર માં જાનવી તેના પપ્પા નાં નિધન નાં 3 મહિના બાદ પોતાનો કોલેજ નો અભ્યાસ પડતો મૂકી ને પોતાના ઘર નું ગુજરાન ચલાવવા નોકરીની શોધ માં લાગી પણ પોતાની પાસે કોઈ ડિગ્રી નાં હોવાથી બધી જગ્યાએ થી તેને નિરાશા જ હાથ લાગી.પણ જાનવી હિંમત નાં હારી કેમ તેની પાસે ડિગ્રી નહતી પણ તેની મમ્મી દ્વારા ગરથુથી માં મળેલી રાંધણકલા હતી. જાનવી રસોઈ બનવવા માં માહેર હતી. તેથી તેને પોતાના પપ્પા નાં મિત્રો તથા સગાસંબંધીઓ પાસેથી ઉછીના નાં નાણાં લઇ ને શહેર નાં એક પોશ વિસ્તાર નાં ફૂટપાથ પર આ શિયાળા ની કડકડતી ઠંડી માં બાજરી નાં રોટલા અને ડુંગરીયું ની લારી ચાલુ કરી.જેનું મુર્હત તેને તેની મમ્મી નાં કહેવાથી 22 મી જાન્યુઆરી, 2024 રાખ્યું.

 

શહેર નાં લોકો સેન્ડવીચ, બર્ગર તથા બીજું જંકફૂડ ખાવાના શોખીન લોકો શિયાળા માં થોડા આ દેશી રોટલા અને ડુંગરીયું ખાવા આવે??? બપોર ની સાંજ અને સાંજ ની રાત થઈ પણ લારી પર કોઈ ગ્રાહક આવ્યું નહિ!! રાતે 11 વાગ્યાં પણ પ્રથમ દિવસે જાનવી ને કોઈ બોની નાં થઈ. તે તેની સાથે કામ પર રાખેલા ચિન્ટુ ને બોલી

"ચિન્ટુ આપણો ફર્સ્ટ શૉ જ ફ્લૉપ થઈ ગયો!"

 

"દીદી ચિંતા નહિ કરવાની બધું સારુ થશે, ભગવાન રામ ને 500 વર્ષે આજે તેમનું મંદિર મળ્યું, તો આપણ ને પણ આપનો ગ્રાહક મળશે "

 

જાનવી એ ઘડિયાળ માં નજર કરી, ગુસ્સે થઈ ને બોલી

"શું તંબુરો મળશે, આ કડકડતી ઠંડી માં રાત નાં 10 વાગવા આવ્યા. હવે તો આપનો ઘરે જવાનો સમય થઈ ગયો. લાગે છે આજે તો આપણે જ આપણા પોતાના ગ્રાહક બનીશું "

 

જાનવી લારી પર થી બધો રસોઈ નો સમાન ચિન્ટુ સાથે મળી ને આટોપવા લાગે છે.ત્યાં લારી આગળ એક વૈભવી કાર આવી ને ઉભી રહે છે. કારવાળો હૉર્ન વગાડે છે. જાનવી રસોઈ નો માલસામાન આટોપવા માં લાગી છે.ચિન્ટુ કાર સામે નજર કરે છે.

"દીદી એવું નથી લાગતું કે આપણ ને જોઈ ને હૉર્ન વગાડી રહ્યો છે."

 

જાનવી કાર સામે નજર કરે છે.

"આ ઠંડી માં, એ પણ આટલી મોંઘી કારવાળો શું, આપણે ત્યાં થોડા રોટલા ખાવા આવ્યો હોય?? તે કોઈ 5 સ્ટાર હોટેલ માં નાં જાય??? હમમમ.."

 

કારવાળો ફરી થી હૉર્ન વગાડી રહ્યો છે.ચિન્ટુ દોડી ને કાર પાસે જાય છે.

"ઓ ભાઈ શું કામ છે?? ક્યારના એ હૉર્ન વગાડી રહ્યા છો. ખબર છે તમારી પાસે મોંઘી ગાડી છે."

 

કાર માંથી અવાજ આવે છે.

"જમવા માં શું શું રાખો છો???"

 

"બનાસકાંઠા ની દેશી બાજરી નાં રોટલા અને ભાવનગર ની લીલી ડુંગરી નું શાક એટલે ડુંગરિયું.બાજરી નાં રોટલા અને ડુંગરિયું."

 

"ઓકે.. પણ આ બાજરી નાં રોટલા અને ડુંગરિયું બનાવશે કોણ?? તું કે તારા એ મેડમ?"

 

ચિન્ટુ પુરા વટ થી માથા ની ટોપી સરખી કરી ને કહે છે.

"યો યો મેરી દીદી બનાયેગી "

 

"તો તમારી  દીદી ને કહો કે 5 લોકો નું ભોજન પેક કરે."

 

ચિન્ટુ ઝબકી ને "5 જ્ણ નું ભોજન પેક કરવાનું!! "

 

"હા ભાઈ હા, પાંચ જ્ણ નું પેક કરવાનું છે. "

 

ચિન્ટુ તરત જ દોટ મૂકી ને લારી પાસે પહોંચે છે.

"દીદી એક મિનિટ ઉભી રે,પેલા કારવાળા શેઠે 5 લોકો નું જમવાનું ભોજન પેક કરવાનું કહ્યું છે."

 

"શું??? પાંચ જણ નું ભોજન પેક કરવાનું!!!"

 

"હા " ચિન્ટુ બોલ્યો.

 

જાનવી નાં ચહેરા પર ઠંડી નાં ચમકારા માં એકદમ ઉર્જા થી ભરી રોનક છવાઈ જાય છે. જાનવી ઝડપ થી ચિન્ટુ ની મદદ થી 5 લોકો માટે રોટલા અને ડુંગરિયું બનાવી પેક કરી ચિન્ટુ ને આપવા મોકલે છે. ચિન્ટુ કાર માં બેઠેલા ભાઈ ને પેકેટ આપે છે.

 

"કેટલા રૂપિયા નું બિલ થયું??"કાર માંથી અવાજ આવે છે.

 

"એક હાજર ચારસો પુરા "

 

કાર માં બેઠેલા વ્યક્તિએ માથા પર ટોપી, મફરલ સ્વેટર અને બ્લેક ચશ્માં પહેર્યા છે. જેમાં તેનો ચહેરો ઓળખવો ચિન્ટુ માટે અઘરું છે.કાર માં બેઠેલો તે વ્યક્તિ ચિન્ટુ નાં હાથ માં 500 રૂપિયા ની ચાર નોટો થમાવી દે છે. ચિન્ટુ તે નોટો લઇ ને જાનવી પાસે જાય છે. જાનવી પોતાના પર્સ માંથી 600 રૂપિયા છુટ્ટા કાઢી રહી હોય છે. ત્યાં તે વ્યક્તિ પૈસા પાછા લીધા વગર જ કાર લઇ ને જતો રહે છે. જાનવી તેને બુમ પાડતી જ રહી જાય છે. જાનવી અને ચિન્ટુ વિચાર માં પડી જાય છે.પરંતુ આખા દિવસ માં બધા ગ્રાહક નો કોટો આ ભાઈએ પૂરો કરી દીધો.દિવસ નો પહેલો ઓર્ડર મળ્યો તેનો આનંદ જાનવી અને ચિન્ટુ નાં ચહેરા પર દેખાઈ આવતો હતો.

 

*                     *                     *                         *

 

"મમ્મી તું નહિ માને એ ભાઈ તેના હક નાં 600 રૂપિયા લેવા પણ નાં રોકાયો. મેં કેટલી બૂમ પાડી પણ તેમણે તો કાર પૂરઝડપે હંકારી મારી."જાનવી રાતે 11 વાગે જમતા જમતા તેની મમ્મી આગળ પોતાના પ્રથમ દિવસ ની વાત વર્ણવી રહી છે.

 

તેના મમ્મી નાં ચહેરા પર ચિંતા નાં વાદળ દેખાઈ આવે છે.

 

"શું થયું મમ્મી?? કેમ કંઈ બોલતી નથી???"

 

"બેટા સાચું કહું તો મને તારી ચિંતા છે. તું આમ મોડા સુધી ફૂટપાથ પર રસોઈ નું કામ કરીશ, તો પછી તારો હાથ કોણ પકડશે??"

 

"મારાં બાજરી નાં રોટલા અને ડુંગરિયું નો ટેસ્ટ લોકો ને એવો ચખાડીશ કે કોઈ તો મારાં હાથ નાં બાજરી નાં રોટલા અને ડુંગરિયું ખાવા જિંદગીભર તૈયાર થઈ જશે."જાનવી આટલું બોલી જો જોર થી હસવા લાગે છે.

 

જાનવી અને તેની મમ્મી સુવાની તૈયારી કરે છે. ત્યાં જ તેમાં ઘર નો દરવાજો કોઈ ખટખટાવે છે.

 

"અડધી રાતે, એ પણ આવી હાડ થીજવતી ઠંડી માં??કોણ હશે???"

જાનવી ની મમ્મી જાનવી સામે જોઈ ને બોલે છે.

 

*                                  *                                   *