Woman - an enduring force books and stories free download online pdf in Gujarati

સ્ત્રી - એક સહન શકિત

આમ જોઈ તો એક સ્ત્રી ઘણું બધું સહન કરે છે. એ પોતાના પક્ષ માટે કે હક માટે બોલી હોય એવું કદાચ ભાગ્યે જ બને છે . સ્ત્રી ની પીડા માત્ર સ્ત્રી જ વર્ણવી શકે . આ સમાજ સ્ત્રી ને માત્ર બે જરૂરિયાત પૂરી પાડવાના હેતુ થી જ જોવામાં આવે છે . પેલી જરૂરિયાત એ કે સ્ત્રી હોય તો ઘર નું કામ સંભાળી શકે અને બીજું કે તે કુળ ને આગળ લઈ જઈ શકે. આમ જોઈ તો આ બન્ને સ્ત્રી ની ખુબ જ મોટી શક્તિ કેહવાય. કેમ કે ઘર સંભાળવું અને 9 મહિના એક જીવ ને પોતાના ગર્ભ માં રાખી જન્મ આપવો અને તે સંતાન મોટું કરવું એ કઈ નાનીમાં ના ખેલ નથી . .માત્ર પુરુષ થી બાળક થતું નથી , બન્ને એક લગ્ન જીવન ના સંબંધ માં જોડાય ત્યાર પછી બાળક અવતરે છે . છતાં, આ સમાજ માં સ્ત્રી નું કઈ મહત્વ છે નહિ. આ આપડા માટે દુઃખ ની વાત કેહવાય. આજે ઘણા લોકો આ સમાજ છે જે સ્ત્રી ને ઘર ની ચાર દીવાલ ની અંદર રાખે છે . કેમ ??? શું સ્ત્રી ને બહાર નીકળવાનો કે બહાર ની દુનિયા જોવાનો કોઈ હકક જ નથી?? મે તો ત્યાં સુધી સાંભળ્યું છે કે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાની માં હોય છે. પણ તો પગ ની પાની જ આખા શરીર નો ભાર ઉપાડે છે . આમ સ્ત્રી આખો પરિવાર સાચવે છે . છતાં જો કઈક ભૂલ થઇ ગઇ હોય ત્યાં તો એને તરત જ ખખડાવી નાખવામાં આવે છે . ભૂલ તો જાણે એમના થી થતી જ ન હોય. આ બધું માત્ર સ્ત્રી જ સહન કરી શકે છે . જ્યારે તે તેના પિતા ના ઘરે હોય તો એના પિતા ની જવાબદારી હોય કે મારી દીકરી ને સામે કોઈ આંખ ઉંચી કરી ને ન જોવે તે માટે તેની દીકરી ઓછી બહાર નીકળવા દે છે કેમ કે સમાજ કોઈ ને મુકતો નથી બધા ને તરત જ ચારિત્રહીન સાબિત કરવા તત્પર રહે છે . આ દીકરી બહાર ઓછી નીકળી હોય છે તેથી એને બહાર ની દુનિયા ની જાણ ઓછી હોઈ છે . જેમ કે આજ ના યુગ મુજબ કેફે માં જવું વેકેન્ડ હોઈ તો હોટેલ માં જવું મિત્રો સાથે નાઈટ આઉટ કરવું આ બધું તેને ઓછું જોયેલું હોઈ . આ દીકરી ના લગ્ન પછી તેના પતિ સાથે બહાર જવાનું થાય એટલે એના પતિ તરત કઈ દે છે કે બાપ ના ઘરે ક્યાંય ગઈ નથી એટલે તને ખબર નથી પડતી ને જોયું નથી ને આમ તેમ કહી અપમાન કરી નાખે છે . તો તમે દેખાડો અને શીખવાડો ને એ હવે તમારી પત્ની છે . નહિતર જેને બધું જોયું હતું એને સાથે લગ્ન કરવા હતા પણ નહિ કેમ ? તો કે એ તો બહાર ફરેલી છે . તો ટૂંકમાં આ સમાજ ને કોઈ રીતે પોચી શકાય એમ નથી . આ બધા અપશબ્દો , અપમાન એક સ્ત્રી જ સહન કરી શકે છે. પેલા ના સમય ના ઘણાં લગ્ન જીવન માં એવું થતું કે પતિ નું કેહવુ એવું હોઈ કે " પત્ની માત્ર પતિ કે એમ જ કરતી હોવી જોઇએ" કેમ પત્ની તરીકે એની કોઈ ઓળખાણ જ નહિ? પેહલા ના સમય માં સ્ત્રી માટે ઘણાં બધા કુરિવાજો હતા જેમકે બાળકી ને દૂધ પિતી કરવાનો રિવાજ .. એ માં ને કેટલું દુઃખ લાગતું હસે પોતાની દીકરી ને મારી નાખતા . પતિ મારી જાય તો તેની પાછળ સતી થવાનો રિવાજ . તે બધા મૌન રહીને સહન કરતી હતી. આ બધી જ શકિત સ્ત્રી ની છે. ઘણાં પરિવારો તો એવા છે જેમાં લગ્ન થયા બાદ પતિ બીજી સ્ત્રી પાસે રેહતો હોઈ અને એની પત્ની એકલી રેતી હોઈ છતાં એ સ્ત્રી મૂંગા મોઢે પોતાના ઘર ની આબરૂ માટે સહન કરે છે . જો આજ સ્ત્રી સહન ન કરે તો એવા લાખો પરિવાર છે તૂટી જાય એમ છે . જો કોઈ સ્ત્રી ને ગર્ભ ન રહેતો હોય તો આ સમાજ તો તેને એવી નજર થી જુવે છે જાણે એને કેટલો મોટો ગુનો કર્યો હોઈ . એ સ્ત્રી ઘર ની બાર નીકળે તો એને મેણાં ટોણાં મારે છે .. ત્યાં સુધી કહી દે છે કે એ તો વાંઝણી છે એના ઘરે થી દાન ન લેવાય કે બ્રાહ્મણ ને જમવા ના બેસાય. સ્ત્રી ના માસિક ધર્મ દરમિયાન તેને કોઈ જગ્યા એ જવાનું નહિ , રૂમ ની બહાર નિકવાની મનાઈ, કોઈ વસ્તુ અડવા નહિ દેવાની , દેવસ્થાન તો જવાય જ શેનું . છતાં કોઈ સ્ત્રી માસિક માં ન થતી હોય એની સાથે લગ્ન કરવા કોઈ પુરુષ તૈયાર નથી હોતો કારણ?? તો કે એ બાળક ને જન્મ નહિ આપે શકે .આ બધું પોતાના કાને સાંભળી ને સહન કરે તે એક મોટી શક્તિ કેવાય. સ્ત્રી ની વેદના માત્ર સ્ત્રી જ જાણી શકે છે..

બીજા રસપ્રદ વિકલ્પો