Kalakaar - 1 books and stories free download online pdf in Gujarati

કલાકાર - 1

કલાકાર


૧. કલા

"Let's give a huge round of applause for our next performer Nikhil Baraiya" સ્ટેજ પરથી એનાઉન્સમેન્ટ થયું અને એક પચ્ચીસેક વર્ષના લાંબા વાળ વાળા, કાળી કફની, બ્લૂ જીન્સ અને aviator ફ્રેમના ચશ્મા પહેરેલા dashing યુવકની એન્ટ્રી થઈ. ઓડિટોરિયમ પ્રેક્ષકોની તાળિયોના અવાજ અને ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું. અને પછી છવાઈ ગઈ એક નીરવ શાંતિ. દર્શકો નિખિલ ને સાંભળવા માટે આતુર હતા. કલા પણ એમાંની એક હતી, અને સૌથી વધુર આતુર આજે એ હતી. કદાચ પર્ફોર્મર કરતાં પણ વધારે.
ઓડીટોરિયમમાં છવાયેલી શાંતિ અને નિખિલ ના પહેલા શબ્દ વચ્ચે કદાચ અડધી મિનિટ જેટલો જ સમય હશે પણ એટલા સમયમાં કલાની આંખો સામેથી એનો આખો ભૂતકાળ પસાર થઈ ગયો. અને તે એ દિવસમાં પહોંચી ગઈ જ્યારે એણે નિખિલ ને પહેલી વખત સાંભળ્યો હતો.....

કલા એની બહેનપણીઓ સાથે એક નાના એવા કાફેમાં weekend એન્જોય કરી રહી હતી. એક પછી એક કલાકાર એમની દિવસોની મહેનત ને ૧૦-૧૦ મિનિટના ટૂંકા અંતરાલમાં માઇક થકી લોકોના કાનમાં ઠાલવી રહ્યા હતા. એ લોકો કે જેમની પાસે એમના તરફ કે એમની કલા તરફ ધ્યાન દેવાનો સમય નહોતો. કલા પણ વાતચીતમાં મશગુલ હતી. ત્યાં અચાનક એક અવાજે એનું ધ્યાન આકર્ષ્યા.
"મારી એકલતાના દરવાજામાં ઝાંખમાં......૨ જોજે પછી ન કહેતી કે આવી વાંકમાં!"
અને એ સાથે જ કલાએ એના જીવનના નિખિલ નામના નવા પ્રકરણ માં ઝાંખી લીધું. બસ, પછી એનું ધ્યાન વાતમાંથી હટી ફક્ત ને ફક્ત સ્ટેજ પરથી બોલાતા શબ્દોમાં અને એના કરતાં પણ વધારે બોલનાર વ્યક્તિમાં ચાલ્યું ગયું. એક વખત જુઓ તો નજર ન હટે એવો ચહેરો, કસરતબાજ શરીર, લાંબી હાઇટ અને એકદમ કોમળ અવાજ! Performance પૂરું થયું એટલે કલા ફરી વાતચીતમાં જોડાઈ ગઈ પણ એની એક નજર નિખિલ તરફ જ હતી. એવામાં waiter બિલ લઈને આવ્યો. બિલ ચૂકવવામાં બસ ૫ મિનિટ ધ્યાન બીજે ગયું અને નિખિલ એટલી વારમાં અશ્ય થઈ ગયો. કલા ને નીખીલની કલાના વખાણ ન કરવાનો બહુ અફસોસ થયો પણ સાથે સાથે એને કોલ કરીને વાત કરવાનું એક બહાનું પણ મળી ગયું. નીકળતા પહેલાં કલાએ કાફેના manager પાસેથી એના નામ અને નંબર મેળવી લીધા.

બીજા દિવસે જ સાંજે એણે નંબર dial કર્યો અને બંને વચ્ચે કલ્લાક જેટલી વાતચીત ચાલી. બંને એ next Sunday મળવાનું નક્કી કર્યું. વાતચીત મુલાકાતમાં અને મુલાકાત સબંધમાં પરિણમતાં વાર ન લાગી. બંને દર રવિવારે મળવા લાગ્યા. નિખિલ દર વખતે કલા માટે એકાદ નવી કવિતા લખીને લાવતો અને એને સંભળાવતો. ધીરેધીરે એને વધુને વધુ કામ મળવા લાગ્યું હતું. કાફે થી આગળ વધી એ હવે નાના નાના હોલ માં, કોઈના લગ્ન પ્રસંગે કે anniversary પર જઈને મિત્રો સાથે paid programs કરવા લાગ્યો હતો. પણ સ્ટેજ પર જે બોલતો અને કલા ને જે કવિતા સંભળાવતો એ બંને હંમેશા અલગ રહેતા. દર વખતે કવિતા સંભળાવીને કહેતો કે "આ ફક્ત તારા માટે છે!". કલા એક ધ્યાને એને સાંભળ્યા કરતી. એનું મન ભરાતું જ નહિ. એ ઘણી વખત કહેતી કે એક જ કવિતા કેમ લખીને આવે છે, મારે હજુ વધારે સાંભળવી છે". અને નિખિલ દર વખતે જવાબ આપતો કે 'મારી પોતાની વાત તો સાંભળ, તું મને પ્રેમ કરે છે કે મારી કવિતા ને?" ત્યારે એ જવાબ આપતી કે "બંને અલગ થોડા છે?". અને બંને હસી પડતા.
કલાના મનમાં આ સંવાદ આમતો રટાઇ ગયો હતો. આજે ફરી એ વાત યાદ આવતા એની આંખો સામે ચાલતા એના જીવનના ફ્લેશબેકે ઝડપ પકડી. આંખો સામેથી એક પછી એક ફ્રેમ પસાર થવા લાગી અને એ અચાનક આવીને અટકી એ દિવસ પર કે જ્યારે એની જિંદગી હચમચી ગઈ હતી.

એ દિવસે નિખિલ પ્રથમ વખત શહેરના એક મોટા ઓડિટોરિયમમાં શો કરવાનો હતો. એ નર્વસ હતો પણ કલાએ એને હિંમત આપી હતી એટલે એ હવે perform કરવા માંડ માંડ તૈયાર થયો હતો. કલા front raw માંની એક સીટ પર બેસેલી હતી. નીખીલે એની સામે જોઈ બોલવાનું શરૂ કર્યું અને જેમ તેમ એનું performance પૂરું થયું. Overall બધાને મજા આવી. બધાની તાળીઓ અટકી ગયા બાદ પણ કલા તાળીઓ પાડી રહી હતી. અને નિખિલ માટે એ જ સૌથી મોટી સફળતા હતી.
કાર્યક્રમ પૂર્ણ થતાં કલા backstage પર દોડી ગઈ. બધા કલાકારો ડ્રેસિંગ રૂમ માં change કરી રહ્યા હતા. ભૂલથી રૂમનો દરવાજો સહેજ તિરાડ જેટલો ખુલ્લો રહી ગયેલો. કલા દરવાજા પાસે આવીને રાહ જોઈ રહી હતી ત્યારે એને અંદર થતો સંવાદ સંભળાઈ રહ્યો હતો. એક અવાજ તો એ તરત જ ઓળખી ગઈ જે નિખિલનો હતો. જે અવાજના હવે કમસેકમ હજારો દિવાના હતા. પણ બીજો અવાજ સાવ અજાણ્યો હતો જે સ્ટેજ પર બોલેલા એક પણ વ્યક્તિના અવાજ સાથે મેળ નહોતો ખાતો. નિખિલ એ કહ્યું "યાર, આપણું જાતે લખેલું બોલવાનું હોય ને તો તો કંઈ પ્રશ્ન જ ન થાય. પણ જ્યારે આટલા બધા લોકો તમને સાંભળી રહ્યા હોય અને તમે એક જ જાણતા હો કે આ હું જે બોલી રહ્યો છું, એ મારું લખેલું નથી ત્યારે જે માથામાં પ્રેશર create થાય ને એ હું જ જાણું છું".

સામેથી જવાબ આવ્યોઃ

"એક હું છું અને એક મારી તસવીર છે,
બંનેને મળી શકે એવી ક્યાં કોઈની તકદીર છે."

'યાર તું શું કામ નાહકનું ટેન્શન લે છે. જો, આ પૃથ્વી પર બધા લોકો મુખોટો પહેરીને ફરે છે. જે મનમાં છે એ કોઈ બોલતા નથી અને જે બોલે છે એમાંનું કંઈ કરતાં નથી. તારી વાત માં ફરક એટલો જ છે કે તે એક જીવતા જાગતા માણસનું એટલે કે મારું મહોરું પહેર્યું છે.
કલાના પગ તળેથી જમીન ખસી ગઈ. એ એક પણ ક્ષણ ત્યાં ઊભા રહેવા માટે તૈયાર નહોતી. એના મનમાં એણે અનેક વખત સાંભળેલો એક સવાલ પડઘાતો હતો " હું અને મારી કવિતા બંને અલગ થોડા છીએ!?" અને હવે આજે એની પાસે જવાબ પણ હતો.

ક્રમશ

બીજા રસપ્રદ વિકલ્પો