પ્રેમ કે દોસ્તી? - ભાગ 17 PRATIK PATHAK દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે દોસ્તી? - ભાગ 17

પ્રિયા અને પ્રતિક બંને રવિના ઘરે આવતાજ પ્રતિક તેના રૂમમાં જવા જાય જ છે અને પ્રિયાએ તેને રોકતા કહ્યું,

“મેં તને કેટલી વાર થેંક્યું ના મેસેજ કર્યા, તારો એક વાર પણ સરખો જવાબ ના આવ્યો. તે જે કોરોના મારા પપ્પા માટે કર્યું એનો અહેસાન હું ક્યારેય નહિ ભૂલી શકું.”

મેં જેકંઈ કર્યું એ મારી નૈતિક ફરજ સમજીને કર્યું હતું,પ્રતિકે રૂમના દરવાજા પાસે પ્રિયાની સામે જોયા વિના કહ્યું.

પણ તું મારી સામે જોઇને તો વાત કર.

હું ખુબજ થાકી ગયો છું,મને ઉંઘ આવે છે.પ્રતિકે ખુબજ ચિડાઈને જવાબ આપ્યો.

મારી વાત તો સંભાળ પ્રિયાએ પ્રતિકનો ખભો ખેંચી પોતાની તરફ વાળ્યો.

શું સંભાળું તારી વાત ?મેં તને કેટલો સમય ફોન કર્યાં,મેસેજ કર્યા ,મારા એક ફોન કે મેસેજ નો તે જવાબ ના આપ્યો.સતત તારા ઘર પાસે કેટલા દિવસો કેટલી રાતો હું ઉભો રહ્યો.ત્યાં પછી જાણવા મળેકે તું રાજકોટ માં છે જ નહિ અમદાવાદમાં રહે છે.અહી તને મેં ગાંડાની જેમ શોધી. કેટલાય પી.જી, હોસ્ટેલ્સમાં તને શોધવા આમ તેમ રખડ્યો.તારા ઘરે થી પણ મને તારૂ સાચું સરનામું ના મળ્યું.કેટલાય દિવસો હું જમ્યો નથી એક રાત એવી નહિ હોય જેમાં તારી યાદોમાં હું રડ્યો નહિ હોય. ઘણીવાર તો આપઘાતના વિચાર આવ્યા પણ એવી આશા હતી કે તું મને ફરી મળીશ.પ્રિયા હું સ્વીકારું છું મારી ભૂલ હતી પરંતુ એક ભૂલતો ભગવાન પણ માફ કરી દે છે.પ્રતિકની આંખો માંથી આંસુઓની ધારાઓ વહી રહી હતી.આંખો લાલ થઇ ગઈ હતી અને રડવાને લીધે અવાજ ગૂંગળાઈ ગયો હતો.

મને ખયાલ ન હતો કે તું મને આટલું શોધી રહ્યો છે. નહિ તો ....

નહિ તો શું પ્રિયા?? આટલા સમયમાં તને ક્યારે એમ ના થયું કે એક વાર મને ફોન કરી મારા હાલ જો.તારી પાસે તો મારો નંબર હતો.રવિએ જયારે તેની કંપનીની પ્રોફાઈલ એડ કરી ત્યારે કંપનીના બધાજ એમ્પ્લોયના નામ અને ફોટોસ જોયા.એટલે તો રાતો રાત અમદાવાદ આવવા નીકળ્યો, વિચાર્યું કે તું રવિની કંપનીના નોકરી કરે છે એટલે તને મનાવવામાં રવિની પણ મદદ મળશે.પણ અહી તો મને જ સપ્રાઈઝ મળેછે.મિસ પ્રિયા દેસાઈ મિસિસ પ્રિયા રવિ પટેલ બનવા જઈ રહ્યા છે.મારો પ્રેમ ટૂંકો પડ્યો પ્રિયા,હું હારી ગયો પ્રિયા હું હારી ગયો. પ્રતિક ઘૂંટણીએ બેસીને રડતો હતો .

તું આમ ના રડીશ પ્લીઝ પ્રતિક,હારી તો હું ગઈ છું. બે ખાસ મિત્રોની વચ્ચે આવીને. હું મારૂ જીવન ડર અને ગીલ્ટ સાથે જીવી રહી છું.પ્રિયાની આંખોમાં પણ આંસુઓ હતા.

પ્રિયા હું તને આજે પણ ચાહું છું. શું તું મને એક મૌકો ના આપી શકે,મને માફ ના કરી શકે?પ્લીઝ પ્રિયા મારા જીવનમાં પાછી આવી જા. તારા વગર બધું નકામું છે. એક એક ક્ષણ મને ખાય અને અને અંદર થી ખોંખલો કરે છે.પ્રતિકે પ્રિયાનો હાથ પકડીને કહ્યું.

માફ તો મેં તને ક્યારનો કરી દીધો છે પણ હવે ખુબજ મોડું થઇ ગયું છે.હજી કશું મોડું નથી થયું પ્લીઝ પ્રિયા એક મૌકો આપ?રવિ ને હું સમજાવીશ અને એ માની પણ જશે પ્રતિકે આજીજી કરતા કહ્યું.

પ્રતિક હવે તું સમજેશ એટલું સહેલું નથી, હું હવે રવિને દગો આપી ના શકું. આપણા બંને વચ્ચે જે હતું એ પૂરું થયી ગયું છે અને મારા જીવનના પુસ્તકમાં રવિ નામનું બીજું પ્રકરણ લખાઈ ગયું છે.જયારે મેં તને કહ્યું કે રવિને બધી હકીકત જણાવી દે ત્યારે તને તારા દોસ્ત ની દોસ્તીની ચિંતા હતી.મારા ખરાબ સમય માં રવિએ જ મારો સાથ આપ્યો હવે હું તેને આ રીતે ના છોડી શકું.અને તું પણ તારા જીવનમાં કાવ્યા સાથે આગળ વધી ગયોછું.પ્રિયા એસ્પષ્ટતા કરી.

પણ હું હજી તનેજ પ્રેમ કરુંછું. પ્રતિકે પ્રિયાની સામે આંખો બંધ કરીને કહ્યું

પણ હું નહિ ....પ્રિયાએ કહ્યું અને પ્રતિકને ધક્કો લાગ્યો હોય એમ જમીન પર બેસી ગયો. ૧ મિનીટ બંને માંથી કોઈ બોલ્યું નહિ અચાનક ડોર બેલ વાગે છે પ્રિયા થોડી સ્વસ્થ થઇ દરવાજો ખોલે છે, ઓહો શું વાત છે! આવી ગયા તમે, કહેતા હતા ને કે ખુબજ મોડું થશે.પ્રિયાએ રવિની બેગ પોતાના હાથમાં લેતા કહ્યું.

મારી સ્વીટ હાર્ટને મિસ કરતો હતો અટેલે આવી ગયો.રવિએ પોતાના બંને હાથ પ્રિયાના ગાળા માં નાખીને તેના કપાળ પર ચુંબન કરતા કહ્યું.

ઓહો એવું છે એમને .

પ્રતિક સુઈ ગયો કે જાગે છે ?રવિએ પૂછ્યું

ખબર નહિ હમણાં સુધી લાઈટ ચાલુ હતી.જાગતા હશે લગભગ.

પ્રતિક,પ્રતિક રવિએ રૂમ પાસે જઈને કહ્યું.અને પ્રતિક ભીનું મોઢું લુછતો લુછતો બહાર આવે છે.

આ તારી આંખો કેમ આટલી લાલ છે?રવિએ પૂછતા જ પ્રતીકે કહ્યું ખબર નહિ સાંજ ની બળે છે.

તારો કાર્યક્રમ કેવો રહ્યો?

ખુબજ સરસ. હજી આવા ઘણા કાર્યક્રમ છે પણ મેં સ્પષ્ટ ના પાડી દીધી ,મારા ભાઈના લગ્નની તૈયારી કરવાની છે.

હા યાર એ સારું કર્યું મેં પણ બધું કામ જોગી ને સંભાળવા કહ્યું.હવે લગ્ન સુધી ઓફીસ નહિ ફક્ત લગ્નની તૈયારીઓ જ.કાલે રવિવાર છે મેં દર્શન, પ્રગ્નેશ અને ખુશીને અહીજ બોલાવી લીધા છે.કાલે બધું નક્કી કરી લઈએ કે લગ્નમાં શું શું કરવું .રવિએ કહ્યું

ચોક્કસ તું કે એમ .સવારે મળીયે ગૂડ નાઈટ પ્રતિકે કહ્યું અને રૂમ નો દરવાજો બંધ કર્યો.

પ્રતિક નું વર્તન ક્યારેક સાવ અજીબ થઇ જાય છે પહેલા આવો નતો એ.રવિ પ્રિયાને કહે છે.

શું ખબર, પણ એની કવિતાઓ મસ્ત હોય છે.

હા તને મજા આવી તેના કાર્યક્રમ માં??

પ્રિયા અને રવિ બંને એક બીજા જોડે વાતો કરતા કરતા પોતાના રૂમ માં જઈ સુઈ જાય છે.

******

૧૧ વાગ્યે ,સીટી મોલ,અગત્યની વાત કરવી છે.મળવાનું ચૂંકતી નહિ.કાવ્યના મોબાઈલમાં સવારે આઠ વાગ્યે મેસેજ બ્લીંક થાય છે.....

ક્યાં છું?? કાવ્યાએ ફોન કરી ને કોઈને પૂછ્યું.

ફૂડ કોર્ટમાં ટેબલ નંબર ૩.સામેથી જવાબ આવ્યો.

કાવ્યાએ ટેબલ નંબર ૩ પાસે જઈને બોલી,”એવી શું અગત્યની વાત છે કે તું મને ફોનમાં નતો કહી શક્યો.”

શાંતિ મેડમ શાંતિ, કોફી પીવી છે કે કોલ્ડ ડ્રીન્કસ ? દેવલે કાવ્યાને પૂછ્યું.

તારે જે મંગાવવું હોય એ મંગાવ પણ જલ્દી કહે કે મને અહી કેમ બોલાવી અને શું અગત્યની વાત છે.કાવ્ય્યાએ દાંત ભીડાવીને પૂછ્યું.

જસ્ટ ચીલ મિસ.કાવ્યા જસ્ટ ચીલ.આજ કાલ તો તમારી બંનેની રીલેશનશીપ સોસીયલ મીડિયામાં ટ્રેન્ડીંગ છે.દેવલે ટોન્ટ મારતા કહ્યું.

તું કોની વાત કરી રહ્યો છે તું?કાવ્યાએ પૂછ્યું

ઓલા પાગલ લેખક પતકાની .તું અને તેની સાથે મને કંઈ સમજાયું નહિ?

એ મને ખૂબ ચાહે છે,મારી પાછળ પાગલ છે.

હા હા હા હા પ્રતિક અને તને ચાહે એ વાત મારા માનવામાં નથી આવતી.દેવલે હંસતા હંસતા કહ્યું.

તું કહેવા શું માંગે છે ? અને તારે શું અગત્યની વાત કરવી છે એ પહેલા મને કહે. કાવ્યના ચહેરા પર થોડી મુંજવણ લાગી.

પ્રતિક કોઈ નો ના થાય.તું પહેલા મને એ વાત કર કે અચાનક એ તારા જીવનમાં કેમ આવ્યો.?

એ બધી વાત હું તને કેમ કરું?કાવ્યાએ પૂછ્યું.

એ તારા મરજીની વાત છે,પણ વિચાર એ અચાનક તારી નજીક આવે છે, હમણાં સુધી તો તે તેની ગર્લફ્રેન્ડને શોધતો હતો અને અચાનક તને ચાહવા લાગે છે તને થોડું અજુગતું નથી લાગતું??દેવલે કાવ્યને પોતાની વાત સમજાવતા કહ્યું.

અજુગતું તો મને લાગે છે પણ...થોડી વાર વિચારીને કાવ્યાએ દેવલને રવિના બેડ રૂમ માં બનેલી ઘટનાથી લઈને આજ સુધીની તમામ વાત કરી.

ઓહ હવે સમજાણું પ્રતિક અને રવિનો આ પ્લાન છે કે તને કેમ કરીને એ બધું કરતા અટકાવવી.દેવલે કહ્યું.

ના પ્રતિક મને ખરેખર ચાહે છે.

ઓહ! માય ગોડ તું પણ ભોળવાઈ ગઈ.તું પ્રતિકને જેટલો ભોળો મને છે એટલો ભોળો નથી. અમારા આખા ગ્રુપમાં એ સૌથી વધારે રાજકારણી હતો. તારા વખાણ માં બે-ત્રણ કવિતો બનાવી હશે અને તને બધે ફરવી હશે એટલે તું એની વાતમાં આવી ગઈ.દેવલે ખુલાસો કરતા કહ્યું.

તો હવે મારે શું કરવાનું? કાવ્યના ચહેરા પર ટેન્શન હતું.

તારે રવિને હેરાન કરવાના તારા પ્લાન પર કાયમ રહેવાનું છે તો તું પ્રતિક પર ભરોશો ના કર હું તને મદદ કરી શકું.અને પ્રતિક સાથે મારે જુનો હિસાબ બાકી છે. દેવલે કહ્યું.

અને તું મારી મદદ કેમ કરે?

અમે લોકોએ માસ્ટર્સ સાથે કર્યું .એકજ રૂમમાં સાથે રહેતા.પ્રતિક,રવિ અને પ્રગ્નેશ એ ત્રણેયનું જુનું ગ્રેજ્યુંશન સમયનું ગ્રુપ..હું સાથે રહતો તો પણ હું એમની સાથે ના હોય એવું લાગે અને પ્રતિકે મારું બે વાર બ્રેકઅપ કરાવ્યું.કોલેજમાં એ લોકો વધારે ફેમસ એટલે હમેંશા હું એમની પાછળજ રહ્યો. મને એ લોકોએ ક્યારેય આગળ ના આવવા દીધો. એ પતકાનું તો મને મોઢું જોવું નથી ગમતું. હમણાં મારે નોકરીની જરૂર હતી હું રવિ પાસે એની કંપનીમાં નોકરી માટે ગયો ,એને ત્યાં જગ્યા હોવા છતાં એને મને નોકરી ના આપી. પર્શનલ અને પ્રોફેશનલ બંને કારણ છે તારી મદદ કરવાના.દેવલે બધી વાત કરતા કહ્યું.

તો હવે મારે શું કરવાનું?કાવ્યાએ પૂછ્યું.

અત્યારે તો તું પ્રતિકના પ્લાન પરજ કાયમ રહે,આગળ જોવી શું કરવું એક વાર એ પ્રિયાને ક્યાં જોઈ છે એ યાદ વાઈ જાયને એટલે મજા આવે.

*****

રવિના ઘરમાં ...પ્રિયા અને ખુશી રસોઈ બનાવી રહ્યા હતા.બાકીના બહાર બેઠા બેઠા વાતો કરતા હતા.

ક્યારનો હેન્ડ્સફ્રી લગાવીને શું સાંભળી રહ્યો છે??પ્રગ્નેશે પ્રતિકને પૂછ્યું.

દેવલ અને કાવ્યા બંને ભેગા થઇ ગયા છે...