પ્રેમ કે દોસ્તી? - ભાગ 18 PRATIK PATHAK દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે દોસ્તી? - ભાગ 18

રવિના ઘરમાં ...પ્રિયા અને ખુશી રસોઈ બનાવી રહ્યા હતા.બાકીના બહાર બેંઠા બેંઠા વાતો કરતા હતા.
ક્યારનો હેન્ડ્સફ્રી લગાવીને શું સાંભળી રહ્યો છે??પ્રગ્નેશે પ્રતિકને પૂછ્યું.
દેવલ અને કાવ્યા બંને ભેગા થઇ ગયા છે.........
તને કઈ રીતે ખબર પડી ?રવિએ પૂછ્યું.
ભાઈ,દેવલો બદલો લે છે,જૂની કોલેજની વાતો કાઢીને અને તે હમણાં એને નોકરીમાં ના રાખ્યોને ?ગુસ્સો ઉતારે છે આપણા બંને પર.
હાં એ વાત તો કોઈ ને ખબર નથી પણ તને કેમ ખબર પડી.?રવિએ મુંજાઈને પૂછ્યુ.
સાઈબર સીક્યોરીટી બોસ,કાવ્યાને મેં હમણા નવો ફોન આપ્યો એ ફોન મેં મારા ફોન જોડે એક એપ્લીકેશનથી જોડેલો છે,એટલે એ જ્યાં જશે ત્યાં ફોન તો સાથે લઇ જશે અને હું બધું સાંભળી શકીશ.
એટલે સીરીયસલી તે એને ફોન ગીફ્ટ આપ્યો ??પ્રગ્નેશે ખુબજ અચરજ થી પૂછ્યું.
અમારી પાછળ તો દાબેલી નો પણ ખર્ચો નથી કરતો.દર્શને ડપકું મુક્યું
અરે ચીલ બ્રો,ફોન આપ્યો મેં છે પણ પૈસા રવિ એ આપ્યા હતા.પ્રતિકે કહ્યુ
પણ કેમ એવી શું જરૂર પડી? પ્રગ્નેશે ચિડાઈને પૂછ્યું
એ લાંબી વાત છે રવિ તમને કરશે. પણ પહેલા તું એમ કે આટલો સમય તે એમ કેમ કહ્યું કે એ તારી કઝીન છે જયારે એ તારા પપ્પાના ફ્રેન્ડ ની દીકરી છે.પ્રતિકની આ વાત કહેતાજ રવિ અને દર્શન પ્રગ્નેશની સામે જોઈ રહ્યા.
અત્યારે રવલા તારી સાથે જે થયું એ ઘણાં વર્ષો પહેલા આ ભાઈ સાથે થઇ ચુક્યું છે.પ્રગ્નેશના લગ્ન થઇ ગયા એટલે એ તારી પાછળ પડી અને કઝીન છે એવું કહેવાની શરત મૂકી હતી અને આ મગજ વગરનો માની પણ ગયો,આટલો સમય આપણને તો અમે જ થયું કે આ બંને ભાઈ બહેન છે.કાવ્યાનો ફોન મારા હાથમાં ના આવ્યો હોત તો હજી કંઈ ના ખબર પડેત.પ્રતિકે સમજાવ્યું.
તો મારી જોડે એટલો સમય ના બોલવાનું કારણ??રવિએ પૂછ્યું
ક્યાં મોઢે બોલું તારા જોડે યાર,પ્રગ્નેશે નીસાશો નાખીને કહ્યું.
પણ તું હવે ધ્યાન રાખજે પતકા,તને ના ફસાવે એ.
કેમ તને ના ફસાવે મતલબ? અને તું કેમ તેની સાથે ફરે છે મને કંઈ સમજાતું નથી.પ્રગ્નેશ ફરી અચરજ થી પૂછે છે.
રે હું તને પહેલથી વાત કરું.રવિએ એક દમ બારીકાઇથી બધી વાત કરી.
ઓહો! એ આટલી હદે જઈ શકે છે? લગ્ન તોડવાની વાત ખરેખર નાલાયક છે,અને પાછો પેલો દેવલો તેનો સાથ આપે છે,એને અને તારે છત્રીસનો આંકડો છે. તું તારું ધ્યાન રાખજે.પ્રગ્નેશે કહ્યું.
પતકાને કંઈ જ વાંધોના પડે એ અનુભવી છે આમાં.દર્શેન હંસતા હંસતા કહ્યું.
તમે કોઈ મારી ચિંતા ના કરો.મારા મગજમાં બધી ગોઠવણ છે.અને તમે હવે આજે જેની માટે ભેગા થયા છો એ કામ કરો.લગ્નની તૈયારી કરો.પ્રતિકે કહ્યું .
જમવાનું બની ગયું છે,પહેલા બધા જમવા ચાલો પછી તૈયારી કરજો,ખુશીએ રસોડામાં અને હોલની વચ્ચે જે જગ્યાએ હોય ત્યાં ઉભા ઉભા કહ્યું.
ચાલો આવ્યા.ચાલો જમી લઈએ એટલે આ લોકો પણ નવરાં થાય.રવીએ કહ્યું.
ડાઇનીંગ ટેબલ પર બધા લોકો જમતા હતા,વાહ ! શું રસોઈ બનાવી છે મજા આવી ગઈ.દર્શેન કહ્યું.
તમેં પણ હવે કોઈ ગોતીલો દર્શનભાઈ ખુશીએ ધીરેથી કહ્યું.
મારા નસીબ આ લોકો જેવા ક્યાં છે? મને ક્યાં કોઈ હા પડે છે અને બધા લોકો હંસવા લાગ્યા.
તમે લોકો હમણાં કાવ્યાની વાત કરતા હતા ને?પાછું એને શું કર્યું? અને પ્રતિક તમે એની સાથે આજ કાલ બહુ ફરો છો ધ્યાન રાખજો હો,અમને હેરાન કરવામાં અને કંઈ જ બાકી રાખ્યું નથી.
તમે કોઈ મારી ચિંતા ના કરો,થઇ જશે બધું જ ઠીક થઇ જશે.પ્રતિકે જમીને હાથ ધોવા ઉભો થયો અને બોલ્યો.
પ્રતિકને આ બધું હેન્ડલ કરવાનો ખુબ અનુભવ ચિંતા ના કરો અને આપડે શાંતિ થી જમો. દર્શન પાછું ટાઈમિંગ જોયા વગર બોલ્યો.
હા તમતારે નિરાતે જમો હું નીચે આંટો મારીને આવું.પ્રતિકે કહ્યું.
પ્રતિકના નીચે ગયા પછી દર્શન બોલ્યો,આને પાછી સિગરેટ ચાલુ કરી કે શું ?
તું યાર શાંતિથી જમી લેને ભાઈ.રવિએ કહ્યું.
સારું તો હજી એક રોટલી લાવો.
પંદર કે વીસ મિનીટ પછી પ્રતિક ફ્લેટ પર પાછો આવ્યો.અને બાકીના બધા લોકો ડ્રોઈંગ હોલ માં ગોઠવાઈ ગયા હતા.
ક્યાં જતો રહ્યો હતો તું.?રવિએ પ્રતિકને પૂછ્યું .
અરે બસ અહી આંટો મારતો.પ્રતિકે કહ્યું અને દર્શને તેની સામે સિગરેટ પીવાનો ઈશારો કર્યો.
પ્રતિક દર્શન ને ઇગ્નોર કરતા સોફા પર બેઠો.
ચાલો તો લગ્નની તૈયારી ક્યાંથી સ્ટાર્ટ કરીશું ?રવિએ પૂછ્યું
પહેલા તમે બંને એમ કહો કે તમારે લગ્ન કેવા કરવા છે?સાદાઈ થી કે ધામધૂમ કરવી છે.?
સાવ સાદાઈ પણ નહિ અને સાવ ધામધૂમ પણ નહિ,બરાબર ને પ્રિયા રવિ જવાબ આપ્યો અને પ્રિયા ફક્ત હાં જ બોલી.
અરે ભાઈ ધામધૂમ થી કરને એકજ વાર લગ્ન કરવાના છે.પ્રતિકે કહ્યું.
ખોટા ખર્ચા થાઈ થોડા સમયની વાહ વાહી થાય પછી બધા ભૂલી જ જાય.એમ પણ મેં કંપનીમાં ઘણું બધું રોકાણ કરી લીધું છે.રવિએ કહ્યું.
ભાઈ તને ખોટા ખર્ચા કરવાનું કોણ કહે છે? તું ના કર ખોટા ખર્ચા.લગ્નમાટે જે તારું બજેટ હોય એ મને કહી દે.હું બધું મેનેજ કરી દઈશ.પ્રતિકે પ્રસ્તાવ મુક્યો.
પણ....
પણ બણ કહી નહિ. રવિ પટેલ આમ ખર્ચા કરવાથી ડરે છે,ભાઈ તારે ક્યાં કઈ કમી હતી.અને એક વાર આ પ્રિયાનું તો વિચાર એના પણ લગ્ન માટે કંઈ સપના હશેને ?આઈ મીન પ્રિયા ભાભી.પ્રતિકે રવિની વાત કાપતા કહ્યું.
પતકાની વાત પણ સાચી છે.પ્રગ્નેશે કહ્યું.
જો તું બધા રીવાજ ધામધૂમ થી કર પણ માણસો લીમીટેડ રાખ એટલે ખોટો ખર્ચો આપોઆપ બચી જશે.બાકીનું બધું હું એકદમ બજેટમાં મેનેજ કરી દઈશ.પ્રતિકે કહ્યું.
હા અમે પણ એવુજ નક્કી કર્યું હતું પ્રિયાના ઘરે કે લીમીટેડ માણસો બોલાવીશું.પણ બાકી નું બધું એટલે?કાશ મારા મમ્મી પપ્પા આ સમયે હાજર હોત ,એ બહુ ખુશ થાત,પરિવારના નામે તમે લોકો જ છો બાકીના સગા તો ફક્ત ફોર્માલીટી માટે આવશે.રવિ ભાવુક થઈને કહે છે.
બધા ઉભા થઇ ને રવિને ગળે લગાવે છે અને કહે છે તું ચિંતા ના કરીશ અમે તારી સાથે છીએ.
ચાલો ચાલો બેસી જાવો બધા,અને પ્રગ્નેશ તું આમાં બધું લખ જે હું લખાવું એ,પ્રતિકે તેના બેગમાંથી એક ડાયરી અને પેન કાઢીને પ્રગ્નેશને આપી.
સૌથી પહેલા મહેમાનોનું લીસ્ટ કે કોને કોને આમંત્રણ આપવાનું,પછી પ્રિ-વેડિંગ,ખરીદી,હલ્દી,મહેંદી,સંગીત-દાંડિયા,માંડવો અને લગ્ન પ્રતિકે દરેક કાર્યક્રમ અને વિધિને ધ્યાનમાં રાખી નાના માં નાની વસ્તુ અને કામની યાદી બનાવડાવી અને એમાં જે જે વસ્તુ કે કામ ખૂટતું હતું એ બાકીના બીજા લોકોં એ ઉમેરાવ્યું.
ત્રણ પન્ના નું લીસ્ટ બન્યું,ઓહ માય ગોડ. બે મહિના માં થશે આ બધું,? આપણે પ્રિ-વેડિંગ રહેવા દઈએ.રવિએ કહ્યું.
આ લીસ્ટમાંથી કઈ પણ કાપવાનું નથી. તમારે બંને ને ફક્ત ખરીદી જ કરવાની બાકીનું બધું મારા પર છોડી દેવાનું છે.
મારી જૂની ઇવેન્ટ કંપની ક્યારે કામ લાગશે?? મારે વાત થઇ ગઈ છે મારા કઝીન જોડે.પ્રતિકે કહ્યું.
તારો કઝીન એટલે પેલો ભ્રુગુંને ?રવિએ પૂછ્યું
હા એ જ ભ્રુગું,એ અત્યારે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે.એ તેનો એક રૂપિયો પણ નહિ લે ફક્ત એના માણસો પુરતું જ આપણે પેમેન્ટ આપવાનું.
અને પ્રિ-વેડિંગનું લોકેશન અને લગ્નનું વેન્યુ?રવિએ પૂછ્યું.
પ્રિ-વેડિંગ કોઈએ ના કર્યું એવું કરશું બોસ! લોકેશન જુના અમદાવાદના સ્થળો.પ્રતિકે કહ્યું
વાહ! જોરદાર થીમ લાગે હો હેરીટેજ થીમ.ખુશીએ કહ્યું
હા થીમ તો જોરદાર છે પણ એ મુજબ કપડા અને પ્રોપ્સ જોશે ને,પ્રિયાએ એક્સાઈટેટ થતા કહ્યું.
હા એ બધું પણ થઇ જશે.જો તમે બધા રેડી હોય તો મારાં ગ્રુપમાં એક ફ્રેન્ડને ઇન્ડિયન પ્રિ-વેડિંગમાટે આવીજ એક ડોક્યુમેન્ટ્રી બનવાની છે તો એની સાથે આપણું પણ કામ થઇ જાય.પ્રતિકે કહ્યું.
હા પણ એ તેની ડોક્યુમેન્ટ્રીમાં અમને શું કામ શૂટ કરે?પ્રિયા એ પૂછ્યું. પ્રિયા પણ હવે પ્રતિક સાથે ખુલીને વાત કરતી હતી.
ગૂડ ક્વેશ્ચન! એ ડોક્યુમેન્ટ્રી ની સ્ક્રીપ્ટ મારેજ લખવાની છે, આપણે વીડિઓને એડિટ કરી તેમાં સોન્ગ્સ એડ કરાવી લેશું. અને એ પણ બધું ફ્રી માં રવલા ફ્રી માં. પ્રતિકનું આવું કહેતા જ બધા હંસવા લાગે છે.
અને લગ્નનું વેન્યુ??રવિએ પાછો સવાલ પૂછ્યો.
બધું તને આજે જ કહી દઉં.?અમારા એક પબ્લીશર સાહેબ છે, જયસ્વાલ સાહેબ. એમનું ફાર્મ હાઉસ છે.