છપ્પરપગી ( ૪૮ )
————————
સ્વામીજી મરક મરક હસ્યા અને કહ્યું કે, ‘યોગ્ય સમય આવશે ત્યારે જે જરૂરી હશે ત્યારે તને લક્ષ્મી જણાવશે,. હવે વાત તારા આવે છે તારા ફેમિલી બિઝનેશ અંગેના નિર્ણયની અને સ્વતંત્ર રીતે તારો નિર્ણય એક્ઝીક્યુટ કરવાની તો બેટા મારો અભિપ્રાય છે કે,
‘બદલાવ એ જીવનનો નિયમ છે. જો આપણે બદલાયા ન હોત તો હજુય પાષાણ યુગમાં જ જીવતા હોત. સમયની સાથે સાથે ઘણું બદલાય છે. તેને કારણે લોકોની માન્યતાઓ પણ બદલાય છે, જેની અસર સંસ્કૃતિ પર પડે જ છે. સમગ્ર સંસ્કૃતિને બચાવવા ઝાંવા નાખવા કરતાં, જે સારું છે તેને જાળવી રાખવું અને જે અયોગ્ય કે પછી હવે બિનજરૂરી છે તેને બદલી નાખવું, એ અભિગમ સમગ્ર સમાજના હિતમાં રહેતો હોય છે. બેટા… તને તારા પર ભરોસો છે એ બહુ સારી વાત છે, પરંતુ નજર સામે આટલો સરસ વ્યવસાય ન સંભાળવો અને કંઈ અલગ કરવું એની પાછળ તું બીજા વર્ષો ઈન્વેસ્ટ કરે અને તારા માતા પિતા પણ ચિંતા કર્યા કરે એના કરતાં તું જ આ બધુ સંભાળી લે અને તારે સાઈડમાં બીજો જે બિઝનેશ કરવાનો છે તે પણ જોડે જોડે ડેવલપ કરતી જા અને તમે તારી પસંદના વ્યવસાયમાં સફળતા મળતી જાય તો એમા વધારે ફોકસ કરતી જાય તો પણ ચાલે જ ને..!’
સ્વામીજી બાજુમા પડેલ તાંબાના લોટામાંથી પાણી પીવા અટક્યા એ દરમ્યાન પલે કહ્યું, ‘હું આ જ રીતે વિચારતી હતી પણ તમે કહ્યું એના કરતા ઓપોઝીટ… કે હુ મારો પોતાનો બિઝનેશ કોન્સેપ્ટ મારી રીતે એક્ઝીક્યુટ કરુ અને જો એમાં મને સફળતા ન મળે તો ધીમે ધીમે પપ્પાનાં બિઝનેશમાં ઈન્વોલ્વમેંટ વધારતી જાઉ…’
પલ ની આ દલીલ સાંભળીને ત્યાં હતા તે બધા હસ્યા… સ્વામીજીએ પણ પ્રવિણ સામે જોઈને કહ્યુ કે, ‘પ્રવિણ આ લક્ષ્મી પર નહીં પણ તારા પર ઉતરી છે.. હે ને ?’
પ્રવિણે કહ્યુ, ‘હા.. મારા પર જ ઉતરી છે, અસ્સલ પપ્પાની જ દિકરી છે.’
સ્વામીજીએ કહ્યું, ‘પલ લોજીકલી તારી વાત સાથે સહમત થઈ શકાય.. કોઈ મોટુ રિસ્ક નથી.. પણ મુખ્ય વાત તમારી વચ્ચે પૈસાના ડિસ્પ્યુટની હતી ને..? એના માટે તારે શુ કહેવું છે.?’
પલે કહ્યુ, ‘હા સ્વામીજી… એ જ મેટર મારા માટે વધારે ઈમ્પોર્ટન્ટ છે…આપણે સાવ એક જ જનરેશન તરફી વિચારીએ એ યોગ્ય નથી, આપણી વિચારસરણીમાં
બદલાવ જરૂરી છે અને એ આવતો જ રહેવો જોઈએ. પણ એનો અર્થ એવો નથી કે જૂનું બધું જ ભુલાઈ જાય. સામાજિક પ્રગતિ માટે મધ્યમ માર્ગ લેવો વધુ યોગ્ય રહે છે. અમુક જૂની સરસ પરંપરાઓને જીવંત રાખવી અને અમુક નવા વિચારોને અપનાવવા. સાવ છેડાના બે અંતિમો પર રહેવા કરતા વચ્ચે બેલેન્સ કરીને રહેવું વધુ યોગ્ય રહે એવું મારું માનવું છે..’
સ્વામીજીને હવે પલને સાંભળવામાં વધારે મજા આવતી હતી અને પોતે જે જાણવા ઈચ્છતા હતા તે બાબતે પુછ્યુ, ‘સારું… સહમત. પણ હજી તમારા પ્રશ્નની શરૂઆત નથી થઈ…’
પલે હસીને કહ્યું, ‘બેક ગ્રાઉંડ… સ્વામીજી બેક ગ્રાઉંડ બાંધવાનું ને…આપણી વાતનો કંઈ વજન પડે..બાકી તો તમારા બધા માટે તો હુ હજી બાળક જ કહેવાઉ ને ..?’ એમ કહ્યુ એટલે ફરી બધા ખૂબ હસ્યા.
‘સારુ માતાજી… આગળ વદો..’ સ્વામીજી પણ હસતા હસતા બોલ્યા.
‘ જૂઓ હુ હવે જે કહુ એ સિરીયસલી કહુ છું… પપ્પાના બિઝનેશમા હવે કોઈ વધારે ઈન્વેસ્ટમેંટ કરવાનુ નથી.. એટલે તેમા પૈસાની જરૂર નથી પડવાની… કંપની પાસે પણ કેશ ફ્લો અને લિક્વીડીટી છે જ અને કંપની પર કોઈ જ લાયેબિલીટી પણ નથી. એટલે હું વિચારુ છું કે હું, મા અને બાપુ ત્રણેય અમારા હિસ્સાનાં પાંચ પાંચ ટકા શેર ધીમે ધીમે કાઢતા જઈએ… આ પાંચ ટકા શેર વેચવાથી પણ ખૂબ જ મોટી એમાઉંટ આવવાની છે એ બધા જ જાણે છે.. હું એ મારા ફાઈવ પરસેંટ શેરની જે એમાઉંટ આવે તેમાંથી મારો બિઝનેશ સ્ટાર્ટ કરી જ શકીશ.. એ એમાઉંટ મારા માટે સફિસીયન્ટ છે… મને ખબર છે કે મારા મા બાપુની શું ઈચ્છા છે.. મારી લખમીમાને એ જે રકમ આવે તે અહીં જ વાપરવાની છે… એના બન્ને એનજીઓ સેલ્ફ સફિસીયન્ટ છે.. એટલે આ રકમથી અહી આશ્રમ દ્વારા જે તમારું અને મારી માનું જે હોસ્પીટલનું સપનું છે તે પુરુ થઈ જશે એટલી મોટી અમાઉંટ તો આવશે જ…’
લક્ષ્મી બોલી, ‘ઓહો મારી પલડી આટલી મોટી થઈ..!’
‘હા..મા.. તારે તારું સપનું જેટલું જલ્દી પુરુ થાય તેમજ કરવાનુ છે…મારુ હું એ મારા પાંચ પરસેંટ શેર ની એમાઉંટ આવે તેમા સરસ સેટઅપ કરી જ લઈશ અને કંઈ નહીં થાય તો બાપુ નો બિઝનેશ તો છે જ ને… મારું ફોકસ એમાં પણ પુરતુ જ રહેશે.’
‘હમમમમ.. અને તારું બાપુનું શુ સપનું છે ? એ ય હવે તુ જ નક્કી કરીશ ને..!’ લક્ષ્મીએ કહ્યું.
‘ના.. મા. હુ નાની હતી..ક્યારે અને કેમ મોટી થઈ ગઈ કોઈને પણ ન ખબર પડી… સુખનાં દિવસો બહુ જ ઝડપથી પસાર થઈ જાય. દુખના દિવસો માઉન્ટેઈન જેવા લાગે… મારા બાપુ મને દરરોજ રાત્રે સૂતા પહેલા વાર્તા કહીને જ સૂતા.. દરરોજ નિત નવી વાર્તાઓ. પપ્પા થાકી ને આવે તો પણ જમી ને મને વાર્તા સંભળાવીને જ સુતા. મને બહુ સાંભળવી ગમતી એટલે હજી કહો.. હજી કહો એવુ કહેતી પણ મને જ્યારે એવી સમજણ આવી કે પપ્પા બહુ થાક્યા હોય તો જલ્દી સુવા દેવાય.. ત્યારથી અડધી વાર્તા સાંભળી સુઈ ગઈ હોય તેવુ નાટક કરતી એટલે પપ્પાને બહુ ન બોલવું પડે.. પણ આંખો બંધ કરી હોય પણ તમારી વાતો સાંભળતી જ..મને બરોબર યાદ છે એકવાર મારી સ્કૂલની ફિ માટે થોડો ઈસ્યુ થયો હતો ત્યારે સ્કૂલ ઓથોરીટીએ જે રીતે મા સાથે બિહેવ કર્યુ હતુ અને પછી મા જે રીતે રડી હતી અને તમારે જે વાત થઈ હતી તે મને આજે પણ યાદ છે.. ત્યારે બાપુએ કહ્યું હતુ કે એક દિવસ એવો આવશે કે હું આપણાં બન્નેના વતનમાં એક અધતન, સુવિધા સંપન્ન સ્કૂલ બનાવીશ અને આપણે બન્ને આપણી માતૃભૂમિનું રૂણ ચૂકવીશું, જ્યાં કોઈ જ વિદ્યાર્થીના મા બાપને અપમાન સહન નહીં કરવું પડે.. ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓને આજીવન ફ્રી શિક્ષણ મળતું રહે…! મને સાચુ યાદ છે ને બાપુ..? તો તમે તમારો પાંચ પરસેન્ટ શેર કાઢીને એ સપનું પુરુ કરો.’
પલ જ્યારે આ વાત પુરી કરે છે ત્યારે લગભગ બધાની આંખ ભીની થઈ ગઈ…પણ પલ તરત મજાકના મૂડ મા આવી ને કહે છે, ‘મા તુ મને નાની હતી ત્યારે કહેતી હતી ને કે ખોટું હોય તો લાવ મારા પૈસા પાછા..’ તો અત્યારે હું કહુ છુ કે મારી વાત ખોટી હોય તો લાવ મારા પૈસા પાછા..!’
સ્વામીજીને આ બાબતે થોડો અંદેશો હતો જ અને પલના બે ત્રણ દિવસના ઓબ્ઝર્વેશન પછી એ પલ ને પામી ગયા હતા જ.. એણે લક્ષ્મીને જ્યારે આ બાબતે વાત થઈ હતી ત્યારે સવારે જ કહ્યું હતું, ‘પલ તારી ને પ્રવિણની દિકરી છે.. પાશ્ચાત્ય જ્ઞાન ભલે લીધું હોય પણ આપણાં સંસ્કારો બચપણથી જ દ્રઢ થયા છે.. શેઠ અને શેઠાણીના આશિર્વાદ સદૈવ સાથે જ રહ્યા છે, તેજલબેન અને હિતેનભાઈનુ સમર્પણ એમને કોઠે છે.. એટલે આ દીકરી આવુ નહીં વિચારે તો કોણ વિચારે..!’
લક્ષ્મીએ તરત કહ્યુ કે, ‘સ્વામીજી પલ તો આ પરીક્ષામાં ફૂલ્લી પાસ થઈ ગઈ..આપણે એક્ઝામમાં જે પ્રશ્નો નહોતા પૂછ્યા એ જવાબો પણ આપી ગઈ ને..?’
સ્વામીજીએ કહ્યુ, ‘બિલકુલ પાસ થઈ ગઈ..!’
અન્ય જે કોઈ હતા તેમને આ પરીક્ષા વાળી વાત ન સમજાઈ એટલે તરત અભિષેકભાઈએ પુછ્યુ, ‘પરીક્ષા..! કઈ પરીક્ષા ….????
વિનંતી: વાર્તા ગમી હોય તો રેટિંગ જરૂર કરશો 🙏
( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા