જગતનારાયણ ચૌહાણ , સુદીપ ચૌહાણ , સૂર્ય સીંગ અને અશોક ત્રિપાઠી ચારેવ જન અત્યારે જગતનારાયણ ની પર્સનલ કેવિન માં બેઠા હતા
" દિલ્લી થી કાલે રાત્રેજ રાષ્ટ્રીય અધ્યક્ષ નો ફોન આવ્યો હતો .. એમના કહેવા પ્રમાણે આપડે જલ્દીમાં જલ્દી દિલ્લી જઈને દિલ પાકી કરી આવવી પડશે નિકાલ એ મુખ્યમંત્રી અનંતરાય શિંદે ને મુખ્યમંત્રી નો ચહેરો બનાવી દેશે તો હું જીવન માં ક્યારેય ચીફ મિનિસ્ટર નહિ બની શકું " જગત નારાયણ ધીમા પણ મક્કમ અવાજે બોલતા હતા.
" બાપુજી તો એના માટે શું કરવું જોઈએ તમે જ કહો. ". સુદીપે પૂછ્યું.
" મારે આજેને આજે હરિવંશ રાય સાથે વાત કરવી પડશે એક વાર રૂપિયા નો બંદોબસ્ત થઇ જાય તો પછી ની વાત પછી જોવાશે ". જગતનારાયને પ્લાન બનાવતા કહ્યું
" બાપુજી મને લાગે છે કે એમની છોકરી વિશાખા લગ્ન માટે રાજી નથી " સુદીપ નિસાસો નાખી ને બોલ્યો.
" એક વાર રૂપિયા આવી જાય પછી તો એ જસલહ મારવી ને લગ્ન કરશે .. બસ મને એક વાર ચીફ મિનિટર બની જવા દે ". જગતનારાયણ દાંત ભીસી ને બોલતા હતા
" અશોક હરિવંશ ને ફોન લગાડ આજે ફેંસલોઃ કરી નાખું. ". જગત નારાયણે ઉમેર્યું
" બાપુજી આપડે એવું કહી શકીયે ને કે તમને ઝૂ ની બાજુવાળી જમીન છોડાવી આપીયે બદલા માં તમે ૫૦૦ કરોડ આપો ..તમને ત્યાં મોલ બનાવ ની પરમિશન મળી જશે " સુદીપ બહુ વિચારી ને બોલ્યો.
" સુદીપ હરિવંશ પણ બિઝનેસ મેન છે એ કઈ એમ ગાજ્યો જાય એમ નથી બજાજ કન્સ્ટ્રક્શન નો એ પ્રોજેક્ટ ૧૦૦૦ કરોડ નો છે એના માટે એ ૫૦૦ કરોડ થોડા ખર્ચે. ". જગતનારાયણ આટલું બોલ્યા અને એમના મોબાઈલ ની રિંગ વાગી જગતનારાયને સ્ક્રીન ઉપર જોયું ફોન હરિવંશ નો જ હતો.
" લો એનો જ ફોન આયો. આ સો વર્ષ જીવશે " .જગતનારાયને ફોન રિસીવ કર્યો " હલો બજાજ સાહેબ તમે તો નારાજ છી કે શું? ".
" ના ના જગતનારાયણજી તમારા થી નારાજ થઇ ને ક્યાં જવાના " હરિવંશએ કહ્યું એ પણ ગાજ્યો જાય એમ નતો.
" બોલો પછી પેલી વાત આગળ વધી કે નહિ " જગત નારાયણે સીધું જ પૂછી નાખ્યું.
" એના સંદર્ભ માં જ ફોન કર્યો છે જગતનારાયણ જી " હરિવંશ બજાજ આટલું બોલી ને અટક્યો. અને જગત નારાયણ ની દિલ ની ધડકનો તેજ થઇ ગઈ .. ક્યાંક હરિવંશએ લગ્ન ની ના પાડવા તો ફોન નહિ કર્યો હોય ને. .. જો એ ના પડશે ને તો હું એને છોડીશ નહિ ..
" એના માટે આપડે એક ફાઇનલ મિટિંગ કરવી પડશે " હરિવંશ રાયે કહ્યું અને જગત નારાયણ ને હાશકારો થયો " ચાલો હરિવંશએ હાજી ના તો નથી પડી ". " હું પણ એજ વિચારતો હતો. " જગત નારાયણે મનના બધા જ વિચારો દબાવી ને કહ્યું.બંને માંધાતા અત્યારે એકબીજા સાથે રમત રમી રહ્યા હતા જેનો અંદાજ બંને માંથી કોઈ ને નહતો.
" તો એક કામ કરીયે બે ત્રણ દિવસ માં ગોઠવીયે ". હરિવંશ બજાજે કહ્યું અને જગતનારાયણ નું દિલ એક ધબકારો ચુકી ગયું " આતો હાજી બે ત્રણ દિવસ ખેંચવાની વાત કરે છે. ". જગતનારાયને જલ્દી થી વિચારો ખંખેરી નાખ્યા " બજાજ સાહેબ તમે બે ત્રણ દિવસ ની ક્યાં વાત કરો છો તમે જાણો છો ઇલેકશન માથે છે ટાઈમ જ નથી બહુ ડોળા ડીડ છે અને કદાચ મારે કાલે તો દિલ્લી જવું પડશે એક કામ કરો આજે સાંજે તાજ માં જ માળીયે રૂમ નંબર ૨૧૦૬ માં " જગત નારાયણ આજેજ મિટિંગ કરી ને આજે જ કામ પટાવા ના મૂળ માં હતો
સામે હરિવંશએ આટલી જલ્દી મળવાનું થશે એવી અપેક્ષા રાખી ન હતી અંશુ પણ બંને ની વાતચીત સાંભળતી હતો એ પણ વિચારતો હતો કે જગત નારાયણ ને મળવાની આટલી જલ્દી કેમ છે ... ચાલો જોઈએ આગળ શું થાય છે એમ વિચારી ને એને હરિવંશએ ઈશારા માં હા પાડી
" તમે કહો છો તો તમારો બોલ આટોપાય જ નહિ ને ચૌહાણ સાહેબ આજે રાત્રે તાજ માં દિન્નર નક્કી " હરિવંશ આટલું. બોલ્યો ને જગતનારાયણ ના જીવ માં જીવ આવ્યો. " ઓક તો ૯ વાગે માળીયે " એટલું કહીને હરિવંશ બીજુકાઇ બોલે એ પહેલા જ જગતનારાયને ફોન કટ કરી દીધો. અને રાહત નો ઊંડો શ્વાસ લીધો.
બીજી બાજુ અંશુમાન વિચારતો હતો કે જગત નારાયણ મળવાની આટલી ઉતાવળ કેમ કરે છે ...પણ એનો જવાબ તો રાતની મિટિંગ માં જ મળવાની હતો